SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ તાડાક પાછળ ૧૨૧ નહીં, થેનારડિયર તથા તેના સાગરીતો તો પકડાઈ ગયા હતા; પણ જાવને કદાચ વહેમ ગયો હોય તો? જોકે, કેસેટને મકાનના બગીચામાં એકલી ફરવા તે ખાસ આગ્રહ કરતો. થેનારડિયર અને તેના સાગરીતો જેલમાં પડયા હતા. પણ તે બધા પેરીસના ભૂગર્ભના કસબી માણસો હતા, તેમના બહારના મતિયાઓ તેમને જેલમાં પણ બધી પ્રકારની મદદ કરવા તત્પર રહેતા. તેઓમાંથી કેટલાકની દાઢમાં ૨-પ્લુમેટવાળું મકાન અને તેનાં નવાં માલિકો આવી ગયાં હતાં. જોકે, તેમાં રહેનાર માં. લેમ્બ્લાન્કને પકડવા જતાં જ પોતે સૌ પકડાયા હતા, એ તેઓ હજુ જાણતા ન હતા. તેથી જેલમાં હતા ત્યારે, તેમજ તેમાંથી નાસી છૂટવાની તૈયારીઓ તેઓ કરતા હતા ત્યારે પણ એ મકાનની તપાસ રાખવાનું કામ ચાલુ હતું. એ કામ થેનારડિયરની મોટી છોકરી એપોનીનને માથે હતું. જે દિવસે તે છોકરી મેરિયસને જોન્ડ્રૂટનો પત્ર બતાવી પાંચ ફ઼ાંક લઈ ગઈ હતી, તે દિવસે બપોરના તે મેરિયસને પાછી ભેગી થઈ હતી. ત્યારે તેણે મેરિયસને ચિઠ્ઠીચપાટી, સંદેશા વગેરેનું કામકાજ હોય તો પોતાને ખુશીથી કહેતા રહેવાનું જણાવ્યું હતું. મેરિયર્સ તેને માં, લેબ્લાન્ક અને તેમની દીકરીના ઘરનું સરનામું જાણી લાવવા કહ્યું હતું. ત્યારથી એપોનીન સમજી ગઈ હતી કે મેરિયસ કાર્સટના પ્રેમમાં છે. તેણે તે સરનામું લાવી આપવાનું કબૂલ્યું હતું; અને મેરિયો પણ બદલામાં તે માગે તે આપવાની તૈયારી બતાવી હતી ! પરંતુ, તે જ રાતના થેનારડિયર વગેરે સૌ કાઈ પકડાઈ ગયા બાદ, મેરિયસ બીજા દિવસથી તેના ક્રાંતિવાદી મિત્ર કોફેરાકની ઓરડીમાં રહેવા ચાલ્યો ગયો. એક તો આ ઘરમાં બનેલી કારમી ઘટનાઓ પછી તેને ત્યાં રહેવાનું મન રહ્યું નહોતું; અને બીજું, થેનારડિયર ઉપર કામ ચાલે તે
SR No.006009
Book TitleLe Miserabla urfe Patit Pavan
Original Sutra AuthorN/A
AuthorVictor Hugo, Gopaldas Patel
PublisherVishva Sahitya Academy
Publication Year2000
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy