SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ રયસ પગલાં ભરે છે ૧૧૩ મેરિયસથી હવે વધુ થોભાય તેમ ન હતું. કઈ ક્ષણે એક જ લોઢાનું હથિયાર ખરાબ જગાએ વાગનાં લેબ્લાન્કનું મરણ થઈ જાય, તે નક્કી ન કહી શકાય. તેણે મૃત પિતાની ક્ષમા માગી અને પિસ્તોલના ઘોડા તરફ આંગળી લંબાવી. પણ એટલામાં થનારડિયરનો અવાજ સંભળાયો – તેને બાંધી દો; કશી ઈજા ન કરતા.” મેરિયસે પણ, હવે આગળ શું થાય છે તે જોવા, પિસ્તોલ ફોડવાનું મોકૂફ રાખ્યું. કદાચ એવો રસ્તો નીકળે કે પોતાના પિતાને બચાવનાર પણ બચી જાય અને કોસેટનો પિતા પણ બચી જાય! મેં. લેબ્લાન્કને ખાટલાના પાયા સાથે જકડીને બાંધી દેવામાં આવ્યા. ત્યાર બાદ થનારડિયર તેમની સામે ખુરશી લાવીને બેઠો અને શાંતિથી બોલ્યો, “મહાશય, આપે બારીમાંથી કૂદી જવા પ્રયત્ન કર્યો, તે ભૂલ કરી; કદાચ આપનો પગ ભાગી ગયો હોત! મેં પણ જરા આકળા થઈને વાત કરી, એ ભૂલ કરી. જુઓ સાહેબ, આપને લખપતિ કહું તો ખોટું ન લગાડતા; કારણ, આપ કદાચ કરોડપતિ હશો. પણ તેનો મારે કંઈ વાંધો નથી. સોનાનું ઈંડું મૂકનાર મરધીને છેક જ મારી નાખનાર જેવો હું નથી. હું અધે રસ્તે જઈને મારા ભાગમાંથી થોડુંઘણું જતું કરવા તૈયાર છું; તમારે પણ તમારા મોટા ખર્ચ માટે પૈસા જોઈએ જ. મારે માત્ર બે લાખ ફ્રાંક જોઈએ છે. એટલાથી હું મારું જીવન જેમ તેમ કરી સંતોષથી વ્યતીત કરવા તૈયાર છું. મારા આ મિત્રો પણ કંઈ બેચાર આનાનું ચવાણું ફાકવા જેટલું જ મળવાની આશાએ નથી પધાર્યા. તેમને પણ ઠીક ઠીક ખુશ કરવા જ પશે. એટલે, પેલી ગરમ કરેલી લાલચોળ ફરસીનો ઉપયોગ લે૦- ૮
SR No.006009
Book TitleLe Miserabla urfe Patit Pavan
Original Sutra AuthorN/A
AuthorVictor Hugo, Gopaldas Patel
PublisherVishva Sahitya Academy
Publication Year2000
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy