________________
૧૧૪
લે મિઝરાબ્લ
ન કરવો પડે તે માટે, ભલા થઈને, હું કહું તેમ આ પ્રમાણે એક ચિઠ્ઠી લખી આપો –
‘મારી વહાલી દીકરી ~
‘તું એકદમ આવ. મારે અત્યંત જરૂરનું કામ છે. જે માણસ આ ચિઠ્ઠી લાવે, તે તને મારી પાસે લઈ આવશે. હું તારી રાહ જાઈ રહ્યો છું.'
‘હવે’, થેનારડિય૨ે કહ્યું, ‘નીચે આપની સહી કરો અને સરનામું પણ સાચેસાચું લખી દો.'
એ બધો વિધિ પતી ગયો એટલે થેનારડિયરે પોતાની સ્ત્રીને એ કાગળ આપ્યો અને કહ્યું, ‘નીચે બગી તૈયાર રાખી છે; તેમાં તું આમાંથી એક ભાઈને સાથે લઈને આ કાગળ ઉપર લખેલા સરનામે પહોંચી જા.'
પેલી તે પ્રમાણે વિદાય થઈ એટલે મેરિયસ કંઈક નિશ્ચય ઉપર આવવા લાગ્યો. કેસેટને લેવા જ થેનારડિયર બાનુ ગઈ હોય, તો તે આવતાંની સાથે પોતે ગમે તે ભોગે પણ તેને બચાવી લેવા પ્રયત્ન કરશે. ભલે પછી થેનારડિયરનું ગમે તે થાય.
અર્ધો કલાક થઈ ગયો. થેનારડિયર કાઈ ઘેરા વિચારમાં ડૂબી ગયો હતો, તે હવે અચાનક જાગ્યો અને કેદીને સંબોધીને બોલ્યો, “જુઓ વધુ વખત ન બગડે, તે માટે હું તમને મારી યોજના પહેલેથી સમજાવી લઉં. મારી પત્ની તમારી પુત્રીને લઈને આવવા નીકળશે, ત્યાં વચ્ચે જ બે બોડાની એક સુંદર ગાડી ઊભી રાખેલી હશે. તમારી દીકરી અને મારા સાથી તેમાં બેસી જશે, અને મારી પત્ની તેમનાથી છૂટી પડીને ‘આલબેલ' કહેવા અહીં આવશે. તમારી દીકરીને એક ગુપ્ત જગાએ શાંતિથી પૂરી રાખવામાં આવશે. પછી જે ઘડીએ તમે મેં માગેલી નાનીસરખી ૨કમ મને લાવીને આપી દેશો, તે જ ઘડીએ તમારી પુત્રીને તમારે