SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ બિશપને મહેમાન વાત તે સાંભળી લાવી હતી. “એ ભામટો ભારે ખૂની માણસ છે; અને કોઈ વીશીવાળાએ તેને પૂરા પૈસા લઈને પણ પોતાને ત્યાં એક રાત પૂરતોયે રહેવા દેવાની હિંમત કરી નથી. હજુ તે ભામટા ગામમાં જ ક્યાંક ભટક્યા કરે છે. બધા લોકો વેળાસર બારણાં બરાબર બંધ કરી, સાવધાન થઈ ગયા છે, પણ આપણે તો અહીં બારણાને સાંકળ-નકૂચો કાંઈ જ નથી. નામવર જો રજા આપે, તો તે વાળુ કરવા બેસે તે દરમ્યાન લુહારને અબઘડી બોલાવી લાવું અને આજની રાત પૂરતી સાંકળ નંખાવી લઉં. નામવરને હંમેશ “અંદર આવો' એમ જ બોલવાની ટેવ છે; અને મધરાતેય આ ઘરનું બારણું ઉધાડવા કોઈને રજા માગવી પડે તેવું શું છે?” બિશપ વાળુ કરવા ખુરશીમાં આવીને બેઠા ત્યાં સુધીમાં તેમને કાને પડે તે રીતે મેંગ્લોઅર ડેસીએ ફરીથી આ આખી વાત કહી સંભળાવી. તે જ ઘડીએ મુખ્ય બારણા ઉપર કોઈએ જોરથી લાકડી વડે ટકોરો માર્યો. “અંદર આવો,’ બિશપે કહ્યું. એની સાથે જ, જોરથી ધક્કો મારીને ઉઘાડી નાખ્યું હોય તેમ, બારણું ઊઘડી ગયું, ને પેલો મુસાફર અંદર દાખલ થયો. મેંગ્લોઇરમાં તો ચીસ પાડવા જેટલાય હોશ ન રહ્યા; અને બેપ્ટિસ્ટાઈન પણ ચેકીને અધ ઊભી થઈ ગઈ. બિશપે પોતાની શાંત નજર આવનાર ઉપર ઠેરવી. પણ તે કંઈ પૂછે તે પહેલાં પેલાએ મોટા અવાજે સંભળાવી દીધું – મારું નામ જીન વાલજિન છે. લશ્કરી વહાણ ઉપર કેદી-ગુલામ તરીકે ૧૯ વર્ષ સજા ભોગવીને હું ચાર દિવસ . ઉપર જ છૂટ્યો છું અને પોંટ જવા નીકળ્યો છું. શહેરમાંથી બધાએ મારા પીળા પરવાનાને કારણે મને તગેડી મૂક્યો છે. હું ખુલ્લાં ખેતરમાં પડી રહેત, પણ વાદળ ઘેરાયેલાં હોવાથી
SR No.006009
Book TitleLe Miserabla urfe Patit Pavan
Original Sutra AuthorN/A
AuthorVictor Hugo, Gopaldas Patel
PublisherVishva Sahitya Academy
Publication Year2000
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy