________________
બિશપને મહેમાન જતો. આટલાં વર્ષ “કુત્તા' સિવાય બીજું સંબોધન તેણે સાંભળ્યું ન હતું,
પેલાએ પોતાની ઝોયણો અને દડે ઉપાડી લીધાં. તેની પથારીવાળા ઓરડામાં જતાં બિશપનો સૂવાનો ઓરડો વચ્ચે આવતો હતો. તેઓ ત્યાં થઈને જતા હતા, ત્યારે મેંગ્લોઇ વાળ વખતે વાપરેલાં ચાંદીનાં વાસણ ઓશીકા તરફના હાટિયાની ટોપલીમાં પાછાં મૂકતી હતી.
અડધી રાતે જીન વાલજિન ઊંઘમાંથી જાગી ઊઠ્યો.
તે બ્રીડને એક ગરીબ ખેડૂત-કુટુંબમાં જન્મ્યો હતો. નાની વયે જ તે માબાપ વિનાનો બન્યો હતો : મા રોગમાં સારવારને અભાવે મરી ગઈ, અને બાપ લાકડાં કાપતાં ઝાડ ઉપરથી પડીને મરી ગયો. તેની મોટી બહેને તેને ઉછેરીને મોટો કર્યો. બહેન પોતે જ્યારે વિધવા થઈ, ત્યારે તેનાં સાત બાળકોમાંનું સૌથી મોટું બાળક આઠ વર્ષનું હતું, અને નાનું એક વર્ષનું. જીન વાલજિન હમણાં જ પચીસમે વર્ષે પહોંચ્યો હતો. હવે બહેન અને તેના કુટુંબનું ગુજરાન ચલાવવાનો ભાર તેને માથે આવ્યો. તે ફેવ૦માં કઠિયારો બન્યો.
લાકડાંની મોસમમાં તે રોજના ૧૮ સૂ (પોણા બે આના) કમાતો. તે ઉપરાંત લણવાની કે બીજી જે કાંઈ મજૂરી મળે, તે પણ તે કરતો. તેની બહેન પગ કામકાજ કરતી. પણ સાત સાત છોકરાં લઈને તે કેટલું કરી શકે? એ આખું કુટુંબ ધીમે ધીમે કરૂણ ગરીબાઈમાં ઘેરાવા તથા ગૂંગળાવા લાગ્યું.
તેવામાં એક શિયાળો ખરાબ આવ્યો, અને જીન વાલજિન કામ વિનાનો તથા કુટુંબ રોટી વિનાનું થઈ ગયું. • અને સાત છોકરાં !
ઈ. સ. ૧૭૯૫ની સાલમાં રવિવારની એક રાતે, એક ભઠિયારાની દુકાનના બારણાનો કાચ તૂટ્યો. બાકોરામાંથી એક