Book Title: Jiva Ajiva
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan
Catalog link: https://jainqq.org/explore/005343/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 3] = થSONGS જૈન તત્ત્વજ્ઞાનનું પ્રથમ સોપાન - આચાર્ય મહાપ્રજ્ઞા Jain Educationa International For Personal and Private Use Only WWW.jainelibrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ જીવ-અજીવ જૈન તત્ત્વજ્ઞાનનું પ્રથમ સોપાન આચાર્ય મહાપ્રજ્ઞ અનેકાન્ત ભારતી પ્રકાશન અમદાવાદ ૩૮૦ ૦૧૫. Jain Educationa International For Personal and Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ JIVA-AJIVA Acharya Mahapragya Acharya Mahapragya હિન્દી આવૃત્તિ: સંપાદક : મુનિ સુમેરમલ “સુદર્શન” ગુજરાતી આવૃત્તિઃ સંપાદક-અનુવાદક ડૉ. રમણીક શાહ સંસ્થાપક-નિર્દેશક શુભકરણ સુરાણા મૂલ્ય રૂા. ૫૦/આવૃત્તિ: પ્રથમ, આચાર્ય મહાપ્રજ્ઞનો ૮૧મો જન્મદિવસ, ૨૦૦૦. પ્રકાશક : સંતોષકુમાર સુરાણા, નિર્દેશક, અનેકાન્ત ભારતી પ્રકાશન ઈ/૨, ચાલ, કામધેનુ કોપ્લેક્ષ સામે, આંબાવાડી, અમદાવાદ - ૩૮૦૦૧૫. ફોનઃ ૬૩૦ ૭૭ ૩૯ ફેક્સ: ૯૧-૭૯-૬૩૮૦૫૩૨ E-mail ANEKANT 1001 @ YAHOO-COM અક્ષરાંકન : મયંક શાહ, રમણીય ગ્રાફીક્સ ૪૪૪૫૧, ગ્રીનપાર્ક એપાર્ટમેન્ટ્સ, સોલા રોડ, નારણપુરા, અમદાવાદ - ૩૮૦ ૦૬૩. ફોન : ૭૪૫ ૧૬ ૦૩ મુદ્રક : મારુતિ પ્રિન્ટર્સ એન. આર. એસ્ટેટ, અભય એસ્ટેટની સામે, તાવડીપુરા, દૂધેશ્વર રોડ, અમદાવાદ ફોનઃ પ૬૨પપપ૯, ૨૬૨૧૩૧૪ Jain Educationa International For Personal and Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ * પ્રસ્તુતિ पढमं नाणं तओ दया જૈન દર્શનનો આ સમન્વયાત્મક સિદ્ધાંત છે. જ્ઞાન વિના આચરણ શક્ય નથી અને આચરણ વિના જ્ઞાનની સાર્થકતા નથી. એટલે જ્ઞાન અને આચરણ બંનેનો સમન્યવ આવશ્યક છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં જ્ઞાનનું તાત્પર્ય છે મોક્ષ અને તેના સાધનો સંયમ, અહિંસા આદિનું જ્ઞાન. તે માટે અનિવાર્યછે જીવ અને અજીવનું જ્ઞાન. ભગવાન મહાવીરે કહ્યું છે. जो जीवे विन याणाइ अजीवे वि न याणइ । जीवाजीवे अयाणंतो सो हु नाहिइ संजमं ॥ જે જીવને નથી જાણતો, અજીવને નથી જાણતો, જીવાજીવને નથી જાણતો તે સંયમને કેવી રીતે જાણી શકે? એટલા માટે અહિંસક મનુષ્ય માટે, અહિંસા-સાધનામાં જીવ અને અજીવનું જ્ઞાન હોવું અનિવાર્ય છે. આનું વિવેચન જૈન દર્શનમાં વિશદ સ્વરૂપે ઉપલબ્ધ છે. ભિન્ન ભિન્ન દૃષ્ટિકોણથી તેમનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. પચીસ બોલ નામે આ નાનકડો થોકડો- સ્તોક કૃત છે. તેમાં પચીસ બોલ – પચીસ વાક્યોનો સંગ્રહ છે. સંગ્રહકર્તાએ જીવ-અજીવનું વિશ્લેષણ સરળ અને વૈજ્ઞાનિક રીતે પ્રસ્તુત કર્યું છે. પચીસ બોલોનું સંક્ષિપ્ત વિવરણ આ પ્રમાણે છે Jain Educationa International ૧. જીવની ઉત્પત્તિના ચાર મુખ્ય સ્થાનોનો નિર્દેશ. ૨. ઇન્દ્રિયોના આધારે જીવોનું વર્ગીકરણ. ૩. સ્થાવર અને ત્રસ જીવોનું સ્વરૂપ-વિવરણ. ૪. ઇન્દ્રિયો અને તેમના પેટા વિભાગો. I For Personal and Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ SSA. ૫. છ પૌગલિક શક્તિઓ (પર્યામિઓ)નું સ્વરૂપ અને કાર્ય. ૬. દસ જીવનશક્તિઓ (પ્રાણો)નું સ્વરૂપ અને કાર્ય. પર્યાપ્તિ અને પ્રાણનો સંબંધ. આયુષ્યપ્રાણનું વિશદ વિવેચન. ૭. પાંચ પ્રકારના શરીરો અને તેમનું સ્વરૂપ. ૮. મનોયોગ, વચનયોગ અને કાયયોગનું વિશદ વિવરણ. ૯. પાંચ પ્રકારનાં જ્ઞાન, ત્રણ પ્રકારનાં અજ્ઞાન અને ચાર પ્રકારનાં દર્શન (સામાન્ય બોધ)નું વિશદ વિવેચન. ૧૦. આઠ પ્રકારનાં કર્મ, તેમની નિષ્પત્તિઓ, તેમનું સ્વરૂપવર્ણન અને કર્મબંધના વિવિધ હેતુઓનો ઉલ્લેખ. • કર્મની મુખ્ય દસ અવસ્થાઓનું વિવરણ. • આત્મા અને કર્મના સંબંધની વિશદ જાણકારી. કાર્ય-નિષ્પત્તિનાં પાંચ કારણોનો ઉલ્લેખ. ૧૧. આત્મવિકાસની ચૌદ ભૂમિકાઓ (ગુણસ્થાનો)નું વિવરણ અને તેમના અધિકારીઓની ચર્ચા. ગુણસ્થાનોના કાલમાન આદિ. ૧૨. ઇન્દ્રિયોના વિષયો અને તેમનું સ્વરૂપ. ૧૩. દસ પ્રકારનાં મિથ્યાત્વ. નવ તત્ત્વ અને તેમનાં ભેદ-પ્રભેદો. મોક્ષના ચાર સાધક તત્ત્વોનું વિશ્લેષણ. ૧૫. આત્માનાં અસ્તિત્વનાં સાધક-બાધક પ્રમાણો. આત્મા અમૂર્ત છે, તો પછી પદાર્થ કેવી રીતે ? આત્માનું પરિમાણ વગેરે વગેરે. ચોવીસ દંડકો (કર્મ-ફળ ભોગવવાનાં સ્થાનો)નો નિર્દેશ અને ભેદ-પ્રભેદો. ૧૭. છ વેશ્યાઓ અને તેમનાં લક્ષણ. ૧૮. ત્રણ પ્રકારની દૃષ્ટિઓનું વિવેચન. સમ્યક્તનાં લક્ષણ, દૂષણ અને ભૂષણ . ૧૯. ચાર પ્રકારનાં ધ્યાનનું વિવરણ. ૧૪. * IV Jain Educationa International For Personal and Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ ૨૦. વિશ્વનાં ઘટક છ દ્રવ્યોનું વિવેચન. કાળ-વિભાગ, પુદ્ગલ દ્રવ્યની વિભિન્ન અવસ્થાઓ અને તેમનું સ્વરૂપ. બે રાશિ – જીવ અને અજીવનું વર્ણન. ૨૨. શ્રાવકના બાર વ્રતોનું સ્વરૂપ અને તેમની ધાર્મિક, સામાજિક તથા રાષ્ટ્રીય દૃષ્ટિએ ઉપયોગિતા. ૨૩. પાંચ મહાવ્રતોનું સ્વરૂપ. ૨૪. ત્યાગના વિભિન્ન પ્રકારોનું વર્ણન, ત્યાગ કરવાના વિવિધ માર્ગ. ૨૫. પાંચ પ્રકારનાં ચારિત્ર અને તેમનું સ્વરૂપવર્ણન. આ રીતે પચીસ બોલોમાં સમ્યફ જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યફ ચારિત્રનું જ નિરૂપણ છે. તેમનાં પરિપ્રેક્ષ્યમાં તેમના સાધક-બાધકસ્થળોનો મેં વિસ્તાર કર્યો છે. | વિ.સં. ૨૦૦૨માં આચાર્યશ્રીનો ચાતુર્માસ શ્રી ડુંગરગઢમાં હતો. જીવ-અજીવનું આ વિવેચન તૈયાર હતું. ત્યાં ડૉ. જેઠમલજી ભંસાલી તથા તેમના અનેક સહયોગી વ્યક્તિઓએ તે ધારણ કર્યું અને સંપાદન જેઠમલજી ભંસાલીએ કર્યું. તેનું પ્રથમ સંસ્કરણ શ્રી જૈન શ્વેતામ્બર તેરાપંથી સભા, શ્રી ડુંગરગઢથી પ્રકાશિત થયું. સહુ તેનાથી લાભાન્વિત થયા. તદનન્તર ધાર્મિક પરીક્ષામાં તેનો સમાવેશ થયો અને હજારો છાત્ર-છાત્રાઓએ તેના માધ્યમથી જૈન ધર્મના મૂળભૂત તથ્યો જાણ્યાં. મુનિ સુદર્શને તે સાદ્યોપાંત વાંચ્યું અને અત્ર-તત્ર આવશ્યક સંશોધન તથા સંપાદન કર્યું. -આચાર્ય મહાપ્રજ્ઞ Jain Educationa International For Personal and Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ કે બે બોલ કરે જૈન ધર્મવિચાર–તત્ત્વવિચારમાં આત્મા–જીવ કેન્દ્રસ્થાને છે. અનાદિકાળથી જીવ અજીવ સાથે સંકળાયો અને સંસારચક્ર શરૂ થયું. અજીવન સાણસામાંથી જીવ છૂટે એટલે મોક્ષ. અજીવનો કારસો છે કર્મનો અને તે કારસામાંથી છૂટવા માટેનું સાધન છે ધર્મ. જિન-ભગવંતોએ મનુષ્ય-લોકમાં આવો ધર્મ કાળ-કાળે સુલભ બનાવી આપ્યો છે. આ ધર્મ-માર્ગછે–અહિંસા, તપ અને સંયમનો. આ ધર્મ-માર્ગને જાણવા માટે જીવ, અજીવ અને તે બંને વચ્ચેનો સંબંધ જાણવો અનિવાર્ય છે. જીવ એટલે શું, તેના પ્રકારો કેટલાં, તે ક્યાં-ક્યાં હોય છે, તેનાં શરીર અને ઈન્દ્રિયો કેવા પ્રકારે બને છે, કર્મ શું છે, કેટલાં પ્રકારના છે, કેવી રીતે જીવ સાથે જોડાયેલ છે, તેમાંથી છૂટવા માટે જીવે શો પ્રયત્ન કરવો–આ બધા પ્રશ્નોની સમજૂતી જૈન આચાર્યો– મુનિવરો દેશકાળાનુસારી શૈલીમાં આપતા આવ્યા છે. અહીં પૂજ્ય આચાર્યશ્રી મહાપ્રજ્ઞજીએ પ્રાચીન પચ્ચીસ બોલના સંગ્રહનો આધાર લઈ જીવ અને અજીવના સ્વરૂપનું વિશદ વિશ્લેષણ કર્યું છે. આ પચ્ચીસ બોલોમાં જીવ અને અજીવને લગતા વિવિધ મુદ્દાઓ માત્ર ટૂંકાણમાં આપેલા હતા તેમનો વિસ્તાર કરી જીવ અને અજીવને લગતી લગભગ સઘળી બાબતોનું આચાર્યશ્રીએ નિરૂપણ કર્યું છે. આચાર્યશ્રીએ પોતાની પ્રસ્તાવનામાં જણાવ્યું છે તેમ આ વિવેચન છેક વિ.સં. ૨૦૦૨માં તૈયાર થયેલ. આચાર્યશ્રીની પ્રથમ રચના હોવા છતાં તેમની સરળ અને તલસ્પર્શી શૈલીના આમાં દર્શન થાય છે. શ્રી શુભકરણજી સુરાણાએ કહ્યું કે આ ગ્રંથની હિન્દીમાં તો અનેક આવૃત્તિઓ થઈ ગઈ છે ત્યારે મેં તેમને વહેલી તકે આ ગ્રંથ ગુજરાતીમાં પણ પ્રકાશિત થાય તે માટે આગ્રહ કર્યો. તેમણે આ કાર્યમને જ સોંપ્યું. અમને આનંદ છે કે આચાર્યશ્રીના જીવનના એંશી વર્ષની પૂર્તિ પ્રસંગે આ ગુજરાતી આવૃત્તિ પ્રગટ થાય છે. ગુજરાતી વાચકોને જૈન ધર્મ-દર્શનના ઊંડાણમાં જવા માટે આ અનુવાદ પ્રથમ સોપાન તરીકે અવશ્ય ઉપયોગી થશે. રમણીક શાહ પૂર્વાધ્યક્ષ, પ્રાકૃત-પાલિ વિભાગ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ. IV Jain Educationa International For Personal and Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ - યુગપ્રધાન આચાર્યશ્રી મહાપ્રજ્ઞના ૮૧મા જન્મદિવસ પ્રસંગે પૂજ્ય મા સ્વ. શ્રીમતી રતની દેવી બચ્છાવત, ધર્મ પત્ની શ્રી હજારીમલજી બચ્છાવત (જન્મઃ ૧૦-૪-૧૯૩૨, સ્વર્ગવાસઃ ૧૦-૪-૨૦૦૦) ની પુણ્યસ્મૃતિમાં :શ્રદ્ધાનત : સમ્પતમલ બચ્છાવત. સુશીલકુમાર બચ્છાવત બચ્છાવત ટ્રેડર્સ ૮૮, ન્યુ ક્લોથ માર્કેટ, અમદાવાદ - ૩૮૦ ૦૦૨. ફોનઃ ૨૧૬૦૯૭૩(ઓ.) ૨૧૬૦૦૪(ફેકટરી) ૨૮૬૬૯૦૭ (રહે.) ૨૮૬૭૭૬૪ (રહે.) અનેકાન્ત ભારતી પ્રકાશન શ્રી મીઠાલાલ પોરવાલ સિંગલ ટ્રાન્સપોર્ટ કોપોરેશન શ્રી ચંદનમલ ભંવરલાલ સુરાણા અરુણા પ્રોસેસર્સ પ્રા. લિ. શ્રી કાન્તિભાઈ અને શ્રીમતી પલ્લવીબહેન ખોખાણી સારાટોગા, કેલિફોર્નિયા, યુ. એસ. એ. VII Jain Educationa International For Personal and Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ ૧૬ ૨૧ ૨૬ ૩૨ ૩૬ ४७ ૫૪ ૮૧ ૮૬ પહેલો બોલ – ગતિ ચાર બીજો બોલ – જાતિ પાંચ ત્રીજો બોલ --કાય છે ચોથો બોલ - ઇન્દ્રિય પાંચ પાંચમો બોલ – પર્યાપ્તિ છે છઠ્ઠો બોલ – પ્રાણ દસ સાતમો બોલ - શરીર પાંચ આઠમો બોલ – યોગ પંદર નવમો બોલ – ઉપયોગ બાર દસમો બોલ – કર્મ આઠ અગિયારમો બોલ – ગુણસ્થાન ચૌદ બારમો બોલ – પાંચ ઇન્દ્રિયોના ત્રેવીસ વિષયો તેરમો બોલ દસ પ્રકારનાં મિથ્યાત્વ ચૌદમો બોલ - નવ તત્ત્વના ૧૧૫ ભેદ પંદરમો બોલ - આત્મા આઠ સોળમો બોલ – દંડક ચોવીસ સત્તરમો બોલ – વેશ્યા છ અઢારમો બોલ – દૃષ્ટિ ત્રણ ઓગણીસમો બોલ – ધ્યાન ચાર વીસમો બોલ – દ્રવ્ય છ એકવીસમો બોલ – રાશિ બે બાવીસમો બોલ – શ્રાવકના બાર વ્રતો ત્રેવીસમો બોલ – પાંચ મહાવ્રત ચોવીસમો બોલ - ભાંગા ૪૯ પચીસમો બોલ – ચારિત્ર પાંચ પરિશિષ્ટ – પચીસ બોલઃ આધારસ્થળ - - ૧૧૩ ૧૨૧ ૧૨૮ ૧૩૨ ૧૩૬ ૧૪૦ ૧૫૮ ૧૬૧ ૧૭0 ૧૭૪ ૧૭૯ ૧૮૨ VUI Jain Educationa International For Personal and Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ પહેલો બોલ ગતિ ચાર ૧. નરક ગતિ ૨. તિર્યંચ ગતિ ૩. મનુષ્ય ગતિ ૪. દેવ ગતિ જૈન દર્શનમાં જીવના બે પ્રકાર માનવામાં આવ્યા છે – સિદ્ધ અને સંસારી. પ્રત્યેક વસ્તુમાં કંઈક ભિન્નતા છે, તે તેની અસમાનતાના આધારે પામી શકાય છે. અસમાનતા વિજાતીય વસ્તુઓમાં મળે, એમાં તો આશ્ચર્ય જ શું? પરંતુ સજાતીય વસ્તુઓમાં પણ તે પ્રાપ્ત થાય છે અને તેના જ આધારે એકજાતીય વસ્તુઓનું પણ પૃથક્ પૃથફ વર્ગીકરણ કરવામાં આવે છે. જીવનું લક્ષણ ચેતના – ઉપયોગ છે. તે જીવમાત્રમાં મળે છે. સામાન્ય ચૈતન્યની દૃષ્ટિએ બધાં જીવો સમાન છે – એકજાતીય છે; પણ આત્મ-શુદ્ધિ સહમાં એક સરખી નથી જોવા મળતી. એટલા માટે જીવોના બે વર્ગ કરવામાં આવ્યા છે – સિદ્ધ જીવ અને સંસારી જીવ. જે આત્માઓ કર્મ- રજને ધોઈ –માંજીને સંપૂર્ણપણે ઉજજવળ બની જાય છે, તેમને સિદ્ધ કહે છે. આવા આત્માઓ અનંત છે. તે સિદ્ધ આત્માઓ લોકના ઉપરના અંતભાગમાં રહે છે. તેમને = આ પહેલો બોલ - ૧ દર Jain Educationa International For Personal and Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ જન્મ, જરા, મૃત્યુ, શોક, ભય વગેરે કંઈપણ હોતું નથી. પ્રત્યેક સિદ્ધનો આત્મ-વિકાસ સમાન હોય છે. સિદ્ધોના પંદર ભેદ ચરમસંસાર-અવસ્થાની અપેક્ષાથી કરવામાં આવે છે; જેમ કે – ગૃહસ્થના વેશમાં મુક્તિ મેળવનારા ગૃહલિંગ-સિદ્ધ, જૈન-મુનિના વેશમાં મુક્તિ મેળવનારા સ્વલિંગ-સિદ્ધ અને અન્ય સાધુઓના વેશમાં મુક્તિ મેળવનારા અન્યલિંગ-સિદ્ધ કહેવાય છે. તેવી જ રીતે સ્ત્રી-જન્મમાં, પુરુષ-જન્મમાં તથા કૃત્રિમ નપુંસક-જન્મમાં મુક્ત થનારા ક્રમશ: સ્ત્રી-સિદ્ધ, પુરુષ-સિદ્ધ અને નપુંસક-સિદ્ધ કહેવાય છે. સિદ્ધ થયા પછી તેમનું સંસારચક્ર સદા માટે બંધ થઈ જાય છે. दग्धे बीजे यथात्यन्तं, प्रादुर्भवति नांकुरः । कर्मबीजे तथा दग्धे, न रोहति भवांकुरः ।। – જેવી રીતે બાળી દીધેલાં બીજમાં અંકુર ફૂટતો નથી, તેવી જ રીતે કર્મ-બીજ બળી જાય ત્યારે આત્મામાં ભવાંકુર (જન્મમૃત્યુની પરંપરા) પેદા થતો નથી. જેમને કર્મ-મળ લાગેલો હોય છે તે જીવો સંસારી કહેવાય છે. સંસારી જીવ વિવિધ પ્રકારનાં કર્મ-પુદ્ગલોથી જકડાયેલાં હોય છે, એટલા માટે તેમની સ્થિતિ એક સમાન નથી હોતી. કોઈ જીવ એક ઇન્દ્રિયવાળો હોય છે તો કોઈ પાંચ ઇન્દ્રિયવાળો, કોઈ કસ, કોઈ સ્થાવર, કોઈ સમનસ્ક, કોઈ અમનસ્ક. આ રીતે સંસારી જીવોના અગણિત પ્રકારો પાડી શકાય છે. આપણે જાણીએ છીએ કે આત્મા અમર છે. અમુક મરી ગયો છે, અમુક જન્મો છે –– એ પણ જાણીએ છીએ. અમર પદાર્થનું મૃત્યુ નથી હોતું અને મૃત્યુ વિના કોઈ પેદા થતું નથી, તો પછી આત્માનાં મરણ અને જન્મ કેવી રીતે થાય છે? જન્મ અને મરણથી આત્માનું અસ્તિત્વ ટાળી શકાતું નથી. તે તો આત્માની અવસ્થાઓ છે – આત્માને એક જન્મ-સ્થિતિમાંથી બીજી જન્મ-સ્થિતિમાં પહોંચાડનાર છે. સંસારી જીવોની મુખ્ય ભવસ્થિતિઓ (જન્મ-સ્થિતિઓ) ચાર છે. તેમને ચાર ગતિ કહેવામાં આવે છે – ૧. નરક ગતિ, ૨. તિર્યંચ ગતિ, ૩. મનુષ્ય ગતિ અને ૪. દેવ ગતિ. | જીવ-અજીવ રે લ = Jain Educationa International For Personal and Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ ગતિ શબ્દનો અર્થ છે ચાલવું, એક સ્થાનેથી બીજા સ્થાને જવું. પરંતુ અહીં ગતિ શબ્દનો વ્યવહાર એક જન્મ-સ્થિતિમાંથી બીજી જન્મ-સ્થિતિમાં અથવા એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જવાના અર્થમાં થયો છે. જેવી રીતે મનુષ્ય-અવસ્થામાં જીવ મનુષ્યગતિ કહેવાય છે અને તે જ જીવ તિર્યંચ અવસ્થાને પામે ત્યારે આપણે તેને તિર્યંચ ગતિ કહીશું. આપણા આ મનુષ્ય-લોકની નીચે સાત પૃથ્વીઓ છે, જે નરક તે કહેવાય છે. તેમાં ઉત્પન્ન થનાર જીવોને નરક-ગતિ કહેવાય છે. દેવ-અવસ્થાને દેવ-ગતિ અને મનુષ્ય-અવસ્થાને મનુષ્ય-ગતિ કહે છે. એક ઇન્દ્રિયવાળા જીવોથી લઈને બે, ત્રણ, ચાર અને પાંચ આ પ્રકારે બધી ઇન્દ્રિયવાળા જીવો જેમાં જન્મ ધારણ કરે છે, તિર્યંચ-ગતિ છે. મનુષ્ય અને તિર્યંચ-ગતિ આપણી આંખોની સામે છે. નરક અને દેવ-ગતિ જો કે આપણી પ્રત્યક્ષ નથી તો પણ આપણે તેના અસ્તિત્વનો ઇન્કાર નથી કરી શકતા. આત્મા અને પુણ્યપાપ છે, તો પછી નરક અને સ્વર્ગને કેમ ન માની શકાય ? સંસારના બધા જીવો પોતાના કર્માનુસાર તેમાં પરિભ્રમણ કરતા રહે છે. ૧. નરક-ગતિ - નરક સાત છે રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ:પ્રભા, મહાતમઃપ્રભા. ૨. તિર્યંચ-ગતિ એક ઇન્દ્રિયવાળા જીવોથી માંડીને પાંચ ઇન્દ્રિયોવાળા ખેચર (આકાશચારી) સુધીના જે જીવો દર્શાવવામાં આવ્યા છે તે તિર્યંચ ગતિ છે. ૩. મનુષ્ય-ગતિ મનુષ્યની અવસ્થા પ્રાપ્ત કરવી તે મનુષ્ય-ગતિ છે. મનુષ્ય બે પ્રકારના હોય છે સંજ્ઞી અને અસંજ્ઞી. જે મનુષ્યોને મન હોય છે, તે સંજ્ઞી કહેવાય છે અને જેમને મન નથી હોતું તે અસંશી કહેવાય છે. સંજ્ઞી મનુષ્ય ગર્ભથી પેદા થાય છે અને અસંજ્ઞી મનુષ્ય મનુષ્ય-જાતિના મળ, મૂત્ર, શ્લેષ્મ આદિ ચૌદ સ્થાનોમાં પેદા થાય છે. તે અત્યંત સૂક્ષ્મ હોય છે, એટલે આપણને દેખાતા નથી. પહેલો બોલ ૦ ૩ Jain Educationa International ――― For Personal and Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ ૪. દેવ-ગતિ જે જીવો દેવયોનિમાં પેદા થાય છે, તે દેવ-ગતિ છે. દેવતા ચાર પ્રકારના હોય છે – ભવનપતિ, વ્યંતર, જયોતિષ્ક અને વૈમાનિક. ૧. ભવનપતિ દેવતા દસ પ્રકારના હોય છે – અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, વિતકુમાર, અગ્નિકુમાર, દીપકુમાર, ઉદધિકુમાર, દિકકુમાર, વાતકુમાર અને સ્વનિતકુમાર. તેઓ નીચેના લોકમાં હોય છે. ૨. વ્યંતરની આઠ જાતિઓ છે– પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, ડિંપુરુષ, મહોરગ, ગંધર્વ. તેઓ તિરછા-લોકમાં હોય છે. ૩. જયોતિષ્ક પાંચ પ્રકારના હોય છે – ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા. તેઓ તિરછા-લોકમાં હોય છે. ૪. વૈમાનિક દેવો બે પ્રકારના હોય છે – કલ્પોપપન્ન અને કલ્પાતીત. કલ્પોપપન્ન બાર છે —– સૌધર્મ, ઈશાન, સનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મ, લાન્તક, શુક્ર, સહસ્રાર, આનત, પ્રાણત, આરણ અને અશ્રુત. આ બાર દેવ-લોક છે. તેમાં જે દેવતા પેદા થાય છે તેઓ કલ્પપપન્ન કહેવાય છે. તેમાં સ્વામી-સેવક વગેરેનો કલ્પ (વ્યવસ્થા) હોય છે, એટલા માટે તેમને કલ્પોપપત્ર કહે છે. તેમનાથી ઉપર નવ રૈવેયક અને પાંચ અનુત્તર-વિમાનમાં ઉત્પન્ન થનાર દેવો કલ્પાતીત હોય છે, તેમાં સ્વામી-સેવક વગેરેનો કોઈપણ વ્યવહાર હોતો નથી. આથી તેઓ અહમિન્દ્ર (સ્વયં ઈન્દ્ર) કહેવાય છે. તે બધા ઊપરના લોકમાં હોય છે. બધા સંસારી જીવો પોતે કરેલા કર્મો અનુસાર એક ગતિમાંથી બીજી ગતિમાં પરિવર્તિત થતાં રહે છે; આમ એક જ જીવ ક્યારેક મનુષ્ય, ક્યારેક દેવતા, ક્યારેક તિર્યંચ અને ક્યારેક નારક બની જાય છે. પ્રશ્ન- જીવ એક જન્મમાંથી બીજા જન્મમાં, એક ગતિમાંથી બીજી ગતિમાં જતાં કેવી રીતે જાય છે ? ઉત્તરઃ જીવ એક જન્મમાંથી બીજા જન્મમાં જવા માટે જે ગતિ કરે છે તેનું નામ અંતરાલ-ગતિ છે. તે બે પ્રકારની હોય છે : ઋજુ Jain Educationa International For Personal and Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ અને વક્ર. અંતરાલ-ગતિ સમયે સ્થૂળ શરીર હોતું નથી, તે મૃત્યુ સમયે છૂટી જાય છે. કાર્પણ અને તેજસ – આ બે સૂક્ષ્મ શરીરો જીવની સાથે રહે છે. તે સમયે ગતિનું સાધન કાર્મણ-શરીર હોય છે. પૂર્વ શરીરને છોડીને બીજા સ્થાનમાં જનાર જીવ બે પ્રકારના હોય છે—એક તો તે કે જે સ્થળ અને સૂક્ષ્મ બંને પ્રકારના શરીરોને સદા માટે છોડીને બીજા સ્થાનમાં ચાલ્યા જાય છે અને બીજા તે કે જે પ્રથમના સ્થૂળ શરીરને છોડીને નવું સ્થૂળ શરીર પ્રાપ્ત કરે છે. પ્રથમ પ્રકારના જીવ મુક્ત હોય છે અને બીજા પ્રકારના જીવ સંસારી કહેવાય છે. મોક્ષ-ગતિમાં જનારો જીવ ઋજુ-ગતિથી જ જાય છે, વક્ર-ગતિથી નહીં. પુનર્જન્મને માટે સ્થાનાંતરમાં જનારા જીવોની ઋજુ અને વક્ર – બંને ગતિઓ હોય છે. ઋજુ અને વક્ર-ગતિનો આધાર ઉત્પત્તિ-ક્ષેત્ર છે. જ્યારે ઉત્પત્તિ-ક્ષેત્ર મૃત્યુ-ક્ષેત્રાની સમશ્રેણીમાં હોય છે તો જીવ એક જ સમયે ત્યાં પહોંચી જાય છે. જો ઉત્પત્તિ-ક્ષેત્ર વિષમ-શ્રેણીમાં હોય તો ત્યાં પહોંચવામાં જીવને એક, બે કે ત્રણ વળાંક લેવા પડે છે. ઋજુ-ગતિથી સ્થાનાંતર કરતી વેળાએ જીવને નવો પ્રયત્ન કરવો પડતો નથી. તે પૂર્વ-શરીરને છોડે છે ત્યારે તેને તેમાંથી (પૂર્વશરીરમાંથી ઉત્પન્ન વેગ મળે છે અને તે ધનુષ્યમાંથી છૂટેલાં બાણની જેમ સીધો નવા સ્થાનમાં પહોંચી જાય છે. વક્ર-ગતિ વાંકી-ચૂકી હોય છે. તેમાં વળવાનું સ્થાન આવતાં જ પૂર્વ-દહ-જનિત વેગ મંદ પડી જાય છે અને સૂક્ષ્મ-શરીર (કાર્મણશરીર) દ્વારા જીવ નવો પ્રયત્ન કરે છે. આ કાર્પણ-યોગ કહેવાય છે. વળાંકના સ્થાનમાં જીવ કાર્મણ-યોગ વડે નવો પ્રયત્ન કરી પોતાના ગંતવ્યસ્થાનમાં પહોંચી જાય છે. અંતરાલ-ગતિનું કાલમાન જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ચાર સમયનું છે. જ્યારે ઋજુ-ગતિ હોય ત્યારે એક સમય અને જયારે વક્ર-ગતિ હોય ત્યારે બે, ત્રણ કે ચાર સમય લાગે છે. જે વક્રગતિમાં એક વળાંક હોય તેનું કાલમાન બે સમય, જેમાં બે વળાંક હોય તેનું કાલમાન ત્રણ સમય અને જેમાં રાણ વળાંક હોય તેનું કાલમાન ચાર સમયનું હોય છે. = દસ પહેલો બોલ - ૫ ર = Jain Educationa International For Personal and Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ-ગતિમાં જનારા જીવ અંતરાલ-ગતિ વખતે સૂક્ષ્મ અને સ્થળ બધા પ્રકારના શરીરોથી મુક્ત હોય છે. આથી તેમને આહાર લેવાની જરૂર હોતી નથી. સંસારી જીવ સૂક્ષ્મ-શરીર સહિત હોય છે. આથી તેમને આહારની આવશ્યકતા હોય છે. ઋજુ-ગતિ કરનારા જીવો જે સમયમાં પ્રથમનું શરીર છોડે છે તે જ સમયમાં બીજા જન્મમાં ઉત્પન્ન થઈને આહાર લે છે. પરંતુ બે સમયની એક વળાંકવાળી, ત્રણ સમયની બે વળાંકવાળી અને ચાર સમયની ત્રણ વળાંકવાળી વક્ર-ગતિમાં અનાહારક સ્થિતિ જોવા મળે છે. ક્રમશઃ પહેલીનો પહેલો, બીજીનો પહેલો અને બીજો તથા ત્રીજીનો બીજો અને ત્રીજો સમય અનાહારક અર્થાત્ આહારશૂન્ય. હોય છે. જીવની અંતરાલ ગતિ ગતિ વળાંક સમય આહાર-અનારક ઋજુ-ગતિ નહીં એક આહારક વક્ર-ગતિ એક બે પ્રથમ સમય અનાહારક બીજો સમય આહારક વક્ર-ગતિ બે ત્રણ પ્રથમ-બીજો સમયઅનાહારક, ત્રીજો સમય આહારક. વક્ર-ગતિ ત્રણ ચાર બીજો-ત્રીજો સમય અનાહારક, પહેલો-ચોથો સમય આહારક. ત્રણ Jain Educationa International For Personal and Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ બીજો બોલ જાતિ પાંચ ૧. એકેન્દ્રિય ૨. દીન્દ્રિય ૩. ત્રીન્દ્રિય ૪. ચતુરિન્દ્રિય ૫. પંચેન્દ્રિય ચેતના આત્માનું લક્ષણ છે. તેનો વિકાસ પ્રાણીમાત્રમાં સમાન નહીં, પરંતુ તારતમ્ય-યુક્ત હોય છે. વિકાસની પહેલી શ્રેણી ઇન્દ્રિય-જ્ઞાન છે. વિશિષ્ટ જ્ઞાન તો કોઈમાં હોય કે ન હોય પરંતુ ઇન્દ્રિય-જ્ઞાન તો અવિકસિત આત્મામાં પણ હોય છે. તેનો જો અભાવ હોય તો જીવ અને અજીવમાં કોઈ ભેદ જ ન રહે. ઇન્દ્રિયો (ત્વચા, જીહા, નાક, આંખ અને કાન) વડે જીવના જે વિભાગ થાય છે તેને જાતિ કહે છે. જાતિ શબ્દનો અર્થ સદશતા – સમાનતા છે; જેમ કે– ગાય જાતિ, અશ્વ જાતિ. ગાય જાતિમાં કાળી, પીળી, સફેદ વગેરે બધી ગાયોનો સમાવેશ થાય છે. અશ્વ જાતિમાં જુદા જુદા પ્રકારના બધા અશ્વોનો સમાવેશ થાય છે, તેવી જ રીતે એકેન્દ્રિય-જાતિમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના બધા જીવોનો સમાવેશ = હ બીજો બોલ ૭ . Jain Educationa International For Personal and Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ થઈ જાય છે. આ રીતે દ્વીન્દ્રિય જાતિમાં બે ઇન્દ્રિયવાળા જીવોનો, ટીન્દ્રિયમાં ત્રણ ઇન્દ્રિયો વાળા જીવોનો, ચતુરિન્દ્રિયમાં ચાર ઇન્દ્રિયોવાળા જીવોનો અને પંચેન્દ્રિયમાં પાંચ ઇન્દ્રિયોવાળા જીવોનો સમાવેશ થાય છે. ઇન્દ્રિય-વૃદ્ધિનો ક્રમ એ છે કે એકેન્દ્રિય જાતિમાં એક સ્પર્શન-ઇન્દ્રિય હોય છે અને દ્વીન્દ્રિયમાં જીભ, ત્રીન્દ્રિયમાં નાક, ચતુરિન્દ્રિયમાં આંખ અને પંચેન્દ્રિયમાં કાન – આ રીતે ક્રમશઃ એક એક ઇન્દ્રિય વધતી જાય છે. જે જીવોમાં માત્ર એક સ્પર્શન-ઇન્દ્રિય હોય છે, તે જીવોની જાતિ છે—એકેન્દ્રિય. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ વગેરે. જે જીવોમાં સ્પર્શન તથા રસન– એ બે ઇન્દ્રિયો હોય છે, તે જીવોની જાતિ છે – હીન્દ્રિય. છીપ, શંખ, કૃમિ, ઉધઇ વગેરે. જે જીવોમાં સ્પર્શન, રસન તથા ધ્રાણ – એ ત્રણ ઇન્દ્રિયો હોય છે, તે જીવોની જાતિ છે—ત્રીન્દ્રિય. કીડી, મકોડા, જૂ, લીખ, ચાંચડ વગેરે. જે જીવોમાં સ્પર્શન, રસન, ધ્રાણ તથા ચક્ષુ – એ ચાર ઇન્દ્રિયો હોય છે, તે જીવોની જાતિ છે–ચતુરિન્દ્રિય. માખી, મચ્છ૨, ભમરા, તીડ, કંસારી વગેરે. જે જીવોમાં સ્પર્શન, રસન, ધ્રાણ, ચક્ષુ તથા શ્રોત્ર –– એ પાંચ ઇન્દ્રિયો હોય છે, તે જીવોની જાતિ છે – પંચેન્દ્રિય. તીર્થંચ–મસ્ય, મગર, ગાય, ભેંસ, સર્પ, પક્ષી વગેરે તથા મનુષ્ય, દેવ અને નારકી. તીર્થંચ જીવ ત્રણ પ્રકારના હોય છે , જેમ કે – ૧. જલચર–પાણીમાં રહેનારા માછલી, કાચબા, મગર વગેરે, ૨. સ્થલચર– સ્થળ અર્થાત્ ભૂમિ પર વિચરનારા. એ બે પ્રકારના હોય છે; જેમ કે – ૧. ચતુષ્પાદ – ચાર પગવાળા જીવું-અજીવ ૦૮ Jain Educationa International For Personal and Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ ૨. પરિસર્પ - સરકીને ચાલનારા ‘ચતુષ્પાદ’ના ચાર વિભાગ કરવામાં આવે છે ઃ જેને એક ખરી હોય—ઘોડા, ગધેડા (ક) એકખુર વગેરે. - (ગ) ગંડી-પદ (ખ) દ્વિભુર — જેને બે ખરી હોય —ગાય, ભેંસ વગેરે. · ગોળ પગવાળા—હાથી, ઊંટ વગે૨ે. (ઘ) સનખ-પદ— નખ સાથેના પગવાળા—સિંહ, વાઘ, કૂતરાં, બિલાડાં વગેરે. ――――――― ‘પરિસર્પ’ના બે વિભાગ કરવામાં આવે છે ઃ (ક) ભુજ-પરિસર્પ — જે ભુજાઓના આધારે ચાલે છે નોળિયા, ઉંદર વગેરે. (ખ) ઉર-પરિસર્પ— જે છાતીના આધારે ચાલે છે—સર્પ વગેરે. ૩. નભચર -આકાશમાં વિચરનારા જીવો. તેમને ખેચર કે પક્ષી પણ કહે છે. તેમના ચાર ભેદ છે : (ક) ચર્મ પક્ષી ચામડાના પગવાળાં. ચામાચીડિયાં વગેરે. ―――― (ખ) રોમપક્ષી હંસ, ચાતક વગેરે. (ગ) સમુદ્ગપક્ષી તેમની પાંખો સદા અવિકસિત રહે છે. અર્થાત્ ડબ્બાના આકાર જેવી એમની પાંખો સદા ઢંકાયેલી રહે છે. આ પક્ષીઓ મનુષ્યક્ષેત્રથી હંમેશાં બહાર જ હોય છે. .2 Jain Educationa International – ▬▬▬ (ઘ) વિતત-પક્ષી જે પક્ષીઓની પાંખો હંમેશાં ખુલ્લી કે વિસ્તૃત રહે છે તેમને વિતત પક્ષી કહે છે. તે પણ મનુષ્યક્ષેત્રની બહાર જ રહે છે. મનુષ્ય—મનુષ્યના બે ભેદ છે—સંમુશ્ચિમ અને ગર્ભજ. સંમુચ્છિમ—તે મનુષ્યના મળ, મૂત્ર, શ્લેષ્મ આદિમાં ઉત્પન્ન થાય છે. તેઓ મનરહિત છે. તેમને અસંજ્ઞી મનુષ્ય પણ કહે છે. ગર્ભજ—આ મનુષ્યના ગર્ભમાં ઉત્પન્ન થાય છે. તે બીજો બોલ = ૯ For Personal and Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ મનસહિત હોય છે, આથી તેમને સંજ્ઞી મનુષ્ય કહેવામાં આવે છે. તે બે પ્રકારના હોય છે : (૧) કર્મભૂમિક–અસિ (તલવાર વગેરે શસ્ત્ર ચલાવવાં), મસિ (લેખન), કૃષિ, વાણિજય-વ્યવસાય અને શિલ્પ-કલા આદિ વડે જયાં જીવન-નિર્વાહ કરવામાં આવે તેને કર્મભૂમિ કહેવામાં આવે છે. તેમાં રહેનારા મનુષ્યો કર્મભૂમિક કહેવાય છે. (૨) અકર્મભૂમિક–જયાં અસિ, મસિ વગેરે કર્મોની વ્યવસ્થા ન હોય, જ્યાં જીવન-નિર્વાહનું મુખ્ય સાધન પ્રાકૃતિક પેદાશ (કલ્પવૃક્ષ) હોય, તેને અકર્મભૂમિ કહેવામાં આવે છે. તે ભૂમિના મનુષ્યો અકર્મભૂમિક કહેવાય છે. જીવ-અજીવ૧૦ - - - Jain Educationa International For Personal and Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો બોલ કાય છે ૧.પૃથ્વીકાય ૨. અપૂકાય ૩. તેજસૂકાય ૪. વાયુકાય ૫. વનસ્પતિકાય ૬. ત્રસકાય સંસારી જીવોના આ છ સમૂહો છે. તે વિવિધ પ્રકારના પુદ્ગલોમાંથી બનેલા શરીરોના આધારે કરવામાં આવ્યા છે. કાય શબ્દનો અર્થ શરીર છે. જેમનું શરીર પૃથ્વી, માટી વગેરે છે તેવા જીવો પૃથ્વીકાય કહેવાય છે. પાણી-શરીરવાળાં અકાય, અગ્નિશરીરવાળાં તેજસૂકાય, વાયુ-શરીરવાળાં વાયુકાય, વનસ્પતિશરીરવાળાં વનસ્પતિ-કાય અને હલન-ચલન કરી શકનારા શરીરવાળાં ત્રસકાય કહેવાય છે. આમાં પહેલાં પાંચ કાય સ્થાવર છે. જેમનાં સુખ-દુખ સાક્ષાત્ જોઈ ન શકાય, જે ચાલતાં-ફરતાં ન હોય, તે જીવો સ્થાવર કહેવાય છે. જે જીવ સુખ-દુ:ખ પ્રગટ કરે છે અને જેમનામાં સુખની પ્રવૃત્તિ અને દુ:ખની નિવૃત્તિ માટે ચાલવા-ફરવાની શક્તિ હોય છે તે જીવો ત્રસ કહેવાય છે. સામે આવવું, પાછા ફરવું, શરીરનો સંકોચ કરવો, = ; ત્રીજો બોલ૦ ૧૧ ર = Jain Educationa International For Personal and Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ શરીરને ફેલાવવું, અવાજ ક૨વો, ભયથી આમ-તેમ ધૂમવું, ભાગી જવું, આવવા-જવાનું જ્ઞાન થવું આ બધાં ત્રસ જીવોનાં લક્ષણ છે. અગ્નિ અને વાયુ, આ બંને હલન-ચલન કરે છે, પણ સુખદુઃખની પ્રવૃત્તિ કે નિવૃત્તિ માટે નહીં. એટલા માટે તેમને વાસ્તવિક ત્રસ કહી ન શકાય. તે ગતિત્રસ છે. — જીવ પોતાના કર્મો અનુસાર જે જે પૃથ્વી, પાણી વગેરેને શરીરરૂપે પ્રાપ્ત કરે છે તે તે સંજ્ઞાઓ વડે તેમનું નામકરણ કરવામાં આવે છે. ‘કાય’ શબ્દનો અર્થ સમૂહ પણ છે. તેનાથી એ જાણી શકાય છે કે માટીની એક ગાંગડી અને પાણીના એક ટીપામાં અસંખ્ય જીવો હોય છે. તેમના અલગ-અલગ શરીરો સમુદાય-રૂપમાં રહે છે. પ્રશ્ન—જો માટીની એક ગાંગડી કે પાણીનાં એક ટીપામાં અસંખ્ય જીવો હોય છે, તો તેમના શરીર કેટલાં થયાં ? ઉત્તર—અસંખ્ય. જ્યારે આ અસંખ્ય જીવોનું એકીસાથે જ્ઞાન કરાવવાની આવશ્યકતા હોય છે ત્યારે આપણે બધા જીવોનું અભેદ દૃષ્ટિથી ‘પૃથ્વીકાય’ ‘અકાય’ વગેરે શબ્દો વડે જ્ઞાન કરાવી શકીએ છીએ. ૧. પૃથ્વીકાય—માટી, પથ્થર, હિંગળોક, હરતાલ, હીરા, પન્ના, કોલસો, સોનુ, ચાંદી વગેરે બધા પૃથ્વીકાયિક જીવો છે. માટીની ગાંગડીમાં અસંખ્ય જુદા જુદા જીવો હોય છે. પૃથ્વીકાયિક જીવોને જ્યાં સુધી વિરોધી શસ્ત્ર ના લાગે ત્યાં સુધી પૃથ્વી સચિત્ત (સજીવ) હોય છે. વિરોધી શસ્રના યોગથી તે અચિત્ત (નિર્જીવ) થઈ જાય છે. ૨. અકાયવરસાદનું પાણી, ઝાકળનું પાણી, સમુદ્રનું પાણી, કૂવા, વાવ, તળાવ, નહેરો અને નદીનું પાણી વગેરે બધાં અપ્રિયક જીવ છે. પાણીના એક ટીપામાં જુદા-જુદા અસંખ્ય જીવો હોય છે. જ્યાં સુધી વિરોધી શસ્ર ના લાગે ત્યાં સુધી પાણી અચિત્ત હોય છે. વિરોધી શસ્રના યોગથી તે અચિત્ત થઈ જાય છે. ૩. તેજસ્કાય—અગ્નિ, વીજળી, ઉલ્કા વગેરે બધાં તેજસ્ જીવ–અજીવ ૭ ૧૨ Jain Educationa International For Personal and Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ કાયિક જીવો છે. અગ્નિનાં એક નાનકડા એવા તણખામાં જુદાજુદા અસંખ્ય જીવો હોય છે. તેમને જ્યાં સુધી વિરોધી શસ્ત્ર ના લાગે ત્યાં સુધી અગ્નિ સચિત્ત હોય છે. વિરોધી શસ્ત્રના યોગથી તે અચિત્ત બની જાય છે. ૪. વાયુકાય—વાયુના મુખ્ય પાંચ ભેદ છે : (૧) ઉત્કલિકા વાયુ—જે વાયુ અટકી-અટકીને ચાલે. (૨) મંડલિકા વાયુ—જે વાયુ ચક્રાકારે ચાલે. (૩) ઘન વાયુ—જે વાયુ રત્નપ્રભા આદિ પૃથ્વીની અથવા વિમાનોની નીચે હોય છે. આ વાયુ જામેલા બરફની જેમ ગાઢ છે અને આધારભૂત છે. (૪) ગુંજાવાયુ—જે વાયુ ચાલતાં-ચાલતાં અવાજ કરે. (૫) શુદ્ધ-વાયુ—જે વાયુ ઉપરોક્ત ગુણોથી રહિત તથા મંદ મંદ ચાલનાર હોય. વાયુકાયમાં પણ જુદા-જુદા અસંખ્ય જીવો હોય છે. જ્યાં સુધી વિરોધી શસ્ત્ર ના લાગે ત્યાં સુધી વાયુ સચિત્ત હોય છે. વિરોધી શસ્રના આઘાતથી તે અચિત્ત થઈ જાય છે. ૫. વનસ્પતિકાય—કેરી, દ્રાક્ષ, કેળાં, શાકભાજી, બટાટા, ડુંગળી, લસણ વગેરે વનસ્પતિકાય છે. તેમના બે ભેદ પાડવામાં આવે છે—સાધારણ અને પ્રત્યેક. સાધારણઃ-જેમાં એક શ૨ી૨માં અનંત જીવ હોય તેને સાધારણ વનસ્પતિકાય કહે છે. બધા પ્રકારનાં કંદમૂળ સાધારણ વનસ્પતિ છે. પ્રત્યેકઃ-જેમાં એક એક શરીરમાં એક એક જીવ હોય તેને પ્રત્યેક વનસ્પતિકાય કહે છે. જેમ કે (૧) વૃક્ષ—આંબા વગેરે. (૨) લતા—કારેલા, કાકડી વગેરે. (૩) તૃણધરો વગેરે. (૪) હિત્કાય—ચોળી વગેરે પાંદડાંવાળા શાક. (૫) જલરુહપાણીમાં પેદા થનાર કમળ વગેરે. ત્રીજો બોલ ૦ ૧૩ Jain Educationa International For Personal and Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેક વનસ્પતિમાં શ૨ી૨નું નિર્માણ ક૨ના૨ મૂળ તો એક જ જીવ હોય છે. પરંતુ તેના આશ્રિત અસંખ્ય જીવો હોય છે. દ્વીન્દ્રિય વગેરે જીવોમાં આ પ્રમાણે નથી હોતું. તેમાં પ્રત્યેક જીવ પોતાના શરીરનું સ્વતંત્ર નિર્માણ કરે છે. વનસ્પતિકાયિક જીવોની ઉત્પત્તિમાં મુખ્યપણે આઠ પ્રકાર માનવામાં આવે છે : (૧) અગ્રબીજ વનસ્પતિ—તેવી વનસ્પતિ કે જેનો છેડો જ બીજરૂપ હોય. જેમ કે કોરંટ (કાંટાસેરિયો)નું વૃક્ષ વગેરે. (૨) મૂલ-બીજ-વનસ્પતિ—તે વનસ્પતિ કે જેનું મૂળ જ બીજ હોય. જેમ કે કંદ વગેરે. (૩) પૂર્વ-બીજ-વનસ્પતિ—તે વનસ્પતિ કે જેમની ગાંઠ જ બીજ હોય. જેમ કે શેરડી વગેરે. (૪) સ્કન્દ-બીજ વનસ્પતિ—તે વનસ્પતિ કે જેના સ્કંદ જ બીજ હોય. જેમ કે થોર વગેરે. (૫) બીજ-રુહ-વનસ્પતિ—તે વનસ્પતિ કે જે બીજમાંથી ઉત્પન્ન થાય. જેમ કે ઘઉં, જવ વગેરે. (૬) સમ્રૂશ્ચિમ વનસ્પતિ જે વનસ્પતિ પોતાની મેળે જ પેદા થઈ જાય છે. જેમ કે અંકુર વગેરે. (૭) તૃણ-વનસ્પતિ——ઘાસ વગેરે. (૮) લતા-વનસ્પતિ—ચંપા, ચમેલી, કાકડી, ચીભડાં, તરબૂચ વગેરેના વેલાં. વનસ્પતિમાં જુદા-જુદા અનેક જીવો હોય છે. જ્યાં સુધી તેમને વિરોધી શસ્ત્રોથી આઘાત ના લાગે ત્યાં સુધી વનસ્પતિ સચિત્ત હોય છે. વિરોધી શસ્રના આઘાતથી તે અચિત્ત બની જાય છે. વનસ્પતિ-કાયમાં અનંત જીવો હોય છે. બાકીની પાંચ કાયમાં અસંખ્ય જીવો હોય છે. પૃથ્વી, પાણી વગેરે જે આપણે જોઈએ છીએ તે પૃથ્વીકાયિક, અાયિક વગેરે જીવોના શ૨ી૨ો છે. એક જાતિના જીવો પોતાની તથા બીજી જાતિના જીવોને માટે શસ્રરૂપ હોય છે. જે રીતે શસ્ત્ર દ્વારા મનુષ્યોનો નાશ થાય છે તે રીતે પરસ્પર વિરોધી સ્વભાવના જીવો એકબીજાનો શસ્ત્રની માફક જીવઅજીવ ૭ ૧૪ Jain Educationa International For Personal and Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ નાશ કરે છે. જેમ કે વિરોધી સ્વભાવવાળી બે માટીના જીવ એકબીજાના ઘાતક છે; અગ્નિકાયિક જીવ જલકાયિક જીવો માટે શસ્ત્ર છે, તે જ રીતે જલકાયિક જીવો અગ્નિકાયિક જીવો માટે શસ્ત્ર છે. સચિત્ત માટી વડે જે સચિત્ત માટીના જીવોનો નાશ થાય છે તે સ્વકાય-શસ્ત્ર કહેવાય છે તથા અગ્નિ વડે માટીના જીવોનો નાશ થાય છે ત્યારે તે પરકાય-શસ્ત્ર કહેવાય છે. વાયુકાયનું શસ્ત્ર વાયુકાય જ છે. સચિત્ત વાયુથી જે વાયુનો નાશ થાય છે તે સ્વકીય-શસ્ત્ર અને અચિત્ત-વાયુથી જે વાયુનો નાશ થાય છે તે પરકાય-શસ્ત્ર છે. (૬) ત્રસકાય–દ્વીન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધી સમસ્ત હાલતા-ચાલતા, ઘૂમતા-ફરતા જીવો ટાસકાયિક જીવ કહેવાય છે. આ જીવોની ઉત્પત્તિના મુખ્યપણે આઠ પ્રકાર છે : (૧) અંડજ–તે ત્રસ જીવો કે જે ઈંડામાંથી પેદા થાય છે, જેમ કે—પક્ષી, સર્પ વગેરે. (૨) પોતજ–તે ત્રસ જીવો જે પોતાના જન્મ-સમયે ખુલ્લાં અંગોસહિત હોય છે, જેમ કે–હાથી વગેરે. (૩) જરાયુજ–તે ત્રસ જીવો જે પોતાના જન્મ સમયે માંસના અસ્તરથી લપેટાયેલાં હોય છે, જેમ કે –મનુષ્ય, ગાય, ભેંસ વગેરે. (૪) રસજ–તે ત્રસ જીવો જે દહીં વગેરે રસોમાં ઉત્પન્ન થાય છે, જેમ કે-કૃમિ વગેરે. (૫) સ્વદજ–તે ત્રસ જીવો જે પરસેવાથી ઉત્પન્ન થાય છે, જેમ કે—જૂ, લીખ વગેરે. (૬) સમૂચ્છિમ–તે ત્રસ જીવો જે નર-માદાના સંયોગ વિના જ ઉત્પન્ન થાય છે, જેમ કે–માખી, કીડી વગેરે. (૭) ઉભિજ–તે ત્રસ જીવો જે પૃથ્વીને ફાડીને નીકળે છે, જેમ કે—તીડ, પતંગિયા વગેરે. (૮) ઔપપાતિક–તે ત્રસ જીવો જે ગર્ભમાં રહ્યા વિના જ સ્થાનવિશેષમાં ઉત્પન્ન થાય છે, જેમ કે–દેવ અને નારકી. = સ ત્રીજો બોલ - ૧૫ : - Jain Educationa International For Personal and Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રિય પાંચ ૧. સ્પર્શન ઇન્દ્રિય ૨. ૨સન ઇન્દ્રિય ૩. ઘ્રાણ ઇન્દ્રિય ૪. ચક્ષુઃ ઇન્દ્રિય ૫. શ્રોત્ર ઇન્દ્રિય પ્રત્યેક જીવ ત્રણે લોકના ઐશ્વર્યથી સંપન્ન હોય છે, એટલા માટે તેને ઇન્દ્ર કહે છે. તે (ઈન્દ્ર કે જીવ) જે ચિહ્ન વડે ઓળખાય છે તેને ઇન્દ્રિય કહે છે. આ ‘ઇન્દ્રિય’ શબ્દની વ્યુત્પત્તિ છે. ચોથો બોલ જેને પોતાના એક વિષયનું જ્ઞાન થાય છે, તેને ઇન્દ્રિય કહે છે. આ ઇન્દ્રિયની પરિભાષા છે. જે ઇન્દ્રિયથી સ્પર્શનું જ્ઞાન થાય તે છે સ્પર્શન ઇન્દ્રિય—સ્ત્વચા. જે ઇન્દ્રિયથી રસનું જ્ઞાન થાય તે છે રસન ઇન્દ્રિય—જિલ્લા. જે ઇન્દ્રિયથી ગંધનું જ્ઞાન થાય છે તે છે ઘ્રાણ ઇન્દ્રિયનાક. જે ઇન્દ્રિયથી રૂપનું જ્ઞાન થાય છે તે છે ચક્ષુઃ ઇન્દ્રિય—આંખ. જે ઇન્દ્રિયથી શબ્દનું જ્ઞાન થાય છે તે છે શ્રોત્ર ઇન્દ્રિય—કાન. ઇન્દ્રિયના બે ભેદ છે : (૧) દ્રવ્યેન્દ્રિય—નાક, કાન વગેરે ઇન્દ્રિયોની બહારની અને અંદરની પૌદ્ગલિક રચના (આકારવિશેષ)ને દ્રવ્યેન્દ્રિય કહે છે. જીવ-અજીવ ૦ ૧ Jain Educationa International For Personal and Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ (૨) ભાવેન્દ્રિય–આત્માના પરિણામવિશેષ (જાણવાની યોગ્યતા અને પ્રવૃત્તિ)ને ભાવેન્દ્રિય કહે છે. દ્રવ્યેન્દ્રિયના બે ભેદ છે : (૧) નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય–ઇન્દ્રિયની આકાર-રચનાને નિવૃત્તિદ્રવ્યેન્દ્રિય કહે છે. આકાર બે પ્રકારના હોય છે : બાહ્ય અને આત્યંતર. બાહ્ય આકાર જુદા-જુદા જીવોના જુદા-જુદા હોય છે, જેમ કે શ્રોસેન્દ્રિયનો આત્યંતર આકાર કદંબના ફૂલ જેવો, ચક્ષુરિન્દ્રિયનો મસૂરની દાળ જેવો, ધ્રાણેન્દ્રિયનો અતિમુક્તક પુષ્પની ચંદ્રિકા જેવો, રસનઇન્દ્રિયનો ખુરપી જેવો હોય છે. માત્ર સ્પર્શન ઇન્દ્રિયનો આત્યંતર આકાર અનેક પ્રકારનો હોય છે. તે પોતાના શરીરના આકાર જેવો હોય છે. (૨) ઉપકરણ-દ્રવ્યેન્દ્રિય–આત્યંતર-નિવૃત્તિની અંદર પોતપોતાના વિષયને ગ્રહણ કરવામાં સમર્થ જે પૌગલિક શક્તિ હોય છે તેને ઉપકરણ-દ્રવ્યેન્દ્રિય કહેવામાં આવે છે. પ્રશ્ન- આત્યંતર-નિવૃત્તિ-દ્રવ્યેન્દ્રિય અને ઉપકરણદ્રવ્યેન્દ્રિયમાં શું તફાવત છે? ઉત્તર-આત્યંતર-નિવૃત્તિ છે આકાર અને ઉપકરણ છે તેની અંદર વિદ્યમાન પોતપોતાના વિષયોને ગ્રહણ કરનારી પૌગલિક શક્તિ. વાત-પિત્ત વગેરે વડે ઉપકરણ-દ્રવ્યેન્દ્રિય નાશ પામે તો આભ્યતર-દ્રવ્યેન્દ્રિય હોવા છતાં પણ વિષયોનું ગ્રહણ થતું નથી. ઉદાહરણાર્થ–બાહ્ય નિવૃત્તિ છે તલવાર, આત્યંતર-નિવૃત્તિ છે તલવારની ધાર અને ઉપકરણ છે તલવારની છેદન-ભેદન-શક્તિ. ભાવેન્દ્રિયના બે ભેદ છે : (૧) લબ્ધિ-ભાવેન્દ્રિય-જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મનો ક્ષયોપશમ થવાથી સ્પર્શ આદિ વિષયો જાણવાની જે શક્તિ ૧. ક્ષય અને ઉપશમ વડે ક્ષયોપશમ શબ્દ બને છે. જયારે ક્ષયયુક્ત ઉપશમ હોય છે ત્યારે તેને ક્ષયોપશમ કહે છે. ક્ષયનો અર્થ છે–આત્મા સાથેનો કર્મનો સંબંધ છૂટી જવો અને ઉપશમનો અર્થ છે કર્મનો આત્મા સાથે સંબંધ રહેતાં છતાં તેની આત્મા પર ફળરૂપે અસર ન થવી તે. ક્ષયોપશમ માત્ર ઘાતિ-કર્મનો જ થાય છે. ક્ષયોપશમમાં પ્રદેશોદય રહે છે અને ઉપશમમાં પ્રદેશોદય રહેતો નથી, આ જ ક્ષયોપશમ અને ઉપશમ વચ્ચેનો તફાવત છે. ક્ષયોપશમથી આત્માની જે અવસ્થા થાય છે તેને ક્ષાયોપશમિક-ભાવ કહે છે. == ચોથો બોલ૦ ૧૭ = Jain Educationa International For Personal and Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ આવે છે તેને લબ્ધિ-ભાવેન્દ્રિય કહે છે. (૨) ઉપયોગ-ભાવેન્દ્રિય–જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત શક્તિની પ્રવૃત્તિને ઉપયોગ-ભાવેન્દ્રિય કહે છે. પ્રશ્ન—લબ્ધિ અને ઉપયોગમાં શું તફાવત છે? ઉત્તર–લબ્ધિ છે ચેતનાની યોગ્યતા અને ઉપયોગ છે ચેતનાનો વ્યાપાર પ્રકારાન્તરથી લબ્ધિ-ભાવેન્દ્રિયનો અર્થ છે–સ્વરૂપની પ્રાપ્તિ અર્થાત્ આત્મસ્વરૂપનું એટલું પ્રગટ હોવું કે જેની પ્રવૃત્તિથી જીવ સ્પર્શ, ગંધ, રૂપ, રસ અને શબ્દને જાણી શકે. અને તેમને જાણવાની જે પ્રવૃત્તિ છે તે ઉપયોગ-ભાવેન્દ્રિય છે. ઉદાહરણ તરીકે –કોઈ વ્યક્તિએ એક દૂરબીનયંત્ર ખરીદું, આ તો થઈ પ્રાપ્તિ અને તે યંત્રથી તેણે દૂર રહેલાં પદાર્થોનું નિરીક્ષણ કર્યું, એ થયો ઉપયોગ. પ્રશ્ન-ઇન્દ્રિયના નિવૃત્તિ, ઉપકરણ, લબ્ધિ અને ઉપયોગ– આ ચાર ભેદ કરવામાં આવ્યા છે, તેનો આધાર શું? ઉત્તર–જાણવાનો ગુણ ચેતનાનો છે, જડનો નહીં. ચેતનાનો જ્યાં સુધી પૂર્ણ વિકાસ થતો નથી ત્યાં સુધી તે જે વિષય પર ધ્યાન આપે છે તેને જ જાણી શકે છે. બીજાને નહીં. આ ઉપલબ્ધિ અને ઉપયોગનો આધાર છે. ચેતનને જે જ્ઞાન કરવાની ક્ષમતા કે યોગ્યતા પ્રાપ્ત થાય છે, તે લબ્ધિ-ઇન્દ્રિય છે, આ યોગ્યતાની પ્રાપ્ત થવા છતાં એવી વાત નથી કે આપણે નિરંતર તે વિષયનું જ્ઞાન કરતાં રહીએ. જે સમયે જે ઇન્દ્રિયને ઉપયોગમાં લાવીએ તે સમયે તેના દ્વારા જ્ઞાન કરી શકીએ છીએ—આ ઉપયોગ-ઇન્દ્રિય છે. ઇન્દ્રિય-જ્ઞાન સ્વતંત્ર નથી, તેને પોતાના વિષયની જાણકારી માટે પૌગલિક-ઇન્દ્રિયોની મદદ લેવી પડે છે. જાણવાની ક્ષમતા હોવાં છતાં પણ જો આંખનો ગોળો વિકૃત થઈ જાય તો ચક્ષુઇન્દ્રિય પોતાના વિષયનું જ્ઞાન નથી કરી શકતી. આથી કરીને નિવૃત્તિઇન્દ્રિયની પણ આવશ્યકતા જાણી શકાય છે. નિવૃત્તિ રહેવા છતાં પણ ક્યારેક-ક્યારેક ઇન્દ્રિય પોતાના વિષયને ગ્રહણ નથી કરી શકતી. આથી જાણી શકાય છે કે નિવૃત્તિ સિવાય એક બીજી પણ શક્તિ છે જે જાણવામાં ઉપકાર કરે છે. તે ઉપકરણ-ઇન્દ્રિય છે. જીવ-અજીવ૧૮ Jain Educationa International For Personal and Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ નિવૃત્તિ અને ઉપકરણ-ઇન્દ્રિય જ્ઞાનનાં સાધન છે, લબ્ધિ જ્ઞાનની શક્તિ છે અને ઉપયોગ તે શક્તિનું કાર્યરૂપમાં પરિણમન છે. આ ચારે મળીને પોતપોતાના વિષયનું જ્ઞાન કરી શકે છે. એક-બે-ત્રણ નહીં.' આ પાંચ ઇન્દ્રિયો સિવાય એક વધુ ઇન્દ્રિય પણ છે જેને મન કહેવામાં આવે છે. મન જ્ઞાનનું સાધન છે, પણ સ્પર્શન વગેરેની જેમ તે બાહ્ય સાધન ન હોઈ આંતરિક સાધન છે, આથી તેને અંતઃકરણ પણ કહેવામાં આવે છે. મનનો વિષય બાહ્ય ઇન્દ્રિયોની જેમ સીમિત નથી. બાહ્ય ઇન્દ્રિયો મારા મૂર્ત-અમૂર્ત પદાર્થોને જ ગ્રહણ કરે છે અને તે પણ આંશિક રૂપમાં. પરંતુ મન મૂર્ત-અમૂર્ત બધા પદાર્થોને ગ્રહણ કરે છે અને તે પણ અનેક રૂપમાં. મનનું કામ વિચાર કરવાનું છે. તે બધા વિષયોમાં વિકાસ-યોગ્યતા અનુસાર વિચાર કરી શકે છે. તે ઇન્દ્રિયો દ્વારા જાણવામાં આવેલા વિષયોનું આલોચનાત્મક જ્ઞાન કરે છે, એટલા માટે તે નો-ઇન્દ્રિય અથવા ઈષદ્ ઇન્દ્રિય (ઇન્દ્રિય જેવી) કહેવાય છે અને તે ચિંતનમાં સ્વતંત્ર હોય છે, એટલા માટે તે અનીન્દ્રિય પણ કહેવાય છે. ૧. આ વિષયમાં અન્ય દર્શનોનું મંતવ્ય કંઈક જુદું છે. તેઓ માને છે કે ઇન્દ્રિયો પોતે જડ છે, પરંતુ મનના સંયોગથી જ્ઞાન કરે છે. આ પ્રશ્નનું જૈન-દર્શન આવી રીતે સમાધાન કરે છે–જે દશ્યમાન બાહ્ય ઇન્દ્રિયો છે, તે જડ છે, પરંતુ તેમની સહાયતાથી જે જ્ઞાન કરનારી શક્તિ છે તે જડ નથી. જે પોતે ચેતન નથી હોતું તે કોઈના સહયોગથી પણ જ્ઞાન કરી શકતું નથી. જો જડ વસ્તુમાં પણ સંયોગથી જ્ઞાન-શક્તિ આવી જાય તો તો જડ અને ચેતનમાં અત્યંતાભાવ (ત્રિકાલવર્તી વિરોધી રહી જ ન શકે. આથી કહી શકાય કે જે જાણે છે તે ઇન્દ્રિયો ચેતન છે, જડ નહીં. = ચોથો બોલ - ૧૯ - Jain Educationa International For Personal and Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International ઇન્દ્રિયના ભેદ-પ્રભેદો ઇન્દ્રિય આ દ્રવ્યન્દ્રિય ભાવેન્દ્રિય For Personal and Private Use Only જીવ-અજીવ - ૨૦ નિવૃત્તિ ઉપકરણ ઉપયોગ બાહ્ય આત્યંતર આંખ, નાક જિલ્લા કાન (કદંબના ફૂલના આકાર સમાન) આંખ (મસૂરની દાળના આકાર સમાન). (અતિમુક્તક ફૂલના આકારની (ખુરપીના આકારની સમાન) ત્વચા (અનેક પ્રકારના આકાર) ત્વચા સમાન) Page #30 -------------------------------------------------------------------------- ________________ પાંચમો બોલ પર્યાતિ છ ૧. આહાર-પર્યાપ્તિ ૨. શરીર-પર્યાપ્તિ ૩. ઇન્દ્રિય-પર્યામિ ૪. શ્વાચ્છોશ્વાસ-પર્યાપ્તિ ૫. ભાષા-પર્યાપ્તિ ૬. મનઃ-પર્યાપ્તિ પર્યાપ્તિનો અર્થ છે—જીવનોપયોગી પૌગલિક શક્તિના નિર્માણની પૂર્ણતા. જ્યારે જીવ એક સ્થૂળ શરીરને છોડીને બીજું શરીર ધારણ કરે છે ત્યારે ભાવિ જીવન-યાત્રાના નિર્વાહ માટે પોતાના નવીન જન્મક્ષેત્રમાં એકસાથે આવશ્યક પૌગલિક સામગ્રીનું નિર્માણ કરે છે. તેને અથવા તેનાથી ઉત્પન્ન થનારી શક્તિને–પૌગલિક શક્તિને પર્યાપ્તિ કહે છે. છએ પયક્તિઓનો પ્રારંભ એક કાળમાં થાય છે, પરંતુ તેમની પૂર્ણતા ક્રમશઃ થાય છે, એટલા માટે ક્રમનો નિયમ રાખવામાં આવ્યો છે. આહાર-પર્યાપ્તિને પૂર્ણ થવામાં એક સમય અને શરીર આદિ ૧. જૈન સિદ્ધાંતમાં સહુથી સૂક્ષ્મ અર્થાત્ અવિભાજ્ય(જેના વધુ ભાગ ન થઈ શકે તેવા) કાળનું નામ “સમય” છે. = ક પાંચમો બોલ- ૨૧ - Jain Educationa International For Personal and Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ પાંચેયમાંથી પ્રત્યેકને અંતર્મુહૂર્ત લાગે છે. ૧. મકાન બનાવનાર સહુથી પહેલાં તેની સામગ્રી–લાકડું, ઈંટ, માટી, પત્થર, ચૂનો વગેરે એકઠી કરે છે. તે જ રીતે જીવ જન્મ ગ્રહણ કરતી વેળાએ આહારને યોગ્ય પગલો ગ્રહણ કરે છે. તે મુદ્દગલોને અથવા તેમની શક્તિને કહે છે–આહાર-પર્યાતિ. ૨. આહાર-પતિમાં બધી પર્યાપ્તિઓને યોગ્ય પુદ્ગલ ગ્રહણ કરાયેલાં હોય છે. અમુક લાકડું સ્તંભ બનાવવા માટે યોગ્ય છે, અમુક કબાટ બનાવવા માટે યોગ્ય, અમુક પત્થર પટ્ટીઓ કે દીવાલોને માટે યોગ્ય છે. આ વિભાગની જેમ છે –શરીર-પર્યાપ્તિ. આહાર-પર્યાપ્તિમાં જે પુગલો શરીરની રચના કરવા માટે સમર્થ હોય છે તે પુગલો અથવા તેમની શરીર બનાવવાની શક્તિને કહે છે–શરીર-પર્યાપ્તિ. ૩. દીવાલો કે ઓરડો બનાવતી વખતે તેમાં પ્રવેશ અને નિગમનનો હક રાખવામાં આવે છે, દરવાજા બનાવવામાં આવે છે. ઘરના જેવા જ આકારવાળી શરીર-પર્યાપ્તિમાં દરવાજા-સમાન ઇન્દ્રિય-પર્યાપ્તિ છે. પરોક્ષ જ્ઞાનવાળો આત્મા બાહ્ય ઇન્દ્રિયો દ્વારા જ વસ્તુઓનું જ્ઞાન કરી શકે છે. ૪-૫. શ્વાસોશ્વાસ–પતિ અને ભાષા-પર્યાપ્તિનું સ્વરૂપ પૂર્વોક્ત ઉદાહરણ વડે જ સમજવું જોઈએ; કેમ કે આ બંનેમાં પણ ઇન્દ્રિયની જેમ જ પ્રવેશ અને નિર્ગમ થાય છે. ૧. બે સમયથી માંડી બે ઘડી (૪૮ મિનિટોમાં એક સમય કમ–એટલા કાળને અંતર્મુહૂર્ત કહે છે. અંતર્મુહૂર્તના ત્રણ ભેદ છે : (૧) જઘન્ય અંતર્મુહૂર્ત–બે સમયનો કાળ. (૨) ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત—બે ઘડીમાં એક સમય કમ એટલો કાળ. (૩) મધ્યમ અંતર્મુહૂર્ત–જઘન્ય અને ઉત્કૃટની વચ્ચેનો કાળ. ૨. બહારનો વાયુ શરીરની અંદર લઈ જવો અને અંદરના વાયુને શરીરની બહાર કાઢવો તે શ્વાસોચ્છવાસ કહેવાય છે. આ કાર્ય માત્ર ફેફસાઓ દ્વારા જ નથી થતું, પરંતુ ચામડીના છિદ્રો દ્વારા પણ થાય છે. આપણાં સમગ્ર શરીર વડે શ્વાસોચ્છવાસની ક્રિયા થતી રહે છે. જો ફેફસાને જ શ્વાસોચ્છુવાસનું સાધન માની લઈએ તો તો વનસ્પતિ-કાયમાં શ્વાસોચ્છવાસની ક્રિયા ન હોવી જોઈએ એમ માનવું પડે, કેમ કે વનસ્પતિ-કાયમાં ફેફસાં હોતાં નથી. પરંતુ જૈન-સિદ્ધાંત અનુસાર વનસ્પતિ-કાયમાં પણ શ્વાસોચ્છવાસ હોય છે, આથી માનવું પડશે કે શ્વાસોચ્છવાસ પ્રાણીના સમગ્ર શરીરથી થતો રહે છે. = ૩ જીવ-અજીવ રર છે. Jain Educationa International For Personal and Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ૬. મકાન તૈયાર થયા પછી, આ ઓરડો શિયાળામાં ગરમ રહે છે, આ ઉનાળામાં ઠંડો રહે છે, આ શયનગૃહ છે, આ રસોડું છે ઇત્યાદિ વિચારોની સમાન છે, મનઃ-પર્યાપ્તિ. હેય (છોડવાયોગ્ય વસ્તુઓ)નો પરિત્યાગ અને ઉપાદેય (ગ્રહણ કરવાયોગ્ય) વસ્તુઓનો સ્વીકાર કરવાનું જ્ઞાન, મનઃપર્યાપ્તિના આધારે કરવામાં આવે છે. ઉપર્યુક્ત વિવેચન અનુસાર પર્યાપ્તિઓની નીચે મુજબ પરિભાષા કરી શકાય : (૧) જે પુદ્ગલ-સમૂહ વડે શરીર વગેરે પાંચ પર્યાપ્તિઓને યોગ્ય પુદ્ગલ ગ્રહણ કરવાની ક્રિયાની પર્યાપ્તિ અથવા પૂર્ણતા થાય છે તેને આહાર-પર્યાપ્તિ કહે છે. (૨) શરીરને યોગ્ય પુદ્ગલોની શરીરના અંગોપાંગોની રચના કરનાર ક્રિયાની પર્યાપ્તિ થાય છે જે પુદ્ગલ-સમૂહ વડે, તેને કહે છે, શ૨ી૨-૫ર્યાપ્તિ. (૩) ત્વચા આદિ ઇન્દ્રિયોની રચના કરનાર ક્રિયાની પર્યાપ્તિ થાય છે જે પુદ્ગલ-સમૂહ વડે, તેને કહે છે, ઇન્દ્રિય-પર્યાપ્તિ. (૪) શ્વાસોચ્છ્વાસને યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ અને ઉત્સર્ગ (ત્યાગ) કરનાર શક્તિ—ક્રિયાની પર્યાપ્ત થાય છે જે પુદ્ગલસમૂહ વડે, તેને કહે છે—શ્વાસોચ્છ્વાસ-પર્યાપ્તિ. (૫) ભાષાને યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ અને ઉત્સર્ગ કરનાર ક્રિયાની પર્યાપ્તિ થાય છે જે પુદ્ગલ-સમૂહ વડે, તેને કહે છે ભાષા-પર્યાપ્તિ. (૬) મનને યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ અને ઉત્સર્ગ કરનારી ક્રિયાની પર્યાપ્તિ થાય છે જે પુદ્ગલ-સમૂહ વડે, તેને કહે છે— મનઃ-પર્યાપ્તિ. પ્રશ્ન—પર્યાપ્તિઓ પૂર્ણ થયા પછી તેમનાથી જીવોને શું લાભ થાય છે? ઉત્તર—આહાર-પર્યાપ્તિ વડે જીવ પ્રતિ-સમય આહાર ૧. ઔદારિક, વૈક્રિય, આહા૨ક અને છએ પર્યાપ્તિઓને યોગ્ય જે પુદ્ગલોનું ગ્રહણ થાય છે તેને આહાર કહે છે. આહાર ત્રણ પ્રકારના છે—ઓજ આહાર, પાંચમો બોલ ૦ ૨૩ Jain Educationa International For Personal and Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ કરવાની ક્રિયા કરે છે, પોતાને યોગ્ય પગલોને ગ્રહણ કરે છે અને તેમના દ્વારા જ ગૃહીત આહાર ખોળ (અસાર મળ-મૂત્રરૂપ) અને સાર (રસરૂપ)માં વિભાજિત થાય છે. શરીર-પર્યાપ્તિ વડે તે આહારનું સાત ધાતુઓના રૂપમાં પરિણમન થાય છે. ઇન્દ્રિય-પર્યાપ્તિ ઇન્દ્રિયોના વિષયો જાણવામાં સહાયક બને છે. શ્વાસોચ્છવાસની ક્રિયા, બોલવાની ક્રિયા, આલોચનાની ક્રિયા ક્રમશઃ શ્વાસોચ્છવાસ-પર્યાપ્તિ અને મનઃ-પર્યાપ્તિની સહાયતાથી થાય છે. પતિ પ્રાણધારીઓનું એક વિલક્ષણ લક્ષણ છે. પ્રાણીધારીઓ સિવાય આ લક્ષણ અન્યત્ર ક્યાંય મળતું નથી. પર્યાતિઓ દ્વારા પ્રાણધારીઓમાં વિભિન્ન પુદ્ગલોનું ગ્રહણ, પરિણમન અને ઉત્સર્ગ થતાં રહે છે. આહાર-પર્યાપ્તિ વડે આપણે આહારને યોગ્ય પુદ્ગલોને લઈએ છીએ, તેમને આહારના રૂપમાં પરિણત કરીએ છીએ અને છોડી દઈએ છીએ. શરીર-પર્યાપ્તિ વડે શરીરને યોગ્ય પગલોને લઈએ છીએ, શરીરના રૂપમાં પરિણત કરીએ છીએ, અને અસાર પુગલોને છોડી દઈએ છીએ. રોમ આહાર અને કવલ આહાર.ઓજ આહાર–કાશ્મણયોગ વડે પ્રથમ સમયમાં જે પુદ્ગલ-સમૂહ ગ્રહણ કરવામાં આવે છે, તે છે–ઓજ આહાર,રોમ આહાર–સ્પર્શન-ઇન્દ્રિય દ્વારા જે પુગલ-સમૂહ ગ્રહણ કરવામાં આવે છે, તે છે–રોમ આહાર. રોમકૂપ વડે ક્ષણે-ક્ષણે પુગલોનું ગ્રહણ થતું રહે છે. સૂર્યના તાપથી સંતપ્ત અને તરસ્યો વટેમાર્ગુ વૃક્ષની છાયામાં જઈને રોમકૂપ વડે ઠંડકના પુગલોને ગ્રહણ કરે છે અને પરમ શાંતિનો અનુભવ કરે છે. પ્રક્ષેપ અથવા કવલ-આહાર–તે આહાર જે મોં વડે ગ્રહણ કરવામાં આવે અથવા તો જે બાહ્ય સાધનો વડે શરીરમાં પ્રસિદ્ધ કરવામાં આવે. નાક વડે રબ્બરની નળીથી અથવા ગુદા વડે અથવા ઇંજેક્શન વડે જે આહારનો શરીરમાં પ્રવેશ કરાવવામાં આવે છે તે બધો આહાર કવલઆહારની શ્રેણીમાં આવે છે. એક આહાર માનસિક છે જે દેવતાઓનો હોય છે. = ત જીવ-અજીવ - ૨૪ - Jain Educationa International For Personal and Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રિય-પર્યાપ્તિ વડે ઇન્દ્રિયને યોગ્ય પુદ્ગલોને લઈએ છીએ, ઇન્દ્રિયના રૂપમાં પરિણત કરીએ છીએ, અને છોડી દઈએ છીએ. શ્વાસોચ્છ્વાસ-પર્યાપ્તિ વડે શ્વાસોચ્છ્વાસને યોગ્ય પુદ્ગલોને લઈએ છીએ, શ્વાસોચ્છ્વાસના રૂપમાં પરિણત કરીએ છીએ, અને છોડી દઈએ છીએ. ભાષા-પર્યાપ્તિ વડે ભાષાને યોગ્ય પુદ્ગલોને લઈએ છીએ, ભાષા-રૂપમાં પરિણત કરીએ છીએ, અને છોડી દઈએ છીએ. મનઃ-પર્યાપ્તિ વડે માનસ-વિચારોને યોગ્ય પુદ્ગલોને લઈએ છીએ, માનસ-વિચારોના રૂપમાં પરિણત કરીએ છીએ, અને છોડી દઈએ છીએ. ૐ Jain Educationa International પાંચમો બોલ For Personal and Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠો બોલ પ્રાણ દસ ૧. શ્રોત્રેન્દ્રિય પ્રાણ ૨. ચક્ષુરિન્દ્રિય પ્રાણ ૩. ધ્રાણેન્દ્રિય પ્રાણ ૪. રસનેન્દ્રિય પ્રાણ ૫. સ્પર્શનેન્દ્રિય પ્રાણ ૬. મનોબલ પ્રાણ ૭. વચનબલ પ્રાણ ૮. કાયબલ પ્રાણ ૯. શ્વાસોચ્છવાસ પ્રાણ ૧૦. આયુષ્ય પ્રાણ પ્રાણ અર્થાત્ જીવન-શક્તિ. જેના સંયોગથી આ જીવ જીવનઅવસ્થા પામે છે અને જેના વિયોગથી મરણ-અવસ્થા પામે છે, તેને પ્રાણ કહે છે. પ્રાણ જીવનનું બાહ્ય લક્ષણ છે. આ જીવો છે, જીવે છે–એવી પ્રતીતિ પ્રાણો દ્વારા જ થાય છે. પ્રાણો વિના કોઈ પણ જીવિત રહી શકે નહીં. પ્રાણોની ક્રિયા થતી રહે છે–આ જ સંસારી-જીવનું જીવન છે. પાંચેય ઇન્દ્રિયોની જે જ્ઞાન કરવાની શક્તિ છે તેને કહે છે – , પાંચ ઇન્દ્રિય-પ્રાણ. મનન કરવા, બોલવા અને શારીરિક ક્રિયા * જીવ-અજીવ - ૨૬ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ કરવાની શક્તિને કહે છે– મનોબલ, વચનબલ અને કાયબલ. બલ અને પ્રાણનો અર્થ એક જ છે. પુગલોને શ્વાસોચ્છવાસ સ્વરૂપે ગ્રહણ કરવા અને છોડવાની શક્તિને કહે છે–શ્વાસોચ્છવાસ પ્રાણ. અમુક ભવમાં, અમુક કાળ સુધી જીવિત રહેવાની શક્તિને કહે છે—આયુષ્ય-પ્રાણ. પ્રશ્ન-પ્રાણ અને પર્યાપ્તિમાં શું તફાવત છે? ઉત્તર–પ્રાણ જીવની શક્તિ છે અને પર્યામિ જીવ વડે ગ્રહણ કરાયેલાં પુગલોની શક્તિ છે. પતિ સહકારી કારણ છે અને પ્રાણ કાર્ય છે. આત્માની જે જે માનસિક, વાચિક અને કાયિક પ્રવૃત્તિ થાય છે, તે તે બધી બાહ્ય દ્રવ્યાપેક્ષી હોય છે–પુદગલોની સહાયતાથી જ થાય છે. વિમાન આકાશમાં ત્યારે ઊડી શકે છે જ્યારે તેને પેટ્રોલ વગેરે બાહ્ય સામગ્રીની સહાયતા મળે. જીવની મન, વચન અને શરીર સાથે સંબંધ રાખનારી કોઈપણ પ્રવૃત્તિ એવી નથી કે જે પુદ્ગલ-દ્રવ્યની સહાયતા વિના થઈ શકે. આથી કરીને સંસાર-અવસ્થામાં જીવ અને પુદ્ગલનો ઘનિષ્ઠ સંબંધ રહે છે. જીવ અદશ્ય પદાર્થ છે અને પુદ્ગલ દૃશ્ય પદાર્થ, આ કારણે કેટલાક લોકોને જીવના અસ્તિત્વના વિષયમાં સંદેહ થાય છે, પરંતુ તેમણે એટલું તો સમજી લેવું જોઈએ કે જે કંઈ ખાવા-પીવાની, ચાલવા-ફરવાની, બોલવા વગેરેની પ્રવૃત્તિ દેખાય છે, તે ક્રિયા છે. તેનો કત અદશ્ય જીવ છે. જીવ જ્યાં સુધી શરીરમાં રહે છે ત્યાં સુધી આ ક્રિયાઓ થાય છે. આ ક્રિયાઓનું સંપાદન કરનાર શક્તિ પ્રાણ અથવા જીવન-શક્તિ કહેવાય છે અને આ ક્રિયાઓના સંપાદનમાં જે પૌગલિક શક્તિઓની સહાયતા મળે છે, તેમને પર્યાપ્તિ કહેવામાં આવે છે. પ્રશ્ન-કયા-કયા પ્રાણની કઈ-કઈ પય િકારણ છે? ઉત્તર–પાંચ ઇન્દ્રિય-પ્રાણનું કારણ છે–ઇન્દ્રિય પર્યાપ્તિ. મનોબલ, વચનબલ અને કાયબલનું ક્રમશઃ કારણ છે–મનઃપર્યાપ્તિ, ભાષા-પર્યાપ્તિ અને શરીર–પયમિ. શ્વાસોચ્છવાસ-પ્રાણનું કારણ છે––શ્વાસોચ્છવાસ-પર્યાપ્તિ. આયુષ્ય-પ્રાણનું કારણ છે— આહાર-પર્યામિ, કેમ કે આહાર-પતિના આધારે જ આયુષ્યપ્રાણ ટકી રહે છે. = ૦૦ છઠ્ઠો બોલ - ૨૭ ૭ = Jain Educationa International For Personal and Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ પ્રાણ અથવા જીવન-શક્તિને સમજવા માટે મૃત્યુ શું છે તે સમજવું પણ જરૂરી છે. વર્તમાન શરીર-વિજ્ઞાન અનુસાર તો મગજ, હૃદય અને ફેફસાનું કાર્ય-સંચાલન બંધ થઈ જાય તે જ મૃત્યુ છે. જ્યારે આ માનવ-મશીનની ખાસ-ખાસ કળો જીર્ણ થઈ જાય છે ત્યારે આ આખું મશીન બંધ પડી જાય છે. માનવ-શ૨ી૨નાં ખાસ અંગો હૃદય, ફેફસાં અને મગજ છે. જ્યારે કોઈ બિમારી કે દુર્ઘટનાથી આ ત્રણે જખમી કે જીર્ણ થઈ જાય છે અથવા તેમની શક્તિ ક્ષીણ થઈ જાય છે ત્યારે તેમનું કામ બંધ થઈ જાય છે—આ જ છે મૃત્યુ. પરંતુ આ સિદ્ધાંતથી ઉલટા એવા આપણને એવાં પણ અનેક ઉદાહરણ મળે છે કે હૃદયની ગતિ કેટલાય કલાક સુધી બંધ રહ્યા પછી પણ મનુષ્ય જીવિત રહી શકે છે. અડતાલીસ કલાક સુધી શ્વાસની ગતિ અને હૃદયની ગતિ એકદમ બંધ રહ્યા પછી પણ માનવી જીવતો રહેવા પામ્યો છે. એવા પણ કેટલાય ઉદાહરણ છે જેમાં માણસ ચાલીસ દિવસ સુધી પેટી(જેમાં હવા અંદર જવા અને બહાર નીકળવા માટે કોઈ છિદ્ર પણ ન હોય)માં બંધ રહ્યા પછી પણ જીવતો નીકળ્યો છે. જૈન સિદ્ધાંત અનુસાર જીવન-શક્તિનો સૌંત મગજ, હૃદય અને ફેફસાં જ નથી પરંતુ દસ પ્રાણો છે. આ દસેમાંથી કોઈ એક શક્તિનું કામ બંધ થઈ જવાથી મૃત્યુ થતું નથી. જ્યાં સુધી આયુષ્ય-પ્રાણ ક્રિયાશીલ હોય ત્યાં સુધી કોઈ એક શક્તિનું કામ બંધ થઈ જવા છતાં પણ પ્રાણી જીવિત રહી શકે છે. ઉપરોક્ત ઉદાહરણમાં ચાલીસ દિવસ સુધી પેટીમાં બંધ પ્રાણીની પાંચે ઇન્દ્રિયો—હૃદય, ફેફસાં અને મગજ—બધાંએ કામ બંધ કરી દીધું હતું. બાહ્ય પૌદ્ગલિક સામગ્રીના અભાવમાં તેઓ પોતાનું કામ કરી શકતાં ન હતાં. છતાં પણ તે વ્યક્તિમાં આયુષ્ય-પ્રાણ પોતાની ક્રિયા કરી રહ્યો હતો, અને તેના જ આધારે તેનું જીવન ટકી રહ્યું હતું. જેવો તેને બાહ્ય વાતાવરણનો અનુકૂળ યોગ પ્રાપ્ત થયો કે તરત જ તેની અવરુદ્ધ જીવન-શક્તિઓ ફરી ક્રિયાશીલ બની ગઈ. શરીરની સમસ્ત ક્રિયાઓ અને સમસ્ત અંગોનું કાર્યસંચાલન ત્યાં સુધી થઈ શકે છે જ્યાં સુધી આયુષ્ય-પ્રાણ ક્રિયાશીલ હોય છે. Jain Educationa International જીવ-અજીવ ૦૨૮ For Personal and Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ તેના સમાપ્ત થતાં જ સમસ્ત ક્રિયાઓ સંપૂર્ણ રૂપે બંધ થઈ જાય છે અને આપણે કહીએ છીએ કે તે પ્રાણીનું મૃત્યુ થઈ ચૂક્યું છે. - પ્રશ્ન – (ક) શરીર હૃષ્ટ-પુષ્ટ છે. મગજ, હૃદય, ફેફસાં, પાંચ ઇન્દ્રિયો વગેરે બધાં સ્વસ્થ છે. કોઈ ખાસ બિમારી કે દુર્ઘટના પણ નથી થતી. છતાં પણ એવો સ્વસ્થ પ્રાણી અચાનક મરી જાય છે, એમ કેમ? (ખ) શરીર વૃદ્ધ છે. દેહ જર્જરિત છે. ભયાનક વિપત્તિ આવી પડી છે, ભયાનક બિમારી પણ થઈ છે, છતાં પણ તે નથી મરતો. જીવન-કાળ વધાર્યું જ જાય છે. તેનું કારણ શું? (ગ) કહેવાય છે કે મનુષ્યનું આયુષ્ય જેટલું હોય છે, તેટલું જ તે જીવે છે. આયુષ્યમાં કોઈ એક મિનિટ પણ વધારી-ઘટાડી શકતું નથી. છતાં પણ આપણે જોઈએ છીએ કે અગ્નિમાં કૂદવાથી ચોક્કસ મૃત્યુ થશે, તીવ્ર વિષ ખાવાથી મરણ જ થશે. તેનું રહસ્ય શું? ઉત્તર–આયુષ્યના પુદ્ગલો અલ્પ હોય છે ત્યારે સ્વસ્થ પ્રાણી પણ દુર્ઘટના વિના જ મૃત્યુ પામે છે. આયુષ્યના પુગલો અધિક હોય છે ત્યારે દુર્ઘટના અને રોગ થવા છતાં પણ પ્રાણી આશ્ચર્યપૂર્ણ રીતે જીવિત રહી જાય છે. આયુષ્ય બે પ્રકારનું હોય છે : (૧) અપવર્તનીય–જે આયુષ્ય બંધકાલીન સ્થિતિ પૂર્ણ થયા પહેલાં પણ ભોગવી શકાય તે અપવર્તનીય આયુષ્ય છે. (૨) અનાવર્તનીય–જે આયુષ્ય બંધકાલીન સ્થિતિ પૂર્ણ થયા પહેલાં ન ભોગવી શકાય તે અનાવર્તનીય આયુષ્ય છે. આગામી જન્મનું આયુષ્ય વર્તમાન જન્મમાં જ નિશ્ચિત થાય છે. તે સમયે જો પરિણામ મંદ હોય તો આયુષ્યનો બંધ શિથિલ થાય છે, જેથી નિમિત્ત મળતાં આયુષ્યની બાંધેલી કાળમર્યાદા ઘટી જાય છે. તેનાથી ઉલટું અગર પરિણામ તીવ્ર હોય તો આયુષ્યનું બંધન પણ ગાઢ હોય છે, જેથી કરીને નિમિત્ત મળવા છતાં પણ બાંધેલી કાળમર્યાદા ઘટતી નથી. તીવ્ર પરિણામ જનિત ગાઢ બંધવાળું આયુષ્ય શસ્ત્ર, વિષ, દુર્ઘટના વગેરેના પ્રયોગ થવા છતાં પણ પોતાની નિયત કાળમર્યાદાથી પહેલાં પૂરું થતું નથી, પરંતુ હુ છઠ્ઠો બોલ - ૨૯ ૪ Jain Educationa International For Personal and Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ મંદ પરિણામજનિત શિથિલ બંધવાળું આયુષ્ય શસ્ત્ર, વિષ અને દુર્ઘટનાનો યોગ થતાં જ પોતાની નિયત કાળમર્યાદા સમાપ્ત થયા પહેલાં જ અંતર્મુહૂર્તમાત્રમાં ભોગવી લેવાય છે. આયુષ્યના આ શીધ્ર ભોગને અપવર્તના અથવા અકાલમૃત્યુ કહે છે અને નિયત સ્થિતિ સુધી આયુષ્ય ભોગવવાને અનપવર્તન અથવા કાલમૃત્યુ અથવા સ્વાભાવિક મૃત્યુ કહે છે. અપવર્તનીય આયુષ્ય સોપક્રમ(ઉપક્રમ-સહિત) હોય છે. તીવ્ર શસ્ત્ર, તીવ્ર અગ્નિ વગેરે જે નિમિત્તો વડે અકાલમૃત્યુ થાય છે, તે નિમિત્તોની પ્રાપ્તિ થવી તે ઉપક્રમ છે. અનપવર્તનીય આયુષ્ય સોપક્રમ અને નિરૂપક્રમ—બે પ્રકારે હોય છે. આ આયુષ્યને અકાલમૃત્યુ લાવનારા ઉક્ત નિમિત્તોની પ્રાપ્તિ થાય છે અને નથી પણ થતી. ઉક્ત નિમિત્ત મળવા છતાં પણ અનપવર્તનીય આયુષ્યવાળાનું આયુષ્ય પૂર્ણ નથી થતું, તેઓ જીવતાં જ રહે છે. તેઓ અકાલમૃત્યુ કોઈ પણ હાલતમાં પ્રાપ્ત કરતાં નથી. દરેક પ્રકારની દુર્ઘટનામાં તેઓ બચી જાય છે. નારક, દેવ, અસંખ્યાત વર્ષજીવી મનુષ્ય અને તિર્યંચ, ચર્મશરીરી અને ત્રિષષ્ટિશલાકાપુરુષ અનપવર્તનીય આયુષ્યવાળા હોય છે. તેમની આયુષ્ય-સ્થિતિ જેટલી નિયત હોય છે તેટલી જ રહે છે. તેની પહેલાં તેઓ કોઈપણ હાલતમાં મરી શકતાં નથી. સામાન્ય મનુષ્ય અને તિર્યંચ અપવર્તનીય અને અનપવર્તનીય–બંને પ્રકારના આયુષ્યવાળા હોય છે. નિમિત્ત મળવાં છતાં તેમનું અકાલમૃત્યુ થઈ પણ શકે છે અને નિમિત્ત મળવાં છતાં અકાલમૃત્યુ નથી પણ થતું. કર્મવાદ અનુસાર આનું સ્પષ્ટીકરણ એ રીતે થશે કે જે આયુષ્યકર્મ ચિરકાલ સુધી ભોગવવાનું હોય છે, તે એકીસાથે જલ્દી ભોગવી લેવામાં આવે છે. તેનો કોઈપણ ભાગ ભોગવ્યા વિનાનો રહેતો નથી. ઉદાહરણાર્થ– (૧) જેમ કે કોઈ ઘાસના સઘન ઢગલામાં એક બાજુથી નાનકડો અગ્નિનો તણખો મૂકી દે તો તે તણખો એક-એક તણખલાને ક્રમશઃ સળગાવતો-સળગાવતો તે આખા ઢગલાને સળગાવે તેમાં ઘણો સમય લાગી શકે છે, પરંતુ તે તણખો જો ઘાસના શિથિલ ઢગલામાં - = જીવ-અજીવ ૩૦ જ - - - ------ -- - - -- - Jain Educationa International For Personal and Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ મૂકવામાં આવે તો કેટલીક જ ક્ષણોમાં આખો ઢગલો સળગી જશે. (૨) બે સમાન વસ્ત્રના ટુકડા સમાન પાણીમાં ભીંજવવામાં આવ્યા. તેમાંથી એક કપડાંને ફેલાવીને સૂકવવામાં આવે અને બીજાને સંકેલીને. પહેલું કપડું જલ્દી સુકાશે અને બીજું ઘણા વખત પછી. પાણીનું પરિમાણ અને કપડાની શોષણક્રિયા સરખી જ હોવા છતાં પણ કપડાંના સંકોચ અને વિસ્તારને કારણે સુકાવામાં સમયનો તફાવત પડે છે. તે જ રીતે સમાન પરિમાણયુક્ત અપવર્તનીય અને અનપવર્તનીય આયુષ્યના ભોગવવામાં પણ માત્ર સમયનો તફાવત પડે છે, બીજું કંઈ નહીં. = આ છઠ્ઠો બોલ૦ ૩૧ ૩ == - Jain Educationa International For Personal and Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ શરીર પાંચ ૧. ઔદારિક ૨. વૈક્રિય ૩. આહારક ૪. તૈજસ ૫. કાર્મણ જેના વડે ચાલવું, ફરવું, ખાવું-પીવું વગેરે ક્રિયાઓ થાય છે, પ્રતિ ક્ષણ જીર્ણ થવું જેનો સ્વભાવ છે, જે શ૨ી૨-નામકર્મના ઉદયથી બને છે અને જે સંસારી આત્માઓનું નિવાસ-સ્થાન હોય છે, તેને શરીર કહે છે. સાતમો બોલ આત્મા રૂપરહિત છે. તેને આપણે જોઈ નથી શકતા. પણ સંસારી આત્માઓને એક દૃષ્ટિકોણથી રૂપયુક્ત પણ માનવામાં આવે છે. એટલા માટે તે આપણી પ્રત્યક્ષ પણ છે. સંસારના સમસ્ત આત્માઓને શરી૨ હોય છે. શરીરને આપણે જોઈએ છીએ, ત્યારે આત્માનો આપણને એની મેળે જ બોધ થઈ જાય છે. આત્મા સ્વયં શરીરનું નિર્માણ કરી તેને પોતાની સમસ્ત જીવનક્રિયાનું સાધન બનાવે છે. આથી તેના ચાલ્યા ગયા પછી તે ક્રિયાઓનો નાશ થઈ જાય છે. એ નિશ્ચિત છે કે શરીર આત્માઓથી સર્વથા જુદુ છે. આત્માઓ જ્ઞાનમય છે અને શરીર જ્ઞાનશૂન્ય છે જીવ-અજીવ ૦૩૨ Jain Educationa International For Personal and Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ પૌગલિક છે. આત્માને પૌગલિક સુખ-દુઃખનો જેટલો પણ અનુભવ થાય છે તે બધો શરીર દ્વારા જ થાય છે. એટલા માટે શરીરની પરિભાષા પણ આ પ્રકારે કરવામાં આવે છે – પૌત્નિસુહાનુભવIધનં શરીરમ્' ઔદારિક શરીર જે શરીર ધૂળ પુદ્ગલોમાંથી નિષ્પન્ન થાય છે તે ઔદારિક શરીર છે. વૈક્રિય આદિ ચારેય શરીર સૂક્ષ્મ, સૂક્ષ્મતર પુદ્ગલોનાં બનેલાં હોય છે. ઔદારિક શરીર આત્માથી છૂટું પડ્યા પછી પણ ટકી શકે છે, પરંતુ વૈક્રિય વગેરે શરીરો આત્માથી અલગ થતાં જ વિખેરાઈ જાય છે. ઔદારિક શરીરનું છેદન-ભેદન કરી શકાય છે, પરંતુ અન્ય શરીરોમાં છેદન-ભેદન સંભવતું નથી. મોક્ષની પ્રાપ્તિ પણ માત્ર ઔદારિક શરીર વડે જ થઈ શકે છે. ઔદારિક શરીરમાં હાડકાં, માંસ, રક્ત આદિ હોય છે. તેનો સ્વભાવ છે ગળવું, સડવું અને વિનાશ પામવો. વૈક્રિય શરીર જે શરીર વડે નાના થવાની, મોટા થવાની, સૂક્ષ્મ થવાની, સ્થૂળ થવાની, એકરૂપ થવાની, અનેકરૂપ થવાની વગેરે વિવિધ ક્રિયાઓ કરી શકાય છે તે વૈક્રિય શરીર છે. જે શરીરમાં હાડકાં, માંસ, રક્ત ન હોય તથા જે મર્યા પછી કપૂરની માફક ઊડી જાય તેને વૈક્રિય શરીર કહે છે. આહારક શરીર ચતુર્દશ પૂર્વધર મુનિ આવશ્યક કાર્ય કરવા માટે જે વિશિષ્ટ પુગલોનું શરીર બનાવે છે, તે આહારક શરીર છે.' ૧.તત્ત્વોમાં કોઈ શંકા થાય ત્યારે તીર્થકર અથવા કેવલીની સમીપે જવા માટે લબ્ધિધારી મુનિ પોતાના શરીરમાંથી એક હાથનું પૂતળું બહાર કાઢે છે અને તે પૂતળાને તીર્થકર કે કેવલી પાસે મોકલે છે. જો ત્યાંથી તીર્થકર કે કેવલી વિહાર કરી ગયા હોય તો તે સ્થાન પર પેલા એક હાથ લાંબાં પૂતળામાંથી હાથનું પૂતળું બહાર કાઢે છે. તે પૂતળું તીર્થકર કે કેવલીની પાસે જઈને પ્રશ્નનો ઉત્તર લઈને એક હાથવાળા પૂતળામાં પ્રવેશ કરે છે અને ફરી એક હાથનું પૂતળું તે મુનિના શરીરમાં પ્રવેશ કરી પ્રશ્નનો ઉત્તર આપે છે. આ સમગ્ર ક્રિયા અત્યંત અલ્પકાળમાં જ સમ્પન્ન થઈ જાય છે. પ્રશ્નકર્તાને પત્તો પણ નથી લાગતો કે મેં ઉત્તર વિલંબથી મેળવ્યો છે. = દર સાતમો બોલ - ૩૩ . Jain Educationa International For Personal and Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ તૈજસ શરીર જે શરીર આહારાદિ પચાવવામાં સમર્થ હોય છે અને જે તેજોમય છે તે તૈજસ શરીર છે. તેને વિદ્યુત શરીર પણ કહેવામાં આવે છે. કાર્મણ શરીર જ્ઞાનાવરણીય વગેરે આઠ કર્મોના પુદ્ગલસમૂહ વડે જે શરીર બને છે તે કાર્મણ શરીર છે. તેમાં તૈજસ અને કાર્મણ–આ બે શરીરો પ્રત્યેક સંસારી આત્માના પ્રત્યેક કાળે વિદ્યમાન હોય છે. ઔદારિક શરીર જન્મસિદ્ધ હોય છે. વૈક્રિય શરીર જન્મસિદ્ધ અને લબ્લિસિદ્ધ બંને પ્રકારના હોય છે. આહારકશરીર યોગશક્તિથી પ્રાપ્ત થાય છે. પ્રવાહરૂપમાં આત્મા અને શરીરનો સંબંધ અનાદિ છે અને વ્યક્તિરૂપે સાદિ. ઔદારિક, વૈક્રિય અને આહારક શરીરનાં અંગોપાંગ હોય છે. બાકીના શરીરોનાં નથી હોતાં. ઔદારિક વગેરે ચારે શરીરોનું નિમિત્ત છે કાશ્મણશરીર. કાર્મણશરીરનું નિમિત્ત છે આશ્રવ. જીવ એક શરીરને ત્યજીને બીજા શરીરમાં કેવી રીતે પ્રવેશ કરી શકે? આ સમસ્યા કેટલાય આત્મવાદીઓને પણ જટિલ જણાય છે, પણ કાર્મણશરીરનું જ્ઞાન થાય એટલે આ સમસ્યા સરળતાથી ઉકલી જાય છે. જ્યાં સુધી મુક્તિ નથી થતી ત્યાં સુધી આત્મા અશરીરી પણ નથી હોતો. આત્મા એક સ્થૂળ શરીરને ત્યજીને બીજા સ્થૂળ શરીરમાં ત્યારે જ પ્રવેશ કરી શકે છે જ્યારે કાર્મણશરીર આત્માની સાથે લાગેલું રહે. તૈજસ અને કાર્મણ શરીર અત્યંત સૂક્ષ્મ શરીરો છે. આથી સમગ્ર લોકની કોઈપણ વસ્તુ તેમના પ્રવેશને અટકાવી શકતી નથી. સૂક્ષ્મ વસ્તુ વગર અવરોધે સર્વત્ર પ્રવેશ કરી શકે છે, જેમ કે–અતિ કઠોર લોઢાના ગોળામાં અગ્નિ. તૈજસ અને કાર્મણ—આ બે શરીરો બધા સંસારી જીવોને • પ્રવાહરૂપે સદા હોય છે. ઔદારિક વગેરે બદલતાં રહે છે. એક સાથે એક સંસારી જીવને ઓછામાં ઓછા બે અને વધુમાં વધુ ચાર સુધી શરીર હોઈ શકે છે, પાંચ ક્યારેય નહીં. જ જીવ-અજીવ ૦ ૩૪ . Jain Educationa International For Personal and Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ એક સાથે બે—તૈજસ અને કાર્મણ. એક સાથે ત્રણ–તૈજસ, કાર્પણ અને ઔદારિક. અથવા તૈજસ, કાર્પણ અને વૈક્રિય. એક સાથે ચાર–તૈજસ, કાર્મણ, ઔદારિક અને વૈક્રિય. • અથવા તૈજસ, કાર્મણ, ઔદારિક અને આહારક. - = સાતમો બોલ૦ ૩૫ = Jain Educationa International For Personal and Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ આઠમો બોલ યોગ પંદર મનોયોગના ચાર ભેદઃ ૧. સત્ય મનોયોગ ૨. અસત્ય મનોયોગ ૩.મિશ્ર મનોયોગ ૪. વ્યવહાર મનોયોગ વચનયોગના ચાર ભેદઃ ૫. સત્યવચન યોગ ૬. અસત્યવચન યોગ ૭.મિશ્રવચન યોગ ૮. વ્યવહારવચન યોગ કાયયોગના સાત ભેદ: ૯. ઔદારિક કાયયોગ ૧૦. ઔદારિક-મિશ્ર કાયયોગ ૧૧. વૈક્રિય કાયયોગ ૧૨. વૈક્રિય-મિશ્ર કાયયોગ ૧૩. આહારક કાયયોગ ૧૪. આહાર-મિશ્ર કાયયોગ ૧૫. કાર્પણ કાયયોગ જીવ-અજીવ ૦ ૩૬ એ Jain Educationa International For Personal and Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ શરીર, વચન અને મન વડે થનાર આત્મપ્રયત્નને યોગ કહે છે. આત્મપ્રયત્ન પોતાનું સંચાલનકાર્ય પૌદ્ગલિક-શક્તિની સહાયતાથી કરે છે, એટલા માટે તે પૌદ્ગલિક-શક્તિ પણ યોગ તરીકે ઓળખાય છે. જૈન પરિભાષામાં તેમને ક્રમશઃ ભાવયોગ અને દ્રવ્યયોગ કહે છે. આ બંને સાધનો વિના શારીરિક, વાચિક અને માનસિક કોઈપણ ક્રિયા થઈ શકતી નથી. મનોયોગઃ મન વડે થનાર આત્માનો પ્રયત્ન મનોયોગ છે. તે બે પ્રકારનો છે. –દ્રવ્ય મનોયોગ અને ભાવ મનોયોગ. મનની પ્રવૃત્તિ માટે જે મનોવર્ગણાના પુદ્ગલ ગ્રહણ કરવામાં આવે છે, તેમને કહે છે દ્રવ્ય-મનોયોગ. તે ગૃહીત પુદ્ગલોની સહાયતાથી જે મનન થાય છે, તે ભાવ-મનોયોગ છે. મનોયોગના ચાર ભેદ છે ઃ ૧. સત્ય મનોયોગ—સત્ય વિષયમાં થનારી મનની પ્રવૃત્તિ. ૨. અસત્ય મનોયોગ—અસત્ય વિષયમાં થનારી મનની પ્રવૃત્તિ. ૩, મિશ્ર મનોયોગ—કેટલાક અંશે સત્ય અને કેટલાક અંશે અસત્ય—આવા મિશ્ર અંશોમાં થનારી મનની પ્રવૃત્તિ. ૪. વ્યવહા૨ મનોયોગ—મનનો જે વ્યાપાર સત્ય પણ નથી અને અસત્ય પણ નથી, તે છે વ્યવહાર મનોયોગ. આદેશ-ઉપદેશ દેવાનો વિચાર કરવો તે વ્યવહાર-મનોયોગ છે. વચન યોગ : ભાષા વડે થનાર આત્માનો પ્રયત્ન વચન-યોગ છે. તે બે પ્રકારનો છે- દ્રવ્ય વચનયોગ અને ભાવ વચનયોગ. ભાષાવર્ગણાના પુદ્ગલોને દ્રવ્ય વચનયોગ કહેવામાં આવે છે અને જીવનો ભાષા-પ્રવર્તક પ્રયત્ન થાય છે તે ભાવ-વચનયોગ કહેવાય છે. વચનયોગના ચાર ભેદ છે સત્ય વચનયોગ, અસત્ય વચનયોગ, મિશ્ર વચનયોગ અને વ્યવહા૨ વચનયોગ. સત્ય વચનયોગ-સત્ય ભાષા બોલવી, સત્ય ભાષાના દસ ભેદ છે ઃ Jain Educationa International આઠમો બોલ ૦ ૩૭ For Personal and Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ (૧) જનપદ-સત્ય–જે દેશમાં જેવી ભાષાનો બોલવામાં ઉપયોગ થતો હોય તે દેશમાં તે જનપદ સત્ય છે. જેમ કે “ચોખા' શબ્દ મારવાડમાં “સારુ'ના અર્થમાં અને મેવાડમાં “ભાત'ના અર્થમાં વપરાય છે. (૨) સમ્મત-સત્ય—પ્રાચીન વિદ્વાનોએ જે શબ્દનો જે અર્થ માની લીધો છે. તે અર્થમાં તે શબ્દ સમ્મત સત્ય છે. કમલ અને દેડકો બંનેય પંક (કાદવ)માં ઉત્પન્ન થાય છે તો પણ પંકજ કમળને જ કહે છે, દેડકાને નહીં. (૩) સ્થાપના-સત્ય–કોઈપણ વસ્તુની સ્થાપના કરીને તેને તે જ નામથી કહેવી તે સ્થાપના સત્ય છે. “ક” આ આકારવિશેષને ક” કહેવો. એકની આગળ બે મીંડા લગાડવાથી સો અને ત્રણ મીંડા લગાડવાથી એક હજાર કહેવું. શતરંજના મહોરાને હાથી, ઘોડો, ઊંટ, વજીર વગેરેથી ઓળખવા. (૪) નામ-સત્ય–ગુણવિહીન હોવા છતાં પણ કોઈ વ્યક્તિવિશેષનું કે વસ્તુવિશેષનું તેનું નામ રાખી, તે નામથી બોલાવવું તે નામ સત્ય છે. કોઈ ધનહીનનું નામ લક્ષ્મીપતિ હોય તો તેને લક્ષ્મીપતિ કહેવો. (૫) રૂપ-સત્ય–કોઈ રૂપવિશેષને ધારણ કરવાથી તે વ્યક્તિને તે રૂપવિશેષથી સંબોધવો, જેમ કે સાધુનો વેશ જોઈને કોઈ વ્યક્તિને સાધુ કહેવો. (૬) પ્રતીતિ-સત્ય(અપેક્ષા સત્ય)–એક વસ્તુની અપેક્ષાએ બીજી વસ્તુને નાની-મોટી, હલકી-ભારે વગેરે કહેવું તે પ્રતીતિસત્ય છે. અનામિકા આંગળીને કનિષ્ઠાની અપેક્ષાએ મોટી અને મધ્યમાની અપેક્ષાએ નાની કહેવી. (૭) વ્યવહાર-સત્ય, લોક-સત્ય–જે વાત વ્યવહારમાં બોલાય તે વ્યવહાર-સત્ય છે, જેમ કે પહોંચે છે તો ગાડી અને કહે છે ડુંગરગઢ આવી ગયું. માર્ગ તો સ્થિર છે, ચાલી નથી શકતો, છતાં પણ આપણે કહીએ છીએ કે આ માર્ગ ડુંગરગઢ જાય છે. સળગે તો છે પર્વત ઉપર રહેલા લાકડાં પરંતુ આપણે કહીએ છીએ–પર્વત સળગી રહ્યો છે. પડે છે તો પાણી, પણ આપણે કહીએ છીએ– નેવાં પડે છે. = , જીવ-અજીવ ૩૮ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ (૮) ભાવ-સત્ય–કોઈ વસ્તુમાં જે ભાવ મુખ્યરૂપે મળે છે તેને આગળ કરી તેનું પ્રતિપાદન કરવું તે ભાવ-સત્ય છે. બધા દશ્યમાન પદાર્થો પાંચ રંગના હોય છે, છતાં પણ કોઈને કાળો, કોઈને સફેદ કહેવો. જેમ કે, પોપટમાં ઘણાં રંગ હોય છે, પણ તેને લીલો કહેવો. (૯) યોગ-સત્ય—-યોગ અર્થાતુ સંબંધ વડે કોઈ વ્યક્તિવિશેષને તે નામથી બોલવવો તે યોગ-સત્ય છે. જેમ કે, અધ્યાપકને અધ્યાપનકાળ સિવાય પણ અધ્યાપક કહેવો. (૧૦) ઉપમા-સત્ય–કોઈ એક બાબતમાં સમાનતા હોવાથી એક વસ્તુની બીજી વસ્તુ સાથે તુલના કરવી અને તેને તે નામે ઓળખવી તે ઉપમા-સત્ય છે. ઉપમા ચાર પ્રકારની હોય છે— (ક) સત્ (વિદ્યમાન)ને અસત્ (અવિદ્યાન)ની ઉપમા, જેમ કે, તીર્થંકરમાં એટલું બળ હોય છે કે તેઓ મેરુને દંડ અને પૃથ્વીને છત્ર બનાવી શકે છે પણ તેઓ તેવું કરતાં નથી. અહીં સત્ બળની અસત્ વડે ઉપમા અપાય છે. (ખ) અસતુને સની ઉપમા, જેમ કે સૂર્યનો પશ્ચિમ દિશા સાથે સંગમ જોઈને પૂર્વ દિશાએ પોતાનું મોટું કાળું કર્યું, કારણ કે ઈર્ષ્યા વિનાની સ્ત્રીઓ હોતી નથી. આ વાક્યમાં અસત્ ઈષ્યને સત્ ઈષ્યની ઉપમા છે. (ગ) અસતુને અસતની ઉપમા, જેમ કે–ચંદનનું ફૂલ આકાશકમળની સમાન સુવાસિત છે. ન તો ચંદનને ફૂલ હોય છે, ન આકાશમાં કમળ. અહીં અસત્ વડે અસત્ની ઉપમા છે. (ઘ) સને સની ઉપમા, જેમ કે–આંખો કમળ સમાન વિકસિત છે. અસત્ય વચનયોગ–અસત્ય ભાષા બોલવી. એના દસ ભેદ છે : (૧) ક્રોધ-મિશ્રિત–જે વચન ક્રોધમાં બોલવામાં આવે. (૨) માન-મિશ્રિત–જે વચન માન કે અહંકારના આવેશમાં આવી જઈને બોલાય. (૩) માયા-મિશ્રિત–કપટ-સહિત બોલવું, બીજાને છેતરવા = = ૭ આઠમો બોલ૯૩૯ Jain Educationa International For Personal and Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ માટે જુદુ જ બોલવું. (૪) લોભ-મિશ્રિત–લોભ ખાતર બોલવું. (૫) રાગ-મિશ્રિત–પ્રેમ, મોહને વશીભૂત થઈ બોલવું. (૬) દ્વેષ-મિશ્રિત–ષસહિત બોલવું. (૭) હાસ્ય-મિશ્રિત–હસવામાં બોલવું. (૮) ભય-મિશ્રિત–ભયપૂર્વક બોલવું. (૯) આખ્યાપિકા-મિશ્રિત–વાર્તા કહેતી વેળાએ અસંભવિત વાતો કહી દેવી. (૧૦) ઉપઘાત-મિશ્રિત–જેનાથી પ્રાણીઓની હિંસા થાય તેવી ભાષા બોલવી. મિશ્ર-વચનયોગ–મિશ્ર ભાષા બોલવી. જે ભાષામાં કેટલુંક સત્ય અને કેટલુંક અસત્ય હોય છે, તેને મિશ્રભાષા કહે છે. તેના દસ ભેદ છે : (૧) ઉત્પન્ન-મિશ્રિત–જેટલા બાળકોનો જન્મ થયો છે તેનાથી વધુ-ઓછા બતાવવા. (૨) વિગત-મિશ્રિત–આ જ રીતે મરણના વિષયમાં વધુ ઓછા બતાવવા. (૩) ઉત્પન્ન-વિગત-મિશ્રિત–જન્મ-મૃત્યુ બંનેના વિષયમાં વધુ-ઓછી સંખ્યા બતાવવી. (૪) જીવ-મિશ્રિત–જીવ-અજીવની વિશાળ રાશિ જોઈને કહેવું “અરે, આ કેટલો મોટો જીવોનો સમૂહ છે !' (૫) અજીવ-મિશ્રિત–કચરાનો ઢગલો જોઈને આમ કહેવું આ બધું અજીવ છે !” પરંતુ આમાં પણ ઘણા જીવો હોઈ શકે છે. (૬) જીવાજીવ-મિશ્રિત–જીવ-અજીવની રાશિમાં અયથાર્થ રૂપે એમ બતાવવું કે આમાં આટલા જીવ છે અને આટલા અજીવ. . (૭) અનંત-મિશ્રિત–બટાટા, કાકડી વગેરેનો સમૂહ જોઈને કહેવું “આ બધું તો અનંતકાય છે.' (૮) પ્રત્યેક-મિશ્રિત–કાકડી, બટાટા વગેરેનો સમૂહ જોઈને કહેવું “આ બધું તો પ્રત્યેક-કાય છે.” પર એ જીવ-અજીવ ૦ ૪૦ ૩ Jain Educationa International For Personal and Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ (૯) અદ્ધા-મિશ્રિત—દિવસ-રાત વગેરે કાળના વિષયમાં મિશ્ર-વચન બોલવું—જેમ કે દિવસ ઉગવાનો હોય છતાં પણ સૂતેલો પુરુષ કહે ‘હજુ તો પ્રહ૨--રાત બાકી છે.’ (૧૦) અદ્ધાદ્ધા-મિશ્રિત—દિવસ કે રાતના એક ભાગને અદ્વ્રાદ્ધા કહે છે. દિવસ ઉગ્યો જ હોય તો પણ માલિક નોકરને કહે છે ‘અરે ! બપોર પડી ગઈ. અને હજુ સુધી દીવો બળે છે !' વ્યવહાર-વયન-યોગ—(વ્યવહાર ભાષા) વ્યવહાર ભાષા—ન સત્ય, ન અસત્ય એવી ભાષા બોલવી. આદેશ, ઉપદેશ આપવો. તેના બાર ભેદ છે ઃ (૧) આમંત્રિણી—સંબોધન કરવું, જેમ કે—‘હે પ્રભુ !’ (૨) આજ્ઞાપની—આજ્ઞા દેવી, જેમ કે- -‘આ કામ કરો.' (૩) યાચનીયાચના કરવી, જેમ કે—‘અમને આ વસ્તુ આપો.' (૪) પ્રચ્છની—પૂછવું, કોઈ વિષયમાં શંકા થવાથી પૂછીને તેનું સમાધાન કરવું. (૫) પ્રજ્ઞાપની—પ્રરૂપણા કરવી, જેમ કે- -જીવ છે, અજીવ છે વગેરે. (૬) પ્રત્યાખ્યાની—ત્યાગ કરવો, જેમ કે—‘હું અમુક વસ્તુ નહીં ખાઉં.' (૭) ઇચ્છાનુલોમા—ઇચ્છાનુસાર અનુમોદન કરવું, જેમ કે— કોઈએ પૂછ્યું ‘હું અમુક કામ કરું કે નહીં ?' ત્યારે તેને જવાબ દેવો—‘તું કર. હું તારા કામનું અનુમોદન કરું છું.’ (૮) અનભિગૃહતા—પોતાની સંમતિ ન દર્શાવવી, જેમ કે— કોઈએ પૂછ્યું, ‘હું આ કામ કરું ?' તો જવાબ દેવો ‘જેવી તારી ઇચ્છા.’ (૯) અભિગૃહિતા—સંમતિ આપવી, જેમ કે—‘આ કામ તારે ક૨વું જોઈએ.’ (૧૦) સંશયકારિણી—જે શબ્દના અનેક અર્થો હોય તેનો પ્રયોગ કરવો, જેમ કે—‘સૈંધવ લાવ.' અહીં ‘સૈધવ’ શબ્દથી સંદેહ થઈ જાય કે ઘોડો કે મીઠું ? આઠમો બાલ ૦ ૪૧ Jain Educationa International For Personal and Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ (૧૧) વ્યાકૃત—વિસ્તા૨સહિત બોલવું જેનાથી સ્પષ્ટ સમજ પડે. (૧૨) અવ્યાકૃત—અતિ ગંભીરતાપૂર્વક બોલવું કે જે સમજવું અતિ મુશ્કેલ પડે. કાય-યોગ કાયા (શરીર)ની પ્રવૃત્તિ માટે જે શ૨ી૨-વર્ગણાના પુદ્ગલ ગ્રહણ કરવામાં આવે છે, તે છે દ્રવ્યકાયયોગ અને તે પુદ્ગલોની સહાયતાથી જીવની જે પ્રવૃત્તિ થાય છે તે છે ભાવકાયયોગ. કાયયોગના સાત ભેદ છે : (૧) ઔદારિક કાયયોગ—ઔદારિક શરીરવાળા મનુષ્યો અને તિર્યંચોમાં શ૨ી૨-૫ર્યાપ્તિ પૂર્ણ થયા પછી જે હલન-ચલનની ક્રિયા થાય છે, તે છે ઔદારિક કાયયોગ. (૨) ઔદારિક મિશ્ર-કાયયોગ—આ ચા૨ પ્રકારે થઈ શકે છે ઃ (ક) મનુષ્ય અને તિર્યંચ ગતિમાં ઉત્પન્ન થતી વખતે જીવ આહાર લઈ લે છે, પરંતુ શ૨ી૨-૫ર્યાપ્તિનો બંધ પૂર્ણ નથી થઈ શકતો, તે અવસ્થામાં કાર્મણ-કાયયોગની સાથે ઔદારિક-મિશ્ર હોય છે. (ખ) વૈક્રિય-લબ્ધિવાળા મનુષ્યો અને તિર્યંચો વૈક્રિય-રૂપ બનાવે છે, પરંતુ જ્યાં સુધી તે પૂર્ણ નથી થતું ત્યાં સુધી વૈક્રિય-કાયયોગની સાથે ઔદારિક-મિશ્ર-કાયયોગ હોય છે. (ગ) વિશિષ્ટ શક્તિ-સંપન્ન યોગી આહા૨ક-લબ્ધિ પ્રયોજે છે, પરંતુ જ્યાં સુધી આહા૨ક-શરીર પૂરું બની નથી જતું, ત્યાં સુધી આહારક-કાયયોગની સાથે ઔદારિક-મિશ્ર-કાયયોગ હોય છે. (ઘ) કેવલી-સમુદ્દાતના બીજા, છઠ્ઠા અને સાતમા સમયમાં કાર્યણની સાથે ઔદારિક-મિશ્ર-કાયયોગ હોય છે. (૩) વૈક્રિય-કાયયોગ—દેવતા અને નારકીમાં શ૨ી૨-૫ર્યાસિ પૂર્ણ થઈ ગયા પછી વૈક્રિય-શરીરની તથા મનુષ્ય અને તિર્યંચમાં લબ્ધિજન્ય વૈક્રિય-શરીરની જે ક્રિયા થાય છે, તે વૈક્રિય-કાયયોગ છે. (૪) વૈક્રિય-મિશ્ર-કાયયોગ— આ બે પ્રકારે થઈ શકે છે : Jain Educationa International જીવ અજીવ ૪૨ સ For Personal and Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ (ક) દેવતા અને નારકીમાં ઉત્પન્ન થનારા જીવો આહાર લઈ લે છે, પરંતુ શરીર-પર્યાપ્તિ પૂર્ણ નથી બાંધતાં, તે અવસ્થામાં કાર્મયોગની સાથે વૈક્રિય-મિશ્ર-કાયયોગ હોય છે. (ખ) ઔદારિક શરીરવાળા મનુષ્યો અને તિર્યંચો પોતાની વિશિષ્ટ શક્તિથી વૈક્રિય રૂપ બનાવે છે અને તેને ફરી સમેટી લે છે, પરંતુ જ્યાં સુધી ઔદારિક-શરીર ફરી પૂર્ણ ન બની જાય ત્યાં સુધી ઔદારિક કાયયોગની સાથે વૈક્રિય-મિશ્ર-કાયયોગ હોય છે. (૫) આહારક-કાયયોગ–જયારે આહારક શરીર પૂરું બનીને ક્રિયા કરે છે, ત્યારે તેને કહે છે આહારક-કાયયોગ. (૬) આહારક-મિશ્ર-કાયયોગ–જે સમયે આહારક-શરીર પોતાનું કાર્ય કરીને પાછું આવી ઔદારિક-શરીરમાં પ્રવેશ કરે છે, તે સમયે ઔદારિકની સાથે આહારક-મિશ્ર-કાયયોગ હોય છે. (૭) કાર્મણ-કાયયોગ– (ક) જીવ એક ભવમાંથી બીજા ભવમાં જવા માટે ઋજુ ગતિ અથવા વક્ર ગતિ દ્વારા ગમન કરે છે. એક સમયવાળી ઋજુ ગતિમાં જીવ અનાહારક નથી રહેતું, પરંતુ વક્ર ગતિમાં જઘન્યપણે એક સમય અને ઉત્કૃષ્ટપણે બે સમય અનાહારક રહે છે–કોઈ પણ પ્રકારના આહારને ગ્રહણ નથી કરતું. એવા સમયે થનાર યોગનું નામ છે કાશ્મણ-કાયયોગ. (ખ) જ્યારે કેવલી સમુદ્યાત કરે છે તે સમયે ત્રીજા, ચોથા ૧.કેવલી સમુદ્યાત આયુષ્ય-કર્મની સ્થિતિ અને દલિકોથી જ્યારે વેદનીય કર્મની સ્થિતિ અને દલિક વધારે હોય છે ત્યારે તેમને અંદર-અંદર બરાબર કરવા માટે કેવલી સમુદ્દાત થાય છે. જ્યારે માત્ર અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી રહે છે ત્યારે સમુદ્યાત થાય છે. સમુદ્યાતના આઠસમય લાગે છે. પહેલા સમયમાં આત્મપ્રદેશ શરીરની બહાર નીકળીને દંડાકારે ફેલાઈ જાય છે. તે દંડ લોકપ્રમાણ ઊંચો-નીચો હોય છે, પણ તેની જાડાઈ શરીરના માપે હોય છે. બીજા સમયમાં તે દંડ પૂર્વપશ્ચિમ કે ઉત્તર-દક્ષિણ ફેલાઈને કપાટાકાર (કમાડના આકારનો) બની જાય છે. ત્રીજા સમયમાં કપાટાકાર આત્મપ્રદેશ પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ ફેલાઈને મંથાકાર (મંથણીના આકારનો) બની જાય છે. ચોથા સમયમાં ખાલી જગ્યામાં ફેલાઈને આત્મપ્રદેશ સમસ્ત લોકમાં વ્યાપ્ત થઈ જાય છે. જે રીતે પ્રથમ ચાર સમયોમાં આત્મપ્રદેશ ક્રમશઃ ફેલાય છે તેવી જ રીતે અંતના ચાર સમયોમાં ક્રમશઃ સંકોચાય છે. પાંચમા સમયમાં ફરી મંથાકાર, છઠ્ઠા સમયમાં કપાટાકાર, સાતમા સમયમાં દંડાકાર અને આઠમા સમયમાં પહેલાંની માફક શરીરસ્થ થઈ જાય છે. = = આઠમો બોલ ૪૩ છે. For Personal and Private Use Only Jain Educationa International Page #53 -------------------------------------------------------------------------- ________________ અને પાંચમા સમયમાં કાર્મણ-કાયયોગ હોય છે. પ્રશ્ન–ચાર શરીરની જેમ જ તૈજસ શરીરનો યોગ કેમ નહીં? ઉત્તર–તૈજસનો કાર્મણયોગમાં સમાવેશ થઈ જાય છે. જે સમયે ઔદારિક, વૈક્રિય અને આહારક હોય છે, તે સમયે તો તેઓ પોતાનું કામ કરે જ છે, પરંતુ જે સમયે એક ભવમાંથી બીજા ભવમાં જવાના સમયે) તેઓ નથી હોતા ત્યારે કાર્મણ શરીર દ્વારા જે વીર્ય (શક્તિ)નો વ્યાપાર થાય છે, તે તૈજસ-શરીર દ્વારા થાય છે, એટલે તૈજસ-કાયયોગનો સમાવેશ કાર્મણ-કાયયોગમાં થઈ જાય છે. પ્રશ્ન-મન શું છે? ઉત્તર–જેના દ્વારા મનન કરવામાં આવે, વિચારવામાં આવે, તે મન છે. મન પાંચ ઇન્દ્રિયોના વિષયોનું અને અતિરિક્ત વિષયનું જ્ઞાન કરે છે. માનસ-જ્ઞાન ઇન્દ્રિય-જ્ઞાનની જેમ વર્તમાન સુધી જ સીમિત નથી હોતું, પરંતુ સૈકાલિક હોય છે. મનનું સ્વરૂપ મન જ્ઞાન છે અને જ્ઞાન આત્માનો ગુણ છે. ગુણ ગુણીથી કોઈ અપેક્ષાએ ભિન્ન હોય છે, જયારે કોઈ અપેક્ષાએ અભિન્ન. જો ગુણ ગુણીથી સંપૂર્ણપણે ભિન્ન માનવામાં આવે તો આ ગુણ આ દ્રવ્યનો છે એવો સંબંધ પણ થઈ શકે નહીં અને જો સર્વથા એક જ માની લેવામાં આવે તો આ ગુણ છે અને આ ગુણી છે એવું કહી શકાય નહીં. આથી કરીને ગુણીથી ગુણ કથંચિત ભિન્ન હોય છે અને કથંચિત અભિન્ન હોય છે. મન આત્માથી કદાપિ પૃથક નથી થઈ શકતું, આ અપેક્ષાએ તે આત્માથી અભિન્ન છે અને તે આત્માનો ગુણ છે એ અપેક્ષાએ તે આત્માથી ભિન્ન છે. મનના વિભાગો મનના બે વિભાગ છે દ્રવ્ય મન (Objective Mind) અને ભાવ મન (subjective Mind). દ્રવ્ય મનનો સંબંધ મસ્તિષ્ક અને ઇન્દ્રિયો સાથે છે તથા ભાવ મનનો સંબંધ આત્માની સાથે છે. ભાવ મન કે આત્મા અલગ-અલગ નથી, બંને એક છે. જેના વડે વિચાર કરી શકાય તેવી આત્મિક શક્તિને ભાવ મન Jain Educationa International For Personal and Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ કહે છે. વિચાર કરવામાં સહાયક થનાર સૂક્ષ્મ પરમાણુઓને દ્રવ્ય મન કહે છે. ભાવ મન તો બધા જીવોને હોય છે, પરંતુ અતિ વૃદ્ધ આદમી પગથી ચાલવાની શક્તિ હોવા છતાં પણ લાકડીની સહાય વિના ચાલી નથી શકતો, તેવી રીતે ભાવ મન હોવા છતાં પણ દ્રવ્ય મન વિના “સ્પષ્ટ વિચાર' કરી શકાતો નથી. દ્રવ્ય મનની અપેક્ષાએ જ જીવોના સંજ્ઞી અને અસંજ્ઞી એવા બે ભેદ કરવામાં આવે છે. જ્ઞાન-ક્રમ આપણને બહારની દુનિયાનું જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા થાય છે. ઇન્દ્રિયો આ જ્ઞાનને મસ્તિષ્ક સુધી પહોંચાડે છે. મસ્તિષ્ક દ્રવ્ય મનને, દ્રવ્ય મન ભાવ મનને અને ભાવ મન આત્માને તે જ્ઞાન . મોકલી આપે છે. આંખ } <– કાન } આત્મા– ભાવમન<– દ્રવ્યમન<– મસ્તિષ્ક {<– નાક } <–બહારની દુનિયા {<– જીભ } <– સ્પર્શ } જો દ્રવ્યમાન ન હોય તો આત્માને ઇન્દ્રિયજન્ય જ્ઞાન થઈ શકતું નથી. સંસારી સમનસ્ક આત્માને દ્રવ્યમન ચોક્કસ હોય છે. તે મુક્ત આત્માને નથી હોતું. આથી મુક્ત આત્માને ઈન્દ્રિય-જ્ઞાન પણ નથી હોતું. તે તો સંપૂર્ણ જ્ઞાનમય છે. મનનો વ્યાપાર સ્પર્શ, રસ, ગંધ, રૂપ, શબ્દમાં ઇન્દ્રિયજ્ઞાનની પ્રવૃત્તિ થયા પછી મનની પ્રવૃત્તિ થાય છે. જ્યારે ઇન્દ્રિયો પોતપોતાના વિષયનું જ્ઞાન કરી લે છે ત્યારે તે વિષયો ઉપર મનન કરવાનું મનનું કામ છે, તે સિવાય ચિંતન વગેરેમાં મનની પ્રવૃત્તિ સ્વતંત્ર પણ હોય છે. મનનું પરિમાણ મનન કરવામાં સહાયતા કરનાર પુદ્ગલોમાંથી નિષ્પક્ષ દ્રવ્યમન અર્થાત્ પૌગલિક મન શરીરવ્યાપી છે અને જે મનન કરનારું ભાવમન અર્થાત્ જીવમન છે તે આત્મ-પ્રદેશવ્યાપી છે. ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરાયેલા બધા વિષયોમાં મનની ગતિ છે અને = ૭ આઠમો બોલ૦૪૫ ૦ Jain Educationa International For Personal and Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ તે મનને શરીરવ્યાપી માન્યા વિના ઘટી શકે નહીં. મન શરીરની અંદર સર્વત્ર વ્યાપેલું છે, કોઈ ખાસ સ્થાનમાં નહીં. શરીરના જુદા જુદા સ્થાનોમાં રહેલી ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરાયેલા બધા વિષયોમાં મનની ગતિ છે— યત્ર પવનતંત્ર મન:” જીવ-અજીવ ૦ ૪૬ ૪ Jain Educationa International For Personal and Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ નવમો બોલ ઉપયોગ બાર પાંચ જ્ઞાન ૧. મતિ જ્ઞાન ૨. શ્રુત જ્ઞાન ૩. અવધિ જ્ઞાન ૪. મન:પર્યવ જ્ઞાન ૫. કેવળ જ્ઞાન ત્રણ અજ્ઞાન : ૬. મતિ અજ્ઞાન ૭. શ્રુત અજ્ઞાન ૮.વિભંગ અજ્ઞાન ચાર દર્શનઃ ૯. ચક્ષુઃ દર્શન ૧૦. અચક્ષુ દર્શન ૧૧. અવધિ દર્શન ૧૨. કેવલ દર્શન જ્ઞાન ઉપયોગ શબ્દનો અર્થ છે—કામમાં લાવવું. જ્ઞાન અને દર્શનને કામમાં લાવવાનું નામ ઉપયોગ છે. જાણવું આત્માનો ગુણ છે. વસ્તુઓમાં બે મુખ્ય ધર્મ હોય છે–એકાકારતા અને ભિન્નીકારતા. આપણે એકાકારતા વડે પદાર્થોને જાણીએ છીએ. તે જાણવાની ક્રિયાને દર્શન અથવા સામાન્ય બોધ કહે છે. ભિન્નકારતા વડે જાણવાને જ્ઞાન અથવા સાકારબોધ કહે છે–જેમ કે આપણે એક પરિષદ અથવા એક બાગને જોઈએ છીએ, તે આપણો સામાન્ય બોધ (દર્શન) છે. અને તે પછી જયારે આપણે તેના ભિન્ન-ભિન્ન વ્યક્તિઓ કે વૃક્ષોને જાણીએ છીએ, તે આપણો વિશેષ બોધ (જ્ઞાન) = ૩ નવમો બોલ -૪૭ -- - - - - Jain Educationa International For Personal and Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ છે. અથવા એમ સમજીએ કે આપણા જ્ઞાનના મુખ્ય વિષય બે છે. -સામાન્ય અને વિશેષ. વિશેષની ઉપેક્ષા કરીને સામાન્યનું જ્ઞાન કરવું તે દર્શન છે અને સામાન્યની ઉપેક્ષા કરીને વિશેષનું જ્ઞાન કરવું તે જ્ઞાન છે. જ્ઞાનના પાંચ પ્રકાર છે—મતિ, શ્રુત, અવધિ, મનઃપર્યવ અને કેવળ. ૧. મતિજ્ઞાન ઇન્દ્રિય અને મનની સહાયતાથી થનાર વર્તમાનકાળવર્તી જ્ઞાન મતિજ્ઞાન છે. તેના ચાર પ્રકાર છે : અવગ્રહ, ઈહા, અવાય, ધારણા. વિષય (શેય વસ્તુ) અને વિષયી (જાણનાર)નો યોગ સામીપ્ય અથવા સંબંધ થવાથી વસ્તુનું જે સ્વરૂપમાત્ર ગ્રહણ કરવામાં આવે છે, તેને અવગ્રહ કહે છે. તે બે પ્રકારનો છે—વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ. શબ્દ વગેરેની સાથે ઉપકરણ-ઇન્દ્રિયનો સંબંધ થાય છે, તેને વ્યંજન કહે છે. તેના વડે જે શબ્દ વગેરેનું અસ્પષ્ટ જ્ઞાન થાય છે, તેને વ્યંજનાવગ્રહ કહે છે. વ્યંજનાવગ્રહ થયા પછી અને ક્યાંક ક્યાંક (ચક્ષુ અને મનના બોધમાં) તેના અભાવમાં પણ વ્યંજનાવગ્રહ વડે કંઈક સ્પષ્ટ અનિર્દેશ્ય સામાન્યમાત્ર અર્થનું ગ્રહણ થાય છે, તેને અર્થાવગ્રહ કહે છે. અવગ્રહ વડે જાણેલા અર્થની વિશેષ આલોચના કરવાને ઈહા કહેવામાં આવે છે. ઈહા વડે જાણેલા અર્થનો વિશેષ નિર્ણય ક૨વાની ક્રિયાને અવાય કહે છે. તે અવાય જ જ્યારે દૃઢતમ અવસ્થામાં પરિણત થઈ જાય છે, ત્યારે તેને ધારણા કહે છે. અવગ્રહ વગેરેના ઘોતક બીજા શબ્દો : અવગ્રહ—પ્રાથમિક જ્ઞાન. ઈહા—વિચારણા. અવાય—નિશ્રય. Jain Educationa International જીવ-અજીવ ૦૪૮ * For Personal and Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ ધારણા–ઇન્દ્રિયજ્ઞાનની સ્થિતિશિલતા અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા–આ ચારેય પર્યાયને ગ્રહણ કરે છે, સંપૂર્ણ દ્રવ્યને નહીં. તેમને તેઓ પર્યાય દ્વારા જ જાણે છે. ઇન્દ્રિય અને મનનો મુખ્ય વિષય પર્યાય જ છે. આંખે આમ્રફળનું ગ્રહણ કર્યું, તેનો અર્થ એટલો જ છે કે આંખે આમ્રફળ જોયું. સંપૂર્ણ આમ્રફળને ગ્રહણ નથી કર્યું. આમ્રફળમાં રૂપ અને આકાર સિવાય સ્પર્શ, રસ, ગંધ આદિ અનેક પર્યાયો છે, જેમને જાણવામાં આંખ અસમર્થ છે. એ જ રીતે સ્પર્શન, રસને અને ધ્રાણ ઇન્દ્રિય ક્રમશ: કોઈ વસ્તુના સ્પર્શ, રસ અને ગંધ પર્યાયને જ જાણી શકે છે. કોઈપણ એક ઇન્દ્રિય તે વસ્તુના બધા પર્યાયોને જાણી શકતી નથી. મને પણ કોઈ વસ્તુના ખાસ અંશનો જ વિચાર કરી શકે છે. એક સાથે બધા અંશોનો વિચાર કરવા માટે મન પણ અસમર્થ છે. કાન, જીભ, નાક અને ત્વચા (સ્પર્શન)–આ ચાર ઇન્દ્રિયો પ્રાપ્યકારી છે–વિષયની સાથે સંયોગ થવાથી જ તેઓ તેમને ગ્રહણ કરી શકે છે. જ્યાં સુધી શબ્દના પુગલ કાનમાં ન જાય, ખાંડ જીભ ઉપર રાખવામાં ન આવે, ફૂલની ગંધના પગલો નાક વડે સૂંઘાય નહીં, પાણી શરીરને સ્પર્શે નહીં, ત્યાં સુધી ન તો શબ્દ સંભળાશે, ન ખાંડનો સ્વાદ આવશે, ન ફૂલની સુગંધ અનુભવાશે કે ન પાણી ઠંડુ છે કે ગરમ તેની જાણ થશે. આંખ અને મન અપ્રાપ્યકારી છે. તેમને વ્યંજનાવગ્રહ નથી હોતો. તે બંને સંયોગો વિના જ ઉચિત સામીપ્યમાત્રથી ગ્રાહ્ય વિષયને જાણી લે છે. ઠીક ઠીક દૂરથી જ આંખ વૃક્ષ, પર્વત વગેરેને ગ્રહણ કરી લે છે અને મન તો હજારો ગાઉ દૂર રહેલી વસ્તુનું પણ ચિંતન કરે છે. આથી નેત્ર તથા મનને અપ્રાપ્યકારી માનવામાં આવ્યાં છે. ૨. શ્રુતજ્ઞાન જે જ્ઞાન શ્રુતાનુસારી છે—જેના વડે શબ્દ-અર્થનો સંબંધ જાણવામાં આવે છે અને જે મતિજ્ઞાનની પછી થાય છે, તે શ્રુતજ્ઞાન છે. અગ્નિ શબ્દને સાંભળીને આમ જાણવું કે આ શબ્દ અગ્નિનો બોધક છે અથવા અગ્નિ જોઈને એમ વિચાર કરવો કે આ અગ્નિ = ૩ નવમો બોલ ૦૪૯ ૩ Jain Educationa International For Personal and Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ શબ્દનો અર્થ છે–આ રીતે શબ્દ વડે અર્થનું અને અર્થ વડે શબ્દનું જ્ઞાન કરવું તથા તેમની સાથે સંબંધ રાખનારી અન્ય અન્ય વાતો પર વિચાર કરવો તે શ્રુતજ્ઞાન છે. મતિ અને શ્રુતજ્ઞાનનો ગાઢતમ સંબંધ છે. આ બંનેને અલગઅલગ કરવા સંભવિત નથી. આ બંને કાર્યકારણના રૂપમાં છે : મતિજ્ઞાન કારણ છે, શ્રુતજ્ઞાન કાર્ય છે. મતિજ્ઞાન માત્ર મનન છે અને પોતાને માટે ઉપયોગી છે. તે મનન વર્ણમાલાના સંયોગથી શ્રુતજ્ઞાન બની જાય છે અને આદેશ, ઉપદેશ વગેરે અનેક રૂપે બીજાઓને ઉપયોગી બની જાય છે. આદેશ-ઉપદેશના સંબંધમાં જે બોલવાનું હોય છે તે શ્રુતજ્ઞાન નહીં, તે વચનયોગ છે. પરંતુ બોલવાનો જે અર્થ છે તે શ્રુતજ્ઞાન છે અને શબ્દ તે અર્થને પ્રગટ કરવાનું સાધન છે તથા દ્રવ્યશ્રત છે. ૩. અવધિ-જ્ઞાન - ઇન્દ્રિય અને મનની સહાયતા વિના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદાપૂર્વક જે જ્ઞાન મૂર્તિ પદાર્થો (પુદ્ગલો)ને જાણે છે, તેને અવધિ-જ્ઞાન કહે છે. અવધિજ્ઞાની સૂક્ષ્મમાં સૂક્ષ્મ પુદ્ગલોને જાણી લે છે. ૪. મન ૫ર્યવ-જ્ઞાન ઇન્દ્રિય અને મનની સહાયતા વિના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદાપૂર્વક જે જ્ઞાન સમનસ્ક (સંજ્ઞી) જીવોના મનમાં રહેલા ભાવોને જાણે છે, તેને મન:પર્યવ જ્ઞાન કહે છે. મન:પર્યવજ્ઞાની સમનસ્ક જીવોના મનોગત વિચારોને સ્પષ્ટ રૂપે દ્રવ્યમનના સહારે જાણી શકે છે. ૫. કેવળજ્ઞાનઃ મૂર્ત-અમૂર્ત, સૂમ-ધૂળ વગેરે સમસ્ત પદાર્થો અને સમસ્ત પર્યાયો જેના વડે જાણી શકાય છે તે કેવળજ્ઞાન છે. ૬. અજ્ઞાન: અજ્ઞાન ત્રણ પ્રકારનું છે—મતિ-અજ્ઞાન, શ્રુત-અજ્ઞાન અને વિભંગ-અજ્ઞાન (અવધિ-અજ્ઞાન). અહીં અજ્ઞાન શબ્દમાં બનતાં નગ સમાન'નો અર્થ અભાવ નહીં પણ કુત્સા છે. Jain Educationa International For Personal and Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન–જ્ઞાન કુત્સિત કેવી રીતે હોઈ શકે? ઉત્તર–જ્ઞાન નિદિત નહીં, પણ મિથ્યાત્વના સહયોગથી જ્ઞાન પણ અજ્ઞાન કહેવાય છે, નીચના સંપર્કથી ઉત્તમ પુરુષ પણ નીચ કહેવાય છે. જ્ઞાન અને અજ્ઞાનમાં માત્ર પાત્રનો ભેદ છે. પાત્રના આધાર પર જ જ્ઞાનના બે ભેદ કરવામાં આવ્યા છે. જો પાત્ર સમ્યસ્વી હોય તો તેનું જ્ઞાન જ્ઞાન કહેવાય છે. જો પાત્ર મિથ્યાત્વી હોય તો તેનું જ્ઞાન અજ્ઞાન કહેવાય છે. તે બંનેય જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થવાથી જ પ્રાપ્ત થાય છે, એટલા માટે બંનેય ઉપાદેય છે, ગ્રહણ કરવા યોગ્ય છે. બંનેનો ગુણ જાણવાનો જ છે. એક એવું પણ અજ્ઞાન છે જે ત્યજવા યોગ્ય છે. તે (અજ્ઞાન)નો અર્થ છે, ન જ્ઞાન-અજ્ઞાન. અર્થાત્ જ્ઞાનનું આવરણ. એ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી થાય છે અને તેનાથી જ્ઞાનનો વિકાસ રુંધાય છે. મતિ-અજ્ઞાન, શ્રુત-અજ્ઞાન અને વિભંગ-અજ્ઞાનનો અર્થ પૂર્વોક્ત મતિ-જ્ઞાન, શ્રુત-જ્ઞાન અને અવધિ-જ્ઞાનની સમાન જ મન:પર્યવ-જ્ઞાન અને કેવળ-જ્ઞાન–આ બંને વિશિષ્ટ યોગીઓને જ હોય છે. તેઓ (વિશિષ્ટ યોગી) ક્યારેય મિથ્યાત્વી હોઈ શકતા નથી. આથી અજ્ઞાનના માત્ર ત્રણ જ ભેદ હોય છે, પાંચ નહીં. દર્શન સામાન્ય બોધ અનાકાર ઉપયોગ દર્શનને કહે છે. કોઈ વસ્તુને જાણવા માટે બે રસ્તા છે–એકરૂપતા, અનેકરૂપતા. જ્યારે આપણે એક વસ્તુને એક જ રૂપમાં જાણીએ છીએ ત્યારે આપણું જ્ઞાન સામાન્યગ્રાહી હોવાને કારણે સામાન્યબોધ અર્થાત્ દર્શન કહેવાય છે. જ્યારે આપણે એક જ વસ્તુને અનેક રૂપમાં–જુદા જુદા રૂપમાં જાણીએ છીએ ત્યારે આપણું તે જ જ્ઞાન ભિન્ન રૂપગ્રાહી હોવાને કારણે વિશેષ બોધ અર્થાત્ જ્ઞાન કહેવાય છે. દર્શનના ચાર ભેદ ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શન. = નવમો બોલ૦ ૫૧ ફ = Jain Educationa International For Personal and Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ૧. ચક્ષુદર્શન ચક્ષુ દર્શનાવરણીય કર્મનો ક્ષયોપશમ થવાથી ચક્ષુઓ દ્વારા પદાર્થોનો જે સામાન્ય બોધ થાય છે, તેને ચક્ષુ દર્શન કહે છે. ૨. અચકુદર્શન અચક્ષુદર્શનાવરણીય-કર્મનો ક્ષયોપશમ હોવાથી ચક્ષુ સિવાયની બાકીની સ્પર્શન, રસન, ધ્રાણ, શ્રોત્રેન્દ્રિય તથા મન વડે પદાર્થોનો જે સામાન્ય બોધ થાય છે, તેને અચક્ષુદર્શન કહે છે. ૩. અવધિ-દર્શનઃ 'અવધિ-દર્શનાવરણીય-કર્મનો ક્ષયોપશમ થવાથી ઇન્દ્રિય અને મનની સહાયતા વિના રૂપી દ્રવ્યનો જે સામાન્ય બોધ થાય છે તેને અવધિ-દર્શન કહે છે. આ અવધિજ્ઞાનનું સહવર્તી છે. ૪. કેવલ-દર્શનઃ કેવલ-દર્શનાવરણીય-કર્મનો ક્ષય થવાથી આત્માને જે સર્વ પદાર્થોનો સામાન્ય બોધ થાય છે, તેને કેવલ-દર્શન કહે છે. એ કેવલ-દર્શનનું સહવર્તી છે. પ્રશ્ન-ચક્ષુ:દર્શન અને અચક્ષુદર્શન ન કહેતાં માત્ર ઇન્દ્રિયદર્શન કહી દેવામાં આવે તો એકમાં જ પાંચેય ઇન્દ્રિયોનો સમાવેશ થઈ જાય. જો એમ અભિપ્રેત નહોતું તો પાંચેય ઇન્દ્રિયોના પાંચ ભેદ કેમ કરવામાં ન આવ્યા? ઉત્તર—દર્શનની વ્યવસ્થા વસ્તુના સામાન્ય અને વિશેષ– આ બે સ્વભાવોના આધાર પર થઈ છે. ચક્ષુ:દર્શન જો કે સામાન્યબોધ છે તો પણ અન્ય ઇન્દ્રિયોની અપેક્ષાએ તે અધિક વિશ્વસ્ત છે. તેમાં વિશેષતાની કંઈક ઝલક આવી જાય છે, તેને જ ધ્યાનમાં રાખીને ચક્ષુદર્શનને અન્ય ઇન્દ્રિયોથી જુદુ રાખવામાં આવ્યું છે. પ્રશ્ન-મન:પર્યવ-જ્ઞાનની જેમ મન:પર્યવ-દર્શન કેમ નહીં? ઉત્તર–મન:પર્યવ-જ્ઞાન માત્ર મનોગત પર્યાયોનું જ જ્ઞાન કરાવે છે. તેનો વિષય માનસિક અવસ્થાઓ છે જે વિશેષ જ છે. આથી સામાન્ય બોધ અર્થાત્ મન:પર્યવ-દર્શન હોઈ શકે નહીં. પ્રશ્ન-ઈન્દ્રિય-જ્ઞાન, ચક્ષુ -અચક્ષુ-દર્શન, ઇન્દ્રિય-પર્યાપ્તિ અને ઇન્દ્રિય-પ્રાણમાં શું તફાવત છે? ર જીવ-અજીવ પર છે. Jain Educationa International For Personal and Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર–ઇન્દ્રિય-જ્ઞાન બે પ્રકારનું હોય છે સાકાર અને નિરાકાર. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી જ જ્ઞાન પ્રાપ્ત થાય છે તે સાકાર હોય છે અને દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી જે બોધ થાય છે તે અનાકાર હોય છે. પર્યાય (અવસ્થા) સહિત દ્રવ્યનું જે જ્ઞાન કરવામાં આવે છે તે સાકાર હોય છે અને પર્યાયરહિત દ્રવ્યનું જે જ્ઞાન કરવામાં આવે છે તે અનાકાર હોય છે. સ્પર્શ આદિનો વિશેષ બોધ જેના વડે કરવામાં આવે છે તે ઇન્દ્રિય વિશેષ બોધ છે અને જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ છે. જેના વડે સ્પર્શ આધિનો સામાન્ય બોધ કરવામાં આવે છે તે ચક્ષુ-અચકુ-દર્શન છે અને દર્શનાવરણીય કર્મનો ક્ષયોપશમ છે. જન્મ ધારણ વખતે જે પુગલો વડે ઇન્દ્રિયોનો આકાર બને છે, તે ઇન્દ્રિય-પર્યાપ્તિ છે અને નામ-કર્મનો ઉદય છે. જ્ઞાન અને દર્શનની પ્રાપ્તિમાં જેમ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીયનો ક્ષય-ક્ષયોપશમ અપેક્ષિત છે, તેમ જ અંતરાયનો ક્ષય-ક્ષયોપશમ પણ અપેક્ષિત છે. ઇન્દ્રિય-પ્રાણ ઇન્દ્રિય-જ્ઞાનની શક્તિ છે. તે અંતરાય-કર્મના લયોપશમથી પ્રાપ્ત થાય છે. પ્રશ્ન–શરીર, સ્પર્શનેન્દ્રિય, કાયબલ અને કાયયોગમાં શું તફાવત છે? - ઉત્તર–શરીર એ ઔદારિક વગેરે વર્ગણાથી બનતી પૌગલિક રચના છે અને જેટલું દશ્યમાન છે તેટલા સ્થાનમાં છે. સ્પર્શનેન્દ્રિય એના બે ભેદ છે દ્રવ્ય અને ભાવ. દ્રવ્ય-સ્પર્શનઇન્દ્રિય આંગળીના અસંખ્યાતમા ભાગ જેટલી છે અને તે નામકર્મના ઉદયથી થાય છે. ભાવ-સ્પર્શન-ઇન્દ્રિય સ્પર્શનને જાણવાની શક્તિ છે અને તે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી થાય છે. સ્પર્શન-ઇન્દ્રિય સમગ્ર શરીરમાં ફેલાયેલી છે. તેનાથી પ્રાણીને સ્પર્શનો અનુભવ થાય છે. શરીરનો કોઈ ભાગ એવો નથી જેમાં સ્પર્શન-ઇન્દ્રિય વિદ્યમાન ન હોય. શરીર અથવા કાય વિના સ્પર્શન-ઇન્દ્રિય ટકી શકતી નથી. છતાં પણ શરીર અને સ્પર્શન-ઈન્દ્રિય બે જુદી વસ્તુઓ છે. કાયબલ એ શરીરને પ્રવૃત્ત કરનારી શક્તિ છે. તે અંતરાય-કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. કાયયોગ-આ હલન-ચલનની પ્રવૃત્તિ છે. = 0 નવમો બોલ ૫૩ દ == = Jain Educationa International For Personal and Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ દસમો બોલ કર્મ આઠ ૧. જ્ઞાનાવરણીય ૨. દર્શનાવરણીય ૩. વેદનીય ૪. મોહનીય ૫. આયુષ્ય ૬. નામ ૭. ગોત્ર ૮. અંતરાય જીવ ચેતનામય અરૂપી પદાર્થ છે. તેની સાથે લાગેલા સૂક્ષ્મ મલાવરણને કર્મ કહે છે. કર્મ પુદ્ગલ છે, જડ છે. કર્મના પરમાણુઓને કમંદળ કહેવામાં આવે છે. આત્મા પર લાગેલી રાગદ્વેષરૂપી ચિકાશ અને યોગરૂપી ચંચળતાને કારણે કર્મ પરમાણુ આત્માની સાથે ચોંટી જાય છે. કર્મબળ આત્માની સાથે અનાદિકાળથી ચોટેલા છે. તેમાંથી કેટલાંક છૂટા પડે છે, તો કેટલાંક નવાં ચોંટી જાય છે. આ રીતે આ ક્રિયા બરાબર ચાલુ રહે છે. મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગના કારણે આત્મા કર્મ-વર્ગણા ગ્રહણ કરે છે અને તે જ કર્મ છે. કર્મ-વર્ગણા એક જીવ-અજીવ ૫૪ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ પ્રકારની અત્યંત સૂક્ષ્મ રજ છે જેને સર્વજ્ઞ અથવા અવધિજ્ઞાની જ જાણી શકે છે. કર્મની પરિભાષાઓ શુભ અને અશુભ પ્રવૃત્તિ વડે આકૃષ્ટ અને સંબંધિત થઈને જે પુગલ આત્માના સ્વરૂપને આવૃત્ત કરે છે, વિકૃત કરે છે અને શુભાશુભ ફળના કારણ બને છે (શુભાશુભ રૂપે ઉદયમાં આવે છે–) આત્મા દ્વારા ગૃહીત આ પુગલોનું નામ છે-કર્મ. જો કે આ પુગલો એકરૂપ છે તો પણ તેઓ જે આત્મગુણને આવૃત્ત, વિકૃત કે પ્રભાવિત કરે છે, તેના અનુસાર જ તે પુદ્ગલોનું નામ પડી જાય છે. આત્માના આઠ ગુણ છે—કેવલજ્ઞાન, કેવલદર્શન, આત્મિક સુખ, લાયક સખ્યત્વ, અટલ અવગાહન, અમૂર્તિકપણું , અગુરુલઘુપણું અને લબ્ધિ. આત્માનો પહેલો ગુણ છે-કેવલજ્ઞાન. તેને રોકનારા પુદ્ગલોનું નામ છે—જ્ઞાનાવરણીય કર્મ. સંસારમાં જેટલા આત્માઓ છે, તે બધામાં અનંત જ્ઞાન વિદ્યમાન છે, પરંતુ જ્યાં સુધી જ્ઞાનાવરણીય કર્મ ક્ષીણ નથી થતું ત્યાં સુધી તે જ્ઞાન કર્મથી આવૃત્ત રહે છે. અને કર્મના ક્ષીણ થવાથી જ કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આત્માનો બીજો ગુણ છે—કેવલદર્શન. આ પણ જ્ઞાનની માફક સર્વ આત્માઓમાં વિદ્યમાન છે. આ બીજા ગુણને આવૃત્ત કરનાર કર્મપુદ્ગલોનું નામ છે–દર્શનાવરણીય કર્મ. આ કર્મના ક્ષીણ થવાથી જ કેવલદર્શનની પ્રાપ્તિ થાય છે. આત્માનો ત્રીજો ગુણ છે–આત્મિક સુખ. તેને રોકનારા પુદ્ગલોનું નામ છે–વેદનીય કર્મ. આત્માનો ચોથો ગુણ છે–સમ્ય-શ્રદ્ધા. તેને રોકનારા પુગલોનું નામ છે––મોહનીય કર્મ. : આત્માનો પાંચમો ગુણ છે–અટલ અવગાહન. આ શાશ્વતસ્થિરતાને રોકનારા પુગલોનું નામ છે–આયુષ્ય કર્મ. આત્માનો છઠ્ઠો ગુણ છે–અમૂર્તિકપણું. તેને રોકનારા = = છ દસમો બોલ ૫૫ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલોનું નામ છે–નામકર્મ. નામકર્મના ઉદયથી જ શરીર મળે છે. શરીર-સમાવિષ્ટ અમૂર્ત આત્મા પણ મૂર્ત જેવો પ્રતીત થવા લાગે છે. આત્માનો સાતમો ગુણ છે–અગુરુલઘુપણું (ન નાનાપણું, ન મોટાપણું). તેને રોકનારા પુદ્ગલોનું નામ છે—ગોત્રકમ. આત્માનો આઠમો ગુણ છે—લબ્ધિ. તેને રોકનારા પુદ્ગલોનું નામ છે–અંતરાયકર્મ. કર્મ-વર્ગણાના પુદ્ગલો (કર્મયોગ્ય પુદ્ગલ) ચતુઃસ્પર્શી હોય છે, અષ્ટ-સ્પર્શી નહીં. પ્રાણીઓ સાથે સંબંધ રાખનારા વિશ્વના સમસ્ત યુગલોને બે વિભાગમાં વિભાજિત કરી શકાય છે: ૧. અષ્ટ-સ્પર્શી–તે પુગલો કે જેમાં વર્ણ, ગંધ, રસની સાથે હલકાપણું, ભારેપણું વગેરે આઠેય સ્પર્શ હોય. ૨. ચતુ-સ્પર્શી–તે પુગલો જેમનામાં વર્ણ, ગંધ, રસ તથા શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રુક્ષ આ ચાર સ્પર્શ હોય. કર્મના બે વર્ગો આત્માની સાથે ચોંટનારા કર્મયુગલોને બે ભાગમાં વહેંચી નાખવામાં આવ્યા છે—–ઘાતિ કર્મ અને અઘાતિ કર્મ. ઘાતિ કર્મ–જે કર્મપુદ્ગલ આત્માને ચોંટીને આત્માના મુખ્ય કે સ્વાભાવિક ગુણોનો ઘાત કરે છે–તેમને હણે છે, તેમને ઘાતિકર્મ કહે છે. આ કમનો મૂલોચ્છેદ થવાથી જ આત્મા સર્વજ્ઞ કે સર્વદર્શી બની શકે છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય–આ ચાર ઘાતિ-કર્મ કહેવાય છે. અઘાતિ કર્મ–જે કર્મ આત્માના મુખ્ય ગુણોનો ઘાત નથી કરતાં, તેમને હાનિ નથી પહોંચાડતાં, તે અઘાતિ-કર્મ કહેવાય છે. ઘાતિ-કર્મના અભાવમાં આ કમોં ઉછરતાં નથી, તે જ જન્મમાં નામશેષ થઈ જાય છે. વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર–આ ચાર અઘાતિ-કર્મ છે. કર્મો અને તેમનું કાર્ય ૧. જ્ઞાનાવરણીય-કર્મ આંખ પરના પાટા સમાન છે. જે રીતે = ==. જીવ-અજીવ ૫૬ દર Jain Educationa International For Personal and Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ આંખ ઉપર પાટો બાંધવાથી જોવામાં અડચણ પડે છે, તેવી જ રીતે જ્ઞાનાવરણીય-કર્મ જાણવામાં અડચણ ઊભી કરે છે. ૨. દર્શનાવરણીય-કર્મ પ્રતિહારી સમાન છે. જેમ પ્રતિહારી રાજાના દર્શનમાં વિઘ્ન નાખે છે, તેવી જ રીતે દર્શનાવરણ-કર્મ જાણવામાં વિઘ્ન કરે છે. ૩. વેદનીય-કર્મ મધ લગાડેલી તલવારની ધાર જેવું છે. જે રીતે મધ લગાડેલી તલવારની ધારને ચાટવાથી સ્વાદ આવે છે તેની સમાન સાતાવેદનીય છે; અને જીભ કપાઈ જાય છે તેની સમાન અસતાવેદનીય છે. ૪. મોહનીય-કર્મ મદ્યપાન કરવા સમાન છે. જે રીતે મદ્યપાન કરનારાને સુધબુધ રહેતી નથી, તેવી જ રીતે મોહનીય-કર્મના ઉદયથી જીવોની તત્ત્વશ્રદ્ધા વિપરીત થઈ જાય છે અને વિષયભોગોમાં આસક્તિ રહે છે. ૫. આયુષ્યકર્મ બેડી કે હેડ સમાન છે. જે રીતે લાકડાની હેડમાં પુરાયેલો આદમી તેને તોડ્યા વિના નીકળી નથી શકતો, તેવી જ રીતે આયુષ્યકર્મને પૂરું ભોગવ્યા વિના જીવ એક ભવમાંથી બીજા ભવમાં જઈ નથી શકતો અને આયુષ્યકર્મનો ક્ષય કર્યા વિના મોક્ષ પણ પામી શકતો નથી. ૬. નામકર્મ ચિત્રકાર સમાન છે. જે રીતે ચિત્રકાર નવાં-નવાં ચિત્રોનું નિર્માણ કરે છે, તેવી જ રીતે નામકર્મના ઉદયથી વિવિધ પ્રકારનાં શરીર, વિવિધ પ્રકારનાં રૂપ અને જાત-જાતનાં અંગોપાંગ આદિનું નિર્માણ થાય છે. ૭. ગોત્રકર્મ કુંભાર જેવું છે. જે રીતે કુંભાર નાના-મોટા જેવા ઇચ્છે તેવા ઘડા બનાવે છે, તેવી જ રીતે ગોત્રકર્મના ઉદયથી જીવ સારી દષ્ટિથી જોવાતા, તુચ્છ દૃષ્ટિથી જોવાતા અને ઊંચ-નીચ વગેરે બને છે. ૮. અંતરાયકર્મ રાજાના ભંડારી (કોશાધ્યક્ષ) જેવું છે. જે રીતે રાજાનો આદેશ થાય તો પણ ભંડારી વિના કોઈ વસ્તુ મળતી નથી, તેવી જ રીતે અંતરાયકર્મ દૂર થયા વિના ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થઈ શકતી નથી. દસમો બોલ ૫૭ ૩ = Jain Educationa International For Personal and Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ કર્મ-બંધના હેતુ પાંચ આશ્રવો છે? ૧. વિપરીત શ્રદ્ધા કરવી (મિથ્યાત્વ). ૨. આશા-વાંછા કરવી (અવિરતિ). ૩. આત્મ-શુદ્ધિમાં અનુત્સાહ રાખવો (પ્રમાદ). ૪. ક્રોધ, માન, માયા અને લોભ વડે આત્માને મલિન રાખવો (કષાય). ૫. સત્-અસત્ પ્રવૃત્તિ કરવી (યોગ). આ કારણોમાં પ્રાણીઓની સમસ્ત ક્રિયાઓનું વર્ગીકરણ કરાયું છે. સાધારણ બુદ્ધિવાળી વ્યક્તિ આ બધાને યથાર્થ રૂપે હૃદયંગમ કરી શકે નહીં. એટલા માટે કર્મબંધના હેતુઓનું વિસ્તૃત વર્ણન કરવું આવશ્યક છે. તેમની પૂર્તિ માટે જ પ્રત્યેક કર્મબંધના પૃથકપૃથક કારણો બતાવવામાં આવ્યા છે. જેમ કે – જ્ઞાનાવરણીય કર્મબંધના કારણો ૧. જ્ઞાન-પ્રત્યુનીકતા–જ્ઞાન અથવા જ્ઞાની સાથે પ્રતિકૂળ વ્યવહાર કરવો. ૨. જ્ઞાન-નિદ્વવ—જ્ઞાન તથા જ્ઞાનદાતાનો અપલાપ કરવો અર્થાત્ જ્ઞાનીને કહેવું કે જ્ઞાની નથી. ૩. જ્ઞાનાન્તરાય–જ્ઞાનને પ્રાપ્ત કરવામાં વિઘ્ન નાખવું. ૪. જ્ઞાનપ્રષ–જ્ઞાન કે જ્ઞાનીનો દ્વેષ કરવો. ૫. જ્ઞાન-આશાતના–જ્ઞાન કે જ્ઞાનીની અવહેલના કરવી. ૬. જ્ઞાન-વિસંવાદન–જ્ઞાન કે જ્ઞાનીના વચનોમાં વિસંવાદ અર્થાત્ વિરોધ દર્શાવવો. દર્શનાવરણીય કર્મ-બંધના કારણો ઃ ૧. દર્શન-પ્રત્યનીકતા–દર્શન કે દર્શની પ્રતિ પ્રતિકૂળતા રાખવી. ૨. દર્શન-નિદ્ભવ–દર્શન કે દર્શનદાતાનો અપલાપ કરવો અર્થાત્ દર્શનીને કહેવું કે તે દર્શની નથી. ૩. દર્શનાત્તરાય–દર્શનને પ્રાપ્ત કરવામાં વિદન નાખવું. ૪. દર્શન-પ્રષ–દર્શન કે દર્શની તરફ દ્વેષ રાખવો. = ( જીવ-અજીવ ૫૮ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫. દર્શન-આશાતના—દર્શન કે દર્શનીની અવહેલના કરવી. ૬. દર્શન-વિસંવાદન—દર્શન કે દર્શનીના વચનોમાં વિસંવાદ અર્થાત્ વિરોધ દેખાડવો. વેદનીય કર્મ-બંધના કારણો ઃ (ક) સાતાવેદનીય કર્મના કારણ છ છે—પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વ~તેના પર અનુકંપા કરવી, અર્થાત્— ૧. પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વોને પોતાની અસત્ પ્રવૃત્તિથી દુઃખ ન દેવું. ૨. પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વોને હીન ન બનાવવા. ૩. પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વોના શરીરને હાનિ પહોંચાડનાર શોક પેદા ન કરવો. ૪. પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વોને સતાવવા નહીં. ૫. પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વો પર લાકડી વગેરેથી પ્રહાર ન કરવો. ૬. પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વોને પરિતાપિત ન કરવા. (ખ) ઉક્ત કામો કરવાથી સાતાવેદનીય કર્મનો બંધ થાય છે. મોહનીય કર્મ-બંધના કારણો ઃ : તીવ્ર ક્રોધ, તીવ્ર માન, તીવ્ર માયા, તીવ્ર લોભ, તીવ્ર દર્શનમોહ, તીવ્ર ચારિત્રમોહ, તીવ્ર મિથ્યાત્વ. હાસ્ય, રતિ આદિ તીવ્ર નો-કષાય. આયુષ્ય-કર્મ-બંધના કારણો : (ક) નરકાયુ બંધાવા માટે ચા૨ કારણ છે ઃ ૧. મહાઆરંભ, ૨: મહાપરિગ્રહ, ૩. પંચેન્દ્રિય-વધ અને ૪. માંસાહાર. (ખ) તિર્યંચાયુ બંધાવા માટે ચાર કારણ છે : ૧. માયા કરવી, ૨. ગૂઢ માયા (એક કપટ ઢાંકવા માટે બીજું કપટ કરવું), ૩. અસત્ય વચન બોલવું, ૪. કૂટ તોલમાપ કરવા. (ગ) મનુષ્યઆયુ બંધાવા માટે ચાર કારણ છે : ૧. प्राणाद्वित्रिचतुः प्रोक्ताः भूतास्तु तरवः स्मृताः । નીવા : વેન્દ્રિયા જ્ઞેયા:, શેષા: સત્ત્વા વીરિતા ॥ દસમો બોલ ૦ ૫૯ Jain Educationa International For Personal and Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ ૧. સરળ પ્રકૃતિ હોવી, ૨. પ્રકૃતિવિનીત હોવું, ૩. દયાના પરિણામો રાખવા, ૪. ઈર્ષ્યા ન કરવી. (ઘ) દેવાયું બંધાવા માટે ચાર કારણ છે : ૧. સરાગ-સંયમ–રાગયુક્ત સંયમ પાળવો (આયુષ્યનો બંધ ન તો રાગથી થાય છે કે ન સંયમથી થાય છે, તે તો સરાગી સંયમીની તપશ્ચર્યાથી થાય છે અને અભેદોપચારથી તેને સરાગ-સંયમ કહેવામાં આવે છે.) ૨. સંયમસંયમશ્રાવકપણું પાળવું. ૩. બાલ-તપસ્યા–મિથ્યાત્વીની તપસ્યા. ૪. અકામ-નિર્જરા–મોક્ષની ઇચ્છા વિના જે કંઈ તપસ્યા કરવી. નામ-કર્મ-બંધના કારણોઃ. (ક) શુભ નામકર્મ બંધાવા માટે ચાર કારણ છે : ૧. કાય-ઋજુતા–બીજાને ઠગવા માટેની શારીરિક ચેષ્ટા ન કરવી. ૨. ભાવ-ઋજુતા-બીજાને ઠગવા માટેની માનસિકચેષ્ટા ન કરવી. ૩. ભાષા-ઋજુતા–બીજાને ઠગવા માટેની વચનચેષ્ટા ન કરવી. ૪. અવિસંવાદનયોગ–કથની અને કરણીમાં વિસંવાદ ન રાખવો. (ખ) ઉક્ત કાર્યો કરવાથી અશુભ નામકર્મ બંધાય છે. ગોત્ર કર્મ-બંધના કારણોઃ ગોત્ર કર્મબંધના આઠ કારણો છે: ૧. જાતિ, ૨. કુળ, ૩. બળ, ૪. રૂ૫, ૫. તપસ્યા, ૬. શ્રુત (જ્ઞાન), ૭. લાભ, ૮. ઐશ્વર્ય. આ બધાનો મદ ન કરવો ઉચ્ચ-ગોત્ર-બંધનું કારણ છે અને મદ કરવો નીચ-ગોત્ર-બંધનું કારણ છે. અંતરાય કર્મ-બંધના કારણોઃ અંતરાય કર્મબંધના કારણે પાંચ છે– ૧. દાન, ૨. લાભ, ૩. ભોગ, ૪. ઉપભોગ, ૫. વીર્ય (ઉત્સાહ અથવા સામર્થ્ય)–આ બધામાં વિઘ્ન નાખવું. સ જીવ-અજીવ ૬૦ ૩. Jain Educationa International For Personal and Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ કર્મોની મુખ્ય અવસ્થાઓઃ ૧. બંધ, ૨. ઉદ્વર્તન, ૩. અપવર્તન, ૪. સત્તા, ૫. ઉદય, ૬. ઉદીરણા, ૭. સંક્રમણ, ૮. ઉપશમન, ૯. નિધત્તિ, ૧૦. નિકાચના. કમની આ દસ મુખ્ય અવસ્થાઓ છે. ૧. બંધ –જીવના અસંખ્ય પ્રદેશો છે. મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગના નિમિત્તથી જીવના અસંખ્યાત પ્રદેશોમાં કંપન પેદા થાય છે. આ કંપનના ફળસ્વરૂપે જે ક્ષેત્રમાં આત્મપ્રદેશ છે, તે ક્ષેત્રમાં વિદ્યમાન અનંતાનંત કર્મયોગ્ય પુગલ જીવના એકએક પ્રદેશની સાથે ચોંટી જાય છે, બંધાઈ જાય છે. જીવપ્રદેશોની સાથે આ કર્મયુગલોનું આ રીતે ચોંટી જવું (બંધાઈ જવું) જ બંધ કહેવાય છે. જીવ અને કર્મનો આ સંબંધ બરાબર એવો છે જેવો દૂધ અને પાણીનો, અગ્નિ અને તપ્ત લોકપિંડનો. આ પ્રકારે આત્મપ્રદેશોની સાથે બંધને પામેલાં કાર્મણ-વર્ગણાના પુગલો જ કર્મ કહેવાય છે. બંધના ચાર ભેદ છે– (ક) પ્રકૃતિ-બંધ–જીવની શુભ પ્રવૃત્તિ સમયે ગ્રહણ કરવામાં આવેલા કર્મ-પુગલ શુભ તથા અશુભ પ્રવૃત્તિ સમયે ગ્રહણ કરાયેલાં કર્મ-પુદ્ગલ અશુભ હોય છે. કર્મ-પુગલોનો જીવની સાથે સંબંધ થવાથી જ્ઞાનને રોકવાનો સ્વભાવ, દર્શનને રોકવાનો સ્વભાવ–આ રીતે ભિન્ન-ભિન્ન સ્વભાવનું થયું તે પ્રકૃતિ-બંધ કહેવાય છે. (ખ) સ્થિતિ-બંધ–જીવ વડે જે શુભાશુભ કર્મ-પુદ્ગલ ગ્રહણ કરાયેલાં હોય, તે અમુક કાળ સુધી પોતાના સ્વભાવને કાયમ રાખીને જીવપ્રદેશોની સાથે બંધાયેલાં રહેશે, તે પછી તેઓ શુભ કે અશુભ રૂપમાં ઉદયમાં આવશે, આ રીતે કર્મોનું નિશ્ચિત કાળ સુધી જીવની સાથે બંધાઈ જવું તે સ્થિતિ-બંધ છે. (ગ) અનુભાગ-બંધ(રસબંધ)–કેટલાક કર્મ તીવ્ર રસથી બંધાય છે અને કેટલાક મંદ રસથી. શુભાશુભ કાર્ય કરતી વખતે જીવની જેટલી માત્રામાં તીવ્ર કે મંદ પ્રવૃત્તિ રહે છે, તેને અનુરૂપ કર્મ પણ બંધાય છે અને તેમાં ફળ દેવાની પણ તેવી જ શક્તિ હોય છે. (ઘ) પ્રદેશ-બંધ–ભિન્ન-ભિન્ન કર્યદળોમાં પરમાણુઓની = = . દસમો બોલ૦ ૬૧ દ. Jain Educationa International For Personal and Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ સંખ્યાનું ન્યૂનાધિક હોવું તે પ્રદેશ-બંધ છે. ગ્રહણ કરવામાં આવતા ભિન્ન-ભિન્ન સ્વભાવમાં પરિણત થનાર કર્મ-પુદ્ગલ-રાશિ સ્વાભાવાનુસાર અમુક-અમુક પરિમાણમાં વહેંચાઈ જાય છે–આ પરિમાણ-વિભાગ જ પ્રદેશ-બંધ કહેવાય છે. જીવ સંખ્યાત, અસંખ્યાત પરમાણુઓથી બનેલા કર્મ-પુગલોને ગ્રહણ નથી કરતો, પરંતુ અનંત પરમાણુવાળા સ્કન્ધને ગ્રહણ કરે છે. (૨) ઉદ્વર્તન—સ્થિતિ-બંધ અને અનુભાગ-બંધના વધવાને ઉદ્ધર્તના કહે છે. (૩) અપવર્તન—સ્થિતિ-બંધ અને અનુભાગ-બંધના ઘટવાને અપવર્તના કહે છે. ઉદ્વર્તના અને અપવર્તનાને કારણે કોઈ કર્મ શીઘ્ર ફળ આપે છે અને કોઈ લાંબા ગાળે, કોઈનું ફળ તીવ્ર હોય છે અને કોઈનું મંદ. (૪) સત્તા–બંધાયા બાદ કર્મનું ફળ તત્કાળ નથી મળતું, કેટલાક સમય પછી મળે છે. કર્મ જ્યાં સુધી ફળ ન દેતાં અસ્તિત્વ રૂપમાં રહે છે ત્યાં સુધી તેને સત્તા કહે છે. (૫) ઉદય—સ્થિતિ-બંધ પૂર્ણ થયા પછી જ્યારે કર્મ શુભ કે અશુભ રૂપમાં ભોગવવામાં આવે છે ત્યારે તેને ઉદય કહે છે. તે (ઉદય) બે પ્રકારનો હોય છે–ફલોદય અને પ્રદેશોદય, જે કર્મ પોતાનું ફળ આપીને પછી નષ્ટ થઈ જાય છે તેને ફલોદય કે વિપાકોદય કહે છે. જે કર્મ ઉદયમાં આવીને પણ ફળ દીધા વિના નષ્ટ થઈ જાય છે, માત્ર આત્મપ્રદેશોમાં જ ભોગવી લેવાય છે, તેને પ્રદેશોદય કહે છે. (૬) ઉદીરણા–અબાધાકાલ પૂર્ણ થયા પછી જે કર્મદલિક પછી ઉદયમાં આવનારા છે, તેમને પ્રયત્નવિશેષથી ખેંચીને ઉદય પ્રાપ્ત દલિકોની સાથે જ ભોગવી લેવાં તે ઉદીરણા છે. ઉદીરણાને માટે અપવર્તના વડે કર્મની સ્થિતિને ઓછી કરી નાખવામાં આવે છે. (૭) સંક્રમણને પ્રયત્નથી કર્મની ઉત્તર-પ્રવૃતિઓ પોતાની સજાતીય -પ્રકૃતિઓમાં બદલાઈ જાય છે, તેને સંક્રમણ કહે છે. એક કર્મ-પ્રકૃતિનું બીજી સજાતીય-કર્મ-પ્રકૃતિમાં પરિવર્તિત થવું તે સંક્રમણ છે. ક્રોધનું માનના રૂપમાં અને માનનું ક્રોધના રૂપમાં બદલાઈ જવું સંક્રમણ છે. આયુષ્ય-કર્મનું સંક્રમણ થતું નથી. દર્શન = ત જીવ-અજીવ, ૬ર = = Jain Educationa International For Personal and Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ મોહ અને ચારિત્ર-મોહનું પરસ્પર સંક્રમણ થતું નથી. (૮) ઉપશમ–મોહ-કર્મની સર્વથા અનુદયાવસ્થાને ઉપશમ કહે છે. જે સમયે મોહનીય-કર્મનો પ્રદેશોદય અને વિપાકોદય નથી રહેતો, તે અવસ્થાને ઉપશમ કહે છે. (૯) નિધત્તિ–જેમાં ઉદ્વર્તન, અપવર્તન સિવાય સંક્રમણ વગેરે ન હોય તેને નિધત્તિ કહે છે. (૧૦) નિકાચના–જે કમનું ફળ નિશ્ચિત સ્થિતિ અને અનુભાગના આધારે ભોગવવામાં આવે છે, જેના વિપાકને ભોગવ્યા વિના છૂટકારો નથી મળી શકતો, તે નિકાચિત કર્મ કહેવાય છે. તેમનો આત્મા સાથે ખૂબ ગાઢ સંબંધ થાય છે. તેમના ઉદ્વર્તન, અપવર્તન, ઉદીરણા વગેરે નથી હોતાં. જૈન સિદ્ધાંતમાં કર્મવાદનું તે સ્થાન છે જે વ્યાકરણમાં વિભક્તિઓનું છે. સંસારી પ્રાણીઓની વિવિધતાનું કારણ કર્મ જ છે. કોઈ વિદ્વાન છે, કોઈ મૂર્ખ છે, કોઈ આસક્ત છે, કોઈ વિરક્ત છે, કોઈનો જન્મ થાય છે, કોઈનું મૃત્યુ થાય છે, કોઈનો સંયોગ, કોઈનો વિયોગ, કોઈનો સત્કાર, કોઈનો તિરસ્કાર. વિદ્વાન ધનહીન છે અને મૂર્ખ ધનવાન છે. કોઈ લેખક છે, કવિ નથી. કોઈ કવિ છે, વક્તા નથી. કોઈ લેખક છે, કવિ પણ છે, વક્તા પણ છે. કોઈ યોગ્યતા ન હોવા છતાં પણ સ્વામી છે અને યોગ્યતાવાળો સેવક છે–ઈત્યાદિ અગણિત વિવિધતાઓ છે. તેમનો આંતરિક હેતુ કર્મ છે. પરિસ્થિતિના સહયોગથી તે પ્રગટ થઈને જીવનને પ્રભાવિત કરે છે. અમૂર્તિ અને મૂર્તિનો સંબંધ કેવી રીતે? કર્મ આત્મા પર અનાદિકાળથી ચોંટેલાં છે. કોઈપણ સંસારી આત્મા કર્મ વિના એક ક્ષણ પણ સંસારમાં ટકતો નથી. જેટલા કર્મ-પુગલ આત્માને ચોંટ્યાં છે, તે બધા અવધિ-સહિત હોય છે. કોઈપણ એક કર્મ અનાદિકાળથી આત્મા સાથે એકરસ થઈને રહેતું નથી. ફલતઃ આપણે એમ કહેવું પડશે કે આત્મા સાથે કર્મોનો સંબંધ પ્રવાહરૂપે અનાદિ અને ભિન્ન-ભિન્ન વ્યક્તિ રૂપે સાદિ છે. તર્કશાસ્ત્રનો આ એક નિયમ છે કે જે અનાદિ હોય છે, તેનો કદી અંત નથી હોતો. એ પણ આપણે જાણીએ છીએ કે આત્માઓ = કે દસમો બોલ - ૬૩ Jain Educationa International For Personal and Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ અનાદિકાલીન કર્મબંધન તોડીને મુક્ત બને છે. આનું સમાધાન એ શબ્દોમાં જ થઈ ચૂક્યું છે કે આત્મા અને કર્મનો સંબંધ પ્રવાહરૂપે અનાદિ છે, વ્યક્તિરૂપે નહીં. અચેતન અને રૂપી કર્મ-પુગલ ચેતન અને અરૂપી આત્મા સાથે કેવી રીતે સંબંધ કરે છે, તે પણ કોઈ ન ઘટનારી વાત નથી. જો કે આત્મા સ્વરૂપતાઃ અમૂર્ત છે, તો પણ સંસારી આત્માનું સ્વરૂપ કમવૃત્ત હોવાને કારણે પૂર્ણરૂપે પ્રગટ થતું નથી. આથી કરીને સંસારમાં રહેલ આત્માઓને કથંચિત (કોઈ દષ્ટિકોણથી) મૂર્ત પણ માનવામાં આવે છે. કર્મનો સંબંધ આ કોટિના આત્માઓ સાથે જ હોય છે. જે આત્માઓ સર્વથા અમૂર્ત—કર્મમુક્ત થઈ જાય છે, તેમની સાથે કર્મ ફરી સંબંધ જોડી શકતા નથી. આનો સાર એટલો જ કે કર્મયુક્ત આત્માને કર્મ લાગે છે. એમ પૂછી શકાય કે આત્માને પહેલામાં પહેલી વાર કર્મ કેવી રીતે લાગ્યાં? પણ જયારે આપણે આત્મા અને કર્મની પહેલ સુધી પહોંચી જ નથી શકતા, કેમ કે તેમનો પ્રારંભ છે જ નહિ, ત્યારે શ્રીગણેશ કેવી રીતે બતાવીએ? આનો સમુચિત ઉત્તર એ જ છે કે આત્મા અને કર્મનો સંબંધ અપશ્ચાનુપૂર્વી છે અર્થાત્ એ સંબંધ ન તો પછીનો છે, ન પહેલાંનો. જો કર્મોની પહેલાં આત્માને માનીએ તો પછી તેને કર્મલાગવાનું કોઈ કારણ નથી મળતું. કર્મોને પણ આત્માની પહેલાં નહીં માની શકીએ કેમ કે તે કર્યા વિના થતાં નથી અને આત્મા વિના તેમનું કરવાનું સર્વથા અસંભવિત છે. આ બંનેનું એકી સાથે ઉત્પન્ન થવું પણ યુક્તિપુર:સર નથી. પહેલાં તો તેમને ઉત્પન્ન કરનાર જ નથી. બીજું કલ્પના કરો કે જો ઈશ્વરને તેમનો ઉત્પાદક માની લઈએ તો પણ આપણો કોયડો ઉકલતો નથી. ઉલટી એટલી વિકટ સમસ્યાઓ આપણી સામે આવીને ઊભી રહી જાય છે કે તેમનો હલ કાઢી શકાતો નથી. ઇશ્વરે શું સમાંથી અસનું નિર્માણ કર્યું કે સતુનું પરિવર્તન કર્યું? એસમાંથી સત્ અને સન્માંથી અસત્ થઈ નથી શકતાં, આ એક સર્વમાન્ય સિદ્ધાંત છે. સતુનું રૂપાંતર પણ શા માટે અને શાના વડે કરવામાં આવે? પહેલાં શું હતું અને પછી શું કર્યું? આનો કોઈ પણ સંતોષજનક જવાબ મળી શકતો નથી. આથી આનો અનાદિ (અપશ્ચાનુપૂર્વી) સંબંધ જ સંગત અને યુક્તિયુક્ત છે. છે. જીવ-અજીવ ૦૬૪ . Jain Educationa International For Personal and Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન–આત્મા અમૂર્ત (અરૂપી) છે અને કર્મ મૂર્ત (રૂપી) છે. તો પછી આ બે વિરોધી વસ્તુઓનો સંબંધ કેવી રીતે થઈ શકે ? ઉત્તર–અમૂર્ત આત્માની સાથે મૂર્ત કર્મનું બંધન થઈ શકે નહીં, પરંતુ સંસારી આત્માના એક-એક આત્મપ્રદેશ પર અનંતાનંત કર્મપરમાણુ ચોંટેલા હોય છે, આથી આત્મા અમૂર્ત હોવા છતાં કામણશરીરના સંબંધથી મૂર્ત જેવો હોય છે. તે કાર્મણ-શરીર પ્રવાહરૂપે અનાદિ સંબંધવાળું છે. તે કામણ-શરીરની વિદ્યમાનતામાં જ આત્માના કર્મ-પરમાણુ ચોટે છે. જ્યારે કાર્મણ-શરીરનો નાશ થઈ જાય છે ત્યારે આત્મા અમૂર્ત થઈ જાય છે અને એવા આત્માને કર્મ પણ પકડી શકતા નથી. તાત્પર્ય એ છે કે જ્યાં સુધી આત્મામાં કર્મબંધનું કારણ વિદ્યમાન રહે છે ત્યાં સુધી કામણ-શરીર વડે કર્મપુગલો આત્મા સાથે સંબંધ કરી શકે છે, અન્યથા નહીં. જો કે મુક્ત આત્માઓ પણ પુગલ-વ્યાપ્ત આકાશમાં સ્થિત છે, પરંતુ તે આત્માઓમાં કર્મબંધના કારણોનો અત્યંતાભાવ છે, એટલા માટે પુદ્ગલો ત્યાં રહેવા છતાં પણ ઉન્મુક્ત આત્માઓ સાથે સંબંધ કરી શકતા નથી અને સંબંધ વિના તેઓ આત્માનું કંઈ પણ કરી શકતા નથી. જે પુગલો આત્મપ્રવૃત્તિ દ્વારા ગ્રહણ કરવામાં નથી આવતા, એમ જ લોકમાં ફેલાયેલાં છે, તેમનામાં ફળ આપવાની શક્તિ હોતી નથી. સંસારી આત્માઓમાં કર્મ-બંધનું કારણ વિદ્યમાન હોય છે, આથી કર્મ-પુગલો તે આત્માઓ વડે ગ્રહણ કરવામાં આવે છે અને તે પુદ્ગલોનો આત્મા સાથે એકીભાવ થવાથી તેમનામાં ફળ દેવાની શક્તિ આવી જાય છે અને તેઓ યથાસમય પોતાનાં ફળ આપીને આત્માથી અલગ થઈ જાય છે. આથી આત્મા અને કર્મના સંબંધનો મુખ્ય હેતુ આત્માની તદનુકૂળ પ્રવૃત્તિ જ છે. આત્માની સાથે કર્મનો અનાદિ સંબંધ પ્રવાહરૂપે છે, વ્યક્તિરૂપે નહીં કેમ કે બધાં કર્મ અવધિ-સહિત હોય છે. કર્મ-પુદ્ગલોમાં કોઈ એક પણ એવું નથી જે અનાદિકાળથી આત્મા સાથે વળગ્યું હોય. સૌથી ઉત્કૃષ્ટ સ્થિતિ મોહનીય-કર્મની છે. તે પણ ઉત્કૃષ્ટ રૂપે ૭૦ ક્રોડાક્રોડ સાગર સુધી આત્માની સાથે સંબંધિત રહી શકે છે, તેનાથી અધિક નહીં. એટલા માટે આત્માની મુક્તિ થવામાં કોઈ પણ આપત્તિ નથી. = દસમો બોલ૦૬૫ = Jain Educationa International For Personal and Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ કર્મ-બંધ સહેતુક છે. જયાં સુધી કર્મબંધનું કારણ વિદ્યમાન રહે છે ત્યાં સુધી કર્મ બંધાતું જાય છે અને પોતાનું ફળ દેવાની અવધિ પૂરી થતાં અલગ થઈ જાય છે. જયારે આત્મા કર્મ-બંધના દ્વાર રોકી દે છે, કર્મબંધના કારણભૂત આશ્રવનો નિરોધ કરી દે છે, તે સમયે કર્મનો બંધ અટકી જાય છે અને જે કર્મ પહેલાનાં બાંધેલાં હોય છે, તે ઉદયમાં આવીને નષ્ટ થઈ જાય છે અથવા ઉદીરણાથી ઉદયમાં લાવીને નષ્ટ કરી દેવામાં આવે છે. આત્માની મુક્તિ થઈ જાય છે. પ્રશ્ન–કમાં જડ છે. તેઓ યથોચિત ફળ કેવી રીતે આપી શકે ? ઉત્તર–એ ઠીક છે કે કર્મ-પુગલ એમ નથી જાણતા કે અમુક આત્માએ આ કામ કર્યું છે એટલે તેને આ ફળ આપીએ. પરંતુ આત્મક્રિયા વડે જે શુભાશુભ પુદ્ગલ ખેંચાઈ આવે છે, તેમના સંયોગથી આત્માની તેવી જ પરિણતિ થઈ જાય છે કે જેનાથી આત્માને તદનુસાર ફળ મળી જાય છે. શરાબને નશો કરવાની તાકાતનો ક્યારે અનુભવ થાય છે અને ઝેર મારવાનું કામ ક્યારે શીખ્યું? છતાં પણ શરાબ પીવાથી નશો થાય છે અને ઝેર ખાવાથી મૃત્યુ. પથ્ય ભોજન આરોગ્ય દેવાનું જાણતું નથી અને દવા રોગ મટાડવાનું નથી જાણતી, છતાં પણ પથ્ય ભોજનથી સ્વાથ્યલાભ થાય છે અને ઔષધિસેવનથી રોગ મટી જાય છે. બાહ્ય રૂપમાં ગ્રહણ કરાયેલાં પુગલોની જ્યારે આટલી અસર થાય છે તો આંતરિક પ્રવૃત્તિથી ગૃહીત કર્મ-પુદ્ગલોની આત્મા પર અસર થવામાં સંદેહ કેવો ? ઉચિત સાધનોના સહયોગથી ઝેર અને ઔષધિની શક્તિમાં પરિવર્તન કરી શકાય છે, તે જ રીતે તપસ્યા આદિ સાધનોથી કર્મની ફળ દેવાની શક્તિમાં પણ પરિવર્તન કરી શકાય છે. અધિક સ્થિતિના તથા તીવ્ર ફળ દેનારા કર્મમાં પણ તેમની સ્થિતિ અને ફળ દેવાની શક્તિમાં અપવર્તના વડે ન્યૂનતા કરી શકાય છે. પ્રશ્ન–પ્રત્યેક આત્મા સુખ ઇચ્છે છે, દુઃખ નહીં. તો પછી તે પાપનું ફળ પોતે જ કેવી રીતે ભોગવશે? ઉત્તર–આ બાબતમાં એટલું કહેવું પૂરતું થશે કે સુખ અને દુઃખ આત્માના પુણ્ય-પાપ અનુસાર મળે છે કે ઈચ્છા અનુસાર? આ જીવ-અજીવ ૦ ૬૬ કે Jain Educationa International For Personal and Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ જો ઇચ્છાનુસાર મળે તો તો કર્મનામની કોઈ વસ્તુ જ નથી રહેતી. બસ જે કંઈ ઈચ્છા કરી, તે મળી ગયું. આવી હાલતમાં તો બસ ઇચ્છા જ સાર છે. ભલે તેને ચિંતામણિ કહીએ ભલે કલ્પવૃક્ષ. જો કર્મ જેવી કોઈ ચીજ હોય તો તો તદનુસાર જ ફળ મળશે. સારા કર્મનું સારું ફળ હશે, ખરાબનું ખરાબ. “વૃદ્ધિ મનુલારિણી'—જેવું કર્મ હોય છે તેવી જ બુદ્ધિ થઈ જાય છે. જેવી બુદ્ધિ હોય છે તેવું જ કામ કરવામાં આવે છે અને જેવું કામ કરવામાં આવે છે તેવું જ ફળ મળે છે–આ નાનકડા વાક્યથી આ વિષય અધિક સ્પષ્ટ થઈ જાય છે. આથી કર્મનું ફળ ભોગવવામાં કોઈ ન્યાયાધીશની જરૂર નથી. એક મનુષ્ય પોતાના પૂર્વકૃત કમોંના બળે હિંસા કરે છે, જૂઠું બોલે છે, ચોરી કરે છે, વ્યભિચાર-દુરાચાર–સેવન કરે છે. ન્યાયાધીશનું શું બગડી જતું હતું કે તેને કર્મનું ફળ દેવાના આ નિંદનીય કાર્યોમાં જોડવો પડ્યો ? ન્યાયાધીશ તો ખરાબ આદતોને છોડાવવા માટે કર્મનું ફળ આપે છે. તો પછી હિંસા, ચોરી વગેરે વડે કર્મફળ ભોગવવાનો રસ્તો કેમ પસંદ કરવામાં આવ્યો તે પરમ દયાળુ ન્યાયાધીશ ઈશ્વર દ્વારા? જૈન-દર્શન અનુસાર આ સૃષ્ટિ અનાદિ અને અનંત છે. આ સૃષ્ટિનો ન તો કદી આરંભ થયો હતો અને ન કદી અંત પણ થશે. આ સૃષ્ટિને ઉત્પન્ન કરનાર કોઈ નથી. અન્ય દર્શનો અનુસાર સંસાર સૃષ્ટિ છે–એક કાર્ય છે, એટલા માટે તેનો કર્યા પણ અવશ્ય છે અને તેનું જ નામ ઈશ્વર છે. આ તર્કને માની લેવાથી ઘણા નવા પ્રશ્નો ઊભા થાય છે. જેમ કે– જો પ્રત્યેક કાર્યનો સંચાલક ઇશ્વર હોય તો જીવોને સુખ-દુઃખ આપવામાં ઈશ્વર ઉપર પક્ષપાતી થવાનો દોષ લાગે છે. જે જીવો સુખી છે તેમના પર ઈશ્વરને પ્રેમ છે અને જે દુઃખી છે તેમના પ્રત્યે ઈશ્વરને દ્વેષ છે. આવા ઇશ્વરનો આત્મા રાગ-દ્વેષથી મલિન છે. આથી આપણે આવા ઇશ્વરને પરમાત્મા કેવી રીતે માનીએ? જો સૃષ્ટિ ઉત્પન્ન કરનારી કોઈ શક્તિને માનીએ તો તેનો કર્તા અથવા સ્વામી પણ કોઈને માનવો પડશે અને પછી તેનો પણ સ્વામી. આ રીતે એક પછી એક એવા સ્વામીઓની હાર ખડકાઈ જશે જે અનંત સુધી લાંબી થશે, છતાં પણ સ્વામીનો અંત નહીં આવે. ઈશ્વરને કર્તા માની લેવાથી પુરુષાર્થ માટે કોઈ સ્થાન બચતું = . દસમો બોલ ૦૬૭ . Jain Educationa International For Personal and Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ નથી. જેવી કર્તાને ગમી તેવી સૃષ્ટિ રચી કાઢી. જૈન-દર્શન અનુસાર આત્મા જ પોતાના કર્મોનો કર્તા છે અને તે જ સુખ-દુઃખનો ભોક્તા છે. ૫૨માત્મા રાગ-દ્વેષરહિત છે, તેને સંસા૨થી શું મતલબ? પ્રશ્ન—પરિસ્થિતિ અનુસાર એકસાથે લાખો માણસો મરી જાય છે. જે ધર્મિષ્ઠ છે તેઓ દુ:ખી દેખાય છે, જે પાપી છે તે આનંદ કરે છે. આથી આ બધાંનું કારણ પરિસ્થિતિ જ છે, કર્મ શા માટે ? ઉત્તર-યુદ્ધમાં જે એકસાથે લાખો મનુષ્યો મરે છે તેનું કારણ આયુષ્યકર્મની ઉદીરણા છે. ઉદીરણાનો અર્થ છે—નિયતકાળમાં ઉદયમાં આવતા કર્મને વિશેષ પ્રયત્ન દ્વારા તે (નિયતકાંળ)થી પહેલા ઉદયમાં લાવી ભોગવી લેવાં. જે જે આકસ્મિક ઘટનાઓ બને છે તે તેમાં ઉદીરણાનો મુખ્ય હાથ છે. પરિસ્થિતિ એક પ્રકારે કર્મનું ફળ છે. જેમના જેવા કર્મ કરેલાં હોય છે તેમને તેવી જ અવસ્થામાં પોતાનું જીવન વિતાવવું પડે છે. પરિસ્થિતિનું જે પરિવર્તન થાય છે તેનું કા૨ણ તો કર્મ જ છે. એક જણ મોટા કુળમાં જન્મે છે અને અંતમાં ધૂળ ફાકતો મરે છે. એક જણ ગરીબ ઘરમાં જન્મે છે અને અંતમાં આખી દુનિયા પર રાજ્ય કરે છે. કોઈના જીવનનો પૂર્વાર્ધ સુખમય છે અને કોઈના જીવનનો ઉત્તરાર્ધ. કોઈ ધનવાન દેશમાં પણ ગરીબ છે અને કોઈ ગરીબ દેશમાં ધનકુબે૨. ધન છે પણ શરીર અસ્વસ્થ છે. શરીર સ્વસ્થ છે પણ ધન નથી. આ બધી પરિસ્થિતિઓનું પરિવર્તન કર્મ વડે જ થાય છે. એટલા માટે કર્મ જ મુખ્ય છે. કર્મ જ પરિસ્થિતિને બદલનાર છે. કર્મનો પ્રભાવ અચૂક છે. જો પૂર્વભવમાં ખરાબ કર્મો બાંધ્યાં છે અને તે નિયત છે, તો વર્તમાનમાં ધર્મપરાયણ હોવા છતાં પણ તેઓ પોતાનું ફળ આપશે અને જો સારાં કર્મ બાંધ્યાં છે અને નિયત છે, તો વર્તમાનમાં પાપી હોવા છતાં તેઓ પોતાનું ફળ આપશે. આ પ્રસંગમાં એક વાત વધુ પણ જાણી લેવી જોઈએ—કર્મ પર ભરોસો રાખી ઉદ્યમને ભૂલી જવાની વાત જૈન-દર્શને ક્યારેય નથી શીખવાડી. જૈન દૃષ્ટિથી જેવું કર્મ છે, તેવો જ ઉદ્યમ. કર્મની મુખ્યતા નથી, ઉદ્યમનો વિરોધ નથી, પરંતુ બંનેનો સમન્વય છે. આત્મવિકાસ માટે તેમાં વિશાળ ક્ષેત્ર છે . કર્મવાદનો સિદ્ધાંત જીવનમાં આશા, ઉત્સાહ અને સ્ફૂર્તિનો જીવ-અજીવ ૦ ૬૮ For Personal and Private Use Only Jain Educationa International Page #78 -------------------------------------------------------------------------- ________________ સંચાર કરે છે. તેના પર પૂર્ણ વિશ્વાસ થયા બાદ નિરાશા, અનુત્સાહ અને આળસ તો ટકી જ નથી શકતાં. સુખ-દુઃખના મોજાં આત્માને વિચલિત નથી કરી શકતાં. • કર્મ જ આત્માને જન્મ-મરણના ચક્રમાં ઘુમાવે છે. આપણી વર્તમાન અવસ્થા આપણા જ પૂર્વકૃત કર્મોનું ફળ છે. મનુષ્ય જે કંઈ પામે છે તે તેણે જ વાવેલી ખેતી છે. આપણે આપણા વિચારો અને વાસનાઓને અનુરૂપ પોતાનું ભાગ્યનિર્માણ કરીએ છીએ. આજે આપણે જે કંઈ છીએ તે આપણાં જ પૂર્વ જન્મોનું ફળ છે. આપણી વર્તમાન અવસ્થાને માટે ઇશ્વર જવાબદાર નથી. આપણે પોતે જ પોતાની આ અવસ્થા માટે જવાબદાર છીએ–જો આ તથ્યને, આત્માના આ ગુપ્ત ભેદને આપણે સારી રીતે સમજી લઈએ તો આપણે આપણા ભવિષ્યનું એવું સુંદર નિર્માણ કરી શકીએ કે આપણું પતન તો અટકી જશે અને જ્યાં સુધી જીવનનું લક્ષ્ય પ્રાપ્ત ન કરી શકીએ ત્યાં સુધી ક્રમશઃ ઊંચા ને ઊંચા ચઢતા જઈશું.' આત્મા કોઈ રહસ્યમય શક્તિશાળી વ્યક્તિની શક્તિ અને ઈચ્છાને અધીન નથી. તેને પોતાની અભિલાષાઓની પૂર્તિ માટે શક્તિશાળી સત્તા (ઈશ્વર)નો દરવાજો ખટખટાવવાની જરૂરત નથી. આત્મોત્થાનને માટે કે પાપોનો નાશ કરવા માટે આપણે કોઈ પણ શક્તિની આગળ ન તો દયાની ભીખ માગવાની જરૂર છે, ન તો તેની સામે રોવાની, ગદ્ગદ્ થવાની કે મસ્તક નમાવવાની. કર્મવાદ આપણને બતાવે છે કે સંસારના બધા આત્માઓ એક સમાન છે, બધામાં એક સરખી શક્તિઓ વિદ્યમાન છે. ચેતન જગતમાં જે ભેદભાવ નજરે પડે છે તેનું કારણ આ આત્મિક શક્તિઓનો ઓછો-વધતો વિકાસ જ છે. કર્મવાદ અનુસાર વિકાસની સર્વોચ્ચ સીમાએ પહોંચેલ વ્યક્તિ જ ઈશ્વર છે, પરમાત્મા છે. આપણી શક્તિઓ કમથી ઢંકાયેલી છે, અવિકસિત છે, પરંતુ આત્મબળ વડે કર્મનું આવરણ દૂર થઈ શકે છે અને આ શક્તિઓનો વિકાસ કરી શકાય છે. વિકાસના સર્વોચ્ચ શિખર પર પહોંચીને આપણે પરમાત્મસ્વરૂપને પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. પ્રત્યેક આત્મા પ્રયત્નવિશેષથી પરમાત્મા બની શકે છે. = દસ દસમો બોલ ૦૬૯ = Jain Educationa International For Personal and Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ જૈન-દર્શનમાં કોઈ પણ કાર્યની ઉત્પત્તિ માટે કર્મ અને ઉદ્યમ– એ બંને જ નહીં, પરંતુ પાંચ કારણ માનવામાં આવ્યાં છે, જેવાં કે—કાળ, સ્વભાવ, કર્મ, પુરુષાર્થ અને નિયતિ. કાળ ભાગ્ય, પુરુષાર્થ કે સ્વભાવ–કોઈ પણ કાળ વિના કાર્ય કરી શકતું નથી. શુભાશુભ કમોંનું ફળ તરત જ નથી મળતું, પરંતુ કાલાંતરમાં નિયત સમય પર જ મળે છે. એક નવજાત શિશુને બોલવાનું કે ચાલવાનું શીખવાડવા માટે ભલે કેટલોય ઉદ્યમ અને પ્રયત્ન કરવામાં આવે, તે જન્મતાવેંત જ બોલવાનું કે ચાલવાનું નથી શીખી શકતું. તે કાળ કે સમય જતાં જ શીખશે. દવા પીતાં જ રોગ મટી જતો નથી, સમય લાગે છે. કેરીની ગોટલીનો મહાવૃક્ષના રૂપમાં પરિણત થવાનો તથા હજારો કેરી ઉત્પન્ન કરવાનો સ્વભાવ છે પરંતુ તો પણ તેને વાવતાંની સાથે જ ફળ નથી મળતું, સમય લાગે છે. આ પ્રત્યેક વસ્તુને ઉત્પન્ન કરનાર, સ્થિર કરનાર, સંહાર કરનાર, સંયોગમાં વિયોગ અને વિયોગમાં સંયોગ કરનાર કાળ જ છે. સ્વભાવ કેરીની ગોટલીમાં અંકુરિત થઈને વૃક્ષ બનવાનો સ્વભાવ છે, આથી માળીનો પુરુષાર્થ કામ લાગે છે. માલિકનું ભાગ્ય ફળ આપે છે અને કાળના બળથી અંકુર વગેરે બને છે. પ્રત્યેક વસ્તુનો પોતપોતાનો સ્વભાવ હોય છે. બાવળનું વૃક્ષ કદી કેરી ઉત્પન્ન કરી શકતું નથી. કર્મ એક જમાના બે બાળકો છે–એક સુંદર અને બુદ્ધિમાન, બીજું કુરૂપ અને મૂર્ખ. એમ કેમ? કાળ, પુરુષાર્થ, સ્વભાવ બંનેમાં સમાન હતા, છતાં આવું અંતર કેમ? એક જ મા-બાપનાં રજ અને વીર્ય, એક જ ગર્ભમાંથી ઉત્પન્ન થવું, એક જ વાતાવરણ, છતાં અંતર કેમ? આ બધો કર્મનો પ્રભાવ છે. જે જીવે પૂર્વ જન્મમાં સારા કર્મ કર્યા હતાં તેને સારો સંયોગ પ્રાપ્ત થયો અને જેણે ખરાબ કર્મ કર્યા હતાં તેને પ્રતિકૂળ સંયોગ મળ્યો. Jain Educationa International For Personal and Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ પુરુષાર્થ સંસારમાં પરિભ્રમણ કરાવનાર કર્મ છે, પરંતુ મુક્ત કરાવવામાં કર્મ સમર્થ નથી. મુક્તિ પ્રાપ્ત કરવામાં પુરુષાર્થની સત્તા ચાલે છે. પૂર્વ જન્મના સારા ઉદ્યમ અને સારા કર્મોનો બંધ થવા છતાં પણ વર્તમાનના ઉદ્યમ વિના પૂર્વસંચિત શુભ કર્મ પણ ઇષ્ટ ફળ આપી નથી શકતાં. તેના માટે ઉદ્યમ જરૂરી છે. લોટ, પાણી અને અગ્નિ બધું તૈયાર હોય તો પણ ભાગ્યના ભરોસે બેઠા રહેવાથી ભોજન બનતું નથી. પીરસેલી રોટલી હાથ હલાવ્યા વિના મોંમાં જઈ શકતી નથી. વર્તમાનમાં ઉદ્યમ વિના કોઈ કામ થઈ શકતું નથી. નિયતિને ઘડનાર પુરુષાર્થ જ છે, પરંતુ ઘડ્યા પછી તે પૂર્ણ સ્વતંત્ર છે. પછી પુરુષાર્થનું તેના પર તિભારે જોર નથી ચાલતું. નિયતિ નિકાચિત બંધવાળા કર્મોનો સમૂહ નિયતિ છે. જે કર્મ અવશ્ય ભોગવવું પડે, જેની સ્થિતિ અથવા વિપાકમાં કંઈ પણ પરિવર્તન ન થઈ શકે, તે કર્મના બંધને નિકાચિત બંધ કહે છે. જે કાર્યનું ફળ તદનુકૂળ પુરુષાર્થથી વિપરીત દિશામાં જાય, તેને નિયતિનું કાર્ય માનવું જોઈએ. પુરુષાર્થ માત્ર નિયતિ સામે નિષ્ફળ જાય છે. કોઈ પણ કાર્યનું ફળ પ્રાપ્ત કરવા માટે આ પાંચ કારણોની જરૂર પડે છે; ઉદાહરણરૂપે એક વિદ્યાર્થી મેટ્રિકની પરીક્ષા પાસ કરવા ઇચ્છે છે. કાળ—તેને પાસ કરવામાં છ-સાત વર્ષ જરૂર લાગશે. સ્વભાવમનની સ્થિરતા, વાંચવાની રુચિ અને શિક્ષણયોગ્ય સ્વભાવ- -એ બધાંની અનુકૂળતા રહેવાથી જ તે નિશ્ચિત અવધિમાં પાસ થઈ શકશે નહીં તો નહીં. કર્મ—તીક્ષ્ણ બુદ્ધિ અને સ્વસ્થ શરીરની જરૂર પડશે અને તે પૂર્વકર્મોના ક્ષયોપશમ અથવા ઉદય અનુસાર મળે છે. પુરુષાર્થ—ઉદ્યમ કરવો પડશે. શાળાએ જવું તથા પાઠ યાદ કરવો પડશે. નિયતિ—ઉપરોક્ત ચારેયનો શુભ સંયોગ મળ્યો છે. પરંતુ તો પણ વચ્ચે-વચ્ચે વિઘ્ન આવી પડે છે—બિમાર થઈ જાય, કદાચ દસમો બોલ ૦ ૭૧ Jain Educationa International For Personal and Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ડૉક્ટર સાજો કરી દે અને તે પાસ થઈ જાય—ક્યારેક ક્યારેક એવા વિઘ્ન પણ આવી શકે છે કે લાખ પ્રયત્ન કરવા છતાં પણ તે દૂર નથી થઈ શકતાં અને વિદ્યાર્થી નાપાસ થઈ જાય છે, આ નિયતિનું કામ છે. મનુષ્યનું જીવન વિઘ્ન-બાધા, દુઃખ અને વિપત્તિઓથી ભરેલું છે. તેમનાં આવવાથી તેઓ ગભરાઈ જાય છે. મન ચંચળ બની જાય છે. બાહ્ય નિમિત્ત કારણોને તેઓ દુ:ખનું મુખ્ય કારણ સમજી બેસે છે. આથી નિમિત્ત કારણોને તેઓ સાચું-ખોટું સુણાવે છે અને નિંદે છે. આવી જટિલ પરિસ્થિતિમાં કર્મવાદનો સિદ્ધાંત જ તેમને સાચા માર્ગ ઉપર લાવી શકે છે. તેનો પ્રથમ ઘોષ છે—આત્મા પોતાના ભાગ્યનો પોતે જ નિર્માતા છે. સુખ-દુઃખ તેનાં જ કરેલાં કર્મોનાં ફળ છે. કોઈ પણ બહારની શક્તિ આત્માને સુખ-દુઃખ આપી શકતી નથી. તે તો નિમિત્તમાત્ર બની શકે છે. આ વિશ્વાસ દૃઢ થતાં આત્મા દુ:ખ અને વિપત્તિના સમયે ગભરાતો નથી. તે દૃઢતા સાથે તે વિપત્તિઓનો ધૈર્યપૂર્વક સામનો કરે છે. પોતાનાં દુઃખને માટે તે નિમિત્તકા૨ણોને દોષ નથી દેતો. આ રીતે કર્મવાદ આપણને નિરાશાથી બચાવે છે, દુ:ખ સહન કરવાની શક્તિ આપે છે. મનને શાંત અને સ્થિર રાખીને પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવાની શક્તિ આપે છે. Jain Educationa International જીવ અજીવ ૦ ૭૨ જે For Personal and Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ અગિયારમો બોલ ગુણસ્થાન ચૌદ ૧. મિથ્યાષ્ટિ ૮. નિવૃત્તિ બાદર ૨. સાસ્વાદન-સમ્યક્ દષ્ટિ ૯. અનિવૃત્તિ-બાદર ૩. મિશ્ર ૧૦. સૂક્ષ્મ-સંપાય ૪. અવિરત-સભ્ય દૃષ્ટિ ૧૧. ઉપશાંત મોહ પ. દેશવિરતિ ૧૨. ક્ષીણ મોહ ૬. પ્રમત્ત-સંયત ૧૩. સયોગી કેવલી ૭. અપ્રમત્ત-સંયત ૧૪. અયોગી કેવલી આત્મિક ગુણોના અલ્પતમ વિકાસથી માંડીને તેના સંપૂર્ણ વિકાસ સુધીની સમસ્ત ભૂમિકાઓને જૈન-દર્શનમાં ચૌદ ભાગમાં વહેંચી દેવામાં આવી છે, જેમને ગુણસ્થાન કહે છે. આત્માની નિર્મળતાથી ગુણસ્થાન ક્રમશઃ ઊંચા થતા જાય છે અને મલિનતાથી નીચા. ૧. મિથ્યાષ્ટિ ગુણસ્થાન જેની તત્ત્વશ્રદ્ધા વિપરીત હોય તે મિથ્યાદષ્ટિ કહેવાય છે. તેના ગુણસ્થાનને મિથ્યાદષ્ટિ-ગુણસ્થાન કહેવામાં આવે છે. - મિથ્યાદષ્ટિ વ્યક્તિની ક્ષાયોપથમિક દૃષ્ટિનું નામ પણ મિથ્યાદૃષ્ટિ છે, તેને પણ મિથ્યાદષ્ટિ-ગુણસ્થાન કહી શકાય છે. = અગિયારમો બોલ - ૭૩ = I Jain Educationa International For Personal and Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ આ બંને મિથ્યાદષ્ટિ-ગુણસ્થાનની પરિભાષાઓ છે. પહેલી પરિભાષામાં ગુણી (વ્યક્તિ)ને લક્ષ્યમાં રાખી તેનામાં પ્રાપ્ત થતા ગુણને ગુણસ્થાન કહ્યું છે અને બીજીમાં વ્યક્તિને ગૌણ માનીને માત્ર ક્ષાયોપથમિક દૃષ્ટિને જ ગુણસ્થાન કહેવામાં આવ્યું છે. આ બંનેનો અર્થ એક છે, નિરૂપણના પ્રકાર બે છે. પહેલી અનુસાર વિપરીત દૃષ્ટિવાળા પુરુષમાં જે ક્ષાયોપથમિક ગુણ છે, તે મિથ્યાત્વી પુરુષમાં હોવાના કારણે મિથ્યાદષ્ટિ-ગુણસ્થાન કહેવાય છે. ૨. સાસ્વાદન-સમ્યગુ-દષ્ટિ-ગુણસ્થાન જેની દૃષ્ટિ સમ્યક્તથી કંઈક સ્વાદસહિત હોય છે, તે વ્યક્તિના ગુણસ્થાનને સાસ્વાદન-સમ્યગ્દષ્ટિ-ગુણસ્થાન કહેવામાં આવે છે. સમ્યગુ-દષ્ટિ વ્યક્તિ ઉપશમ સમ્યક્તથી શ્રુત થઈને જ્યાં સુધી પહેલાં ગુણસ્થાનમાં પહોંચી જતી નથી ત્યાં સુધીની તે વચ્ચેની અવસ્થાનું નામ સાસ્વાદન-સમ્યગ્ન-દૃષ્ટિ-ગુણસ્થાન છે. ફળ વૃક્ષ પરથી પડે છે પરંતુ પૃથ્વીને અડે તે પહેલાંની અવસ્થાની માફક આ બીજું ગુણસ્થાન છે. ૩. મિશ્ર-ગુણસ્થાન આ આત્માની સંદેહસહિત દોલાયમાન અવસ્થા છે. તેમાં વિચારધારા નિશ્ચિત હોતી નથી. તત્ત્વ તરફની દૃષ્ટિ મિશ્રિત હોય છે. સમ્યફ છે કે અસમ્યફ–એવી રીતે સંદેહશીલ હોય છે. આ દોલાયમાન અવસ્થાવાળા વ્યક્તિનું ગુણસ્થાન મિશ્ર ગુણસ્થાન છે. પહેલા ગુણસ્થાન અને આ ગુણસ્થાનમાં એ જ ભિન્નતા છે કે પહેલાવાળાની દૃષ્ટિ તત્ત્વ તરફ એકાંત રૂપે મિથ્યા હોય છે અને આ ગુણસ્થાનવાળાની સંદિગ્ધ હોય છે. ૪. અવિરત-સમ્યગુ-દૃષ્ટિ-ગુણસ્થાન જેને સમ્યગુ-દષ્ટિ પ્રાપ્ત થઈ હોય પરંતુ કોઈ પ્રકારનું વ્રત હોતું નથી, તે વ્યક્તિના ગુણસ્થાનને અવિરત-સમ્ય-દષ્ટિ-ગુણસ્થાન કહેવામાં આવે છે. આ વ્રતરહિત સમ્યગૂ-દર્શનની અવસ્થા છે. સત્ય પ્રતિ આસ્થા થઈ જાય છે પરંતુ તેનું આચરણ કરવાની સ્થિતિ બનતી નથી. આત્માને આ જ અવસ્થામાં પોતાનું ભાન થાય છે, દેહ જુદો છે અને આત્મા જુદો છે તેવો વિવેક પ્રાપ્ત થાય છે. મારા જીવનનું લક્ષ્ય શું છે? હું સંસારમાં શા માટે આવ્યો છું? સંસારિક == જીવ-અજીવ ૭૪ . Jain Educationa International For Personal and Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ બંધનોથી છૂટવાનો ઉપાય શું છે ? વગેરે બાબતો પર આત્માનું ચિંતન શરૂ થઈ જાય છે. મોક્ષ તરફ અગ્રેસર થવાની ચેષ્ટા થવા લાગે છે. અન્ય દર્શનો આ અવસ્થાને આત્મદર્શન અથવા આત્મસાક્ષાત્કાર પણ કહે છે. ૫. દેશ-વિરતિ-ગુણસ્થાન જે વ્યક્તિના વ્રત-અવ્રત બંને હોય, પૂર્ણ વ્રત ન હોય, તેના ગુણસ્થાનને દેશવિરતિ અથવા વિરતાવિરત ગુણસ્થાન કહેવામાં આવે છે. તેને દેશવતી, સંયતાસંતી, વતાવતી અને ધર્માધર્મી ગુણસ્થાન પણ કહે છે. તેમાં સત્યના આચરણનો પ્રારંભ થઈ જાય છે. ૬. પ્રમત્ત-સંયત-ગુણસ્થાન પ્રમાદી સાધુના ગુણસ્થાનને પ્રમત્ત-સંયત ગુણસ્થાન કહેવામાં આવે છે. તેમાં સત્યના આચરણનો પૂર્ણ સંકલ્પ હોય છે. જીવન ત્યાગમય, સાધનામય બની જાય છે. ૭. અપ્રમત્ત-સંયત-ગુણસ્થાન અપ્રમાદી સાધુના ગુણસ્થાનને અપ્રમત્ત-સંયત ગુણસ્થાન કહેવામાં આવે છે, આ અવસ્થામાં પ્રમાદ (અનુત્સાહ)નો અભાવ હોય છે આથી આ છઠ્ઠી અવસ્થાથી પણ અધિક વિશુદ્ધ છે. ૮.નિવૃત્તિ બાદર ગુણસ્થાન જેમાં ધૂળ કષાયની નિવૃત્તિ થાય છે તેને (અર્થાત્ કષાય અલ્પાંશે ઉપશાંત કે ક્ષીણ થાય છે) નિવૃત્તિ બાદર ગુણસ્થાન કહેવામાં આવે છે. આ અવસ્થામાં આત્મા સ્થૂળ રૂપે કષાયો (ક્રોધ, માન, માયા, લોભ)થી મુક્ત થઈ જાય છે. ૯. અનિવૃત્તિ-બાદર ગુણસ્થાન જેમાં ધૂળ કષાયની અનિવૃત્તિ હોય છે (અર્થાત્ કષાય થોડી માત્રામાં રહે છે, તેને અનિવૃત્તિ-બાદર ગુણસ્થાન કહેવામાં આવે છે. આ અવસ્થામાં આત્મા કષાયથી ઘણેભાગે નિવૃત્ત થઈ જાય છે. આઠમા ગુણસ્થાનમાં કષાયની નિવૃત્તિ થોડી માત્રામાં હોય છે, એટલે તેને નિવૃત્તિ-બાદર કહે છે. નવમા ગુણસ્થાનમાં કષાય થોડી માત્રામાં બાકી રહે છે, એટલે તેને અનિવૃત્તિ-બાદર કહેલ = અગિયારમો બોલ૦ ૭૫ = Jain Educationa International For Personal and Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ છે. આઠમા ગુણસ્થાનનું નામ, જે કષાય નિવૃત્ત થયો, તેના આધારે પાડવામાં આવ્યું છે. નવમા ગુણસ્થાનનું નામ, જે કષાય નિવૃત્ત નથી થયો, તેના આધારે પાડવામાં આવ્યું છે. ૧૦. સૂક્ષ્મ-સંપરાય ગુણસ્થાન સંપરામનો અર્થ છે–લોભ-કષાય. જેમાં લોભકષાય સૂક્ષ્મ અંશે વિદ્યમાન હોય, તેના ગુણસ્થાનને સૂક્ષ્મ-સંપાય-ગુણસ્થાન કહેવામાં આવે છે. આ અવસ્થામાં ક્રોધ, માન, માયા–આ ત્રણ કષાય ઉપશાંત અથવા ક્ષીણ થઈ જાય છે, માત્ર લોભ-કષાય અલ્પ માત્રામાં રહે છે. ૧૧. ઉપશાંત-મોહ-ગુણસ્થાન જેનો મોહ અંતમુહૂર્ત સુધી ઉપશાંત થઈ જાય છે, તેના ગુણસ્થાનને ઉપશાંત-મોહ-ગુણસ્થાન કહેવામાં આવે છે. આ અવસ્થામાં અવશિષ્ટ લોભનો ઉપશમ થાય છે, પરંતુ સમૂળો વિચ્છેદ નહીં. તે રાખથી ઢાંકેલી આગની જેમ ફરી ભભકી ઊઠે છે. ૧૨. ક્ષીણ-મોહ-ગુણસ્થાન જેનું મોહ-કર્મ સર્વથા ક્ષીણ થઈ જાય છે, તેના ગુણસ્થાનને ક્ષીણ-મોહ-ગુણસ્થાન કહેવામાં આવે છે. આ અવસ્થામાં મોહ સર્વથા ક્ષીણ થઈ જાય છે. પૂર્વ અવસ્થામાં સંજવલન-લોભનું અસ્તિત્વ રહેતું હોય છે. આ અવસ્થામાં તે પૂર્ણ રૂપે નાશ પામે છે. આત્મા પૂર્ણ વીતરાગ બની જાય છે. ૧૩. સયોગી-કેવલી-ગુણસ્થાન જે કેવલી સયોગી હોય છે; મન, વચન અને કાયાની પ્રવૃત્તિથી યુક્ત હોય છે, તેના ગુણસ્થાનને સયોગી-કેવલી-ગુણસ્થાન કહેવામાં આવે છે. આ અવસ્થામાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય—એ ત્રણે ઘાતી કર્મ સર્વથા ક્ષીણ થઈ જાય છે. આત્મા સર્વજ્ઞ, સર્વદર્શી અને અંતરાયરહિત બની જાય છે. ૧૪. અયોગી-કેવલી-ગુણસ્થાન જે કેવલી અયોગી હોય છે—મન, વચન અને કાયાની પ્રવૃત્તિરહિત હોય છે, તેના ગુણસ્થાનને અયોગી-કેવલી-ગુણસ્થાન કહેવાય છે. આ અવસ્થામાં કેવલી મન, વાણી અને કાયાની હક જીવ-અજીવ ૦ ૭૬ . Jain Educationa International For Personal and Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્તિનો નિરોધ કરીને અયોગી બની જાય છે. આ અવસ્થામાં તે અનાદિકાલીન કર્મબંધન તોડીને સર્વથા મુક્ત અને સ્વતંત્ર બની જાય છે. તેનું સંસારી જીવન સમાપ્ત થઈ જાય છે. પ્રશ્ન—ગુણસ્થાનોના નિર્માણનો આધાર શું છે ? ઉત્તર—આત્મામાં પાંચ પ્રકારનું માલિન્ય છે. પહેલું માલિન્ય છે મિથ્યાત્વ, જે સમ્યક્ શ્રદ્ધાને આચ્છાદિત કરી બુદ્ધિને વિપરીત બનાવે છે. બીજું માલિન્ય છે—અવિરતિ, જે આત્માને આશાતૃષ્ણાના પાશમાં બાંધે છે. ત્રીજું માલિન્ય છે—પ્રમાદ, જે આત્માને સતત ઉત્સાહભંગ કરી તેને પ્રમાદી બનાવે છે. ચોથું માલિન્ય છે— કષાય, જે આત્માને પ્રજવલિત કરે છે. પાંચમું માલિન્ય છે— યોગ, જે આત્માને ચંચળ બનાવે છે. આ (માલિન્યો)નું નામ જૈન પરિભાષામાં આશ્રવ છે. આશ્રવ પાંચ છે—મિથ્યાત્વ-આશ્રવ, અવ્રત-આશ્રવ, પ્રમાદ-આશ્રવ, કષાય-આશ્રવ અને યોગઆશ્રવ. આ આશ્રવો તથા મોહનીય-કર્મની પ્રબળતા અને નિર્બળતા પર જ જીવની ચૌદ અવસ્થાઓનું નિર્માણ થાય છે. જેટલું જેટલું માલિન્ય દૂર થાય છે, તેટલી તેટલી આત્મવિશુદ્ધિ થાય છે અને આ જ વિશુદ્ધિનું નામ ગુણસ્થાન છે. ગુણસ્થાનોનો વિકાસ-ક્રમઃ પહેલી અવસ્થામાં વિપરીત-બુદ્ધિ જેમની તેમ રહે છે. ભૌતિકને સાર અને આધ્યાત્મિકને અસાર સમજવાની ભાવના બળવાન બની રહે છે. આ સાચી વસ્તુસ્થિતિને ફે૨વી નાખનાર મનોદશા છે. આવી પરિસ્થિતિ હોવાથી જે જે જ્ઞાનાવરણીય આદિ કર્મોનો ક્ષયોપશમ (પરિમિત રૂપમાં અભાવ) છે, તે ગુણસ્થાન છે. પરંતુ જે મિથ્યાત્વ છે, તત્ત્વજ્ઞાન પ્રત્યે વિપરીત આસ્થા છે, તે ગુણસ્થાન નથી. મિથ્યાર્દષ્ટિમાં સમતા છે, જેથી તે ગુણસ્થાનનો અધિકા૨ી બને છે. મિથ્યાદૃષ્ટિમાં જે યથાસ્થિત જ્ઞાન કે સમ્યક્ આચરણ હોય છે, તે તેનું ગુણસ્થાન છે. મિથ્યાત્વી ગાયને ગાય જાણે છે, ભેંસને ભેંસ જાણે છે, અને બીજી પણ જે જે વસ્તુઓ જે જે રૂપમાં છે તે તેમને તેવી જ જાણે છે. તે તેનું જાણવું ઠીક છે અને ગુણસ્થાન છે. મિથ્યાત્વીનું બધું જ આચરણ મિથ્યા નથી હોતું. તેમાં મોક્ષમાર્ગાનુસા૨ી આચરણ પણ હોય છે. તે અવસ્થામાં અલ્પ વિકાસ થાય છે; પરંતુ એ વિકાસક્રમની કોટિમાં નથી. અગિયારમો બોલ – ૭૭ Jain Educationa International For Personal and Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ બીજી અવસ્થા આધ્યાત્મિક વિકાસક્રમની નહીં, પરંતુ આધ્યાત્મિક વિકાસના પતનની છે. પતનનો અંતરાલ કાળ બીજી અવસ્થા છે. ત્રીજી અવસ્થા ઉપર ઉત્ક્રાંતિ કે અપક્રાંતિ કરનાર આત્માનો અધિકાર છે. ઉત્ક્રાંતિ કરનાર આત્મા પ્રથમ ગુણસ્થાનમાંથી અને અપક્રાંતિ કરનાર આત્મા ચતુર્થ ગુણસ્થાનમાંથી ત્રીજા ગુણસ્થાનમાં આવી જાય છે. સ્થિતિનો પરિપાક થતા તથા સારી ઉપયુક્ત સામગ્રી મળવાથી આત્માનો એક આંતરિક પ્રયત્ન થાય છે, જેમાં ગ્રંથિ-ભેદ થઈ જાય છે—મોહની પ્રબળ ગાંઠ જે પહેલાં ક્યારેય છૂટી ન હતી, છૂટી જાય છે. સમ્યગ્ દર્શન પ્રાપ્ત થઈ જાય છે. આ ચોથી ભૂમિકા છે. સમ્યક્-દૃષ્ટિ પ્રાપ્ત થવાથી સંયમનો સાધિક(મર્યાદિત) અભ્યાસ શરૂ થાય છે. આ પાંચમી ભૂમિકા છે. જયારે તે સંયમના નિરવધિક(અમર્યાદિત) અભ્યાસમાં પ્રવૃત્ત થાય છે ત્યારે તેની ભૂમિકા માત્ર સંયમની બની રહે છે. સંસારાભિમુખતા છૂટી જાય છે. તેને ઉત્તરોત્તર આત્માનંદનો અનુભવ થવા લાગે છે. ત્યાંથી તે સાતમી અવસ્થામાં પહોંચી જાય છે. જ્યારે ઉત્સાહમાં કંઈક ઓછપ આવી જાય છે ત્યારે સાતમીમાંથી છઠ્ઠી આવી જાય છે. ફરી ઉત્કટતા આવે એટલે સાતમી. સાતમી ગઈ એટલે ફરી છઠ્ઠી. સાતમી અને છઠ્ઠી અવસ્થાનો આ ક્રમ બરાબર ચાલુ રહે છે. આઠમી અવસ્થામાં મોહને નષ્ટ કરવા માટે અધિક આત્મબળની આવશ્યકતા હોય છે. આ અવસ્થામાં અભૂતપૂર્વ આત્મ-વિશુદ્ધિ થાય છે, આથી તેને અપૂર્વકરણ પણ કહે છે. એમાંથી બે શ્રેણીઓ નીકળે છે. -ઉપશમ અને ક્ષપક. નવમીમાં ક્રોધ, માન અને માયાને, દસમીમાં લોભને ઉપશાંત તથા ક્ષીણ ક૨ીને ઉપશમ શ્રેણીવાળો અગિયારમીમાં અને ક્ષપક શ્રેણીવાળો બારમીમાં ચાલ્યો જાય છે. અગિયારમી અવસ્થાવાળો મોહને દબાવતો-દબાવતો આગળ વધે છે, એટલા માટે તેને અંતર્મુહૂર્ત પછી કે ગુણસ્થાનથી તેની નીચેના ગુણસ્થાનમાં જવાનું અવશ્યભાવી બની જાય છે. બારમી અવસ્થાવાળો મોહને ક્ષીણ કરતો-કરતો આગળ વધે છે, આથી તે તેરમી અવસ્થામાં સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરી લે છે. આત્મા પહેલાં મનોયોગનો તે પછી વાદ્યોગનો અને તે પછી કાયયોગનો નિરોધ જીવ-અજીવ ૦ ૭૮ * Jain Educationa International For Personal and Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ કરી ચૌદમી અવસ્થા પ્રાપ્ત કરી લે છે. તે અલ્પકાલીન છે. તેની પછી આત્મા મુક્ત થઈ જાય છે. મુક્ત આત્માનું ઊર્ધ્વગમન શુદ્ધ ચેતનની સ્વાભાવિક ગતિ ઊર્ધ્વ છે. આથી મુક્ત આત્મા ત્યાં સુધી ચાલ્યો જાય છે જ્યાં સુધી તેની ગતિમાં ધર્માસ્તિકાય સહાયક બને છે. તેથી આગળ ગતિ થઈ શકતી નથી, એટલા માટે તે શુદ્ધ આત્મા ત્યાં જ સ્થિર થઈ જાય છે. આ સ્થાન લોકના અંતિમ છેડા પર છે. તેને સિદ્ધ-ગતિ, સિદ્ધ-શીલા કે મોક્ષ કહે છે. મુક્ત આત્માની સ્થિતિ શરીરનો એક તૃતીયાંશ ભાગ(મુખ, કાન, પેટ વગેરે) પોલો હોય છે અને બે તૃતીયાંશ ભાગ સઘન. આત્મા જે અંતિમ શરીર વડે મોક્ષ પ્રાપ્ત કરે છે તેનો બે તૃતીયાંશ ભાગ જે સઘન હોય છે એટલા જીવાત્માના પ્રદેશ સિદ્ધસ્થાનમાં ફેલાઈ જાય છે. આને તે જીવાત્માની અવગાહના કહે છે. ભિન્ન-ભિન્ન સિદ્ધાત્માઓના પ્રદેશો પરસ્પર અવ્યાઘાત રહેવાથી એકબીજા સાથે અથડાતા નથી. પ્રત્યેક આત્મા પોતપોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ટકાવી રાખે છે. એક જ ઓરડામાં હજારો દીપક હોય તો પણ તેમનો પ્રકાશ એકબીજા સાથે અથડાતો નથી પરંતુ આખા ઓરડામાં પ્રત્યેક દીપકનો પ્રકાશ વ્યાપ્ત થઈ જાય છે. આવા પરમ નિર્મળ આત્માઓ વીતરાગ, વીતમોહ અને વીતષ હોય છે. આથી તેમનું આ સંસારમાં પુનરાગમન થતું નથી. ગુણસ્થાનોનું કાલ-માન પ્રથમ ગુણસ્થાનવાળા આત્માઓના સંસારભ્રમણની કોઈ સીમા હોતી નથી. મોક્ષમાં નહીં જનારા જીવોનો આ જ અક્ષય-ભંડાર છે. પ્રથમ ગુણસ્થાન સિવાય કોઈપણ અવસ્થામાં જીવ અનંતકાળ સુધી રહી શકતો નથી. તેની સમુદ્ર સાથે સરખામણી થાય છે અને અન્ય અવસ્થાઓની નાના-નાના જળાશયો સાથે તુલના કરી શકાય છે. આ અવસ્થા અભવ્ય જીવો માટે અનાદિ અને અનંત છે અને ભવ્ય–મોક્ષે જનારા જીવોને માટે અનાદિ અને સાંત–અંતસહિત છે. જે જીવ મિથ્યાત્વને ત્યજીને સમ્યત્વ પ્રાપ્ત કરીને ફરી મિથ્યાત્વી બની જાય છે અને તે પછી સમ્યક્ત ફરી પ્રાપ્ત કરે છે, તેમની - અગિયારમો બોલ૦ ૭૯ -- Jain Educationa International For Personal and Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ અપેક્ષાએ પહેલું ગુણસ્થાન આદિ-સહિત અને અંત-સહિત છે, તેના સિવાય બધા સાદિ-સાંત છે—આદિ-સહિત અને અંત–સહિત છે. શેષ ગુણસ્થાનોનો કાળ બીજા ગુણસ્થાનનું કાળ-માન છ આવલિકા. ત્રીજા ગુણસ્થાનનું કાળ-માન અંતર્મુહૂર્ત. ચોથા ગુણસ્થાનનું કાળ-માન તેત્રીસ સાગરથી કંઈક વધુ. પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનનું કાળ-માન કરોડ પૂર્વથી કંઈક ઓછું. સાતમાથી બારમા ગુણસ્થાનનું કાળ-માન અંતર્મુહુર્ત. તેરમા ગુણસ્થાનનું કાળ-માન કરોડ પૂર્વથી કંઈક ઓછું. ચૌદમા ગુણસ્થાનનું કાળ-માન પાંચ હ્રસ્વાક્ષર(અ, ઇ, ઉ, ઋ, લૂ) ઉચ્ચારણ માત્ર Jain Educationa International જીવ-અજીવ ૦૮૦ For Personal and Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ બારમો બોલ પાંચ ઇન્દ્રિયોના ત્રેવીસ વિષયો (૧) શ્રોત્રેજિયના ત્રણ વિષયો છે– ૧. જીવ શબ્દ ૨. અજીવ શબ્દ ૩. મિશ્ર શબ્દ (૨) ચક્ષુરિન્દ્રિયના પાંચ વિષયો છે– ૪. કૃષ્ણ વર્ણ પ. નીલ વર્ણ ૬. રક્ત વર્ણ ૭. પિત વર્ણ ૮. શ્વેત વર્ણ (૩) પ્રાણેન્દ્રિયના બે વિષયો છે – ૯. સુગંધ ૧૦. દુર્ગધ (૪) રસનેન્દ્રિયના પાંચ વિષયો છે— ૧૧. અમ્લ રસ ૧૨. મધુર રસ ૧૩. કટુ રસ ૧૪. કષાય રસ ૧૫. તિક્ત રસ (૫) સ્પર્શનેન્દ્રિયના આઠ વિષયો છે– ૧૬. શીત સ્પર્શ ૧૭. ઉષ્ણ સ્પર્શ ૧૮. રુક્ષ સ્પર્શ ૧૯. સ્નિગ્ધ સ્પર્શ ૨૦. લઘુ સ્પર્શ ૨૧.ગુરુ સ્પર્શ ૨૨. મૃદુ સ્પર્શ ૨૩. કર્કશ સ્પર્શ પાંચ ઇન્દ્રિયોના વિષયો, ગોચર, કાર્યક્ષેત્ર અથવા વિહરણક્ષેત્ર ત્રેવીસ છે. સંક્ષેપમાં શ્રોત્રેન્દ્રિયનો શબ્દ, ચક્ષુ ઇન્દ્રિયનો રૂપ, = હ બારમો બોલ૦૮૧ ૩ == Jain Educationa International For Personal and Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ઘાણ-ઇન્દ્રિયનો ગંધ, રસનેન્દ્રિયનો રસ અને સ્પર્શન-ઇન્દ્રિયનો સ્પર્શ–આ રીતે પ્રત્યેક ઇન્દ્રિયનો એક-એક વિષય છે. વિસ્તારથી તેમના ત્રેવીસ ભેદો છે. સંસારના બધા પદાર્થોને બે ભાગમાં વહેંચી શકાય છે–મૂર્તિ અને અમૂર્ત. જેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે તે મૂર્ત અને જેનામાં વર્ણ વગેરે હોતા નથી તે છે અમૂર્ત. ઇન્દ્રિયો વડે માત્ર મૂર્ત પદાર્થ જ જાણી શકાય છે, અમૂર્ત નહીં. પાંચ ઇન્દ્રિયોના પાંચ વિષયો (અથવા ત્રેવીસ ભેદો) અલગ-અલગ વસ્તુ ન હોઇને એક જ મૂર્ત દ્રવ્યના પર્યાયો છે. જેમ કે–એક લાડુ છે. તેને ભિન્નભિન્ન રૂપે પાંચે ઈન્દ્રિયો જાણે છે. આંગળી અડીને તેનો શીત, ઉષ્ણ વગેરે સ્પર્શ જાણે છે. જીભ ચાખીને તેનો ખાટો-મીઠો વગેરે રસ જાણી લે છે. નાક સૂંઘીને તેની સુગંધ કે દુર્ગધની જાણકારી મેળવી લે છે. આંખ જોઈને તેનો લાલ, પીળો વગેરે રંગ જાણી લે છે. કાન તે લાડુને ખાવાથી ઉત્પન્ન થતા અવાજને સાંભળીને તે તાજો છે કે કેટલાય દિવસનો છે તે વસ્તુ જાણી લે છે. આમ, લાડુમાં સ્પર્શ, રસ, ગંધ વગેરે પાંચ વિષયોનું સ્થાન અલગ-અલગ નથી, પરંતુ તે બધા તેના બધા ભાગોમાં એક સાથે રહેલા છે. તે બધા એક જ દ્રવ્યના અવિભાજ્ય ગુણો છે. સ્પર્શ, રસ, ગંધ અને વર્ણએ ચાર પૌગલિક દ્રવ્યના ગુણો છે, અને શબ્દ તેનું કાર્ય છે. ઇન્દ્રિયો ભલેને ગમે તેટલી ચતુર કેમ ન હોય, પણ પોતાના વિષયથી જુદા અન્ય વિષયને ગ્રહણ કરી શકતી નથી. આંખ કદી સાંભળી શકતી નથી અને કાન જોઈ નથી શકતા. પાંચેય ઇન્દ્રિયોના પાંચ વિષયો સર્વથા જુદા-જુદા છે. શબ્દ શબ્દ અનંતાનંત પુગલ-કંધોમાંથી ઉત્પન્ન થાય છે. તેની ઉત્પત્તિના બે કારણો છે–સંઘાત અને ભેદ. અસંબંધિત પુદ્ગલોનો સંબંધ થવાથી અને સંબંધિત પુગલોનો સંબંધ-વિચ્છેદ થવાથી શબ્દનો જન્મ થાય છે. તેના ત્રણ પ્રકાર છે–સચિત્ત શબ્દ, અચિત્ત શબ્દ અને મિશ્ર શબ્દ. જીવ વડે જે બોલવામાં આવે છે, તે છે સચિત્ત શબ્દ. જેમ કે – મનુષ્યનો શબ્દ. અચિત્ત(જડ) પદાર્થ દ્વારા જે શબ્દ થાય છે તે છે અચિત્ત શબ્દ. જેમ કે–તૂટતાં લાકડાનો અવાજ. સચિત્ત અને = ( જીવ-અજીવ ૮૨ Jain Educationa International For Personal and Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ અચિત્ત બંનેના સંયોગથી જે શબ્દ થાય છે તે છે મિશ્ર શબ્દ, જેમ કે-વાજાંનો શબ્દ. શબ્દ માત્ર શ્રોત્રેન્દ્રિયનો વિષય છે. રૂપ રૂપ પૌદ્ગલિક છે. તેના બે અર્થ છે- -આકાર અને વર્ણ. પ્રસ્તુત વિષયમાં રૂપનો અર્થ વર્ણ જ લેવાનો છે, આકાર નહીં. વર્ણ સ્વયં પુદ્ગલ નથી, પરંતુ પુદ્ગલનો ગુણ છે. વર્ણ પાંચ પ્રકારનો છે— કૃષ્ણ, નીલ, રક્ત, પિત અને શ્વેત. સાન્નિપાતિક(એકબીજામાં ભળેલા) વર્ણ અનેક હોઈ શકે છે. જેમ કે -એક ગણા શ્વેત વર્ણ સાથે એક ગણા કૃષ્ણ વર્ણનો સંયોગ થવાથી કાપોત વર્ણ થઈ જાય છે. રૂપ માત્ર ચક્ષુઃ-ઇન્દ્રિયનો વિષય છે. ગંધ ગંધ પણ પૌદ્ગલિક છે. તેના બે ભેદ છે—સુગંધ અને દુર્ગંધ. સુગંધ ઇષ્ટ વાસ છે. તેનાથી મન અને ઇન્દ્રિય પ્રસન્ન થાય છે. દુર્ગંધ અનિષ્ટ વાસ છે. તેનાથી મન અને ઇન્દ્રિય વ્યાકુળ થાય છે. ગંધ માત્ર ઘ્રાણેન્દ્રિયનો વિષય છે. રસ રસ પણ પૌદ્ગલિક છે. તે પાંચ પ્રકારનો છે—તિક્ત, કટુ, કષાય, આમ્લ અને મધુર. ૧. સૂંઠ તિક્ત છે. ૨. લીમડાનો રસ કટુ હોય છે. ૩. હરડે કષાય-૨સ વાળી હોય છે. ૪. આમલીનો રસ આમ્લ(ખાટો) હોય છે. ૫. ખાંડનો રસ મધુર હોય છે. રસમાત્ર રસનેન્દ્રિયનો વિષય છે. સ્પર્શ સ્પર્શ પણ પૌદ્ગલિક છે. તેના આઠ ભેદ છે~~ ૧. શીત, ૨. ઉષ્ણ, ૩. સ્નિગ્ધ, ૪. રુક્ષ, ૫. લઘુ, ૬. ગુરુ, ૭. મૃદુ, ૮. કર્કશ. એમાં પહેલા ચાર સ્પર્શ મૂળ છે અને છેલ્લા ચાર સ્પર્શ તેમની બારમો બોલ ૦૮૩ Jain Educationa International For Personal and Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ બહુલતાથી બને છે. લઘુતા, ગુરુતા, મૃદુતા અને કર્કશતા આપેક્ષિક છે. વ્યવહાર-દૃષ્ટિએ પદાર્થ ગુરુ, લઘુ, ગુરુ-લઘુ, અગુરુલઘુ ચાર પ્રકારના હોય છે. પત્થર ગુરુ છે, દીપશિખા લઘુ છે, હવા ગુરુ-લઘુ છે, આકાશ અગુરુ-લઘુ છે. પરંતુ નિશ્ચયદૃષ્ટિએ ન તો કોઈ દ્રવ્ય સર્વથા લઘુ કે ન સર્વથા ગુરુ હોય છે. પત્થર વગેરે ગુરુ છે તો પણ પ્રયોગથી ઉપર ચાલ્યા જાય છે. આથી તે એકાંતરૂપે ગુરુ નથી. છત ઉપરથી ફેંકેલો રૂનો ઢગલો પણ નીચે જાય છે, આથી તે એકાંતરૂપે લઘુ નથી. પરંતુ રૂની અપેક્ષાએ પત્થર ભારે છે અને પત્થરની અપેક્ષાએ રૂનો ઢગલો હલકો છે. ઉપર તથા નીચે જવામાં લઘુતા તથા ગુરુતા નિશ્ચિત રૂપે કારણ નથી. મુખ્યતયા જે ઊર્ધ્વગતિ પરિણામવાળા પુદ્ગલો છે, તે ઊર્ધ્વગતિ કરે છે, અને જે અધોગતિ પરિણામવાળા છે તે અધોગતિ કરે છે. ઊર્ધ્વગતિ પરિણામ વડે ધુમાડો નીચેથી ઉપર જાય છે અને અધોગતિ પરિણામથી વસ્તુ ઉપરથી નીચે પડે છે. અહીં ઉર્ધ્વગતિ પરિણામ અને અધોગતિ પરિણામ જ કારણ છે, ગુરુતા અને લઘુતા કારણ નથી. પરિણામનું પરિવર્તન થતું રહે છે. પરિવર્તન સ્વાભાવિક પણ થાય છે અને પ્રયોગથી પણ થાય છે. મૂળ ચાર સ્પર્શવાળા સ્કંધ અગુરુ-લઘુ જ હોય છે, જેમ કે—ઉચ્છ્વાસ, કાર્મણ, મન અને ભાષાના પુદ્ગલ-સ્કંધો. અષ્ટસ્પર્શી સ્કંધ ગુરુ-લઘુ હોય છે, જેમ કે—કાર્યણ શરીરને છોડીને બાકીના ચાર શરીરોના પુદ્ગલસ્કંધો. કેટલાક ગ્રંથોમાં સ્પર્શના લક્ષ આપા રીતે બતાવવામાં આવ્યા છે ઃ ઉષ્ણ-સ્પર્શ મૃદુતા અને પાક કરનાર છે. શીત-સ્પર્શ નિર્મળતા અને સ્તંભિત કરનાર છે. સ્નિગ્ધ-સ્પર્શ સંયોગ થવાનું કારણ છે. રુક્ષ–સ્પર્શ સંયોગ નહીં થવાનું કારણ છે. લઘુ-સ્પર્શ ઊર્ધ્વગમન અને તિર્યક્રૂગમનનું કારણ છે. ગુરુ-સ્પર્શ અધોગમનનું કારણ છે. મૃદુ-સ્પર્શ નમનનું અને કઠિન-સ્પર્શ અનમનનું કારણ છે. રુક્ષ-સ્પર્શની બહુલતાથી લઘુ-સ્પર્શ બને છે અને સ્નિગ્ધસ્પર્શની બહુલતાથી ગુરુ-સ્પર્શ બને છે. શીત અને ઉષ્ણ-સ્પર્શની બહુલતાથી મૃદુ-સ્પર્શ થાય છે. ઉષ્ણ અથવા રુક્ષની બહુલતાથી કર્કશ-સ્પર્શ ઉષ્ણ બને છે. આ રીતે ચાર સ્પર્શ બનવાથી સૂક્ષ્મ સ્કંધ પણ બાદર-સ્કંધ બની જાય છે. Jain Educationa International જીવ-અજીવ૦૮૪ For Personal and Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ ચતુ-સ્પર્શી સ્કંધમાંથી અષ્ટ--સ્પર્શી સ્કંધ બનવાનું કારણ– શીત ઉષ્ણ નિધ રુક્ષ રે સૂક્ષમ એ ચિહુ મૂલગા ! અન્ય ચિહું ક ખ ડ પ્રમુખ રે, તે કિમ બાદર નીપજે છે. લૂખ ફર્શ ની જાણ રે, બહુલતાઈ કરી હુવે લઘુ / નિધ તણો પહિચાણ રે, બહુલતાઈ કરી હવે ગુરુ !' સ્પર્શ વગેરે પૌગલિક હોવાના કારણે મૂર્તિ છે. મૂર્તિ હોવાના કારણે ઇન્દ્રિય-ગમ્ય છે. તેવો કોઈ નિયમ નથી કે જેટલા મૂર્ત પદાર્થ હોય તે બધાએ ઇન્દ્રિયો વડે જાણી શકાય. પરમાણુ મૂર્તિ છે તો પણ ઇન્દ્રિય-ગમ્ય નથી. અનંત પરમાણુઓનો એક સ્કંધ બને છે તો પણ જ્યાં સુધી સૂક્ષ્મ પરિણામની નિવૃત્તિ અને સ્થૂળ પરિણામની પ્રાપ્તિ નથી થતી ત્યાં સુધી તે પણ ઇન્દ્રિય-ગમ્ય નથી બનતો. જેટલા પદાર્થ દષ્ટિગોચર થાય છે તે બધા મૂર્તિ છે અને અનંતપ્રદેશી અંધ છે. સૂક્ષ્માતિસૂક્ષ્મ યંત્રો વડે જે દૃષ્ટિગોચર થાય છે તે પણ અનંતપ્રદેશી ઢંધ છે. પરમાણુ વગેરે પ્રત્યક્ષ જ્ઞાન(અવધિજ્ઞાન વગેરે) વિના જોઈ શકાતા નથી. શબ્દ વગેરે જેટલા પણ ઇન્દ્રિયવિષયો છે, તે બધા અનંતપ્રદેશી ઢંધ છે, આથી ઇન્દ્રિયજ્ઞાનની સીમામાં છે. સ્થૂલ પરિણામવાળા પુદ્ગલ-સ્કંધ ઈન્દ્રિયો વડે જાણી લેવાય છે, સૂક્ષ્મ પરિણામવાળા નહીં. જો એવું માનવામાં આવે તો તો કહેવું પડશે કે સામાન્યપણે જે આંખોથી દેખાય છે, તે સ્થળ છે અને યંત્રોની સહાયતાથી દેખાય છે તે સૂક્ષ્મ છે પરંતુ વાત એવી નથી. દૃષ્ટિમાં આવનારા બધા સ્થળ છે ભલે તે આંખોથી જોઈ શકાય કે બાહ્ય સાધનોની સહાયતાથી જોઈ શકાય. જો કોઈ એમ પૂછી બેસે કે જો તે સ્થૂળ છે તો પછી પર્યાપ્ત સહાય વિના નજરે કેમ પડતા નથી ? તેનો ઉત્તર એ છે કે ઇન્દ્રિય-જ્ઞાનમાં બાહ્ય સાધનોની અપેક્ષા રહે છે. જ્યાં સુધી ઇન્દ્રિયને બાહ્ય સામગ્રીની પૂર્ણતા પ્રાપ્ત નથી થતી ત્યાં સુધી તે પોતાના વિષયને પૂર્ણપણે જાણી શકતી નથી. ૧. શ્રીમદ્ જયાચાર્યવૃત-ભગવતી જોડ શતક, ૧૮/૬. = બોરમો બોલ ૮૫ ૩ === Jain Educationa International For Personal and Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ દસ પ્રકારનાં મિથ્યાત્વ ૧. ધર્મને અધર્મ સમજવો. ૨. અધર્મને ધર્મ સમજવો. ૩. માર્ગને કુમાર્ગ સમજવો. ૪. કુમાર્ગને માર્ગ સમજવો. ૫. જીવને અજીવ સમજવો. ૬. અજીવને જીવ સમજવો ૭. સાધુને અસાધુ સમજવો ૮. અસાધુને સાધુ સમજવો ૯. મુક્તને અમુક્ત સમજવો ૧૦. અમુક્તને મુક્ત સમજવો વિપરીત શ્રદ્ધાનરૂપ જીવના પરિણામને મિથ્યાત્વ કહે છે. જે વાત જેવી હોય તેને તેવી ન માનવી અથવા ઉલટી જ માનવી તે મિથ્યાત્વ છે. તેરમો બોલ વસ્તુનું સ્વરૂપ લક્ષણથી જાણી શકાય છે. લક્ષણ જ વસ્તુનો વિભાગ કરે છે. લક્ષણની પરિભાષા છે—એકત્ર વસ્તુઓને અલગઅલગ ક૨વી. આ બોલમાં આવેલ ધર્મ, અધર્મ, જીવ, અજીવ વગેરે વસ્તુઓના લક્ષણોનું જ્ઞાન જરૂરી છે. તેને જાણવાથી જ આપણે બોલના વાસ્તવિક રહસ્યને સમજી શકીએ છીએ. જીવ-અજીવ ૦૮૬ Jain Educationa International For Personal and Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ ધર્મ-અધર્મ જેના વડે આત્મ-સ્વરૂપની ઉન્નતિ અને અભ્યદય થાય તેને ધર્મ કહે છે. આત્મ-સ્વરૂપનો પૂર્ણ ઉદય તે મોક્ષ. ધર્મ બે પ્રકારના માનવામાં આવે છે–સંવર અને નિર્જરા. સંવરનો અર્થ છે— નવા કર્મોના પ્રવેશને રોકવો અને નિર્જરાનો અર્થ છે પહેલાં બંધાયેલા કર્મોનો નાશ કરવો. સંવરથી આત્મિક ઉવળતાની રક્ષા થાય છે અને નિર્જરાથી આત્મા ઉશ્વળ થાય છે. બીજા શબ્દોમાં સંવર છે આત્મ-સંયમ અને નિર્જરા છે સપ્રવૃત્તિ. ધર્મને અધર્મ સમજવો અને અધર્મને ધર્મ સમજવો તે મિથ્યાત્વ માર્ગ-કુમાર્ગ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ–આ ચાર મોક્ષના માર્ગ છે, સાધન છે, ઉપાય છે. જ્ઞાન દ્વારા આત્મા પદાર્થોના વાસ્તવિક સ્વરૂપને જાણે છે. દર્શન દ્વારા તેમના પર શ્રદ્ધા કરે છે. ચારિત્ર દ્વારા આત્મા નવીન કર્મોના પ્રવેશને અટકાવે છે અને તપ દ્વારા જૂનાં કર્મોનો વિનાશ કરીને આત્મા શુદ્ધ થાય છે, નિર્મળ થાય છે. આ ચારેયને મોક્ષનો માર્ગ ન સમજવો અને તેમનાથી જુદી વસ્તુને મોક્ષનો માર્ગ સમજવો તે મિથ્યાત્વ છે. જીવ-અજીવ જૈન-દર્શનમાં જીવ-અજીવના અંતરને ભિન્ન-ભિન્ન દૃષ્ટિકોણથી ખૂબ બારીકાઈથી સમજાવવામાં આવ્યું છે. આત્મ-વિકાસ તરફ અગ્રસર થનાર વ્યક્તિને જીવ-અજીવના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થવું ખૂબ જ જરૂરી છે. જીવ-અજીવનું સ્વરૂપ જાણનાર જ સંયમનું સ્વરૂપ જાણી શકે છે. જીવનું લક્ષણ છે ચેતના. ચેતના-લક્ષણ જ જીવને અજીવથી, જડ પદાર્થથી જુદો પાડે છે. જેમાં ચૈતન્ય હોય તે જીવ છે અને જેમાં ચૈતન્ય ન હોય તે અજીવ છે. જીવમાં અજીવની શ્રદ્ધા કરવી અને અજીવમાં જીવનો વિશ્વાસ કરવો તે મિથ્યાત્વ છે. સાધુ-અસાધુ સાધુનું લક્ષણ છે–સંપૂર્ણ રૂપે પાંચ મહાવ્રતનું પાલન કરવું. = ( તેરમો બોલ ૦૮૭ ૦ = Jain Educationa International For Personal and Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ–આ પાંચ મહાવ્રતોનું પાલન કરનારાને અસાધુ અને ન પાલન કરનારાને સાધુ સમજવો તે મિથ્યાત્વ છે. મુક્ત-અમુક્ત મુક્ત આત્માનું લક્ષણ છે–આઠ કર્મોથી મુક્તિ કે છૂટકારો મેળવવો. મુક્ત કર્મ-રહિત હોય છે, જે કર્મ-રહિત છે તેને કર્મસહિત સમજવો અને જે કર્મ-સહિત છે તેને કર્મ-રહિત સમજવો તે મિથ્યાત્વ છે. ધર્મ, માર્ગ, જીવ, સાધુ અને મુક્ત–આ પાંચ તત્ત્વો આધ્યાત્મિક ભવનના વિશાળ સ્તંભો છે. જીવ કે આત્મા મૂળ ભીંત છે. ધર્મ અને માર્ગ–બંને તેની ઉન્નતિના સાધનો છે. સાધુ આત્મોન્નતિનું કાર્યક્ષેત્ર છે, કેમ કે ધર્મ કે માર્ગની સાધના સાધુઅવસ્થામાં જ સારી રીતે થવી સંભવિત છે. સાધનાનું અંતિમ લક્ષ્ય કે ઉત્કૃષ્ટ ફળ મોક્ષ છે. - ફ જીવે-અજીવ ૮૮ ૮ = Jain Educationa International For Personal and Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ ચૌદમો બોલ નવ તત્ત્વના ૧૧૫ ભેદ ૧. જીવના ૧૪ ભેદ ૨. અજીવના ૧૪ ભેદ ૩. પુણ્યના ૯ ભેદ ૪. પાપના ૧૮ ભેદ ૫. આચરણના ૨૦ ભેદ ૬. સંવરના ૨૦ ભેદ ૭. નિર્જરાના ૧૨ ભેદ' ૮. બંધના ૪ ભેદ ૯. મોક્ષના ૪ ભેદ તત્ત્વનો અર્થ છે –સર્વસુ. તે વસ્તુ કે જેનું વાસ્તવિક અસ્તિત્વ હોય. તત્ત્વ નવ છે૧. જીવ–ચેતનામય અવિભાજ્ય અસંખ્ય-પ્રદેશી પિંડ. ૨. અજીવ–અચેતન તત્ત્વ.. ૩. પુણ્ય–સુખ આપનાર ઉદીયમાન શુભ કર્મ પુદ્ગલસમૂહ. ૪. પાપ–દુ:ખ આપનાર ઉદીયમાન અશુભ કર્મ પુગલસમૂહ.. .. . . : = ચૌદમો બોલ૦૮૯ ૩ = Jain Educationa International For Personal and Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ૫. આશ્રવ—કર્મ-ગ્રહણ કરનાર આત્માની અવસ્થા. ૬. સંવરકર્મનિરોધ કરનાર આત્માની અવસ્થા ૭. નિર્જરા-કર્મ તોડનાર આત્માની અવસ્થા. ૮. બંધ—આત્માની સાથે દૂધ-પાણીની જેમ એકીભૂત થઈ જનાર કર્મ પુદ્ગલ-સમૂહ. ૯. મોક્ષ—કોનો આત્યંતિક વિયોગ, આત્મ-સ્વરૂપનું પ્રગટીકરણ. ૧. જીવ ઇન્દ્રિયોના આધારે જીવ પાંચ પ્રકારના હોય છે. એક ઇન્દ્રિયવાળા જીવ બે પ્રકારના હોય છે ઃ ૧. સૂક્ષ્મ——આંખોથી ન દેખાતા—જેમનું શરીર દૃષ્ટિગોચર ન હોય તે. ૨. બાદર-જેમનું શરીર દૃષ્ટિગોચર હોય તે. એકેન્દ્રિય સિવાય બીજા કોઈ જીવ સૂક્ષ્મ નથી હોતા. સૂક્ષ્મનો આપણો અર્થ તે જીવો છે, જે સમગ્ર લોકમાં ફેલાયેલા છે અને તે એટલા સૂક્ષ્મ છે કે કોઈ પણ રીતે સ્થૂળ પ્રહાર વડે મારી શકાતા નથી. આથી તેમના વડે કોઈ પણ મનુષ્ય કાયિક-હિંસક નથી બનતો. બાદર એકેન્દ્રિયનું પણ એક જીવનું એક શરીર આપણી દૃષ્ટિનો વિષય નથી થતું. આપણે જે જોઈએ છીએ તે અસંખ્ય જીવોના અસંખ્ય શરીરોનો એક પિંડ હોય છે. પરંતુ સમુદાયની અવસ્થામાં જોઈ શકાય છે, તેટલા માટે તે બાદર જ છે. એકેન્દ્રિય સિવાય ચાર ભેદ બીજી કોઈ જાતિના હોય તો પંચેન્દ્રિયના હોય છે. જેમ એકેન્દ્રિય જીવની સૂક્ષ્મ અને બાદર- -એ બે શ્રેણીઓ છે, તેમ જ પંચેન્દ્રિય જીવ સંશી (સમનસ્ક) અસંશી(અમનસ્ક)- —આ બે ભાગોમાં વિભાજિત છે. ચતુરિન્દ્રિય સુધીના જીવોને મન નથી હોતું. એટલા માટે મનના આધારે તેમના વિભાગો કરવામાં આવતા નથી. પંચેન્દ્રિય જીવ જે સમ્મુર્છન-જન્મથી ઉત્પન્ન થાય છે, તેમને મન નથી હોતું, બાકીના પંચેન્દ્રિય જીવોને મન હોય છે. જીવ અવ૦૯૦ Jain Educationa International For Personal and Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ જીવોના ચૌદ ભેદ આ પ્રમાણે છે– ૧-૨. સૂમ-એકેન્દ્રિયના બે ભેદ–પર્યાપ્ત અને અપર્યાપ્ત. ૩-૪. બાદર એકેન્દ્રિયના બે ભેદ–અપર્યાપ્ત અને પર્યાપ્ત. પ-૬. દીન્દ્રિયના બે ભેદ–અપર્યાપ્ત અને પર્યાપ્ત. ૭-૮, ત્રીન્દ્રિયના બે ભેદ–અપર્યાપ્ત અને પર્યાપ્ત. ૯-૧૦. ચતુરિન્દ્રિયના બે ભેદ–અપર્યાપ્ત અને પર્યાપ્ત. ૧૧-૧૨. અસંજ્ઞી પંચેન્દ્રિયના બે ભેદ– અપર્યાપ્ત અને પર્યાપ્ત. ૧૩-૧૪. સંજ્ઞી પંચેન્દ્રિયના બે ભેદ–અપર્યાપ્ત અને પર્યાપ્ત. ઉપરોક્ત ચૌદ ભેદ શરીર ધારણ કરનારા પ્રાણીઓના છે. જીવ પરિમાણ(સંખ્યા)માં અનંત છે. પ્રદેશ-પરિમાણ અને ચેતનાલક્ષણથી જીવ સમાન છે, છતાં પણ કર્મોની વિવિધતાને લીધે તેમના અનેક ભેદ પડે છે. જેમ કે—કોઈ જીવ સૂક્ષ્મ શરીરવાળો હોય છે, કોઈ સ્થૂળ શરીરવાળો. કોઈ એક ઇન્દ્રિયવાળો, કોઈ બે, ત્રણ, ચાર અને પાંચ ઇન્દ્રિયવાળો. કોઈ સંજ્ઞી(મનસહિત) હોય છે તો કોઈ અસંશી(મનરહિત). એમાં કર્મ-જનિત ભિન્ન-ભિન્ન અવસ્થાઓને કારણે એક જ સ્વરૂપવાળા જીવો અનેક સ્વરૂપવાળા દેખાય છે. આ પ્રકરણમાં જીવના જે ચૌદ ભેદ કરવામાં આવ્યા છે, તે બધા ઉત્પત્તિસમયે પ્રાપ્ત થતી પૌગલિક રચના(પર્યામિ)ની દૃષ્ટિએ કરવામાં આવ્યા છે. પૌગલિક રચનાની યોગ્યતા બધા જીવોમાં સમાન રૂપે નથી હોતી. એક ઇન્દ્રિયવાળા જીવો આહાર, શરીર, ઇન્દ્રિય અને શ્વાસોચ્છવાસ–આ ચાર પયમિઓના અધિકારી હોય છે. હીન્દ્રિયથી લઈને અસંજ્ઞી પંચેન્દ્રિયના જીવ મનઃપયક્તિને છોડીને બાકીની પાંચે પર્યાપ્તિઓના અધિકારી હોય છે. સંજ્ઞી પંચેન્દ્રિયના જીવો છયે પર્યાપ્તિઓના અધિકારી હોય છે. જે જાતિના જીવોમાં જેટલી પયક્તિઓ થઈ શકે છે. તેટલી પામ્યા વિના જ જે જીવો મરી જાય છે અથવા જ્યાં સુધી પૂરી કરી નથી લેતા ત્યાં સુધી તેમને અપર્યાપ્ત કહે છે અને જે જીવો પોતાને યોગ્ય પર્યાપ્તિઓને પ્રાપ્ત કરી લે છે તેઓ પર્યાપ્ત કહેવાય છે. પહેલી ત્રણ પર્યાપ્તિઓને પૂર્ણ કર્યા વિના કોઈપણ જીવ મરી નથી શકતો. તેમની પૂર્તિ પછી = 8 ચૌદમો બોલ૦૯૧ = Jain Educationa International For Personal and Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ પણ એક ઇન્દ્રિયવાળા જીવો શ્વાસોચ્છવાસ પર્યાતિને જયાં સુધી પૂર્ણ નથી કરી લેતા, ત્યાં સુધી તેઓ અપર્યાપ્ત હોય છે અને જે પૂર્ણ કરી લે છે, તેઓ પર્યાપ્ત. દ્વીન્દ્રિયથી લઈને અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવો ભાષા-પર્યાપ્તિને જ્યાં સુધી પૂર્ણ નથી કરતા, ત્યાં સુધી તેઓ અપર્યાપ્ત હોય છે. જે પૂર્ણ કરી લે છે, તે પર્યાપ્ત. સંજ્ઞી પંચેન્દ્રિય જીવ મનઃપયક્તિને જયાં સુધી પૂર્ણ નથી કરતા ત્યાં સુધી તેઓ અપર્યાપ્ત હોય છે અને જેઓ પૂર્ણ કરી લે છે તેઓ પર્યાપ્ત. ૨. અજીવ અજીવના મુખ્ય ભેદ અને ગૌણ ભેદ ચૌદ છે: ૧. ધર્માસ્તિકાયના ત્રણ ભેદ છે–સ્કંધ, દેશ, પ્રદેશ. ૨. અધર્માસ્તિકાયના ત્રણ ભેદ છે—સ્કંધ, દેશ, પ્રદેશ. ૩. આકાશાસ્તિકાયના ત્રણ ભેદ છે–સ્કંધ, દેશ, પ્રદેશ. ૪. કાળનો એક ભેદ છે –કાળ. ૫. પુદ્ગલાસ્તિકાયના ચાર ભેદ છે–સ્કંધ, દેશ, પ્રદેશ, પરમાણુ. સ્કંધ જેના ટૂકડા ન હોય, જે સર્વથા અવિભાજ્ય હોય, તેને સ્કંધ કહેવામાં આવે છે. કેટલાય અલગ-અલગ અવયવો એકઠા થઈને જે એક અવયવી અર્થાત્ એક સમૂહ બની જાય છે તેને પણ સ્કંધ કહેવામાં આવે છે. પરંતુ અહીં પહેલી પરિભાષા જ લાગુ પડે છે. સ્કંધ અનંત છે અને જાત-જાતના છે. જેમ કે બે પરમાણુઓનો સમૂહ દ્વિ-પ્રદેશી સ્કંધ, ત્રણ પરમાણુઓનો સમૂહ ત્રિ-પ્રદેશી ઢંધ, એ રીતે અસંખ્ય, અનંત, અનંતાનંત પરમાણુઓનો સમુદાય ક્રમશઃ અસંખ્ય-પ્રદેશી, અનંત-પ્રદેશી અને અનંતાનંત પ્રદેશી ઢંધ છે. સ્કંધ બે પ્રકારના હોય છે— ૧. સ્વાભાવિક-સ્કંધ–ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાયતેમના સ્કંધો સ્વાભાવિક છે. તેમનું વિભાજન ક્યારેય થઈ શકતું નથી. ૨. વૈભાવિક-સ્કંધ –પુદ્ગલોના સ્કંધ વૈભાવિક છે. તે સમુદાયરૂપ બને છે અને વિખેરાઈ જાય છે. = ૩ જીવ-અજીવ ૯૨ દ Jain Educationa International For Personal and Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ દેશ એનો અર્થ છે–સ્કંધનો કલ્પિત ભાગ. પ્રદેશ એનો અર્થ છે—સ્કંધનો સહુથી સૂકમ અંશ. પરમાણુ એક વર્ણ, એક ગંધ, એક રસ અને બે સ્પર્શ (શીત અને ઉષ્ણમાંથી એક તથા સ્નિગ્ધ અને રુક્ષમાંથી એક)વાળો પ્રદેશ કે પરમાણુ એક જ છે. પરંતુ જ્યાં સુધી તે સ્કંધની સાથે સંલગ્ન રહે છે ત્યાં સુધી તેને પ્રદેશ અને જયારે અંધથી અલગ થઈ જાય છે ત્યારે તેને પરમાણુ કહે છે. (૧) ધર્માસ્તિકાય જીવ અને પુગલોની ગતિમાં તથા હલન-ચલન વગેરેમાં જે સહાયક થાય છે તેને ધમસ્તિકાય કહે છે. જેમ કે માછલીની ગતિમાં પાણી સહાયક થાય છે. • ધમસ્તિકાય સર્વલોકવ્યાપી તથા અસંખ્યાત-પ્રદેશી છે. તે લોકના પ્રત્યેક ભાગમાં વિદ્યમાન છે. - તે ભૂતકાળમાં હતો, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં રહેશે. આથી તે ધ્રુવ છે, નિત્ય છે, શાશ્વત છે અને અક્ષય છે. તે અરૂપી છે–વર્ણ, ગંધ, રસ, સ્પર્શ-રહિત છે. તેના ત્રણ ભેદ છે–સ્કંધ, દેશ અને પ્રદેશ. (૨) અર્ધમાસ્તિકાય જીવ અને પુદ્ગલોને સ્થિર રહેવામાં જે સહાયક થાય છે તેને અધર્માસ્તિકાય કહે છે. તે પણ અસંખ્યાત-પ્રદેશી, સકલ-લોકવ્યાપી, ત્રિકાલ-સ્થાયી અને અરૂપી છે. તેના પણ ત્રણ ભેદ છે– સ્કંધ, દેશ અને પ્રદેશ. (૩) આકાશાસ્તિકાય જેમાં જીવ અને પુદ્ગલ વગેરે દ્રવ્યોને રહેવા માટે સ્થાન મળે, અવકાશ મળે, આશ્રય મળે તે આકાશાસ્તિકાય છે. તે લોક અને અલોક બંનેમાં વ્યાપ્ત છે. તે અનંત-પ્રદેશી છે, ત્રિકાલ-સ્થાયી છે = 2 ચૌદમો બોલ ૦૯૩ ૩ Jain Educationa International For Personal and Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ અને અરૂપી છે. તેના પણ ત્રણ ભેદ છે—સ્કંધ, દેશ અને પ્રદેશ. (૪) કાલ કાલ કાલ્પનિક દ્રવ્ય છે. સૂર્ય-ચંદ્રમાની ગતિવિધિના આધારે તેની કલ્પના કરવામાં આવી છે. તેના સ્કંધ, દેશ અને પ્રદેશ—એ વિભાગો નથી હોતા. કાલનો સૌથી સૂક્ષ્મ ભાગ સમય છે. જે સમય ઉત્પન્ન થાય છે, તે ચાલ્યો જાય છે અને જે ઉત્પન્ન થવાનો છે, તે અનુત્પન્ન છે અર્થાત્ ઉત્પન્ન નથી થયો અને જે વર્તમાન છે, તે એ જ છે. સ્કંધ સમુદયથી બને છે, એટલા માટે કાલના સ્કંધ નથી હોતાસ્કંધ વિના દેશ પણ નથી હોતો. કાલનો આવેલો સમય ચાલ્યો જાય છે, નષ્ટ થઈ જાય છે, આથી કાલના પ્રદેશો પણ નથી હોતા. એટલા માટે કાલનો ભેદ માત્ર એક કાલ જ છે. (૫) પુગલાસ્તિકાય જેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય તેને પુગલાસ્તિકાય કહેવામાં આવે છે. તે મૂર્તિમાન-રૂપી દ્રવ્ય છે, આથી ઇન્દ્રિયોનો વિષય છે. ગળવું અને એકઠા થવું તે તેનો સ્વભાવ છે. તે સમગ્ર લોકમાં વ્યાપ્ત છે. ત્રિકાલવર્તી છે. તેના ચાર ભેદ છે—સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ. ૩. પુણ્ય પુણ્ય શુભકર્મનો ઉદય છે, પહેલા બંધાયેલા શુભકર્મો જ્યારે શુભ ફળ આપે છે ત્યારે તે પુણ્ય કહેવાય છે. પુણ્યના નવ પ્રકાર અન્ન પુણ્ય, પાન પુણ્ય, સ્થાન પુણ્ય, શવ્યા પુણ્ય, વસ્ત્ર પુણ્ય, મન પુણ્ય, વચન પુણ્ય, કાય પુણ્ય, નમસ્કાર પુણ્ય. આ ભેદો વાસ્તવમાં પુણ્યતત્ત્વના નહિ પરંતુ પુણ્યના કારણોના છે. કારણ પણ ઉપાદાન નહીં પરંતુ નિમિત્ત છે. પ્રત્યેક કાર્યમાં ઉપાદાન, નિમિત્ત અને ક્યાંક ક્યાંક નિર્વક– આ ત્રણ કારણોની આવશ્યકતા હોય છે. ઘડાનું ઉપાદાન-કારણ છે માટી, નિમિત્ત-કારણ છે ચાકડો, પ્રમુખ સામગ્રી અને નિર્વતકકારણ છે કુંભાર. આ જ રીતે પુણ્યનું ઉપાદાન-કારણ છે પુણ્યના રૂપમાં પરિણત થના૨ ૫દૂગલ-સમૂહ, નિમિત્ત-કારણ છે છે જીવ-અજીવ ૦૯૪ . Jain Educationa International For Personal and Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ અન્નપાનાદિ પદાર્થ અને નિર્વતક(ઉત્પાદક)-કારણ છે શુભયોગની પ્રવૃત્તિ અને શુભ-નામકર્મનો ઉદય. અન્ન પુણ્યનું નિમિત્ત-કારણ છે, પાણી પુણ્યનું નિમિત્ત-કારણ છે, તેવી જ રીતે સ્થાન, શૈય્યા, પાટ, બાજોટ, વસ્ત્ર વગેરે બધાં પુણ્યનાં નિમિત્ત-કારણો છે. પુણ્યના નવ ભેદ મુનિને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે, તેવું અનુમાન કરી શકાય છે. મુનિને અન્ન-પાન વગેરેની આવશ્યકતા હોય છે, સોના-ચાંદી વગેરેની નહિ. આથી આવશ્યકતા અનુસાર મુનિને અન્ન-પાન વગેરેનું દાન દેવું, દાન દેવા સંબંધમાં મન, વચન તથા કાયાની પ્રવૃત્તિ શુદ્ધ રાખવી અને સાધુને નમસ્કાર કરવો આ શ્રાવક-જીવનનું અંગ છે. પુણ્યની ઉત્પત્તિ ધાર્મિક ક્રિયા વિના થઈ શકતી નથી. એટલા માટે તેને ધર્મ વિના નહિ થઈ શકનારું(ધવિનામવિ પુષ્યમ્) કહેવામાં આવ્યું છે. જીવની માનસિક, વાચિક કે કાયિક જે શુભ પ્રવૃત્તિ હોય છે, તે ધાર્મિક-ક્રિયા છે. તેનાથી આત્મા વિશુદ્ધ બને છે અને તે વિશુદ્ધિની સાથે-સાથે શુભ-કર્મનો સંચય થાય છે. તે શુભકર્મના સંચયને બંધ અથવા દ્રવ્ય-પુણ્ય કહેવામાં આવે છે. પૂર્વસંચિત શુભ-કર્મ જ્યારે ઉદયમાં આવે છે, શુભ ફળ આપે છે ત્યારે તેને પુણ્ય કહેવામાં આવે છે. સાધારણ રીતે (ઉપચારથી) ક્રિયાને અર્થાત્ શુભ-યોગની પ્રવૃત્તિને પણ પુણ્ય કહી દેવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં ક્રિયા પુણ્યનું કારણ છે, પુણ્ય નહીં. પુણ્ય તો ક્રિયાજનિત ફળ છે. ફળ પણ મુખ્ય નહીં, પરંતુ પ્રાસંગિક. મુખ્ય ફળ તો નિર્જરા(આત્માની ઉવળતા) છે. ખેતીનું મુખ્ય ફળ અનાજ હોય છે, ફોતરાં નહીં. શુભ-યોગની પ્રવૃત્તિ આત્માની ઉજ્વળતા માટે કરવી જોઈએ, પુણ્ય માટે નહીં. પ્રશ્ન–એક જ શુભ યોગની પ્રવૃત્તિથી જ નિર્જરા અને શુભકર્મનો સંચય–આ બે કામ કઈ રીતે થઈ શકે? ઉત્તર –એક મુખ્ય ફળની સાથે-સાથે આનુષંગિક ફળ અનેક હોય જ છે. અનાજ માટે કરેલી ખેતીમાં પણ અનાજની સાથે-સાથે અનેક પ્રકારની બીજી વસ્તુઓ પણ મળે છે. મુનિને અન્ન દેવાની જે પ્રવૃત્તિ છે તે શુભ-કાયયોગ છે અને તે પુણ્યનું કારણ છે. તો = = 8 ચૌદમો બોલ૦૯૫ ૩ = - -- - - - - - - -- -- Jain Educationa International For Personal and Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ પણ કારણનો કાર્યમાં ઉપચાર કરીને તે અન્ન દેવાની ક્રિયાને જ પુણ્ય કહી દેવાય છે. પ્રશ્ન-ધર્મ અને પુણ્યમાં શું તફાવત છે? ઉત્તર–સાધારણ ભાષામાં ધર્મ અને પુણ્ય–આ બંને શબ્દોનો અર્થ એક જ કરવામાં આવે છે, પરંતુ તાત્વિક દૃષ્ટિએ ધર્મ અને પુણ્યમાં આકાશ-પાતાળનું અંતર છે. મિથ્યાત્વ, અવત, પ્રમાદ, કષાય અને યોગ આશ્રવનો નિરોધ કરવો તે સંવર-ધર્મ છે. મન, વચન અને કાયાની શુભ-પ્રવૃત્તિ કરવી તે નિર્જરા-ધર્મ છે. જે સમયે શુભ-યોગની પ્રવૃત્તિ થતી હોય છે તે સમયે આત્માની સાથે જે શુભ-પુગલોનો સંબંધ થાય છે તે દ્રવ્ય-પુણ્ય અથવા સતુ-કર્મનો બંધ કહેવાય છે અને જે સમયે તે સંબંધિત કમ ઉદયમાં આવીને આત્માને ફળ આપે છે ત્યારે તે શુભ-કર્મની ઉદયમાન અવસ્થાનું નામ પુણ્ય છે. ધર્મ આત્માનું ઉજવળ પરિણામ છે અને પુણ્ય પૌગલિક છે, ભૌતિક સુખનું કારણ છે. પ્રશ્ન-અધર્મ અને પાપમાં શું તફાવત છે? ઉત્તર–મિથ્યાત્વ વગેરે ચાર આશ્રવો અને અશુભ-યોગમય જે આત્મ-પરિણામ છે તે અધર્મ છે અને આ આત્મીય-અવસ્થાથી જ જે અશુભ-પુગલ સાથે જોડાય છે, તે અશુભ-કર્મનો બંધ છે અને આ બંધ જ્યારે ઉદીયમાન અવસ્થામાં આવે છે ત્યારે તે પાપ કહેવાય છે. અધર્મ આત્માનું મલિન પરિણામ છે અને પાપ, જ્ઞાન વગેરે આત્મ-ગુણોને આવૃત્ત કરનાર તથા દુઃખ આપનાર પુગલસમૂહ છે. પ્રશ્ન-પુણ્યની ઉત્પત્તિ સ્વતંત્ર છે કે નહીં? ધર્મ વિના પુણ્યનો બંધ થાય છે કે નહીં? ઉત્તર–આત્માની જેટલી ક્રિયાઓ હોય છે તેના બે પ્રકાર છે– અશુભ અને શુભ. અશુભ ક્રિયાથી પાપ-કર્મનો બંધ થાય છે અને શુભ-ક્રિયાથી બે કાર્ય થાય છે–એક મુખ્ય, બીજું ગૌણ. શુભયોગની પ્રવૃત્તિથી મુખ્યત્વે કર્મ-નિર્જરા થાય છે અને તેના પ્રાસંગિક ફળના રૂપમાં પુણ્યનો બંધ થાય છે. તે પુણ્ય-બંધનું સ્વરૂપ છે. હવે આ વિષયમાં ધ્યાન દેવાની વાત એ છે કે અશુભ-પ્રવૃત્તિથી તો પુણ્યનો બંધ થતો જ નથી અને જયાં ક્યાંય શુભ-પ્રવૃત્તિ હોય છે = . જીવ-અજીવ ૦૯૬ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ ત્યાં નિર્જરા અવશ્ય હોય. નિર્જરાથી આત્મા ઉશ્વળ થાય છે, આથી તે ધર્મ છે. તેના સિવાય કોઈપણ એવું સ્થાન બચતું નથી, જ્યાં ધર્મના સાહચર્ય વિના પુણ્યનો બંધ થતો હોય. આ પણ નિશ્ચિત છે કે શુભ અથવા અશુભ-પ્રવૃત્તિ વિના કોઈ કામ થઈ નથી શકતું. આથી ધર્મ વિના પુણ્ય નથી–આ વાત સૈદ્ધાંતિક અને તાર્કિક– ઉભય દષ્ટિએ સંગત છે. પ્રશ્ન–કેટલાક લોકોની એવી માન્યતા છે કે મિથ્યાત્વી ધર્મ નથી કરી શકતો પરંતુ પુણ્ય બાંધે છે–એનું સમાધાન કઈ રીતે થશે? ઉત્તર–આત્માનો તે પરિણામ ધર્મ જ છે કે જે આત્માને ઉઠવળ બનાવે છે. મિથ્યાત્વી શુભ-ક્રિયા કરે છે, તેનાથી કર્મ છૂટાં પડે છે. કર્મ છૂટાં થવાથી આત્મા ઉજ્વળ થાય છે, એટલા માટે તેની શુભ-ક્રિયા ધર્મ છે. જો મિથ્યાત્વીના આત્માની ઉવળતા ન માનવામાં આવે તો પછી આત્મા ઉજ્જવળ થયા વિના મિથ્યાત્વી મિથ્યાત્વ છોડીને સમ્મસ્વી કઈ રીતે બની શકે ? ૪. પાપ પાપ અશુભ કર્મનો ઉદય છે. પહેલાં બંધાયેલું અશુભ-કર્મ ઉદયમાં આવીને જ્યારે અશુભ-ફળ આપે છે ત્યારે તે પાપ કહેવાય છે. પાપ અઢાર પ્રકારનું છે : ૧.પ્રાણાતિપાત પાપ–પ્રાણ-વિયોજનથી આત્મા સાથે ચોંટનાર પુગલ-સમૂહ. ૨. મૃષાવાદ પાપ –અસત્ય બોલવાથી " ૩. અદત્તાદાન પાપ–ચોરી કરવાથી ૪. મૈથુન પાપ–અબ્રહ્મચર્ય-સેવનથી ૫. પરિગ્રહ પાપ-પરિગ્રહ રાખવાથી ૬. ક્રોધ પાપ–ક્રોધ કરવાથી ૭. માન પાપ–અભિમાન કરવાથી ૮. માયા પાપ-માયા-કપટ કરવાથી ૯. લોભ પાપ–લોભ કરવાથી ૧૦. રાગ પાપ–રાગ કરવાથી , ,, = = . ચૌદમો બોલ૦૯૭ ૩ = Jain Educationa International For Personal and Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૧. . દ્વેષ પાપ દ્વેષ કરવાથી આત્મા સાથે ચોંટનાર પુદ્ગલ-સમૂહ "" ૧૨. કલહ પાપ—કલહ કરવાથી ૧૩. અભ્યાખ્યાન પાપજૂઠો આરોપ લગાડવાથી ૧૪. પૈશૂન્ય પાપ—ચાડી-ચૂગલી ક૨વાથી ૧૫. પર-પરિવાદ પાપ-નિંદા કરવાથી ૧૬. રતિ-અરિત પાપ— અસંયમમાં રુચિ સંયમમાં અરુચિ }, 33 ,, 93 93 Jain Educationa International 31 For Personal and Private Use Only ,, ૧૭. માયા-મૃષા પાપ—માયા-સહિત અસત્ય બોલવાથી ૧૮. મિથ્યાદર્શનશલ્ય પાપ—વિપરીત શ્રદ્ધારૂપી શલ્યથી 33 33 "" 37 "" "" "" આ ભેદ વાસ્તવમાં પાપ-તત્ત્વના નથી પરંતુ જે કારણોથી પાપકર્મ બંધાય છે, તે કા૨ણો અનુસાર બધ્યમાન અવસ્થાએ પાપને અઢાર ભાગમાં વિભક્ત કરવામાં આવ્યું છે. પ્રાણોનો વિયોગ કરવો તે યોગ-આશ્રવ કહેવાય છે અને પ્રાણ-વિયોગ કરવાથી જે કર્મ બંધાય છે તે પ્રાણાતિપાત-પાપ કહેવાય છે. તે પુદ્ગલ-સમૂહનો આત્માની સાથે સંબંધ થવાનો હેતુ પ્રાણ-વિયોજન છે. જો આત્મા વડે પ્રાણ-વિયોજન કરવામાં આવતું નથી, તો તે પુદ્ગલ-સમૂહ પણ આત્માની સાથે સંબંધ કરી શકતો નથી. આથી તે ક્રિયાથી જે કર્મ બંધાય છે, તે તે જ ક્રિયાના નામથી ઓળખવામાં આવે છે. 32 જે કર્મના ઉદયથી જીવ હિંસા કરે છે, અસત્ય બોલે છે તથા તે જ પ્રકારના અન્ય પાપો કરે છે, તે કર્મને પ્રાણાતિપાત પાપ-સ્થાન, મૃષાવાદ પાપ-સ્થાન વગેરે કહેવામાં આવે છે. ૫. આશ્રવ કર્મ ગ્રહણ કરનારી આત્માની અવસ્થાને આશ્રવ કહેવાય છે. આ જીવની અવસ્થા છે, આથી જીવ છે. આત્મા દ્વારા જે કર્મપુદ્ગલો ગ્રહણ કરાય છે, તે અજીવ છે. આશ્રવના મુખ્ય ભેદ પાંચ છે ઃ ૧. મિથ્યાત્વ આશ્રવ—વિપરીત શ્રદ્ધાન, તત્ત્વ પ્રત્યે અરુચિ. ૨. અવ્રત આશ્રવ—અત્યાગ ભાવ. પૌદ્ગલિક સુખો પ્રત્યે અવ્યક્ત લાલસા. ૩. પ્રમાદ આશ્રવ—ધર્મ પ્રત્યે અનુત્સાહ. પ્રમાદ આશ્રવની વ્યાખ્યા પ્રાયઃ નિદ્રા, વિકથા વગેરે પાંચ પ્રમાદના રૂપમાં ઉપલબ્ધ જીવ-અજીવ ૦૯૮ Page #108 -------------------------------------------------------------------------- ________________ થાય છે અને આ પરિભાષાથી યોગ-આશ્રવ તથા પ્રમાદ-આશ્રવના કોઈ ભેદ જ રહેતો નથી. ભિક્ષુ સ્વામી અનુસાર પ્રમાદ-આશ્રવ આત્મ-પ્રદેશવર્તી અનુત્સાહ છે, નિદ્રા વગેરે નહીં. નિદ્રા-વિકથા વગેરે મન-વાણી અને કાય-યોગનાં કાર્યો છે. યોગજનિત કાર્યોનો સમાવેશ યોગ-આશ્રવમાં જ થાય છે, બીજામાં નહીં. પ્રમાદ અને યોગ-આશ્રવનો ભેદ સ્પષ્ટ છે. જેવી રીતે નિદ્રા વગેરે નૈરંતરિક નહીં, પરંતુ પ્રમાદ-આશ્રવ નૈરંતરિક છે, એટલા માટે તેમણે લખ્યું છે– તિણ શું લાગે નિરંતર પાપો રે.' ૪. કષાય આશ્રવ–આત્મ-પ્રદેશોમાં ક્રોધ વગેરે ચાર કષાયોની ઉત્તમિ. મુખની રતાશ, ભૃકુટી વગેરે જે દેખાતા વિકાર છે, તે યોગ-આશ્રવ છે, કષાય-આશ્રવ નહીં. કષાય-આશ્રવ તો આત્માની આંતરિક તમિ છે. ૫. યોગ આશ્રવ–મન, વચન અને કાયાની પ્રવૃત્તિ. તેના બે ભેદ છે–શુભયોગ આશ્રવ અને અશુભયોગ આશ્રવ. શુભયોગથી નિર્જરા થાય છે. તે અપેક્ષાએ તે શુભયોગ આશ્રવ નથી પરંતુ તે શુભકર્મના બંધનું કારણ પણ છે, એટલા માટે તે શુભ-યોગ આશ્રવ છે. પ્રશ્ન–શુભયોગ આશ્રવ કેવી રીતે? ઉત્તર–શુભયોગથી બે કાર્ય થાય છે–શુભ કર્મનો બંધ અને અશુભ કર્મની નિર્જરા. શુભ કર્મનો બંધ થાય છે, તેથી કરીને તે શુભયોગ આશ્રવ કહેવાય છે, અને કર્મોનો ક્ષય થાય છે એટલે તેને નિર્જરા કહેવામાં આવે છે. વસ્તુસ્થિતિ જ એવી છે કે શુભયોગ અથવા શુભ અધ્યવસાય વિના નિર્જરા પણ નથી થઈ શકતી અને પુણ્યનો બંધ પણ નથી થઈ શકતો. આત્માની પ્રવૃત્તિ બે પ્રકારની હોય છે–બાહ્ય અને આત્યંતર. જે બાહ્ય પ્રવૃત્તિ હોય છે તેને યોગ કહે છે અને જે અત્યંતર પ્રવૃત્તિ હોય છે તેને અધ્યવસાય કહે છે. યોગ તથા અધ્યવસાય—એ બંને બબ્બે પ્રકારના હોય છે–શુભ અને અશુભ. તેમની અશુભ પ્રવૃત્તિથી પાપ-કર્મ બંધાય છે અને આત્મા મલિન થાય છે તથા શુભ પ્રવૃત્તિથી નિર્જરા થાય છે, આત્મા ઉજ્જવળ થાય છે અને પુણ્ય-કર્મ બંધાય છે. એક જ કારણથી બે કામ કેવી રીતે થઈ શકે છે, તેનો શાસ્ત્રીય = ચૌદમો બોલ૦૯૯ = Jain Educationa International For Personal and Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ જાય એ છે કે શુભયોગ મોહનીય-કર્મના ક્ષય, ઉપશમ અથવા ક્ષયોપશમ વડે તથા શુભ નામકર્મના ઉદયથી નિષ્પન્ન થાય છે. શુભ-યોગ ક્ષય, ક્ષયોપશમ અથવા ઉપશમ વડે નિષ્પન્ન થાય છે, એટલા માટે તે (શુભયોગ) વડે નિર્જરા થાય છે અને તે ઉદય વડે પણ નિષ્પન્ન થાય છે, એટલા માટે તેનાથી શુભ-કર્મ બંધાય છે. આથી કરીને નિર્જરા અને પુણ્યબંધનું કારણ જે વ્યવહારિક દૃષ્ટિથી એક જ દેખાય છે, પરંતુ તાત્વિક દૃષ્ટિથી એક નથી. નિર્જરાનું કારણ શુભ-યોગનો ક્ષાયિક, લાયોપથમિક અથવા ઔપથમિક સ્વભાવ છે અને પુણ્યબંધનું કારણ ઔદયિક સ્વભાવ છે. આને એવી રીતે સમજાવી શકાય કે એક જ શુભ-યોગ બે સ્વભાવવાળો છે અને તેના બે સ્વભાવ વડે જ બે કામ થાય છે, એક સ્વભાવ વડે નહીં. જેમ એક જ સૂર્ય પોતાના બે સ્વભાવોથી બે કામ કરે છે– પ્રકાશ આપે છે અને ગરમી વધારે છે. દીવો બળે છે, તેનાથી પ્રકાશ મળે છે અને કાજળ બને છે. સ્થૂળ દૃષ્ટિએ એમ માની લેવાય છે કે દીપકના એક જ સ્વભાવથી પ્રકાશ થાય છે અને કાજળ મળે છે, પરંતુ વાસ્તવમાં જે તેજોમય અગ્નિ છે તેના કારણથી પ્રકાશ થાય છે અને તેલની વાટ સળગે છે તે કારણથી કાર્બન(કોલસાનો અંશ) એકઠો થઈને કાજળ બને છે. ઘઉં વાવવાથી ઘઉં નીપજે છે પરંતુ સાથોસાથ કોદરી પણ મળે છે. શુભ-યોગ રૂપી ઘઉં વડે નિર્જરારૂપી ઘઉં ઉપજે છે પરંતુ પુણ્યરૂપી કોદરીથી રહિત નથી ઉપજી શકતા, કેમ કે શુભ-યોગની એવી સ્થિતિ ક્યાંય પણ નથી હોતી જ્યાં નામકર્મનો ઉદય ન હોય, એટલા માટે જ્યાં શુભ-યોગથી નિર્જરા થાય છે ત્યાં પુણ્ય અવશ્ય બંધાય છે. આ વિષયમાં એક વાત બીજી પણ ધ્યાનમાં રાખવાની છે કે નિર્જરા શુભ-યોગથી થાય છે, નહીં કે શુભયોગ આશ્રવથી. ૧. જયાચાર્યે લખ્યું છે શુભ યોગો ને સોય રે, કહિયે આશ્રવ નિર્જરા. તાસ ન્યાય અવલોય રે, ચિત્ત લગાઈ સાંભલો // શુભ જોગાં કરી તાસ રે, કર્મ કટે તિણ કારણે કહી નિર્જરા જાસ રે, કરણી લેખે જાણવી | તે શુભ જોગ કરીજ રે, પુણ્ય બંધે તિણ કારણે છે આશ્રવ જાસ કહી જે રે, વારું ન્યાય વિચારિયે || . == . જીવ-અજીવ ૦ ૧૦૦ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન–શુભયોગથી નિર્જરા થાય છે અને નિર્જરાથી મુક્તિ પ્રાપ્ત થાય છે પરંતુ શુભ-યોગની સાથે-સાથે શુભ-કર્મનો બંધ પણ ચાલુ રહેતો હોય તો મુક્તિ કેવી રીતે થઈ શકે ? ઉત્તર–આત્મા કર્મથી એટલો આવૃત્ત છે કે એક સાથે તેની મુક્તિ થતી નથી. ક્રમશઃ પ્રયત્ન કરતાં કરતાં જેમ જેમ નિર્જરા વધતી જાય છે, તેમ તેમ આત્મા વિશુદ્ધ બનતો જાય છે. આત્માની સાથે કર્મ-પરમાણુઓનો સંબંધ મુખ્યત્વે કષાય અને યોગની સહાયતાથી થાય છે. જયારે કષાય પ્રબળ હોય છે ત્યારે કર્મપરમાણુ આત્માની સાથે વધુ સંખ્યામાં ચોંટે છે, વધુ કાળ સુધી રહી શકે છે અને તીવ્ર ફળ આપે છે. જ્યારે કષાય નિર્બળ થઈ જાય છે ત્યારે તેનું બંધન પણ બળવાન નથી હોતું. પ્રશ્ન–શુભયોગ મુક્તિનો સાધક છે કે બાધક? ઉત્તર–તે સાધક પણ છે અને બાધક પણ. શુભ-યોગથી નિર્જરા થાય છે, આથી મુક્તિનો સાધક છે અને શુભ-યોગથી પુણ્ય બંધાય છે, આથી કરીને તે મુક્તિનો બાધક છે. ૧ - ઈંધણ જેટલું ભીનું હોય છે તેટલો જ પ્રકાશની સાથે ધુમાડો પણ રહે છે. બરાબર એ જ રીતે જ્યાં સુધી આત્માના કષાય અને યોગ-આશ્રવ પ્રબળ હોય છે ત્યાં સુધી કર્મનો બંધ પણ પ્રબળ હોય છે. જ્યારે કષાયનો નાશ થઈ જાય છે ત્યારે અશુભ-કર્મનું બંધાવું તો બિલકુલ અટકી જ જાય છે અને જે શુભ-કર્મ બંધાય છે તે પણ એટલી ઓછી સ્થિતિનું બંધાય છે કે પહેલા સમયમાં બંધાય છે, બીજા સમયમાં ઉદયમાં આવી જાય છે અને ત્રીજા સમયમાં નષ્ટ થઈ જાય છે. એટલા માટે આત્માની મુક્તિ થવામાં કોઈ બાધા આવતી નથી. આત્માની મુક્તિ થવામાં બે બાધા છે : છબસ્થના શુભ યોગ રે, કર્મ કટે છે તેહ થી ! ક્ષયોપશમ-ભાવ પ્રયોગ રે, શિવ સાધક છે તેહ હું ! છમસ્થના શુભ યોગ રે, પુણ્ય બળે છે તેહ થી ! ઉદયભાવ સ્ પ્રયોગ રે, શિવ બાધક ઇણ કારણે || જયાચાર્યકૃત–સાધક-બાધક-સોરઠા ==' ચૌદમો બોલ - ૧૦૧ = Jain Educationa International For Personal and Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧. કર્મનો બંધ ચાલુ રહેવો. ૨. બંધાયેલાં કર્મોનો ક્ષય ન થવો. બારમા ગુણસ્થાનમાં ચાર આશ્રવ તથા અશુભ યોગ આશ્રવનો નિરોધ થઈ જાય છે, પાપ-કર્મનો બંધ થવો અટકી જાય છે. માત્ર શુભ-કર્મનો બંધ રહે છે, તે પણ અત્યંત અલ્પ સ્થિતિનો(બે સમયની સ્થિતિનો) હોય છે. ચૌદમા ગુણસ્થાનમાં યોગનો પણ સમગ્રપણે નિરોધ થઈ જાય છે. યોગનો નિરોધ થવાથી શુભ કર્મનો બંધ પણ અટકી જાય છે, બાકીના કર્મો ક્ષીણ થઈ જાય છે અને આત્મા મુક્ત થઈ જાય છે. યોગ આશ્રવ સ્વતંત્ર પણ છે અને પૂર્વવર્તી ચાર આશ્રવોનું બાહ્ય રૂપમાં પ્રદર્શન પણ કરે છે. આશ્રવના પાંચ મુખ્ય ભેદોનું આ સંક્ષિપ્ત વિવરણ છે. યોગ અને આશ્રવના ગૌણ(અવાંતર) ભેદો પંદર છે. તેમનું વિવરણ આ પ્રમાણે છે— ૧. પ્રાણાતિપાત આશ્રવ—પ્રાણોનો અતિપાત—વિયોગ ક૨વો, જીવવધ કરવો. ૨. મૃષાવાદ આશ્રવ—જૂઠું બોલવું. ૩. અદત્તાદાન આશ્રવ—ચોરી કરવી. ૪. મૈથુન આશ્રવ—અબ્રહ્મચર્ય-સેવન કરવું. ૫. પરિગ્રહ આશ્રવ—ધન-ધાન્ય, મકાન આદિ પર મમત્વ રાખવું. ૬. શ્રોત્રેન્દ્રિય આશ્રવ—શ્રોત્રેન્દ્રિયની રાગ-દ્વેષયુક્ત પ્રવૃત્તિ. ૭. ચક્ષુઃઇન્દ્રિય આશ્રવ—ચક્ષુઃ ઇન્દ્રિયની રાગ-દ્વેષયુક્ત પ્રવૃત્તિ. ૮. ઘ્રાણેન્દ્રિય આશ્રવ—ઘ્રાણેન્દ્રિયની રાગ-દ્વેષયુક્ત પ્રવૃત્તિ. ૯. રસનેન્દ્રિય આશ્રવ—રસનેન્દ્રિયની રાગ-દ્વેષયુક્ત પ્રવૃત્તિ. ૧૦. સ્પર્શનેન્દ્રિય આશ્રવ—સ્પર્શન ઇન્દ્રિયની રાગ-દ્વેષયુક્ત પ્રવૃત્તિ, ૧૧. મન આશ્રવ—મનની પ્રવૃત્તિ. જીવ-અજીવ ૭ ૧૦૨ Jain Educationa International For Personal and Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૨. વચન આશ્રવ –વાણીની પ્રવૃત્તિ. ૧૩. કાય આશ્રવ–શરીરની પ્રવૃત્તિ. ૧૪. ભાંડોપકરણ આશ્રવ–ભંડ-પાત્ર, ઉપકરણ-વસ્ત્ર વગેરેને યત્નપૂર્વક ન રાખવાં. ૧૫. શુચિ કુશાગ્ર માત્ર આશ્રવ–કિંચિત્ માત્ર પણ–થોડીક પણ પાપયુક્ત પ્રવૃત્તિ. મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને અશુભ યોગ આશ્રવથી અશુભ કર્મોનો બંધ થાય છે. શુભ કર્મ યોગની પ્રવૃત્તિથી શુભ કર્મનો બંધ થાય છે. તે શુભ કર્મના બંધની અપેક્ષાએ શુભ યોગ આશ્રવની કોટિમાં આવે છે. તે શુભ યોગ આશ્રવ કહેવાય છે. ૬. સંવર કર્મનો વિરોધ કરનારી આત્માની અવસ્થાનું નામ સંવર છે. સંવર આશ્રવનું વિરોધી તત્ત્વ છે. આશ્રવ કર્મ-ગ્રાહક અવસ્થા છે અને સંવર કર્મ-નિરોધક. આશ્રવની ભેદ-સંખ્યા વીસ છે અને સંવરની પણ ભેદ-સંખ્યા વીસ છે. પ્રત્યેક આશ્રવનો એક-એક સંવર પ્રતિપક્ષી છે, જેમ કે–મિથ્યાત્વ આશ્રવનો પ્રતિપક્ષી સમ્યક્ત-સંવર છે. અવ્રત-આશ્રવનો પ્રતિપક્ષી વ્રત-સંવર છે. પ્રમાદ-આશ્રવનો પ્રતિપક્ષી અપ્રમાદ-સંવર છે. કષાય-આશ્રવનો પ્રતિપક્ષી અકષાય-સંવર છે અને યોગ-આશ્રવનો પ્રતિપક્ષી અયોગ-સંવર છે. એ જ રીતે પ્રાણાતિપાત વગેરે પંદર આશ્રવોના અપ્રાણાતિપાત વગેરે પંદર સંવરો પ્રતિપક્ષી છે. સંવરના વીસ ભેદ છે : ૧. સમ્યક્ત સંવર, ૨. વ્રત સંવર, ૩. અપ્રમાદ સંવર, ૪. અકષાય સંવર, ૫. અયોગ સંવર, ૬. પ્રાણાતિપાત વિરમણ સંવર, ૭. મૃષાવાદ વિરમણ સંવર, ૮. અદત્તાદાન વિરમણ સંવ૨, ૯. અબ્રહ્મચર્ય વિરમણ સંવર, ૧૦. પરિગ્રહ વિરમણ સંવર, ૧૧. શ્રોત્રેન્દ્રિય નિગ્રહ સંવર, ૧૨. ચક્ષઃ ઇન્દ્રિય-નિગ્રહ સંવર, ૧૩. ધ્રાણેન્દ્રિય-નિગ્રહ સંવર, ૧૪. રસનેન્દ્રિય-નિગ્રહ સંવર, ૧૫. સ્પર્શનેન્દ્રિય-નિગ્રહ સંવર, ૧૬. મનો-નિગ્રહ સંવર, ૧૭. વચનનિગ્રહ સંવર, ૧૮. કાય-નિગ્રહ સંવરે, ૧૯. ભંડોપકરણ રાખવામાં અયતના ન કરવા રૂપ સંવર, ૨૦. શુચિ કુશાગ્ર માત્ર દોષ સેવન = ચૌદમો બોલ૦ ૧૦૩ Jain Educationa International For Personal and Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ન કરવા રૂપ સંવર. સમ્યત્વ સંવર વિપરીત શ્રદ્ધાનનો ત્યાગ કરવો તે સમ્યત્વ સંવર છે. સમ્યક્તની પ્રાપ્તિ થવા છતાં પણ ત્યાગ કર્યા વિના સમ્યક્ત સંવર નથી થઈ શકતો. અનંતાનુબંધી ચતુષ્ટય-ક્રોધ, માન, માયા અને લોભ-ના ઉપશમ, ક્ષય તથા ક્ષયોપશમ વડે સમ્યક્તની પ્રાપ્તિ થાય છે અને સંવર અપ્રત્યાખ્યાનીય ચતુષ્ટયના ઉપશમથી થાય વ્રત સંવર વ્યક્ત અને અવ્યક્ત આશાનો પરિત્યાગ કરવો તે વ્રત સંવર છે. જે પદાર્થ ન તો કોઈ વાર ઉપયોગમાં લેવામાં આવ્યો હોય અને ન ક્યારેય તેનું નામ પણ સાંભળ્યું હોય તો પણ તેની આશા, તેને ભોગવવાની પિપાસા જ થતી હોય છે, તેને જોતાં જ લાલસા પ્રબળ થઈ જાય છે તેનું કારણ અવ્યક્ત આશા જ છે. સમ્યક્ત સંવર અને વ્રત સંવર–આ બંને સંવર ત્યાગ કરવાથી થાય છે, અન્યથા નહિ. અપ્રમાદ સંવર આત્મપ્રદેશ-સ્થિત અનુત્સાહનો ક્ષય થવો તે અપ્રમાદ સંવર છે. અકષાય સંવર આત્મપ્રદેશ-સ્થિત કષાય(ક્રોધ, માન, માયા અને લોભ)નો ક્ષય થવો તે અકષાય સંવર છે. અયોગ સંવર યોગનો નિરોધ થવો તે અયોગ સંવર છે. નવ હી પદાર્થ શ્રદ્ધ. યથાતથ્ય ! તિણ ને કહી જે સમ્યક્ત નિધાન ! પછે ત્યાગ કરે ઊંધા સરધણ તણા | - તે સમ્યક્ત સંવર પ્રધાન ; } .?' નવ-પદાર્થ, સંવર-પદાર્થ, ઢાલ, ૧ (ગા) ૧) જીવાજીવ ૦ ૧૦૪ સ = = - Jain Educationa International For Personal and Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ અપ્રમાદ, અકષાય, અયોગ–આ ટાણે સંવર પરિત્યાગ કરવાથી નથી થતા પરંતુ તપસ્યા આદિ સાધનો દ્વારા આત્મિક ઉ4ળતા થવાથી જ થાય છે.' સમ્યક્ત, વ્રત, અપ્રમાદ, અકષાય અને અયોગ–આ પાંચ સંવરો ઉપરાંત જે પંદર ભેદ છે, તે વ્રત સંવરના જ છે. તે પંદર ભેદોમાં ત્યાગની અપેક્ષા રહે છે. સાવદ્ય-યોગનો ત્યાગ કરવાથી જ તે સંવરો થાય છે. પ્રશ્ન–પ્રાણાતિપાત વગેરે પંદર આશ્રવ યોગ-આશ્રવના ભેદો છે. તો પછી પ્રાણાતિપાત વિરમણ વગેરે પંદર સંવરો અયોગસંવરના ભેદ ન હોતાં વ્રત-સંવરના ભેદો કેમ? ઉત્તર––અવ્રત-આશ્રવનું કારણ સાવદ્ય-યોગની પ્રવૃત્તિ છે. અર્થાત્ પ્રાણાતિપાત વગેરે પંદર આશ્રવ છે. પ્રાણાતિપાત વગેરે પંદર પાપકારી પ્રવૃત્તિઓનો ત્યાગ નહીં—એ અવ્રત-આશ્રવ છે અને એ પંદર આશ્રવ પ્રવૃત્તિરૂપ છે. મન, વચન અને શરીરની અસત્ પ્રવૃત્તિથી જ હિંસા વગેરે કરવામાં આવે છે. પ્રવૃત્તિ કરવી તે યોગ-આશ્રવ છે, આથી તે બધા તેની(યોગ-આશ્રવની) અંતર્ગત આવે છે. તે પંદર આવોનું પ્રત્યાખ્યાન કરવાથી અત્યાગ-ભાવના રૂપ અવ્રત-આશ્રવનો નિરોધ થઈ જાય છે, વ્રત સંવર થઈ જાય છે. હવે પ્રશ્ન એ ઉઠે કે તેમના પ્રત્યાખ્યાનથી અયોગ-સંવર કેમ નથી થતો? તેનું કારણ એ છે કે યૌગિક પ્રવૃત્તિ બે પ્રકારની છે— શુભ અને અશુભ. અયોગ-સંવર આ બંનેનો સર્વથા નિરોધ કરવાથી થાય છે. અશુભ-પ્રવૃત્તિઓનું આંશિક પ્રત્યાખ્યાન પાંચમા ગુણસ્થાનમાં અને પૂર્ણ પ્રત્યાખ્યાન છઠ્ઠા ગુણસ્થાનમાં થાય છે, પરંતુ શુભ પ્રવૃત્તિ તેરમા ગુણસ્થાન સુધી ચાલુ રહે છે. તેનો પૂર્ણ નિરોધ મુક્ત થતા પહેલાં ચૌદમા ગુણસ્થાનમાં જ થાય છે. આથી કરીને પ્રાણાતિપાત વગેરે સાવદ્ય પ્રવૃત્તિઓના પ્રત્યાખ્યાનમાં પ્રધાનપણે વ્રત-સંવર જ થાય છે. યોગ પર તેની અસર માત્ર એટલી ૧. નવ પદાર્થ, સંવર, ઢાલ ૧, ગાથા ૯ પ્રમાદ આશ્રવ ને કષાય યોગ આશ્રવ, યે તો નહીં મિટે કિયાં પચ્ચખાણ ! યે તો સહજે મિટે છે કર્મ અલગ હુયાં, તિણ રી અંતરંગ કીજો પહિચાન ' = ચૌદમો બોલ૦ ૧૦૫ = Jain Educationa International For Personal and Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ જ હોય છે કે મન, વાણી અને શરીરની પ્રવૃત્તિ અશુભ નથી હોતી. અપેક્ષા દૃષ્ટિએ આંશિક રૂપમાં અયોગ-સંવર થઈ પણ શકે છે. પણ તે અયોગ-સંવરનો અંશ કહેવાય છે, અયોગ-સંવ૨ નહીં. ૭. નિર્જરા શુભ યોગની પ્રવૃત્તિથી થનારી આત્માની આંશિક ઉજવળતાને નિર્જરા કહે છે. નિર્જરા એક જ છે, તો પણ કારણને કાર્ય માનીને તેના બાર ભેદ કરવામાં આવ્યા છે. જે રીતે એક જ સ્વરૂપવાળો અગ્નિ કાષ્ટ, પાષાણ, છાણ તથા તણ વગેરે કારણોના ભેદથી અનેક પ્રકારનો કહેવામાં આવે છે, તેવી જ રીતે તપસ્યાઓના ભેદથી નિર્જરા પણ બાર પ્રકારની કહેવાઈ છે. પરંતુ સ્વરૂપની દૃષ્ટિથી તે એક જ પ્રકારની છે. નિર્જરાના બાર ભેદ છે : ૧. અનશન ત્રણ કે ચાર આહારોનો ત્યાગ કરવો તે અનશન છે. ઓછામાં ઓછું તે એક દિવસ-રાતનું અને વધુમાં વધુ છ માસ સુધીનું હોય છે. ૨. ઊણોદરી જેટલી માત્રામાં ભોજન કરવાની રુચિ હોય, તેનાથી ઓછું ખાવું, પેટને કંઈક ભૂખ્યું રાખવું તે ઊણોદરી. ૩. ભિક્ષાચારી વૃત્તિહાસ–અભિગ્રહ કરવો, જેમ કે સાધુ અભિગ્રહ કરે છે કે આટલા ઘરોથી વધુ ઘરોમાંથી આજે ભિક્ષા ગ્રહણ નહીં કરું, આજ જો ભિક્ષામાં અમુક પદાર્થ ન મળે તો ભોજન નહીં કરું વગેરે. ૪. રસ-પરિત્યાગ વિગઈ (દૂધ, દહીં, માખણ વગેરે)નો ત્યાગ કરવો. ૫. કાયક્લેશ આસન વગેરે કરવા તથા શરીરના મમત્વનો ત્યાગ કરવો. ૧. ચાર પ્રકારનો આહાર–અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય. = જીવ-અજીવ, ૧૦૬ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ ૬. પ્રતિસલીનતા ઇન્દ્રિયોને પોતપોતાના વિષયોથી દૂર રાખવી. આ છ ભેદ બાહ્ય તપસ્યાના છે. તે આત્મશુદ્ધિનાં બહિરંગ કારણો છે. તે બાહ્ય શરીરને તપાવનારા છે, આથી તેમને બાહ્યતા કહેવામાં આવે છે. ૭. પ્રાયશ્ચિત્ત જે કામ આચરણ યોગ્ય નથી, તેવું કામ થઈ જાય ત્યારે તેની વિશુદ્ધિ માટે યથોચિત અનુષ્ઠાન કરવું અર્થાત્ અનુચિત કાર્ય વડે મલિન થયેલા આત્માને શુભ પ્રવૃત્તિ વડે વિશુદ્ધ કરવો. ૮.વિનય વિનમ્રતા–માનસિક, વાચિક અને કાયિક અભિમાનનો ત્યાગ કરવો. ૯. વૈયાવૃત્ય આચાર્ય વગેરેની સેવા કરવી. ૧૦. સ્વાધ્યાય કાળ આદિની મર્યાદાપૂર્વક આત્મોન્નતિકારક અધ્યયન કરવું. ૧૧. ધ્યાન ચિત્તને અશુભ પ્રવૃત્તિમાંથી ખસેડી શુભ પ્રવૃત્તિમાં એકાગ્ર કરવું. ૧૨. વ્યુત્સર્ગ કાયાની પ્રવૃત્તિ(હલન-ચલન વગેરે ક્રિયા) તથા ક્રોધ વગેરેને છોડી દેવા. આ છ ભેદ અંતરંગ તપશ્ચર્યાના છે. તે આત્મશુદ્ધિના અંતરંગ કારણો છે. તે આત્માની આંતરિક પ્રવૃત્તિઓને તપાવનારા છે. આથી તેમને આત્યંતર તપ કહેવામાં આવે છે. સંવરનો હેતુ નિરોધ છે, નિવૃત્તિ છે. નિર્જરાનો હેતુ પ્રવૃત્તિ છે. સંવરની સાથે નિર્જરા અવશ્ય થાય છે. નિર્જરા સંવર વિના પણ હોય છે. ઉપવાસમાં આહાર કરવાનો જે ત્યાગ કરવામાં આવે છે તે સંવર છે. ઉપવાસમાં શારીરિક કષ્ટ થાય છે, શુભ ભાવના -=૭ ચૌદમો બોલ ૧૦૭ ૭ = For Personal and Private Use Only Jain Educationa International Page #117 -------------------------------------------------------------------------- ________________ થાય છે, શુભ પ્રવૃત્તિ થાય છે, તેનાથી કર્મ નિર્જરણ થાય છે, તેનાથી આત્મા ઉજ્જવળ થાય છે, આથી તે નિર્જરા છે, સંવરની સાથે થનારી નિર્જરા છે. એક વ્યક્તિ ભોજન કરવાનો ત્યાગ કર્યા વિના જ આત્મશુદ્ધિ માટે ભૂખ્યો રહે છે, આ સંવરરહિત નિર્જરા છે. તાત્પર્ય એટલું જ છે નિર્જરા શુભ-પ્રવૃત્તિ-જન્ય છે. ભલે તે સંવરની સાથે હોય કે તેના વિના હોય. નિર્જરાના બે પ્રકા૨ છે—સકામ અને અકામ. આત્મ-વિશુદ્ધિના લક્ષ્યથી કરવામાં આવનારી નિર્જરા સકામ-નિર્જરા છે અને આત્મવિશુદ્ધિના લક્ષ્ય વિના કરવામાં આવનારી નિર્જરા અકામ-નિર્જરા છે. ૮. બંધ આત્મ-પ્રદેશોની સાથે કર્મ-પુદ્ગલોનું દૂધ-પાણીની જેમ મળી જવું, સંબંધિત થઈ જવું, એકીભાવ થઈ જવો, તે બંધ કહેવાય છે. આત્માની ચારે તરફ પુદ્ગલો ફેલાયેલા છે, પણ તેઓ આત્માની શુભ કે અશુભ પ્રવૃત્તિ વિના તેની સાથે વળગી શકતા નથી. જેવી રીતે તેલથી ભરેલા દીવામાં રહેલી વાટ પણ તેલને ખેંચી નથી શકતી પણ જેવી તેને દીવાસળી ચાંપવામાં આવે છે કે તરત જ તે સંકોચાઈ-સંકોચાઈને તેલ ખેંચવા માંડે છે, તેવી જ રીતે આત્મા પણ પોતાની પ્રવૃત્તિ વડે કર્મયોગ્ય પુદ્ગલને ખેંચી લે છે અને તે પુદ્ગલો આત્મા સાથે જોડાઈ જાય છે. આ જ બંધ છે. તે ચાર પ્રકારનો હોય છે ઃ ૧. પ્રકૃતિ બંધ—કર્મોનો સ્વભાવ, જેમ કે જ્ઞાનાવરણીય કર્મનો સ્વભાવ જ્ઞાનને આચ્છાદિત કરવાનો છે. ૨. સ્થિતિ બંધ~~~જે સમયે આત્માની સાથે કર્મોનો સંબંધ થાય છે, તે સમયથી માંડીને જેટલા સમય સુધી આત્માની સાથે ચોંટેલા રહેશે—તે છે સ્થિતિબંધ. ૩. અનુભાગ બંધ(રસ બંધ)કર્મોનો રસવિપાક અથવા ફળ દેવાની શક્તિ તીવ્ર છે કે મંદ, તે અનુભાગ બંધ છે. ૪. પ્રદેશ બંધ———બંધાનારા કર્મ-પુદ્ગલોના પરિમાણને પ્રદેશ બંધ કહેવામાં આવે છે. બંધ શુભ અને અશુભ બંને પ્રકારનો હોય છે. Jain Educationa International જીવ-અજીવ ૦ ૧૦૮ For Personal and Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન–બંધ અને પુણ્ય-પાપમાં શું તફાવત છે? ઉત્તર–પુણ્ય-પાપ શુભ-અશુભ કર્મની ઉદયમાન અવસ્થા છે અને બંધ પુણ્ય-પાપની બધ્યમાન અવસ્થા છે. જયાં સુધી કર્મ-પુદ્ગલ આત્માની સાથે બંધાયેલાં, સત્તા રૂપમાં વિદ્યમાન રહે છે ત્યાં સુધી આત્માને સુખ-દુઃખ નથી થતું. જ્યારે શુભ કર્મ ઉદયમાં આવે છે ત્યારે આત્માને સુખ મળે છે અને કર્મોની આ જ ઉદયાવસ્થા પુણ્ય છે. જયારે અશુભ કર્મ ઉદયમાં આવે છે ત્યારે આત્માને દુઃખ થાય છે અને કમની આ જ ઉદયાવસ્થા પાપ છે. જ્યાં સુધી કર્મ બંધાયેલાં રહે છે ત્યાં સુધી તે બંધ છે અને જયારે તે બંધાયેલા કર્મોનો શુભાશુભ ઉદય થાય છે ત્યારે શુભ ઉદયને પુણ્ય અને અશુભ ઉદયને પાપ કહે છે. ૯. મોક્ષ અપૂર્ણ રૂપમાં કર્મોનો ક્ષય થવો તે નિર્જરા અને પૂર્ણ રૂપમાં કર્મોનો ક્ષય થવો તે મોક્ષ છે. મુક્ત આત્માઓ જયાં રહે છે, તે સ્થાનને ઉપચાર અથવા નિકટતાને કારણે મોક્ષ કહેવામાં આવે છે, પરંતુ તે મોક્ષ તત્ત્વ નથી. મોક્ષ તત્વથી માત્ર મુક્ત આત્માઓનો જ અર્થ ગ્રહણ થાય છે. મોક્ષ પ્રાપ્ત કરવાના ઉપાયો કે સાધનો ચાર છે: ૧. જ્ઞાન–જે પદાર્થોનું જેવું સ્વરૂપ છે, તેમને તેવા જ જાણવા. ૨. દર્શન–તાત્ત્વિક રુચિ, સમ્યક શ્રદ્ધા. ૩. ચારિત્ર–આશ્રવનો નિરોધ કરવો. ૪. તપસ્યા–એવી તપસ્યા જેમાં કોઈપણ પ્રાણીની હિંસા ન હોય, પરિણામ વિશુદ્ધ હોય. આ જીવ જ્ઞાનથી પદાર્થોને જાણે છે, દર્શનથી તેમના પર શ્રદ્ધા કરે છે, ચારિત્રથી આવનારા કર્મોને રોકે છે અને તપથી બંધાયેલાં કમને તોડીને આત્મ-વિશુદ્ધિ કરે છે. - સાંસારિક જીવન સંઘર્ષમય છે, કોલાહલમય છે. તે ડગલે ને પગલે દુ:ખ અને વિપત્તિઓથી ભરેલું છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ વડે આપણે એવી સ્થિતિમાં પહોંચી શકીએ છીએ જ્યાં YOG . . Jain Educationa International For Personal and Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ પરમ શાંતિ છે. તે મેળવીને જીવ કૃતકૃત્ય થઈ જાય છે. આ જ સુખની ૫૨મ સીમા છે. આ જ પરમ ગતિ છે. આ જ મુક્તિ છે, મોક્ષ છે, નિર્વાણ છે. કેટલાક લોકો સ્વર્ગને જ સુખની અવધિ માની બેસે છે. તેમની દૃષ્ટિમાં સ્વર્ગ-સુખ જ પરમ-સુખ છે, પરંતુ તે સુખનો પણ નાશ થાય છે, આથી જૈન-દર્શન તેને પરમ-સુખ નથી માનતું. દેવતાઓનું આયુષ્ય આપણી અપેક્ષાએ ઘણું લાંબું છે, છતાં પણ એક દિવસ તેનો અંત આવે જ છે. જે પુણ્ય-બંધથી સ્વર્ગલોક મળે છે, તેનો ભોગ દ્વા૨ા ક્ષય થઈ જવાથી જીવ સ્વર્ગલોકમાંથી ચ્યુત થઈને ફરી આપણા જ લોકમાં જન્મ લે છે. આથી પૂર્ણ સુખ ઇચ્છનારા સ્વર્ગસુખને ૫૨મ-સુખ માની ન શકે. આપણે તો એવું સુખ ઇચ્છીએ છીએ કે જેનો ક્યારેય અંત ન હોય, જેમાં દુ:ખની સહેજ પણ ભેળસેળ ન હોય અને જેનાથી વધીને બીજું કોઈ પણ સુખ ન હોય. એવું અનંત સુખ મુક્તિ સિવાય બીજે ક્યાંય નથી મળી શકતું. કેટલાક લોકોની માન્યતા એવી છે કે મુક્ત પુરુષ ‘મહાપ્રલય' સુધી સંસારમાં પાછા ફરતા નથી અર્થાત્ તેમની તે સુખમય સ્થિતિ માત્ર મહાપ્રલય સુધી જ ટકી રહે છે. મહાપ્રલય પછી જ્યારે સૃષ્ટિ ફરી ઉત્પન્ન થાય છે ત્યારે મુક્ત જીવ પણ સંસારમાં પાછા ફરે છે. આવી માન્યતાવાળાઓ એવો તર્ક ઉપસ્થિત કરે છે કે મુક્ત ક્યારેય પાછા ન આવે તો એક દિવસ બધા જીવો મુક્ત થઈ જશે અને આ સંસાર જીવોથી ખાલી થઈ જશે. જ્યારે આ સૃષ્ટિ અનાદિકાળથી ચાલી આવી છે તો અત્યાર સુધીમાં બધા જીવો મુક્ત થવા જોઈતા હતા. પરંતુ હજી સુધી સંસારનો અભાવ નથી થયો, તેનાથી એ જ વસ્તુ સમજી શકાય છે કે મહાપ્રલય પછી જ્યારે સૃષ્ટિનું પુનઃનિર્માણ થાય છે ત્યારે તે બધા મુક્ત જીવો ફરી જન્મ લઈ સંસારનો ક્રમ ચાલુ રાખે છે. આ માન્યતા અનુસાર જો મુક્તિની અવિધ કે હદ માનવામાં આવે તો તો સ્વર્ગ અને મોક્ષમાં કોઈ તફાવત જ નથી રહેતો. આપણા આયુષ્યની અપેક્ષાએ દેવતાઓનું આયુષ્ય ઘણું લાંબું છે અને દેવતાઓના આયુષ્યની અપેક્ષાએ એવા મુક્ત જીવોનું આયુષ્ય ઘણું લાંબું છે. એથી તો મુક્ત જીવોનું સુખ પણ અવિધ સહિત જીવ અજીવ ૰૧૦ Jain Educationa International For Personal and Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ થઈને અટકી જાય છે. કોઈને કોઈ દિવસે તેમના સુખની પણ સમાપ્તિ થઈ જાય છે. આવી દશામાં તો અનંત સુખની કલ્પના પણ જીવને માટે સ્વપ્રવત્ છે. તેનો અર્થ તો એ થયો કે જીવ અનંતકાળ સુધી ભટકતો જ રહેશે, તેનું ભટકવાનું ક્યારેય બંધ થશે નહીં. તેને ક્યારેય પણ અનંત સુખ નહીં મળે. જૈન-દર્શન અનુસાર અનંત જીવ મુક્ત થઈ ચૂક્યા છે, અનંત જીવો મુક્ત થશે. સંસારમાં અનંત જીવો છે અને અનંત જીવોની મુક્તિ થવા છતાં પણ અનંત જીવો બાકી રહેશે. સંસારનો અંત ક્યારેય નહિ આવે. તે અનાદિ અને અનંત છે. ગણિતના વિદ્યાર્થીને જો પૂછવામાં આવે કે અનંત સંખ્યામાંથી અનંત બાદ કરવામાં આવે તો શેષ શું વધશે ? જવાબ મળશે અનંત જ શેષ વધશે. પછી અનંત જીવોવાળો સંસાર ખાલી કઈ રીતે રહેશે? અખિલ વિશ્વના જીવોની સંખ્યા સાથે જો મુક્ત થનારા જીવોની સંખ્યાની તુલના કરવામાં આવે તો તે સમુદ્રના જળમાં ટીપાં જેટલી પણ નહીં થાય. એવી હાલતમાં એવી શંકા કરવી કે જીવોનો મુક્ત થવાનો ક્રમ બરાબર ચાલુ રહેશે અને મુક્ત જીવો ફરી સંસારમાં પાછા નહીં ફરે તો સાંસારિક જીવોની સંખ્યા એક દિવસ શૂન્ય થઈ જશે. આ તો બરાબર એવું છે કે એક કીડી સતત પાણી ઉલેચતી રહે તો સમુદ્રનું પાણી એક દિવસ ખલાસ થઈ જશે. જૈન-સિદ્ધાંત અનુસાર બધા કર્મો સંપૂર્ણ રૂપમાં નાશ પામે ત્યારે જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. જેમના કર્મ સંપૂર્ણ રૂપે નષ્ટ થઈ ચૂક્યાં છે તેવા મુક્ત જીવો કર્મોના અભાવમાં સંસારમાં ફરી આવી જ કેવી રીતે શકે ? જો તેઓ ફરી સંસારમાં આવે તો તો પછી કહેવું પડશે કે તેઓ મુક્ત નથી. મુખ્યત્વે તત્ત્વ બે છે—જીવ અને અજીવ. પરંતુ મોક્ષ-સાધનાનું રહસ્ય બતાવવા માટે તેમના નવ ભેદ કરવામાં આવ્યા છે. આ નવ ભેદોમાં પ્રથમ ભેદ જીવનો છે, અંતિમ ભેદ મોક્ષનો છે. વચ્ચેના ભેદોમાં મોક્ષની સાધક-બાધક અવસ્થાઓનું વર્ણન છે. આત્માનું વાસ્તવિક સ્વરૂપ ચૈતન્ય છે. આત્મા પોતાના સ્વરૂપને પ્રગટ કરવા ઇચ્છે છે, પરંતુ બાધક તત્ત્વ તેને પોતાના સ્વરૂપ સુધી પહોંચવામાં વિઘ્ન નાખે છે. આ બાધક તત્ત્વ છે અજીવ, અચેતન. Jain Educationa International ચૌદમો બોલ ૦ ૧૧ ૧ For Personal and Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ તે અચેતન હોવાને કારણે સ્વયં વિન્ન કરી શકતું નથી, પરંતુ આત્મા જ પોતાની પ્રવૃત્તિ દ્વારા તેને અપનાવે છે. આત્માની આ અવસ્થા આશ્રવ છે. અપનાવાયેલું અજીવ(પુગલ) તત્ત્વ આત્માની સાથે હળી-મળી જઈ તેના સ્વરૂપને દબાવી રાખે છે. તે અવસ્થા બંધ છે. અપનાવાયેલું અજીવ(પુદ્ગલ) તત્ત્વ આત્માની સાથે નિયત કાળ સુધી જ રહી શકે છે, તે પછી તે જીવને સુખ-દુઃખનો અનુભવ કરાવીને આત્માથી દૂર થઈ જાય છે. આ અવસ્થાનું નામ પુણ્ય કે પાપ છે. જ્યારે-જ્યારે આ નિયમિત કાળની અવધિ પૂર્વે જ આત્મા તેને (કર્મ-પુગલ-સમૂહને) પોતાની શુભ પ્રવૃત્તિ વડે અલગ કરી દે છે, તે અવસ્થા નિર્જરા છે. સ્વરૂપ-પ્રકટનની ઉત્કટ અભિલાષાથી જયારે આત્મા કર્મને અપનાવવાની પ્રવૃત્તિને રોકી દે છે, તે અવસ્થા સંવર છે. આત્મા જ્યારે નવા કર્મ-પુગલોને ગ્રહણ નથી કરતો અને પૂર્વ-સંચિત કર્મોને તોડીને કર્મ-બંધનમાંથી મુક્ત થઈ જાય છે તે અવસ્થા મોક્ષ છે. જીવ મૂળ તત્ત્વ છે. અજીવ તેનું વિરોધી તત્ત્વ છે. બંધ, પુણ્ય અને પાપ–ત્રણે જીવ દ્વારા થનારી અજીવની અવસ્થાઓ છે અને આત્માના સ્વરૂપ-પ્રકટનમાં બાધક છે. આશ્રવ આત્માની બાધક અવસ્થા છે. સંવ૨ અને નિર્જરા આત્માની સાધક અવસ્થાઓ છે. મોક્ષ આત્માનું સ્વરૂપ છે. છે જીવ-અજીવ ૦૧ ૧૨ . Jain Educationa International For Personal and Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ પંદરમો બોલ આત્મા આઠ ૧. દ્રવ્ય આત્મા ૫. જ્ઞાન આત્મા ૨. કષાય આત્મા ૬. દર્શન આત્મા ૩. યોગ આત્મા ૭. ચારિત્ર આત્મા ૪. ઉપયોગ આત્મા ૮. વીર્ય આત્મા જીવની જેટલી પરિણતિઓ છે, જુદા-જુદા પ્રકારની રૂપાંતરિત અવસ્થાઓ છે, એટલા જ આત્માઓ છે. એટલા માટે કે બધા અપ્રતિપાદ્ય છે–તેમનું વર્ણન થઈ શકતું નથી. પ્રસ્તુત બોલમાં મુખ્યપણે આઠ આત્માઓનું જ પ્રતિપાદન કરવામાં આવ્યું છે : ૧. દ્રવ્ય આત્મા–ચૈતન્યમય અસંખ્ય પ્રદેશોનો પિંડ જીવ. ૨. કષાય આત્મા–જીવની ક્રોધ, માન, માયા અને લોભતેમની ચાર ક્લાયમય પરિણતિ. ૩. યોગ આત્મા–જીવની મન, વચન અને કાયા–આ ત્રણની યોગમય પરિણતિ. ૪. ઉપયોગ આત્મા–જીવની જ્ઞાન-દર્શનમય પરિણતિ. ૫. જ્ઞાન આત્મા–જીવની જ્ઞાનમય પરિણતિ. ૬. દર્શન આત્મા–જીવ વગેરે તત્ત્વો પ્રતિ યથાર્થ કે અયથાર્થ શ્રદ્ધા. ૭. ચારિત્ર આત્મા–કર્મોનો વિરોધ કરનાર જીવનું પરિણામ. ૮. વીર્ય આત્મા–જીવનું સામર્થ્ય-વિશેષ. = પંદરમો બોલ૦ ૧૧૩ = Jain Educationa International For Personal and Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ આત્મા અને જીવ આત્મા જીવનો પર્યાયવાચી શબ્દ છે. દ્રવ્ય-આત્મા અને જીવનો એક જ અર્થ છે. કષાય જીવનો કર્મ-કૃત દોષ છે. યોગ જીવની પ્રવૃત્તિ છે. ઉપયોગ જીવનું લક્ષણ છે. જ્ઞાન જીવનો ગુણ છે. દર્શન જીવની રુચિ છે. ચારિત્ર જીવની નિવૃત્તિરૂપ અવસ્થા છે. વીર્ય જીવની શક્તિ છે. આનો અર્થ એ થયો કે દ્રવ્ય-આત્મા મૂળ જીવ છે અને શેષ આત્માઓમાંથી કોઈ તેનું લક્ષણ છે, કોઈ ગુણ તો કોઈ દોષ. જે રીતે એક મૂળ આત્માની અહીં સાત મુખ્ય-મુખ્ય પરિણતિઓ બતાવવામાં આવી છે, તે રીતે તેનું જેટલા પ્રકારનું પરિણમન થાય છે, તેટલા જ આત્માઓ અર્થાત્ અવસ્થાઓ છે. સારાંશ એ થયો કે જીવ પરિણામી-નિત્ય છે. તેની અવસ્થાઓ બદલતી રહે છે અને તે અવસ્થાઓ અનંત છે. આત્મા શબ્દ તે-તે શબ્દોનો બોધક છે. આત્માનું અસ્તિત્વ આત્મા અમૂર્ત છે. કાળો, પીળો આદિ વર્ણ-રહિત છે, રૂપરહિત છે, આથી ઇન્દ્રિયો વડે તેનું ગ્રહણ કરી શકાતું નથી. ઇન્દ્રિયજ્ઞાનનો વિષય માત્ર મૂર્ત વિષય જ છે અને આ જ કારણે ઇન્દ્રિયજ્ઞાનના પક્ષપાતીઓ આત્માનું અસ્તિત્વ માનતા નથી. તેઓ કહે છે, ઇન્દ્રિય-જ્ઞાનથી જુદી કોઈ વસ્તુ જ નથી. પરંતુ ધ્યાનપૂર્વક જોવાથી આ કથન અસંગત પ્રતીત થશે. જ્ઞાનની અપૂર્ણતા વસ્તુના અભાવમાં કેવી રીતે માની શકાય ? સૂક્ષ્મ યંત્રોની સહાયથી જોઈ શકાતા કીટાણુઓનો, તે યંત્રોની અવિદ્યમાનતામાં અભાવ કેવી રીતે માની લેવો ? ઇન્દ્રિય-જ્ઞાન પૌદ્ગલિક સાધનોની અપેક્ષા રાખે છે. સાધન જેટલાં પ્રબળ હોય છે, જ્ઞાન તેટલું જ સ્પષ્ટ હોય છેપરંતુ માત્ર મૂર્ત દ્રવ્યનું, અમૂર્તનું નહીં. જે પદાર્થોને આપણે સાધારણ રીતે આંખોથી જોઈ નથી શકતા, તેમને યંત્રોની મદદથી જોઈ શકીએ છીએ અને જેમને યંત્રોની મદદથી પણ જોઈ નથી શકતા તેમને આત્મીય-જ્ઞાનનો અધિક વિકાસ થવાથી જોઈ શકીએ છીએ. તેટલા માટે ઇન્દ્રિયગ્રાહ્ય નહીં હોવાના કારણે આત્મા જ નથી એ વાત કોઈ પણ દૃષ્ટિએ સંગત નથી. ‘ઇન્દ્રિયોના પદાર્થોનું બાહ્ય જ્ઞાન જ થઈ શકે છે, આથી આપણે પદાર્થોનું બારીકીથી નિરીક્ષણ ક૨વા માટે યંત્રોનો આવિષ્કાર કરીએ જીવ-અજીવ ૦ ૧૧૪ Jain Educationa International For Personal and Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ છીએ અને કંઈક અંશે તેમાં સફળ પણ થઈએ છીએ. પરંતુ તેમનો કેટલાક દિવસો સુધી ઉપયોગ કર્યા પછી તેમાં કોઈ આકર્ષણ બચતું નથી અને આપણે ફરી નવા અધિક શક્તિશાળી યંત્રોનો આવિષ્કાર કરીએ છીએ. આ રીતે નવા-નવા આવિષ્કાર કરવા છતાં પણ આપણે અનુભવીએ છીએ કે વાસ્તવિક રહસ્યનો—પૂર્ણતાનો પત્તો લગાવવામાં આપણે હજુ પણ કેટલા અસહાય છીએ અને અંતમાં આપણે એ પરિણામ પર પહોંચીએ છીએ કે આપણું યંત્ર ભલેને ગમે તેટલું શક્તિશાળી કેમ ન હોય, ઇન્દ્રિય-જ્ઞાનથી ૫૨ વસ્તુને આપણે જાણી જ નથી શકતા. એટલા માટે આપણે ભલેને કેટલોય સમય કે શક્તિ કેમ ન ખર્ચીએ, આપણે તે યંત્રો વડે પદાર્થોના અસલી સ્વરૂપનો પત્તો લગાવી જ નથી શકતા. આ યંત્રો દ્વારા પ્રાપ્ત આજનું જ્ઞાન આવતીકાલે અજ્ઞાનમાં પરિણત થઈ જશે. પાછલા વર્ષનું જ્ઞાન આજ અજ્ઞાન સાબિત થઈ ચૂક્યું છે અને આ શતાબ્દીનું જ્ઞાન પછીની શતાબ્દીમાં અજ્ઞાન પ્રમાણિત થશે.’ અનુમાન દ્વારા આત્માનો બોધ અનુમાન વડે પણ આત્માનું અસ્તિત્વ જાણી શકાય છે. આપણે હવાને જોઈ નથી શકતા, છતાં પણ સ્પર્શ દ્વારા તેનો બોધ થાય છે. એ જ રીતે આપણે આત્માને જોઈ નથી શકતા, છતાં પણ અનુભવ અને જ્ઞાન પ્રાપ્ત કરવાની શક્તિથી તેને જાણી શકીએ છીએ. ‘એક અંધારા ઓરડામાં પડદા ઉપર સિનેમાની તસવીરો બતાવવામાં આવી રહી છે. આપણે તે તસવીરોને જોઈ રહ્યાં છીએ. કોઈએ તે ઓરડાની બારીઓ અને બારણાં ખોલી દીધાં. પડદા પર હવે સૂર્યનો પ્રકાશ પડવા લાગ્યો અને તસવીરો દેખાતી બંધ થઈ ગઈ. તસવીરો હજુ પણ પડદા પર છે પરંતુ આપણે જોઈ શકતા નથી. આ હાલતમાં શું આપણે પડદા પરની તસવીરોના અસ્તિત્વનો અસ્વીકાર કરી શકીએ છીએ ? ક્યારેય નહીં. એ જ રીતે આપણા પૂર્વ-જન્મની ઘટનાઓ આપણા આત્મા સાથે જોડાયેલી છે, પરંતુ આપણે તે સંબંધમાં જાણી શકતાં નથી, છતાં પણ તેમનું અસ્તિત્વ છે. આપણા વર્તમાન ઇન્દ્રિય-જ્ઞાને તે ઘટનાચક્રનું જ્ઞાન રોકી રાખ્યું છે. આથી કરીને જ્યારે આપણે ઇન્દ્રિય-જ્ઞાનરૂપી બારણાં અને બારીઓ બંધ કરીને માનસિક એકાગ્રતા, આત્મ-ચિંતન અથવા ધ્યાનરૂપી કિરણો વડે જાણવાનો પંદરમો બોલ ૦ ૧૧૫ Jain Educationa International For Personal and Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ પ્રયત્ન કરીએ તો આપણા પૂર્વ-જન્મના સમસ્ત ઘટનાચક્રનું, સમસ્ત અનુભવોનું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ.’ આત્મા અમર છે આત્માનો ન તો ક્યારેય જન્મ થયો છે અને ન ક્યારેય તેનું મૃત્યુ થશે. તે અનાદિ છે, અનંત છે. અજન્મા છે, નિત્ય છે, શાશ્વત છે. શરીરનું મૃત્યુ થવા છતાં આત્માનું મૃત્યુ નથી થતું. આ પ્રકૃતિનો અટલ નિયમ છે કે જે વ્યક્તિ જેવું કામ કરે છે તેનું ફળ પણ તે જ ભોગવે છે. કર્તા એક હોય અને ભોક્તા કોઈ બીજો, એવું થઈ નથી શકતું. આ ન્યાયે આ લોકમાં, આ જન્મમાં જે કર્મોનું ફળ ભોગવવાનું બાકી રહી જાય છે તેને બીજા ભવમાં, બીજા જન્મમાં ભોગવવા માટે તે આત્માએ પુનર્જન્મ ધારણ કરવો જ પડશે. જીવાત્માની આ દેહમાં જેવી રીતે બાળપણ, જુવાની અને વૃદ્ધાવસ્થા હોય છે, તેવી જ રીતે તેને બીજા જન્મની પણ પ્રાપ્તિ થાય છે. આ શરીરમાં બાળપણથી માંડીને વૃદ્ધાવસ્થા સુધી આપણે વિવિધ પ્રકારના પરિવર્તનો જોઈએ છીએ. શરીર ઘણાં અંશે બદલાઈ જવાં છતાં પણ આત્મા નથી બદલાતો. જે આત્મા બાળપણમાં આપણા શરીરની અંદર હતો તે જ વૃદ્ધાવસ્થામાં પણ રહે છે. જો એવું ન હોય તો તો દસ-વીસ વર્ષ પહેલાંની કોઈ ઘટના આપણને યાદ જ ન રહે. જે રીતે વર્તમાન શરીરમાં આટલું પરિવર્તન થવાં છતાં પણ આત્મા નથી બદલાતો, તે જ રીતે મર્યા પછી બીજું શરીર મળવાં છતાં પણ તે નથી બદલાતો. વાસ્તવમાં શરીરોનું પરિવર્તન થતું રહે છે, આત્મા તેનો તે જ રહે છે. શરીર-શાસ્ત્ર અનુસાર પ્રત્યેક ક્ષણે આપણું મૃત્યુ થઈ રહ્યું છે. એમ કહેવાય છે કે પ્રત્યેક સાતમા વર્ષે આપણા શરીરના સમસ્ત પદાર્થો સંપૂર્ણ રૂપે બદલાઈ જાય છે, છતાં પણ આપણું અસ્તિત્વ વચમાં જ તૂટી જવાના બદલે ટકી રહે છે. આપણે ચૌદ કે એકવીસ વર્ષ પહેલાંની ઘટનાઓને યાદ રાખી શકીએ છીએ. આનાથી એ જ સિદ્ધ થાય છે કે શરીરથી જુદી પણ કોઈ વસ્તુ એવી જરૂર છે કે જે આપણા અસ્તિત્વને સર્વદા ટકાવી રાખે છે—તે આત્મા જ છે. કોઈ પણ મનુષ્ય એમ ક્યારેય નથી વિચારતો કે એક દિવસ હું નહીં રહું અથવા હું પહેલાં ન હતો, પરંતુ મનુષ્ય દરેક વખતે એમ Jain Educationa International જીવ-અજીવ ૦૧૧૬ For Personal and Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ વિચારે છે કે હું સદાકાળથી છું અને સદાયે રહીશ. મનુષ્યની આ સ્વાભાવિક ધારણાને કોઈ દૂર કરી શકતું નથી. પ્રશ્ન—આત્મા એક શરીરને છોડીને બીજા શરીરમાં પ્રવેશ કેવી રીતે કરી શકે છે ? ઉત્તર—સૂક્ષ્મ શરીર—કાર્યણ શરીર વડે. પ્રશ્ન—આત્મા આપણને દેખાતો કેમ નથી? ઉત્તર—તે અમૂર્ત છે. પ્રશ્ન -જોયા વિના જ આપણે આત્માનું અસ્તિત્વ કેવી રીતે માની લઈએ ? ઉત્તર—ન જોવા માત્રથી કોઈ વસ્તુનો અભાવ નથી સિદ્ધ થતો. પ્રશ્ન—આત્માને રૂપ નથી, આકાર નથી, વજન નથી, તો પછી તે પદાર્થ છે શું? ઉત્તર—રૂપ, આકાર, વજન એક પદાર્થવિશેષનાં પોતાનાં લક્ષણો છે, બધા પદાર્થોનાં નહીં. પદાર્થનું વ્યાપક લક્ષણ અર્થક્રિયાકારિત્વ છે. પદાર્થ તે જ છે જે પ્રતિક્ષણ પોતાની ક્રિયા કરતો રહે. પદાર્થનું બીજું લક્ષણ છે—સત્. સત્નો અર્થ એ છે કે પદાર્થ પૂર્વ-પૂર્વવર્તી અવસ્થાઓને ત્યજતો-ત્યજતો અને ઉત્તર-ઉત્તરવર્તી અવસ્થાઓને પ્રાપ્ત કરતો-કરતો પોતાના અસ્તિત્વને ન ત્યાગે. આત્મામાં પદાર્થનાં બંને લક્ષણો ઘટે છે. આત્માનો ગુણ ચૈતન્ય છે. તે(આત્મા)માં જાણવાની ક્રિયા નિરંતર થતી રહે છે. તે બાળપણ, જુવાની, વૃદ્ધત્વ વગેરે અવસ્થાઓ તથા પશુ, મનુષ્ય વગેરે શરીરનું અતિક્રમણ કરતો છતો પણ ચૈતન્ય-સ્વરૂપને અક્ષુણ્ણ રાખી શકે છે. આથી આત્મા એક સ્વતંત્ર પદાર્થ છે. તત્કાળ ઉત્પન્ન કૃમિ વગેરે જીવોમાં પણ જન્મની શરૂઆતમાં શરીરનું મમત્વ જોઈ શકાય છે. આ મમત્વ પૂર્વાભાસ વિના સંભવી શકે નહીં. જો પૂર્વભવમાં શરી૨ની સાથે તેમનો સંબંધ જોડાયેલો જ ન હોય તો પછી તેના બચાવની પ્રેરણા એમને કેમ મળે છે અને કેમ તેને સુરક્ષિત રાખવાનો મોહ થાય છે ? આ મોહ કોઈ કા૨ણવિશેષથી છે, નિષ્કારણ નથી. કારણ પૂર્વ-જન્મનાં કર્મો અને સંસ્કારો છે. Jain Educationa International પંદરમો બોલ ૦ ૧૧૭ For Personal and Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ જૈન-દર્શન અનુસાર આત્મા કમનો કર્યા છે અને કર્મફળનો ભોક્તા છે. સંસારમાં પરિભ્રમણ કરાવનાર અને મુક્તિમાં લઈ જનાર આત્મા જ છે. આત્મા નથી, તેનું કોઈપણ પ્રમાણ યુક્તિસંગત નથી. આત્મા છે, તેનું સૌથી બળવાન પ્રમાણ અચૈતન્ય-વિરોધી ચૈતન્ય છે. ચૈતન્ય ચેતના પદાર્થનો જ ગુણ છે. અચેતન પદાર્થ તેનું ઉપાદાન-કારણ બની ન શકે. જૈન-દર્શન અનુસાર આત્મા દેહ-પરિમાણ છે. આત્મા ન તો આકાશની માફક વ્યાપક છે કે ન અણુરૂપ. જયારે આત્માને નાનું શરીર મળે છે ત્યારે તે સૂકાં ચામડાંની જેમ સંકુચિત થઈ જાય છે અને જયારે તેને મોટું શરીર મળે છે ત્યારે તેના પ્રદેશો જળમાં પડેલાં તેલના ટીપાંની માફક ફેલાઈ જાય છે. આત્માના પ્રદેશોનો સંકોચ અને વિસ્તાર બાધિત નથી. દીપકના પ્રકાશ સાથે તેની તુલના કરી શકાય છે. ખુલ્લા આકાશમાં રાખેલા દીવાનો પ્રકાશ અમુક પરિમાણનો હોય છે. તે જ દીપકને જો ઓરડીમાં મુકી દઈએ તો તે જ પ્રકાશ ઓરડીમાં સમાઈ જાય છે. એક ઘડાની નીચે રાખીએ તો ઘડામાં સમાઈ જાય છે. ઢાંકણીની નીચે રાખીએ તો ઢાંકણીમાં સમાઈ જાય છે. તે જ રીતે કાર્મણ-શરીરના આવરણ વડે આત્મ-પ્રદેશોનો પણ સંકોચ અને વિસ્તાર થયા કરે છે. જે આત્મા બાળક-શરીરમાં રહે છે તે જ આત્મા યુવક-શરીરમાં રહે છે અને તે જ આત્મા વૃદ્ધ-શરીરમાં રહે છે. સ્થળ-શરીરવ્યાપી આત્મા કૃષ-શરીરવ્યાપી બની જાય છે. કુષ-શરીરવ્યાપી સ્થળશરીરવ્યાપી બની જાય છે. આથી શરીરી આત્માનો સંકોચ અને વિકાસનો સ્વભાવ સ્વતઃ સિદ્ધ છે. આ વિષયમાં એક શંકા પેદા થઈ શકે છે કે આત્માને શરીરપ્રમાણ માનવાથી તે અવયવ-સહિત થઈ જશે અને અવયવ-સહિત થઈ જવાથી તે અનિત્ય થઈ જશે, કારણ કે જે અવયવ-સહિત હોય છે, તે વિશરણશીલ હોય છે–અનિત્ય હોય છે. ઘડો અવયવસહિત છે, આથી અનિત્ય છે. તેનું સમાધાન એ છે કે એવો કોઈ નિયમ નથી કે જે અવયવ-સહિત હોય છે તે વિશરણશીલ હોય છે. ઘડાનો આકાર, પટનું આકાશ, આ રીતે આકાશ સ-અવયવ છે અને નિત્ય છે, તેવી જ રીતે આત્મા પણ સાવયવ અને નિત્ય છે. = = જીવ-અજીવ ૦ ૧૧૮ છે. For Personal and Private Use Only Jain Educationa International Page #128 -------------------------------------------------------------------------- ________________ જે અવયવ કોઈ કારણે એકઠા થાય છે, તે જ પાછા જુદા થઈ શકે છે. જે અવિભાગી અવયવો છે, તે અવયવીથી ક્યારેય છૂટા થઈ શકતા નથી. વિશ્વની કોઈ પણ વસ્તુ એકાંતરૂપે નિત્ય અને અનિત્ય નથી. પરંતુ નિત્યાનિત્ય છે. આત્મા નિત્ય પણ છે, અનિત્ય પણ છે. આત્માનું ચૈતન્યસ્વરૂપ કદાપિ છૂટતું નથી. આથી તે નિત્ય છે. આત્માના પ્રદેશો ક્યારેક સંકુચિત હોય છે, ક્યારેક વિકસિત હોય છે, ક્યારેક સુખમાં, ક્યારેક દુઃખમાં વગેરે કારણોથી પર્યાયાન્તરથી આત્મા અનિત્ય છે. આથી સ્યાદ્વાદ-દષ્ટિથી સાવયવતા પણ આત્માના શરીર-પરિમાણ હોવામાં બાધક નથી. વ્યવહારિક રૂપમાં ઓળખાણ માટે જીવનાં આવાં પણ લક્ષણો બતાવવામાં આવ્યાં છે, જેમ કે સજાતીય-જન્મ, સજાતીય-વૃદ્ધિ અને સજાતીય-ઉત્પાદન, વિજાતીય પદાર્થોનું આદાન અને સ્વરૂપમાં પરિણમન અર્થાત્ ગ્રહણ અને ઉત્સર્ગ. સજાતીય-જન્મ અર્થાત પોતાના જ પ્રકારના કોઈના શરીરમાંથી ઉત્પન્ન થવું. સજાતીય-વૃદ્ધિ અર્થાત ઉત્પન્ન થયા પછી વધવું. સજાતીય-ઉત્પાદન અર્થાત્ પોતાના જ જેવા કોઈને ઉત્પન્ન કરવું. વિજાતીય-પદાર્થનું આદાન અને સ્વરૂપ-પરિણમનનો અર્થ છે વિજાતીય આહારને ગ્રહણ કરવો અને તેને પચાવીને પોતાની ધાતુના રૂપમાં પરિણત કરવો. જડ-પદાર્થોમાં વિજાતીય-દ્રવ્યનો સ્વીકાર અને પરિણમન જોવામાં આવતું નથી. પ્રાણધારીઓમાં વિજાતીય વસ્તુનું જેવી રીતે ગ્રહણ થાય છે, તેવી રીતે ઉત્સર્ગ પણ. ઉપરોક્ત લક્ષણ પ્રાણીઓમાં જ મળે છે, અપ્રાણીઓમાં નહીં. આ લક્ષણો સમસ્ત પ્રાણીમાત્રમાં મળતાં નથી, એટલા માટે ઉપલક્ષણો છે. કેટલાક લોકો જીવને એક પ્રકારનું શ્રેષ્ઠ યંત્ર સાબિત કરવા ઇચ્છે છે. એવાં અનેક યંત્રો છે જે નિયમિત રૂપે પોતપોતાનું કામ કરે છે. તે જ પ્રકારે મનુષ્ય કે પ્રાણી પણ સહુથી નિપુણ એક યંત્ર છે, જે પોતાનું કામ કરતું રહે છે. આત્મા નામની કોઈ સ્થિર વસ્તુ નથી–આ યુક્તિની દુર્બળતા બતાવવા માટે ઉપરોક્ત લક્ષણો ઉપયોગી છે. યંત્ર ભલેને ગમે તેટલું સારું કેમ ન હોય પરંતુ ન તો તે પોતાના સજાતીય યંત્રોમાંથી ઉત્પન્ન થાય છે અને ન ઉત્પન્ન = ૭ પંદરમો બોલ૦૧૧૯ = Jain Educationa International For Personal and Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ થયા પછી વધે છે અને ન કોઈ સજાતીય યંત્રનું ઉત્પાદન પણ કરે છે. એટલા માટે આત્મા અને યંત્રની સ્થિતિ એકસરખી નથી. આ ઉપરાંત ખાવું-પીવું વગેરે આત્માનું કોઈ વ્યાપક લક્ષણ નથી. એન્જિન પણ ખાય છે, પીવે છે, છતાં પણ તે જીવ નથી. મુક્ત જીવો નથી ખાતા, નથી પીતા, તો પણ તેઓ જીવ છે. એ રીતે બીજા પણ અનેક લક્ષણો જીવની ઓળખાણ કરાવવા માટે પ્રસ્તુત કરી શકાય છે, પરંતુ તે બધામાં જીવનું વ્યાપક લક્ષણ ચૈતન્ય જ છે. કોઈ પણ જીવ એવો નથી જેમાં ચૈતન્ય ન હોય. એક ઇન્દ્રિયવાળા જીવથી લઈને પંચેન્દ્રિય જીવમાં, મન-સહિત જીવમાં, અતીન્દ્રિય જીવમાં, પ્રત્યક્ષ જ્ઞાનવાળા જીવમાં—બધામાં ન્યૂનાધિક રૂપે ચૈતન્ય કે જ્ઞાનની માત્રા ત્રણે કાળમાં નિશ્ચિત રૂપે મળશે. તેનો અર્થ એમ નથી કે જે બુદ્ધિમાન હોય છે તે જ જીવ છે. બુદ્ધિમાન જ્ઞાનના અધિક વિકાસ વડે કહેવાય છે પણ ચૈતન્યનો અર્થ બુદ્ધિમાન થવું નથી, તેનો અર્થ છે—જાણવા કે અનુભવ કરવાની શક્તિનું હોવું. ઓછામાં ઓછું અનુભવરૂપ જ્ઞાન તો પ્રત્યેક આત્મામાં મળશે જ. Jain Educationa International જીવ અજીવ ૧૨૦ For Personal and Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ સોળમો બોલ - - દંડક ચોવીસ સાત નારકીનો–દંડક પહેલો ભવનપતિ દેવોના દંડક દસ ૧. અસુરકુમાર–દંડક બીજો ૬. દ્વીપકુમાર–દંડક સાતમો ૨. નાગકુમાર–દંડક ત્રીજો ૭.ઉદધિમાર–દંડકઆઠમો ૩. સુપર્ણકુમાર–દંડકચોથો ૮.દિકકુમાર–દંડક નવમો ૪. વિદ્યુતકુમાર–દંડક પાંચમો ૯. વાયુકુમાર –દંડકદસમો ૫.અગ્નિકુમાર–દંડકછટ્ટો ૧૦.સ્વનિતકુમાર–દંડકઅગિયારમો સ્થાવર જીવોના દંડક પાંચ ૧૧. પૃથ્વીકાયદંડક બારમો ૧૨. અકાય–દંડક તેરમો ૧૩. તેજસુકાય–દંડક ચૌદમો ૧૪. વાયુકાયદંડક પંદરમો ૧૫. વનસ્પતિકાય–દંડક સોળમો ૧૬. દીન્દ્રિયનો–દંડક સત્તરમો ૧૭. ત્રીન્દ્રિયનો–દંડક અઢારમો = સોળમો બોલ૦ ૧૨ ૧ ૩ = Jain Educationa International For Personal and Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૮. ચતુરિન્દ્રિયનો–દંડક ઓગણીસમો ૧૯. તિર્યંચ પંચેન્દ્રિયનો–દંડક વસમો ૨૦. મનુષ્ય પંચેન્દ્રિયનો-દંડક એકવીસમો ૨૧. વ્યંતર દેવોનો–દંડક બાવીસમો ૨૨. જ્યોતિષ્ક દેવોનો–દંડક ત્રેવીસમો ૨૩. વૈમાનિક દેવોનો–દંડક ચોવીસમો જ્યાં પ્રાણીઓ પોતાના કૃત-કમનું ફળ જે એક પ્રકારનો દંડ છે, ભોગવે છે, તે સ્થાનો–અવસ્થાઓને દંડક કહે છે. જીવ પોતાના કર્માનુસાર ચાર ગતિઓમાં ફર્યા કરે છે. ચારે ગતિઓને કંઈક વધુ વિસ્તૃત કરવાથી તેમના ચોવીસ વિભાગ બને છે, જે ચોવીસ દંડક કહેવાય છે. સાત નરક-–દંડક પહેલો. નીચેના લોકમાં જે સાત પૃથ્વીઓ છે, તેમને નરક કહે છે, તે ક્રમશઃ એકબીજાની નીચે-નીચે છે. એકબીજાની વચમાં ઘણું બધું અંતર છે. આ અંતરમાં(વચ્ચેની જગ્યામાં) ઘનોદધિ, ઘનવાત, તનુવાત અને આકાશ ક્રમશઃ નીચે-નીચે છે. તે સાત પૃથ્વીઓ આ પ્રમાણે છેઃ ૧. રત્નપ્રભા–રત્નપ્રધાન પૃથ્વી ૨. શર્કરામભા–કાંકરાપ્રધાન પૃથ્વી ૩. વાલુકાપ્રભા–રેતીપ્રધાન પૃથ્વી ૪. પંકપ્રભા–કાદવપ્રધાન પૃથ્વી પ. ધૂમપ્રભા–ધુમાડાપ્રધાન પૃથ્વી ૬. તમ:પ્રભા-અંધકારમય પૃથ્વી ૭. મહાતમ પ્રભાગાઢ અંધકારમય પૃથ્વી નરકમાં ઠંડી-ગરમીનું ભયંકર દુઃખ છે જ, ભૂખ-તરસનું દુઃખ એથી ય ભયંકર છે. ભૂખનું દુઃખ એટલું અધિક છે કે અગ્નિની જેમ બધું જ ભસ્મ કરી જવા છતાં પણ શાંતિ થતી છે જીવ-અજીવ, ૧રર છે - - - - Jain Educationa International For Personal and Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ નથી, ભૂખની જવાળા વધુ ને વધુ પ્રબળ થઈ જાય છે. કેટલું ય પાણી પીવામાં કેમ ન આવે, તરસ બુઝાતી જ નથી. આ દુઃખો ઉપરાંત બહુ મોટું દુઃખ તેમને અંદર-અંદરના વેર-ઝેર અને મારપીટથી થાય છે. જેવી રીતે સાપ અને નોળિયો જન્મજાત શત્રુઓ હોય છે, તેવી જ રીતે નારક જીવો જન્મજાત અન્યોન્ય શત્રુઓ હોય છે. રત્નપ્રભાને છોડીને બાકીની છ ભૂમિઓમાં ન તો દ્વીપ, સમુદ્ર કે પર્વત-સરોવર છે, ન ગામ, શહેરો વગેરે છે; ન વૃક્ષ, વેલીઓ વગેરે બાદર-વનસ્પતિકાય છે, ન તીન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય-પર્યત તિર્યંચો છે; ન મનુષ્ય છે અને ન કોઈ પ્રકારના દેવો છે. રત્નપ્રભા સિવાયના બાકીના છ સ્થાનોમાં માત્ર નારક એકેન્દ્રિય જીવો મળે છે. આ સામાન્ય નિયમનો અપવાદ પણ છે–તે સ્થાનોમાં ક્યારેક કોઈક સ્થાનમાં મનુષ્ય, દેવ અને પંચેન્દ્રિય-તિર્યંચનું હોવું સંભવિત છે. મનુષ્યની સંભાવના તો એ અપેક્ષાથી છે કે કેવલી-સમુદ્દઘાત કરનાર મનુષ્ય સર્વલોક-વ્યાપી હોવાથી તે-તે નરક-સ્થાનોમાં પણ આત્મપ્રદેશ ફેલાવે છે. તે સિવાય મારણાંતિકસમુદ્રઘાતવાળા મનુષ્યો પણ તે-તે સ્થાનો સુધી પહોંચે છે. તિર્યંચોની પહોંચ પણ તે ભૂમિઓ સુધી છે, પરંતુ તે માત્ર મારણાંતિક-સમુદ્રઘાતની અપેક્ષાથી જ છે. દેવોની પહોંચના વિષયમાં એવી વાત છે કે કેટલાક દેવો ક્યારેક-ક્યારેક પોતાના પૂર્વજન્મના મિત્રો કે શત્રુ નારકો પાસે તેમને દુઃખમાંથી મુક્ત કરાવવા કે દુઃખ આપવાના ઉદ્દેશ્યથી પણ ત્યાં જતાં હોય છે. ભવનપતિ–દંડક બીજાથી અગિયારમા સુધી. ભવનમાં રહેવાના કારણે તેઓ ભવનપતિ કહેવાય છે. તેમના ભવનોનીચેનાલોકમાં છે પરંતુ શ્રેણીબદ્ધ નથી. એકબીજાનાભવનોમાં અંતર છે, તેટલા માટે તેમના દસ વિભાગ કરવામાં આવ્યા છે— અસુરકુમાર, નાગકુમાર, સુપર્ણકુમાર, વિઘુમાર, અગ્નિકુમાર, = સોળમો બોલ - ૧૨૩ ૦= - Jain Educationa International For Personal and Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ દીપકુમાર, ઉદધિકુમાર, દિકુમાર, વાયુકુમાર, સ્વનિતકુમાર. છે. આ બધાને નરકની પછી એટલા માટે બતાવ્યા છે કે તેમના ભવનો પહેલા નરકના પ્રસ્તરમાં છે. બધા ભવનપતિઓ કુમાર” એટલા માટે કહેવાય છે કે તેઓ દેખાવમાં મનોહર તથા સુકુમાર છે, તેમની ગતિ મૃદુ અને મધુર છે તથા તેઓ ક્રીડાશીલ છે. તિર્યંચ–દંડક બારમાથી વીસમા સુધી. તિર્યંચમાં દંડક-સ્થાન નવ માનવામાં આવ્યા છે. પ્રશ્ન–તિર્યંચ કોણ છે? ઉત્તર–દેવ, નારક અને મનુષ્યને મુકીને બાકીના બધા સંસારી જીવો તિર્યંચ કહેવાય છે. દેવ, નારક અને મનુષ્ય માત્ર પંચેન્દ્રિય હોય છે પણ તિર્યંચમાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના બધા પ્રકારના જીવો હોય છે. દેવ, નારક અને મનુષ્ય લોકના ખાસ-ખાસ ભાગોમાં મળી આવે છે. પરંતુ તિર્યંચનું સ્થાન લોકના બધા ભાગોમાં છે. લોકનો કોઈ પણ ભાગ એવો નથી જેમાં તિર્યંચ ન હોય. તિર્યંચના નવ ભેદ છે ૧. પૃથ્વીકાય, ૨. અપૂકાય, ૩. તેજસૂકાય, ૪. વાયુકાય, ૫. વનસ્પતિકાય, ૬. કીન્દ્રિય, ૭. ત્રીન્દ્રિય, ૮. ચતુરિન્દ્રિય, ૯. તિર્યંચ-પંચેન્દ્રિય. આ બધાના એક-એક દંડક હોવાથી તિર્યંચના નવ દંડક બને છે. મનુષ્ય–દંડક એકવીસમો. મનુષ્ય પંચેન્દ્રિયનો માત્ર એક દંડક માન્યો છે. વ્યન્તર–દંડક બાવીસમો. બધા વ્યંતર દેવો મધ્ય લોકમાં રહે છે. તેઓ પોતાની ઈચ્છાથી અથવા બીજાની પ્રેરણાથી ભિન્ન-ભિન્ન સ્થાનોમાં જાય-આવે છે. તેઓ વિવિધ પ્રકારના પર્વતો અને ગુફાઓના આંતરા તથા વનોના આંતરામાં વસવાને કારણે વ્યંતર કહેવાય હર જીવ-અજીવ ૦ ૧૨૪ જ Jain Educationa International For Personal and Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ છે. તે આઠ પ્રકારના છે પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંપુરુષ, મહોરગ અને ગંધર્વ. આ આઠ પ્રકારના વ્યંતરોનાં અલગ-અલગ ચિહ્નો હોય છે. તેમનાં ચિહ્નો મોટા ભાગે વૃક્ષ જાતિના હોય છે. તેમનો એક દંડક માનવામાં આવ્યો છે. જ્યોતિષ્ઠ–દંડક ત્રેવીસમો. પ્રકાશમાન વિમાનોમાં રહેવાને કારણે આ દેવો જ્યોતિષ્ક કહેવાય છે. આપણને જે સૂર્ય-ચન્દ્ર દેખાય છે, તેઓ જ્યોતિષ્ક દેવો નથી, તેઓ તો તેમના વિમાન છે. તેના પર તેઓ ક્યારેક-ક્યારેક ક્રીડા કરવા આવે છે. તેમનો શાશ્વતિક નિવાસ પૃથ્વી પર હોય છે. મનુષ્ય-લોકમાં જે જ્યોતિષ્કો છે તેઓ સદા ભ્રમણક્રીડા કરે છે. તેઓ પાંચ પ્રકારના છે–સૂર્ય, ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા. મનુષ્ય-લોકની બહારના સૂર્ય વગેરે જ્યોતિષ્ક-વિમાનો સ્થિર છે. તેમની વેશ્યા અને તેમનો પ્રકાશ પણ એક સમાન રહે છે. સમસ્ત જ્યોતિષ્કોનો એક દંડક માનવામાં આવ્યો છે. વૈમાનિક–દંડક ચોવીસમો. જ્યોતિષચક્રથી અસંખ્ય યોજન દૂર છવ્વીસ દેવલોક છે. તેમાં ઉત્પન્ન થનારા દેવો વૈમાનિક કહેવાય છે. તેઓ સહુથી અધિક વૈભવશાળી હોય છે. તે બે ભાગોમાં વહેંચાયેલાં છે— કલ્પોપપત્ર અને કલ્પાતીત. કલ્પનો અર્થ છે—મર્યાદા. કલ્પોપપન્ન દેવોમાં સ્વામી, સેવક, મોટા-નાના વગેરેની મર્યાદાઓ હોય છે. કલ્પાતીત દેવોમાં સ્વામી-સેવકનો કોઈ ભેદ નથી હોતો. તેઓ બધા “અહમિન્દ્ર હોય છે. કલ્પોપપત્ર તેઓ બાર પ્રકારના છે— =૦ સોળમો બોલ - ૧૨૫ == Jain Educationa International For Personal and Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧. સૌધર્મ, ૨. ઈશાન, ૩. સનત્કુમાર, ૪. મહેન્દ્ર, ૫. બ્રહ્મલોક, ૬. લાંતક, ૭. મહાશુક્ર, ૮. સહસ્રાર, ૯. આનત, ૧૦. પ્રાણત, ૧૧. આરણ, ૧૨. અય્યત. લોકાંતિક દેવો પણ કલ્પોપપન્ન છે. તે દેવો બ્રહ્મલોક નામના પાંચમા સ્વર્ગના ત્રીજા રિષ્ટ નામના પ્રસ્તરમાં ચારે દિશાઓમાં રહે છે. તેઓ વિષય-રતિરહિત હોવાને કારણે દેવર્ષિ કહેવાય છે. અન્યોન્ય નાના-મોટા ન હોવાને કારણે તેઓ બધા સ્વતંત્ર છે. તેઓ તીર્થંકરના ગૃહત્યાગ વખતે તેમની સામે ઉપસ્થિત રહીને “બુક્ઝહ-બુઝહ’ શબ્દો દ્વારા પ્રતિબોધ કરવાના પોતાના આચારનું પાલન કરે છે. કલ્પોપપન્ન દેવોની જેટલી પણ જાતિઓ છે, તે બધામાં સ્વામી-સેવક, નાના-મોટાનો ભેદ હોય છે. ૧. ઇન્દ્ર–સામાનિક વગેરે બધા પ્રકારના દેવોના સ્વામી. ૨. સામાનિક–તેઓ આયુષ્ય વગેરેમાં ઇન્દ્રની સમાન હોય છે. તેઓ પણ પૂજય હોય છે પરંતુ તેમનામાં ઈન્દ્રત્વ નથી હોતું. ૩. ત્રાયન્નિશ –તેઓ મંત્રી અથવા પુરોહિતનું કામ કરે છે. ૪. પારિસદ–તેઓ મિત્રનું કામ કરે છે. (પરિષદના સભાસદ) ૫. આત્મરક્ષક–તેઓ શસ્ત્ર ધારણ કરીને આત્મરક્ષકનું કામ કરે છે. ૬. લોકપાલ–તેઓ સીમાની રક્ષા કરે છે. ૭. અનીક–તેઓ સૈનિક કે સેનાપતિનું કામ કરે છે. ૮. પ્રકીર્ણક–તેઓ નગરવાસી કે દેશવાસી સમાન છે. ૯. આભિયોગ્ય–તેઓ દાસ, સેવક કે નોકરની જેવા હોય છે. ૧૦. કિલ્પિષક–તેઓ અંત્યજ સમાન હોય છે. = છે જીવ-અજીવ, ૧૨૬ છે --- - - -- --- Jain Educationa International For Personal and Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ કલ્પોપપન્ન દેવોમાં આ દસ પ્રકારના ભેદો મળે છે પરંતુ વ્યંતર અને જ્યોતિષ્મોમાં માત્ર આઠ પ્રકારના ભેદ મળે છે, ત્રાયસિઁશ અને લોકપાલ તેમનામાં નથી હોતા. કલ્પાતીત આ બાર સ્વર્ગોની ઉપર નવ ચૈવેયક દેવોના વિમાનો છે. લોક પુરુષના આકાર જેવો છે. આ નવ વિમાનો તે પુરુષની ગ્રીવા——ગળાના ભાગમાં હોવાથી ત્રૈવેયક કહેવાય છે. આ નવ વિમાનોની ઉપર પાંચ વિમાન બીજાં છે— ૧. વિજય, ૨. વૈજયન્ત, ૩. જયન્ત, ૪. અપરાજિત, ૫. સર્વાર્થસિદ્ધ. આ વિમાનો સહુથી ઉત્તર—પ્રધાન હોવાને કારણે અનુત્તર કહેવાય છે. નીચે-નીચેના દેવોથી ઉપર-ઉપરના દેવો આ સાત વાતોમાં અધિક-અધિક હોય છે ૧. સ્થિતિ—આયુ-કાળ. ૨. પ્રભાવ. ૩. સુખ—ઇન્દ્રિય-જન્ય સુખ. ૪. દ્યુતિ—શરીર, વસ્ત્ર, આભરણ વગેરેનું તેજ. ૫. લેશ્યાની વિશુદ્ધિ. ૬. ઇન્દ્રિય-વિષય—દૂરના વિષયોને ગ્રહણ કરવાનું ઇન્દ્રિય-સામર્થ્ય. ૭. અવધિ-જ્ઞાનનું સામર્થ્ય. નીચેના દેવોની અપેક્ષાએ ઉપરના દેવોમાં ચાર વાતો ઓછી મળે છે; જેમ કે— ૧. ગતિ—ગમનક્રિયા. ૨. દેહનું પરિમાણ. ૩. પરિગ્રહ—ધન, સંપત્તિ, વિમાન આદિ. ૪. અભિમાન—અહંકારની માત્રા. Jain Educationa International સોળમો બોલ - ૧૨૭ For Personal and Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ સત્તરમો બોલ લેશ્યા છ ૧. કૃષ્ણ લેશ્યા ૪. તેજસ્લેશ્યા ૨. નીલ વેશ્યા ૫.પા લેશ્યા ૩. કાપોત લેશ્યા ૬. શુક્લ લેશ્યા જીવના શુભાશુભ પરિણામોને લેશ્યા કહેવામાં આવે છે. કર્મયુક્ત આત્માનો પુગલ-દ્રવ્યો સાથે ઘનિષ્ટ સંબંધ થાય છે. આત્મા વડે પુગલોનું ગ્રહણ કરાય છે અને તે પુગલો તેના ચિંતનને પ્રભાવિત કરે છે. પૌદૂગલિક સહાયતા વિના વિચારોનું પરિવર્તન નથી થઈ શકતું. સારા પુગલો સારા વિચારોના સહાયક બને છે અને ખરાબ પુગલો ખરાબ વિચારોના. આ એક સામાન્ય નિયમ છે. કોઈ ક્ષેત્રમાં એવા અનિષ્ટ પુગલો હોય છે કે તે શુદ્ધ વિચારોને એકાએક બદલી નાખે છે. જૈન પરિભાષામાં આત્મીય વિચારોને ભાવ-લેશ્યા અને તેમના સહાયક પુગલોને દ્રવ્ય-લેશ્યા કહે છે. જો કે આત્માનું સ્વરૂપ સ્ફટિકની જેવું સ્વચ્છ છે, તો પણ કર્મપુદ્ગલ વડે આવૃત્ત થવાને કારણે તેનું સ્વરૂપ વિકૃત બની રહે છે અને તે કર્મ-જન્ય વિકૃતિની ન્યૂનતા-અધિકતાના આધારે આત્માના પરિણામો(વિચારો) સારા-ખરાબ થતાં રહે છે. વિચારધારાની શુદ્ધિ અને અશુદ્ધિમાં અનંતગણો તરતમ ભાવ રહે છે. પુગલ-જનિત આ તરતમ ભાવને સંક્ષેપમાં છ ભાગોમાં વહેંચી નાખવામાં આવ્યો જીવ-અજીવે ૧૨૮ સ Jain Educationa International For Personal and Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ છે. આ છ વિભાગોને વેશ્યા કહેવામાં આવે છે. તેમાં પહેલી ત્રણ અધર્મ-લેશ્યાઓ છે અને છેલ્લી ત્રણ ધર્મ-લેશ્યાઓ છે. વેશ્યાઓના નામ દ્રવ્ય-લેશ્યાઓના આધારે રાખવામાં આવ્યા છે. ૧. કૃષ્ણ-લેશ્યા કાજળ-સમાન કૃષ્ણ અને લીમડાથી અનંતગણા કટુ યુગલોના સંબંધથી આત્મામાં જે પરિણામ થાય છે, તે કૃષ્ણ-લેશ્યા છે. ૨. નીલ-લેશ્યા નીલમ જેવા નીલા અને સુંઠથી ય અનંતગણા તીખા પુગલોના સંબંધથી આત્મામાં જે પરિણામ થાય છે, તે નીલ-લેશ્યા છે. ૩. કાપોત-લેશ્યા કબૂતરના ગળા જેવા રંગવાળા અને કાચી કેરીના રસથી ય અનંતગણા ખાટા પુગલોના સંબંધથી આત્મામાં જે પરિણામ થાય છે, તે કાપોત-લેશ્યા છે. ૪. તેજો વેશ્યા હિંગળોક જેવા લાલ અને પાકેલી કેરીના રસથી પણ અનંતગણા મધુર પુગલોના સંયોગથી આત્મામાં જે પરિણામ થાય છે, તે તેજો વેશ્યા છે. પ.પદ્મ લેશ્યા હળદર જેવા પીળા તથા મધથી અનંતગણા મીઠા પુદ્ગલોના સંયોગથી આત્મામાં જે પરિણામ થાય છે તે પધ લેશ્યા છે. ૬. શુક્લ લેયા શંખ જેવા સફેદ અને ખાંડથી અનંતગણો ગળ્યા પુદ્ગલોના સંબંધથી આત્માનું જ પરિણામ થાય છે, તે શુક્લ લેશ્યા છે. આ વેશ્યાઓના લક્ષણ આ પ્રકારે છે : માનસિક, વાચિક અને કાયિક ક્રિયાઓમાં અસંયમ રાખવો, વગર સમજે-વિચારે કામ કરવું, ક્રૂર વ્યવહાર કરવો વગેરે કૃષ્ણ લેશ્યાનાં પરિણામ છે. કપટ કરવું, નિર્લજ્જ થવું, સ્વાદ-લોલુપ થવું, પૌગલિક સુખોની શોધ કરવી વગેરે નીલ ગ્લેશ્યાનાં પરિણામ છે. == સત્તરમો બોલ ૦ ૧૨૯ = Jain Educationa International For Personal and Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ કાર્ય કરવા અને બોલવામાં વક્રતા રાખવી, બીજાને કષ્ટ પહોંચાડનારી ભાષા બોલવી વગેરે કાપોત લેશ્યાનાં પરિણામ છે. મમત્વથી દૂર રહેવું, ધર્મપર રુચિ રાખવી વગેરે તેજો વેશ્યાનાં પરિણામ છે. ક્રોધ ન કરવો, મિતભાષી થવું, ઇન્દ્રિય-વિજય કરવો વગેરે પદ્મ લેક્ષાના પરિણામ છે. રાગ-દ્વેષ રહિત થવું, આત્મલીન થવું વગેરે શુક્લ લેશ્યાના પરિણામ છે. લેશ્યા-યંત્ર લેશ્યા વર્ણ | રસ | ગંધ | સ્પર્શ કૃષ્ણ | કાજળ સમાન લીમડાથી અનન્ત કાળો ગણો કડવો નીલ | નીલમ જેવો સૂંઠથી અનન્સ- મરેલા સપ, ગાયની | નીલો ગણો તીખો ની ગંધથી |જીભથી કાપોકબૂતરના ગળા કાચી કેરીના રસ અનંતગણી, અનંતજેવો ભૂરો કરતાં અનંતગણો 1 અનિષ્ટ ગંધી ગણો કર્કશ તેજસ | હિંગળોક-સિદૂર પાકી કેરીના રસથી જેવો રાતો |અનંતગણો મીઠો ||સુરભિ- 1 માખણ હળદર જેવો મધ કરતાં અનંત- TIકુસુમની | કરતાં પીળો ગણો મીઠો ગંધથી અનંતશુક્લ | શંખ જેવો ખાંડ કરતાં અનંત-I અનંત ગણો સફેદ ગણો ગળ્યો ગણી સુકુમાર ઈષ્ટ ગંધ ખાટો ૫ % } આ છ વેશ્યાઓમાં પ્રથમ ત્રણ અધર્મ-લેશ્યાઓ છે અને છેલ્લી ત્રણ ધર્મ-લેશ્યાઓ છે. ઉદાહરણ વડે આનું તારતમ્ય સમજાવવામાં આવ્યું છે છ વ્યક્તિઓ જાંબુના બાગમાં જાંબુ ખાવા ગઈ. ત્યાં પહોંચતાં જ પહેલી વ્યક્તિ બોલી—“જુઓ, આ જાંબુનું ઝાડ આવી ગયું, - - - - = = જીવ-અજીવ, ૧૩0 Jain Educationa International For Personal and Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ એને કાપીને પાડી દઈએ તો ઠીક થાય. જેથી કરીને નીચે બેઠાંબેઠાં જ સારા જાંબુ ખાઈ શકીએ.” આવું સાંભળીને બીજી વ્યક્તિ બોલી—“તેનાથી શું લાભ? માત્ર મોટી-મોટી ડાળીઓ જ કાપી નાખીએ એટલે કામ ચાલશે.' ત્રીજાએ કહ્યું—“એ તો ઠીક નથી, નાની-નાની ડાળીઓથી પણ આપણું કામ ચાલશે.' ચોથાએ કહ્યું–માત્ર જાંબુના ઝૂમખાં જ તોડીએ તો ય પૂરતું છે.' પાંચમો બોલ્યો––“આપણે ઝૂમખાં તોડવાનું શું કામ છે ? માત્ર ફળો જ ચૂંટી લઈએ. તો ઠીક પડશે.” છેલ્લે છઠ્ઠો બોલ્યો–“આ બધા વિચારો નકામા છે, આપણે જેટલી જરૂર છે તેટલા ફળો તો નીચે પડેલાં જ છે. પછી ખાલી-ખાલી એટલા ફળ તોડવાથી શું લાભ?' આ દૃષ્ટાંત વડે લેશ્યાઓનું સ્પષ્ટ રૂપ સમજમાં આવી જાય છે. પહેલી વ્યક્તિના પરિણામો કૃષ્ણ લેશ્યાના છે અને ક્રમશઃ છઠ્ઠી વ્યક્તિના પરિણામો શુક્લ લેશ્યાના છે. આ દૃષ્ટાંત માત્ર પરિણામોની તરતમતા દર્શાવવા માટે છે. = ==ો. સત્તરમો બોલ૦ ૧૩૧ ઉ= = = Jain Educationa International For Personal and Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ અઢારમો બોલ દષ્ટિ ત્રણ ૧. સમ્યક દૃષ્ટિ ૨.મિથ્યાષ્ટિ ૩. સમ્યફ-મિથ્યા દૃષ્ટિ સાધારણ રીતે દષ્ટિનો અર્થ છે–આંખ. પરંતુ અહીં દૃષ્ટિ શબ્દનો પ્રયોગ તત્ત્વ-શ્રદ્ધા(તાત્ત્વિક રુચિ)ના અર્થમાં થયો છે. સમ્યફ અર્થાત્ પદાર્થોનાં મૂળ સ્વરૂપને જાણનારાની દષ્ટિ સમ્યક દૃષ્ટિ હોય છે. મિથ્યા અર્થાત પદાર્થોને મિથ્યા માનનારાની દૃષ્ટિમિથ્યા દૃષ્ટિ હોય છે. બાકી તત્ત્વોમાં યથાર્થ વિશ્વાસ રાખનારા તથા કોઈ એક તત્વમાં સંદેહ રાખનારાની દૃષ્ટિ સમ્યફ-મિથ્યા દષ્ટિ હોય છે. અહીં સમ્યક્તીની દૃષ્ટિને સમ્યફ-દષ્ટિ, મિથ્યાત્વીની દૃષ્ટિને મિથ્યા-દષ્ટિ અને સમ્યક-મિથ્યાત્વીની દષ્ટિને સમ્યક-મિથ્યા-દષ્ટિ કહી છે. ત્રણેની દષ્ટિઓ નિરવદ્ય અને વિશુદ્ધ છે. આ ત્રણે દૃષ્ટિઓ મોહનીય કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. પ્રશ્ન–મિથ્યાત્વ અને મિથ્યાદષ્ટિમાં શું તફાવત છે? ઉત્તર–મિથ્યાત્વ મોહનીય-કર્મનો ઉદયભાવ છે અને મિથ્યાદૃષ્ટિ મોહનીય કર્મનો ક્ષયોપશમ-ભાવ છે. મિથ્યાત્વનો અર્થ છે – તાત્વિક શ્રદ્ધાની વિપરીતતા અને મિથ્યા-દષ્ટિનો અર્થ છે – = ૭ જીવ-અજીવ ૧૩ર . Jain Educationa International For Personal and Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વીમાં મળતી દષ્ટિની વિશુદ્ધિ, જેની દૃષ્ટિ સમ્યક હોય છે તેને સમ્યક્દષ્ટિ, જેની દૃષ્ટિ મિથ્યા હોય છે તેને મિથ્યાદષ્ટિ અને જેની દૃષ્ટિ સમ્યકુ-મિથ્યા હોય છે તેને સમ્યફ-મિથ્યાદષ્ટિ કહી શકાય છે. પરંતુ અહીં પહેલો અર્થ જ ઠીક છે. અહીં ગુણીનું નહીં, પરંતુ ગુણનું પ્રતિપાદન છે. સમ્યફ-દષ્ટિ એક ગુણ છે. તેનાથી સંપન્ન વ્યક્તિઓને સમ્યક્વી કહેવામાં આવે છે. સમ્યસ્વી પ્રાણી અનંતાનુબંધી કષાયથી વિમુખ બની જાય છે. તેમના હૃદયમાં તીવ્ર ક્રોધ, માન, માયા, લોભ રહેતાં નથી. સમ્યત્વનો હૃદયની સરળતા અને નિર્મળતા સાથે ઘણો સંબંધ છે. જેનામાં રાગ-દ્વેષની ભાવના પ્રબળ હોય છે, તેમનામાં યથાર્થ તત્ત્વ-શ્રદ્ધા હોઈ શકતી નથી. કેટલીય વ્યક્તિઓ ગુરુ વગેરેનો ઉપદેશ સાંભળીને રાગ-દ્વેષનો ઉપશમ કરીને સમ્યક્તનો લાભ મેળવી શકે છે અને કેટલીય વ્યક્તિઓ પોતે જ રાગ-દ્વેષને ઉપશાંત કરતાં-કરતાં પોતાની નિર્મળતાના કારણે સત્ય-માર્ગને પકડી લે છે—તેમનામાં સમ્યક્તનો અંકુર ફૂટી નીકળે છે. સમ્યક્ત એક ગુણપ્રધાન વસ્તુ છે. તે કોઈ જાતિ, સમાજ અથવા વ્યક્તિ-વિશેષને કારણે પ્રાપ્ત થતું નથી. માત્ર આત્મ-શુદ્ધિ વડે, ક્રોધ વગેરેનો ઉચિત ઉપશમ થવાથી જ પ્રાપ્ત થાય છે. એટલા માટે સભ્યત્વની ઓળખાણ માટે પાંચ ગુણાત્મક લક્ષણો બતાવવામાં આવ્યા છે : ૧. શમ–શાંતિ. ૨. સંવેગ–મુમુક્ષા. ૩. નિર્વેદ–અનાસક્તિ. ૪. અનુકંપા–કરુણા. ૫. આસ્તિક્ય—સત્ય-નિષ્ઠા. સમ્યક્ત આત્મીય ગુણ છે, તે આપણને નજરે દેખાતો નથી, તો પણ જે રીતે ધુમાડા વડે અદશ્ય અગ્નિની જાણ થઈ જાય છે તેવી જ રીતે આ પાંચ લક્ષણો વડે અદૃશ્ય સમ્યત્વને પણ આપણે ઓળખી શકીએ છીએ. -=. અઢારમો બોલ ૧૩૩ = Jain Educationa International For Personal and Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વના પાંચ દોષો હોય છે. તેમનું આચરણ કરનારા સમ્યક્ત્વમાંથી ચ્યુત થયા વિના રહેતા નથી. એટલા માટે સમ્યક્ત્વીએ આ દોષોથી બચીને રહેવું જોઈએ ૧. શંકા—લક્ષ્ય પ્રતિ સંદેહ. ૨. કાંક્ષા—લક્ષ્યથી વિપરીત દૃષ્ટિકોણ પ્રતિ અનુરાગ. ૩. વિચિકિત્સા—લક્ષ્યપૂર્તિના સાધનો પ્રતિ સંશયશીલતા. ૪. પરપાખંડ-પ્રશંસા—લક્ષ્યથી પ્રતિકૂળ ચાલનારાઓની પ્રશંસા. ૫. ૫૨પાખંડ-સંસ્તવ—લક્ષ્યથી પ્રતિકૂળ ચાલનારાઓનો પરિચય. મિથ્યાવાદીઓની તેવી પ્રશંસા અને તેવો સંપર્ક કરવો કે જેનાથી મિથ્યાત્વને પ્રોત્સાહન મળે. આ આત્મઘાતી દોષોથી દૂર રહેનાર વ્યક્તિને સમ્યક્ત્વી સમજવી જોઈએ. સમ્યક્ત્વીના પાંચ ભૂષણ હોય છે : ૧. થૈર્ય—તીર્થંકર દ્વારા કથિત ધર્મમાં સ્વયં સ્થિર રહેવું અને બીજાઓને સ્થિર કરવાનો પ્રયત્ન કરવો. ૨. પ્રભાવના—ધર્મ-શાસનની બાબતમાં ફેલાયેલી ભ્રાંત ધારણાઓનું નિરાકરણ કરવું અને તેના મહત્ત્વને પ્રકાશમાં લાવવું. ૩. ભક્તિધર્મ-શાસનની ભક્તિ કે બહુમાન ક૨વું. ૪. કૌશલ——તીર્થંકર દ્વારા કથિત તત્ત્વોને સમજવા અને સમજાવવામાં નિપુણતા પ્રાપ્ત કરવી. ૫. તીર્થ-સેવા—સાધુ-સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા—આ ચાર તીર્થ છે, તેમની યથોચિત સેવા કરવી. સમ્યક્ત્વને સ્થિર રાખવા માટે છ સ્થાનો જાણવા પણ જરૂરી છે, જેવાં કે ૧. આત્મા છે. ૨. આત્મા દ્રવ્ય રૂપે નિત્ય છે. ૩. આત્મા પોતાના કર્મોનો કર્તા છે. ૪. આત્મા પોતાનાં કરેલાં કર્મોનાં ફળને ભોગવે છે. Jain Educationa International જીવું-અજીવ - ૧૩૪ For Personal and Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ ૫. આત્મા કર્મ-મળથી મુક્ત થઈ શકે છે. ૬. આત્માને મુક્ત થવાનાં સાધનો છે. મિથ્યાત્વી બે પ્રકારના હોય છે : ૧. આભિગ્રહિક. ૨. અનાભિગ્રહિક. પ્રબળ-કષાયને કારણે જે લોકો અસત્યના પક્ષપાતી અને દુરાગ્રહી હોય છે, તેમને આભિગ્રહિક કહેવામાં આવે છે. જે સત્ય-તત્ત્વ પરીક્ષાનો અવસર ન મળવાના કારણે જ મિથ્યાત્વી છે, જેનામાં અસત્યનો કોઈ પક્ષપાત નથી, તેઓ અનાભિગ્રહિક મિથ્યાત્વી કહેવાય છે. - મિથ્યાત્વી બધી વાતોમાં બ્રાંત રહે છે તથા તેમની ધાર્મિક પ્રવૃત્તિઓ પણ લાભદાયક નથી, તેવું માનવું તે એકાંત ભ્રમ છે. ઘણુંખરું એમ પૂછી લેવાય છે કે અમુક વ્યક્તિ સમ્યસ્વી છે કે મિથ્યાત્વી, પણ આ કોઈ પૂછવાનો વિષય નથી, આ તો અનુભવગમ્ય છે. નિશ્ચય-દષ્ટિથી તો કોણ કહી શકે, પરંતુ વ્યવહારમાં મિથ્યાત્વી અને સમ્યક્તીને ઓળખવા માટે ભિન્નભિન્ન લક્ષણો દર્શાવવામાં આવ્યાં છે. જેનામાં જેવાં લક્ષણ મળે છે, તેમને તેવા સમજી લેવા જોઈએ. = અઢારમો બોલ૦ ૧૩૫ = Jain Educationa International For Personal and Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ઓગણીસમો બોલ ---- - - - - - -- - ધ્યાન ચાર ૧. આર્તધ્યાન ૩. ધર્મધ્યાન ૨. રૌદ્રધ્યાન ૪. શુક્લધ્યાન ધ્યાનનો અર્થ છે–ચિતનીય વિષયમાં મનને એકાગ્ર કરવું, એક વિષય પર મનને સ્થિર કરવું અથવા મન, વચન અને કાયાની પ્રવૃત્તિઓનો વિરોધ કરવો. ધ્યાતા ધ્યાન દ્વારા પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે અને તેમાં સફળ પણ થાય છે. ધ્યેયની ઇષ્ટતા અને અનિષ્ટતાના આધારે ધ્યાન પણ ઇષ્ટ અને અનિષ્ટ બની જાય છે. સામાન્યપણે ધ્યેય અપરિમિત છે. જેટલા મનુષ્યો છે, તે સહુની એકાગ્રતા જુદીજુદી હોય છે. તેમનું પ્રતિપાદન કરવું અસંભવિત છે. સંક્ષેપમાં તેના ચાર ભાગ કરવામાં આવ્યા છે. જેટલી અનાત્માભિમુખ એકાગ્રતા છે; તે બધી આર્ત અને રૌદ્રધ્યાન છે; જેટલી આત્માભિમુખ એકાગ્રતા છે, તે બધી ધર્મે કે શુક્લ-ધ્યાન છે. આર્ત અને રૌદ્ર સંસારના કારણો છે, આથી કરીને હેય છે. ધર્મ અને શુક્લ મોક્ષના કારણો છે, આથી ઉપાદેય છે. ૧. આર્તધ્યાન અર્તિનો અર્થ છે–પીડા કે દુ:ખ. તેમાં થનારી એકાગ્રતાને આર્તધ્યાન કહે છે. દુઃખની ઉત્પત્તિનાં મુખ્ય ચાર કારણો છે અને = દસ જીવ-અજીવ - ૧૩૬ દર Jain Educationa International For Personal and Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ તે જ કારણોને લઈને આર્ત-ધ્યાનના ચાર ભેદ કરવામાં આવ્યા છે (ક) અનિષ્ટવસ્તુ-સંયોગ—અપ્રિય વસ્તુ પ્રાપ્ત થવાથી તેના વિયોગ માટે નિરંતર ચિંતા કર્યા કરવી. (ખ) ઇષ્ટ વિયોગ—કોઈ ઇષ્ટ મનોનુકુળ વસ્તુનાં ચાલ્યા જવાથી તેની પુનઃપ્રાપ્તિ માટે નિરંતર ચિંતા કરવી. (ગ) પ્રતિકૂળ-વેદના—શારીરિક અથવા માનસિક પીડા કે રોગ થાય ત્યારે તેને દૂર કરવાની નિરંતર ચિંતા કરતાં રહેવું. (૧) ભોગ-લાલસા—ભોગોની તીવ્ર લાલસાને વશ થઈને અપ્રાપ્ત ભોગ્ય વસ્તુ પ્રાપ્ત ક૨વા માટે તીવ્ર સંકલ્પ કરવો, મનને નિરંતર તેમાં લગાવી રાખવું. ૨. રૌદ્ર-ધ્યાન જેનું ચિત્ત ક્રૂર અને કઠોર હોય તે રુદ્ર હોય છે અને તેમના ધ્યાનને રૌદ્ર-ધ્યાન કહેવામાં આવે છે. હિંસા કરવી, જૂઠું બોલવું, ચોરી કરવી અને પ્રાપ્ત વિષયોને મજબૂતપણે સંભાળીને રાખવાની વૃત્તિથી ક્રૂરતા અને કઠોરતા પેદા થાય છે અને તે જ કારણે જે નિરંતર ચિંતા થયા કરે છે તે અનુક્રમે હિંસાનુબંધી, અનંતાનુબંધી, સ્તેયાનુબંધી અને વિષય-સંરક્ષણનુબંધી રૌદ્ર-ધ્યાન કહેવાય છે. ૩. ધર્મ-ધ્યાન ધર્મ-ધ્યાનના ચાર ભેદ છે ઃ (ક) આજ્ઞા વિચયવીતરાગ અથવા સર્વજ્ઞની આજ્ઞા(ઉપદેશ) ઉપર ચિંતન કરવું. તે બાબતમાં નિરંતર વિચારતાં રહેવું. (ખ) અપાય વિચય—દોષ શું છે? તેનું સ્વરૂપ શું છે ? તેમનાથી છૂટકારો કેવી રીતે થઈ શકે ? આ વિષયોમાં મન લગાવવું, નિરંતર ચિંતન કરવું. ‘મેં આ જીવનમાં આત્મ-કલ્યાણનું કયું કાર્ય કર્યું અથવા કયું કામ એવું બાકી છે કે જે હું કરી શકું છું છતાં કરતો નથી ? શું મારી રબલના કોઈ બીજો જુએ છે અથવા હું પોતે જોઉં છું ? હું કંઈ સ્ખલનાને છોડતો નથી ?’૧ ૧. કિં મે કડં કિં ચ મે કિચ્ચસેસં, કિ સક્કણિજ્યું સમાયામિ કિં મે પરો પાસઇ કિં ચ અપ્પા, કિં ચાહું ખલિએ ન વિવજ્જયામિ I ઓગણીસમો બોલ ૦ ૧૩૭ Jain Educationa International For Personal and Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ પોતાના આત્માની દુષ્ટ પ્રવૃત્તિ જેવો અનર્થ કરે છે, તેવો અનર્થ ગળું કાપનાર પણ નથી કરતો' આવા પ્રકારનું ચિંતન કરવું તે અપાય-વિજય ધર્મ-ધ્યાન છે. (ગ) વિપાક-વિચય–અનુભવમાં પ્રાપ્ત વિપાકોમાંથી કયોકયો વિપાક કયા-કયા કર્મનો છે તથા અમુક કર્મનો અમુક વિપાક સંભવે છે–એના વિચાર માટે મનોયોગ કરવો. (ઘ) સંસ્થાન-વિચય–લોકનાં સ્વરૂપનો વિચાર કરવામાં મનોયોગ કરવો. ૪. શુક્લ-ધ્યાન શુક્લધ્યાનના ચાર ભેદો છે : (ક) પૃથક્વ-વિતર્ક-સવિચાર પૃથક્વનો અર્થ છે ભિન્નતા, વિતર્કનો અર્થ શ્રુતજ્ઞાન અને વિચારનો અર્થ છે એક અર્થથી બીજા અર્થ ઉપર, એક શબ્દ પરથી બીજા શબ્દ પર, અર્થથી શબ્દ પર અને શબ્દથી અર્થ પર, એક યોગમાંથી બીજા યોગ પર ચિંતનાર્થે પ્રવૃત્તિ કરવી. આ ધ્યાનમાં શ્રતધ્યાનના આધાર પર ચેતન કે અચેતન પદાર્થમાં ઉત્પાદ, વિનાશ, નિશ્ચલતા, રૂપીત્વ, અરૂપીત્વ, સક્રિયત્વ, નિષ્ક્રિયત્ન વગેરે પર્યાયોનું ભિન્ન-ભિન્ન રૂપે ચિંતન કરવામાં આવે છે. ચિંતનનું પરિવર્તન થતું રહે છે. આ ભેદપ્રધાન છે. (ખ) એકત્વ-વિતર્ક-અવિચાર એકત્વનો અર્થ છે અભિન્નતા, વિતર્કનો અર્થ છે શ્રુતજ્ઞાન અને અવિચારનો અર્થ છે એક અર્થ પરથી બીજા અર્થ પર, એક શબ્દથી બીજા શબ્દ પર, અર્થથી શબ્દ પર અને શબ્દથી અર્થ પર, એક યોગથી બીજા યોગ પર ચિંતનાર્થે પ્રવૃત્તિ ન કરવી. તેમાં ધ્યાન કરનાર કોઈ એક શબ્દ અને અર્થને લઈને ચિંતન કરે છે. પરંતુ ભિન્ન-ભિન્ન શબ્દ, અર્થ, યોગ વગેરેમાં સંચાર–પરિવર્તન નથી કરતો. આ અભેદ-પ્રધાન છે.. આ બેમાંથી પહેલા ભેદપ્રધાનનો અભ્યાસ દૃઢ થઈ ગયા પછી બીજા અભેદપ્રધાનની યોગ્યતા પ્રાપ્ત થાય છે. જેવી રીતે આખા શરીરમાં ફેલાયેલા સાપના ઝેરને મંત્ર વગેરે ઉપાયોથી માત્ર ડંખની . જીવ-અજીવ, ૧૩૮ ૭. Jain Educationa International For Personal and Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ જગ્યાએ લાવીને સ્થાપિત કરવામાં આવે છે, તેવી જ રીતે સમગ્ર જગતમાં ભિન્ન-ભિન્ન વિષયોમાં ભટકતા ચંચળ મનને ધ્યાન દ્વારા કોઈ એક વિષય પર ચોંટાડીને સ્થિર કરવામાં આવે છે. એક વિષય પર સ્થિરતા પ્રાપ્ત થતાં જ મન પણ સર્વથા શાંત થઈ જાય છે. મનની ચંચળતા દૂર થઈ જાય છે અને તે નિષ્કપ બની જાય છે. તેનું પરિણામ એ આવે છે કે જ્ઞાનનાં બધાં આવરણો હટી જાય છે. (ગ) સૂમક્રિયા-અપ્રતિપાતી જ્યારે કેવલી સૂક્ષ્મ-શરીર-યોગનો આશ્રય લઈને બાકીના બધા યોગો(મન, વચન અને કાયાની પ્રવૃત્તિઓ)ને રોકી દે છે ત્યારે સૂક્ષ્મક્રિયા-અપ્રતિપાતી ધ્યાન કહેવાય છે. તેમાં શ્વાસોચ્છવાસ જેવી સૂક્ષ્મ ક્રિયા જ બાકી રહે છે. આ અવસ્થામાં પહોંચેલો સાધક નીચેની અવસ્થામાં ફરી આવતો નથી, આમાં જ સ્થિર બની જાય છે. (ઘ) સમુચ્છિન્ન-ક્રિયા-અનિવૃત્તિ જ્યારે શરીરની શ્વાસ-પ્રશ્વાસ વગેરે સૂક્ષ્મ ક્રિયા પણ બંધ થઈ જાય છે અને આત્મપ્રદેશ સર્વથા નિષ્ઠપ થઈ જાય છે ત્યારે તે સમુચ્છિન્ન-ક્રિયા-અનિવૃત્તિ-ધ્યાન કહેવાય છે. તેમાં સ્થૂળ કે સૂક્ષ્મ કોઈ પણ પ્રકારની માનસિક, વાચિક કે કાયિક ક્રિયા રહેતી નથી. આ સ્થિતિ એક વાર પ્રાપ્ત થયા પછી ક્યારેય જતી નથી. આ ધ્યાનના પ્રભાવથી બાકી રહેલા સર્વ કર્મો ક્ષીણ થઈ જવાથી મોક્ષ થઈ જાય છે. ત્રીજા અને ચોથા શુક્લ-ધ્યાનમાં કોઈ પ્રકારના શ્રુતજ્ઞાનનું આલંબન નથી હોતું, આથી એ બંને અનાલંબન હોય છે. સૂક્ષ્મ-ક્રિયા-અપ્રતિપાતી અને સમુચ્છિન્ન-ક્રિયા-અનિવૃત્તિ સિવાય બાકીના બધાં ધ્યાનો ચિંતનાત્મક હોય છે અને આ બંને યોગનિરોધાત્મક હોય છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધી ચિંતનાત્મક ધ્યાન રહે છે. કેવલીને માત્ર યોગનિરોધાત્મક ધ્યાન જ હોય છે. મુક્ત થવાના અંતમુહૂર્ત પહેલાં મનોયોગનો, તે પછી વચનયોગનો, તે પછી કાયયોગનો અને તેની પછી શ્વાસોચ્છવાસનો નિરોધ થઈ જાય છે. ત્યારે ચૌદમુ અયોગી ગુણસ્થાન આવી જાય છે, આત્માની બધી પ્રવૃત્તિઓ અટકી જાય છે. આ આત્માની શૈલેષી–મેની જેવી અડોલ અવસ્થા છે. આ અવસ્થા વડે આત્મા મુક્ત બને છે. - - ઓગણીસમો બોલ૦ ૧૩૯ Jain Educationa International For Personal and Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ વીસમો બોલ દ્રવ્ય છ ૧. ધર્માસ્તિકાય ૪. જીવાસ્તિકાય ૨. અધર્માસ્તિકાય પ. પુદ્ગલાસ્તિકાય ૩. આકાશાસ્તિકાય ૬. કાળ દ્રવ્ય જેમાં ગુણ અને પર્યાય હોય છે તેને દ્રવ્ય કહે છે. ગુણ અવિચ્છિન્ન રૂપે દ્રવ્યમાં રહેનારું, દ્રવ્યનો જે સહભાવી-ધર્મ અર્થાત્ દ્રવ્યને છોડીને અન્યત્ર ન જઈ શકનારો સ્વભાવ છે, તે ગુણ કહેવાય છે. ગુણ દ્રવ્યથી ક્યારેય જુદું થઈ શકતું નથી. પર્યાય દ્રવ્યની જે જુદી-જુદી અવસ્થાઓ હોય છે, તેમનું નામ પર્યાય છે. દ્રવ્ય પૂર્વ પ્રાપ્ત અવસ્થાઓને છોડે છે અને પછી-પછીની અવસ્થાઓને પ્રાપ્ત કરતું જાય છે, તો પણ પોતાનાં સ્વરૂપને છોડતું નથી. તે બંને અવસ્થાઓમાં પોતાનાં સ્વરૂપને સુરક્ષિત રાખે છે. સોનાનાં રૂપમાં પરિણત જે પુગલો છે તે સોનાની આકૃતિના પરિવર્તનની સાથે-સાથે વિવિધ પ્રકારની અવસ્થાઓ પામે છે. સોનાની ક્યારેક અંગુઠી બનાવાય છે, ક્યારેક બંગડી તો ક્યારેક - જીવ-અજીવ . ૧૪૦ - Jain Educationa International For Personal and Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ કડું. છતાં પણ સોનું સોનું જ રહે છે. પરિવર્તન તો માત્ર આકૃતિઓનું થાય છે. સોનુ કોઈ સ્વતંત્ર દ્રવ્ય નથી, તે પુગલ-દ્રવ્યની અનંત અવસ્થાઓમાંથી એક અવસ્થા છે. આજ જે પુદ્ગલ-સ્કંધો સોનાનાં રૂપમાં પરિણત છે, તેઓ પણ એક દિવસ સોનાનાં રૂપને છોડીને માટીનાં રૂપમાં બદલાઈ શકે છે, માટીનાં રૂપને છોડીને ફરી કોઈ નવું રૂપ ધારણ કરી શકે છે. આ રીતે તેમનું જુદી-જુદી અવસ્થાઓમાં પરિણમન થવા છતાં પણ તેમનું દ્રવ્યત્વ બની રહે છે. પુગલદ્રવ્યનું લક્ષણ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ છે. જ્યારે તે પુગલસમુદાય સોનાનાં રૂપમાં રહે છે ત્યારે પણ તેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ મળે છે. ફરી તે પુગલ-સમૂહ જ્યારે માટીનાં રૂપમાં બદલાઈ જાય છે ત્યારે પણ તેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ મળે છે. તે પુગલ-સમૂહ ભલે કોઈ પણ રૂપમાં ફેરવાઈ જાય તેનું લક્ષણ તો તેનાથી દૂર નહીં થાય. જો તે પુગલ-સમુદાય, સમુદાયની અવસ્થાને છોડીને વિખરાઈ જાય, અર્થાત્ એક-એક પરમાણુનાં રૂપમાં અલગઅલગ થઈ જાય ત્યારે પણ પ્રત્યેક પરમાણુમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ મળશે. દ્રવ્યની અવસ્થા બદલતાં રહેવા છતાં પણ દ્રવ્યનું સ્વરૂપ તે જ રહે છે. દ્રવ્ય નિત્ય પણ છે અને અનિત્ય પણ. દ્રવ્ય ભિન્નભિન્ન અવસ્થાઓને પ્રાપ્ત કરતું રહેવા છતાં પણ પોતાનાં સ્વરૂપને ત્યજતું નથી, આથી તે નિત્ય છે અને તે જુદી-જુદી અવસ્થાઓને પ્રાપ્ત કરે છે તેથી તે અનિત્ય છે. પુગલ-દ્રવ્ય સિવાય બાકીનાં પાંચ દ્રવ્યો અમૂર્ત(અરૂપી) છે, આથી દષ્ટિગમ્ય નથી. પુદ્ગલ દ્રવ્ય મૂર્તિ છે, છતાં પણ પરમાણુઓ અથવા સૂક્ષ્મ સ્કંધો શક્તિશાળી યંત્રોની સહાયતા મળવા છતાં પણ દષ્ટિગોચર થતાં નથી. જે દેખાઈ શકે છે, તે વ્યવહારિક પરમાણુઓ છે, વાસ્તવમાં તે અનંતપ્રદેશી ઢંધો છે. વસ્તુની વિશેષ જાણકારી માટે ચૌદ દ્વાર બતાવવામાં આવ્યાં છે. એક નવીન વસ્તુને જોઈને એ જાણવાની ઈચ્છા થાય છે કે અમુક વસ્તુ ક્યારે તૈયાર થઈ? કેવી રીતે તૈયાર થઈ? તેમાં કયા ગુણો છે? વગેરે વગેરે. ૧. નિર્દેશ, સ્વામિત્વ, સાધન, અધિકરણ, સ્થિતિ, વિધાન, સત્, સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શન, કાળ, અંતર, ભાવ અને અલ્પબદુત્વ. -= વીસમો બોલ. ૧૪૧ = - - - - Jain Educationa International For Personal and Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તુત બોલમાં માત્ર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ગુણ—આ પાંચ દ્વારો વડે જ દ્રવ્યની મીમાંસા કરવામાં આવી છે. દ્રવ્ય—તેનું સ્વરૂપ શું છે ? ક્ષેત્ર—તે કયા સ્થાનમાં પ્રાપ્ય છે ? કાળ—તે ક્યારે ઉત્પન્ન થયું ? હવે છે કે નહીં ? અને ક્યાં સુધી રહેશે ? ભાવ—તે કઈ અવસ્થામાં છે ? ગુણ—તે જગતનું ઉપકારી છે કે નહીં, જો છે તો કયો ઉપકાર કરે છે ? આ પાંચ પ્રશ્નો વડે છ દ્રવ્યોનું સ્વરૂપ સમજાવવું તે આ બોલનો ઉદ્દેશ્ય છે. ૧. ધર્માસ્તિકાય અહીં ધર્મનો અર્થ છે—જે જીવ અને પુદ્ગલની ગતિમાં ઉદાસીન સહાયક થાય છે, તે દ્રવ્ય. અસ્તિકાયનો અર્થ છે—પ્રદેશસમૂહ. દ્રવ્યથી ધર્માસ્તિકાય એક દ્રવ્ય છે, અર્થાત્ તે અસંખ્ય પ્રદેશનો અવિભાજ્ય પિંડ છે. એક કહેવાનો અભિપ્રાય એ છે કે તે એક જ છે, બહુવ્યક્તિક નહીં. ક્ષેત્રથી તે સકલ-લોકવ્યાપી છે. સમગ્ર લોકમાં ફેલાયેલ છે. કાળથી તે અનાદિ-અનંત છે . તે ન તો ક્યારેય ઉત્પન્ન થયું હતું અને ન ક્યારેય તેનો અંત થશે. અર્થાત્ તે ત્રિકાળવર્તી છે. ભાવથી તે અરૂપી(રૂપ-રહિત) છે. ગુણથી તે ચાલવામાં ઉદાસીન-સહાયક છે. પ્રશ્ન—ગતિશીલ પદાર્થો કેટલા છે ? ઉત્તર-—ગતિશીલ પદાર્થો બે છેપ્રશ્ન—ગતિ-શક્તિ ધર્માસ્તિકાયમાં વિદ્યમાન છે કે જીવ અને -જીવ અને પુદ્ગલ. પુદ્ગલમાં? ઉત્તર—ગતિ-શક્તિ જીવ અને પુદ્ગલમાં છે, ધર્માસ્તિકાયમાં નથી. ધર્માસ્તિકાય માત્ર જીવ અને પુદ્ગલના હલન-ચલનમાં જીવ-અજીવ ૰૧૪૨ * Jain Educationa International For Personal and Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ સહકારી કારણ છે, જેવી રીતે–માછલીઓ માટે પાણી. તેમનું ઉપાદાન-કારણ (આત્મીય કારણ) જીવ અને પુદ્ગલ જ છે. ધર્માસ્તિકાય વિના જીવ અને પુદ્ગલ ગમનાગમન કરી શકતાં નથી. આથી ધર્માસ્તિકાયનું અસ્તિત્વ અનિવાર્ય છે. ત્રણે ય કાળમાં જીવ તથા પુગલની ગમન-ક્રિયા વિદ્યમાન રહે છે, આથી તેનું ત્રિકાળવર્તી હોવું પણ આવશ્યક છે. જીવ અને પુદ્ગલ સંપૂર્ણ લોકમાં ગતિ કરે છે, આથી ધર્માસ્તિકાયનું વિશ્વવ્યાપી હોવું પણ અનિવાર્ય છે. કાળો વગેરે પાંચ વર્ણ તેમાં નથી, આથી તેનું અરૂપીપણું પણ નિશ્ચિત છે. ગુણના વિના વસ્તુનું અસ્તિત્વ ટકી નથી શકતું. ધર્માસ્તિકાય વસ્તુ છે, આથી તેમાં ગતિ-ક્રિયા સહાયક ગુણ વિદ્યમાન રહેવો પણ જરૂરી છે. અલોકમાં ધર્માસ્તિકાયનો અભાવ છે, આથી જીવ-પુગલ ત્યાં જઈ શકતાં નથી. ૨. અધર્માસ્તિકાય અધર્મનો અર્થ છે–જે સ્થિતિમાં ઉદાસીન-સહાયક છે તે દ્રવ્ય. અસ્તિકાયનો અર્થ છે–પ્રદેશ-સમૂહ. દ્રવ્યથી અધમસ્તિકાય એક દ્રવ્ય છે. અર્થાત્ અસંખ્ય પ્રદેશોનો અવિભાજ્ય પિંડ છે. એક કહેવાનો અભિપ્રાય એ છે કે તે એક જ છે, બહુ-વ્યક્તિક નહીં. ક્ષેત્રથી તે સમસ્ત વિશ્વમાં વ્યાપક છે. કાળથી તે અનાદિ અને અનંત છે. ભાવથી તે અરૂપી છે. ગુણથી તે સ્થિર રહેવામાં ઉદાસીન-સહાયક છે. પ્રશ્ન–સ્થિર પદાર્થો કેટલા છે? ઉત્તર–બધા પદાર્થો સ્થિર છે. જીવ અને પુદ્ગલ સિવાય બાકીના બધા પદાર્થો તો સ્થિર છે જ, પરંતુ જીવ અને પુગલમાં પણ નિરંતર ગતિ નથી હોતી. તેઓ ક્યારેક ગતિ કરે છે, ક્યારેક સ્થિર રહે છે. ચાલવું અને સ્થિર થવું એ ક્રમ બરાબર ચાલુ રહે છે. પ્રશ્ન–અધર્માસ્તિકાય ગતિશીલ જીવો તથા પુદ્ગલોના સ્થિર રહેવામાં જ સહાયક થાય છે અથવા સ્વભાવતઃ સ્થિર રહેનાર પદાર્થોનું પણ સહાયક થાય છે? = = ; વીસમો બોલ૦ ૧૪૩ = == Jain Educationa International For Personal and Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર—અધર્માસ્તિકાય સ્વભાવતઃ સ્થિર રહેનારા પદાર્થોના સ્થિર રહેવામાં સહાયક થતું નથી. તે સહાયક થાય છે માત્ર ગતિશીલ પદાર્થોના સ્થિર રહેવામાં. જે સ્વભાવતઃ સ્થિર છે, તેમને સહાયતાની કોઈ જરૂર નથી. સહાયતાની જરૂર તે જ પદાર્થોને હોય છે જે હંમેશા સ્થિર નથી રહેતા. સ્થિર રહેવામાં ઉપાદાન અર્થાત્ આત્મીય-કારણ સ્વયં પદાર્થો જ છે, અધર્માસ્તિકાય માત્ર સહાયરૂપ છે. અધર્માસ્તિકાય વિના જીવ કે પુદ્ગલો સ્થિર નથી રહી શકતાં, આથી અધર્માસ્તિકાયનું અસ્તિત્વ અનિવાર્ય છે. સ્થિરતાનું અસ્તિત્વ સંપૂર્ણ લોકમાં છે, આથી તેનું સકળ લોક-વ્યાપી હોવું પણ જરૂરી છે. -આ બધું ધર્માસ્તિકાયની માફક સમજવું જોઈએ. અલોકમાં અધર્માસ્તિકાયનો અભાવ છે, આથી જ ત્યાં પદાર્થોની સ્થિરતાનો પ્રશ્ન પણ નથી, કેમ કે ધર્માસ્તિકાયના અભાવમાં જીવ અને પુદ્ગલ ત્યાં જઈ જ નથી શકતાં. પ્રશ્ન—ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનું અસ્તિત્વ સિદ્ધ કરવામાં આગમ-પ્રમાણ જ ઉપલબ્ધ છે કે બીજું કોઈ પ્રમાણ પણ ? ઉત્તર—અનુમાન-પ્રમાણ વડે પણ તેમનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. લોક અને અલોકનો વિભાગ તેમનાથી જ થાય છે. આકાશ લોક તથા અલોક બંનેમાં વ્યાપ્ત છે. જે આકાશમાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય છે, તેમાં જીવો અને પુદ્ગલો રહે છે, બીજે નહીં; એટલા માટે તેનું નામ લોકાકાશ અથવા લોક છે. જેમાં જીવ વગેરે જોવામાં આવે છે તે લોક છે. જેમાં ઉક્ત દ્રવ્યો નથી તેનું નામ અલોકાકાશ કે અલોક છે. જો ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનું અસ્તિત્વ ન માનવામાં આવે તો પછી લોક અને અલોકના વિભાગને માટે કોઈ પણ પદાર્થ નથી મળતો. આથી સહજપણે એવું અનુમાન થાય છે કે કોઈ એવું દ્રવ્ય છે જે અલોકને લોકથી છૂટો પાડી રહ્યું છે. પ્રશ્ન-અલોક છે—એ સિદ્ધાંત ઐચ્છિક છે કે પ્રમાણ-સિદ્ધ? ઉત્તર—આગમ-પ્રમાણ-સિદ્ધ. પ્રશ્ન-જે જૈનેત૨-દર્શનો છે, તેમને શું અલોક માનવો જ પડશે ? Jain Educationa International જીવ-અજીવ ૦ ૧૪૪ For Personal and Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર—જે લોકને માને છે તેઓ અલોકને કેમ નહીં માને ? શુદ્ધ વ્યુત્પત્તિવાળું નામ ત્યારે બને છે જ્યારે તેનો બીજો કોઈ ને કોઈ પ્રતિપક્ષી પદાર્થ મળે છે. પ્રતિપક્ષી પદાર્થના અભાવમાં કોઈ પદાર્થનું નામક૨ણ જ થઈ નથી શકતું. પ્રકાશનો પ્રતિપક્ષી અંધકાર છે. શાહુકારનો પ્રતિપક્ષી ચોર છે. ઉષ્ણનો પ્રતિપક્ષી શીત છે. મૃદુનો પ્રતિપક્ષી કઠોર છે. સ્નિગ્ધનો પ્રતિપક્ષી રુક્ષ છે—વગેરે. જેટલા શુદ્ધ વ્યુત્પત્તિક નામો છે, તે બધાં જ પદાર્થોના વિરોધી સ્વભાવને કા૨ણે આપવામાં આવ્યાં છે, ‘લોક’ શુદ્ધ વ્યુત્પત્તિક શબ્દ છે. આથી અલોકના અસ્તિત્વથી જ લોકનું અસ્તિત્વ જાણી શકાય છે, બીજી રીતે નહીં. ૩. આકાશાસ્તિકાય આકાશનો અર્થ છે—જેમાં જીવો અને પુદ્ગલોને આશ્રય મળે છે, તે દ્રવ્ય. અસ્તિકાયનો અર્થ છે—પ્રદેશ-સમૂહ. દ્રવ્યથી આકાશાસ્તિકાય અનંત-પ્રદેશોનો એક અવિભાજ્ય પિંડ છે. એક કહેવાનો ઉદ્દેશ્ય એ છે કે તે પૃથક-પૃથક વ્યક્તિ રૂપે નહીં, પરંતુ સંલગ્ન એકાકાર છે. ક્ષેત્રથી તે લોક-અલોક બંનેમાં વ્યાપ્ત છે. કાળથી તે અનાદિ અને અનંત છે. ભાવથી તે અમૂર્ત છે. ગુણથી તે ભાજનગુણવાળું અર્થાત્ અવકાશની ક્ષમતાવાળું દ્રવ્ય છે. પ્રશ્ન—આધાર કેટલાં પદાર્થો છે ? અને આધેય કેટલાં? ઉત્તર~એક આકાશ-દ્રવ્ય આધાર છે, બાકીના બધાં દ્રવ્યો આધેય છે. આકાશ પણ અમૂર્ત હોવાને કા૨ણે આપણને દેખાતું નથી. છતાં પણ અનુમાન અને તર્કના બળ ઉપર તેનું અસ્તિત્વ સ્વીકારી લેવામાં આવે છે. આધારના અભાવમાં કોઈ પણ પદાર્થ ટકી શકતો નથી. ઘડામાં પાણી એટલા માટે રહી શકે છે કે તેમાં આશ્રય દેવાનો ગુણ વિદ્યમાન છે. કોઈ ને કોઈ એવો વ્યાપક પદાર્થ અવશ્ય હોવો જોઈએ જે સમસ્ત પદાર્થોને આશ્રય આપી શકે. તે આકાશ જ છે. આ સમગ્ર સંસાર તેના તે ગુણ પર પ્રતિષ્ઠિત છે. વીસમો બોલ ૦ ૧૪૫ Jain Educationa International For Personal and Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ત્રસ, સ્થાવર વગેરે પ્રાણીઓનો આધાર પૃથ્વી છે. પૃથ્વીનો આધાર જળ છે. જળનો આધાર વાયુ છે અને વાયુનો આધાર આકાશ છે. વાયુ, જળ, પૃથ્વી વગેરે આધાર અને આધેય બંને છે : આકાશ માત્ર આધાર જ છે, આધેય નહીં. પૃથ્વી સસ-સ્થાવર વગેરે પ્રાણીઓનો આધાર છે તથા પોતે ઉદધિ-પ્રતિષ્ઠિત છે—જળ ઉપર ટકેલી છે, આથી આધેય છે. ઉદધિ—પૃથ્વીનો આધાર છે પરંતુ સ્વયં વાયુ-પ્રતિષ્ઠિત છે, આથી આધેય છે. વાયુ–ઉદધિનો આધાર છે પરંતુ સ્વયં આકાશ-પ્રતિષ્ઠિત છે, આથી આધેય છે. આકાશ વાયુનો આધાર છે અને તે આત્મ-પ્રતિષ્ઠિત છે, આથી આધેય નથી. પ્રશ્ન–આકાશ અમૂર્ત છે તો પછી તેનો આસમાની રંગ કેમ દેખાય છે? ઉત્તર–એ રંગ આકાશનો નથી. તે જેવું અહીં છે તેવું જ સર્વત્ર છે. જે આસમાની રંગ દૃષ્ટિગોચર થઈ રહ્યો છે, તે દૂર સ્થિત રજકણોનો છે. રજકણ આપણી આસપાસ પણ ઘૂમતાં રહે છે, છતાં પણ સામીપ્સના કારણે દૃષ્ટિગોચર થતાં નથી. દૂરતા અને સઘનતા થવાના કારણે તે જ રજકણો આસમાની રંગનાં દેખાવા લાગે છે. ઊંચે રહેલાં વાદળો એક સઘન પિંડના રૂપમાં નજરે પડે છે પણ નજીક આવતાં તે એવાં પ્રતીત થતાં નથી. દૂરથી આકાશ જમીનને અડતું હોય તેમ દેખાય છે, પરંતુ પાસે આવતાં એવું નથી. જે લોકો માત્ર એક પ્રત્યક્ષ-પ્રમાણ જ માને છે તેમની માન્યતા છે કે જે સ્પર્શ, રસ, રૂપ, ગંધ, શબ્દ વગેરે ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો છે, તેમનાથી જુદો કોઈ અમૂર્ત પદાર્થ નથી. આથી પ્રત્યક્ષ સિવાયના અન્ય કોઈ પ્રમાણની આવશ્યકતા નથી. પરંતુ જયારે આકાશના અસ્તિત્વનો પ્રશ્ન સામે આવે છે ત્યારે તેઓ મોટી મૂંઝવણમાં મુકાઈ જાય છે. આકાશ અથવા તેમની જેવું બીજું કોઈ આશ્રય આપનારું દ્રવ્ય માનવું જ પડે છે અને તે દ્રષ્ટિગમ્ય નથી હોતું, આથી તેમની જાણકારી માટે પ્રત્યક્ષ સિવાયના અનુમાન વગેરે પ્રમાણ માનવાની જરૂર ઊભી થઈ જ જાય છે. આકાશ લોક તથા અલોક બંનેમાં વ્યાપ્ત છે. લોક-આકાશના પ્રદેશો અસંખ્ય છે. તેમનું પરિમાણ ચૌદ રજુ છે. રજુનો અર્થ એક કલ્પના દ્વારા સમજાવવામાં આવે છે. એક વ્યક્તિ એક આંખના પલકારામાં એક લાખ યોજનની ગતિ કરે છે. આ પ્રકારની શીધ્ર = ૩ જીવ-અજીવ ૧૪૬ . Jain Educationa International For Personal and Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ ગતિથી છ મહિનામાં તે જેટલા ક્ષેત્રનું અવગાહન કરે છે, તેટલા ક્ષેત્રને એક રજુ કહે છે અથવા અસંખ્ય યોજન જેટલાં ક્ષેત્રને એક રજુ કહે છે. લોકાકાશની તુલના ધર્માસ્તિકાય, અધમસ્તિકાય અને એક આત્માના પ્રદેશના પરિમાણ વડે કરવામાં આવે છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના અસંખ્ય પ્રદેશો છે અને એકએક આકાશ-પ્રદેશ પર તેમનો એક-એક પ્રદેશ ફેલાયેલો છે. એક આત્માના પ્રદેશો પણ અસંખ્ય હોય છે. કેવલી-સમુદ્રઘાત વખતે લોકાકાશના એક-એક પ્રદેશ પર આત્માનો એક-એક પ્રદેશ ફેલાઈ જાય છે. આકાશનો બીજો ભાગ, જેમાં આકાશ સિવાય કંઈ નથી, તેનું નામ અલોક-આકાશ છે, તે લોકને ચારે બાજુથી ઘેરે છે અને અનંત છે. ૪. કાળ મૂહુર્ત, દિવસ, રાત, પક્ષ, માસ વગેરે કાળ-વ્યવહાર માત્ર મનુષ્ય-લોકમાં જ થાય છે, તેની બહાર નહીં. મનુષ્ય-લોકની બહાર કદાચ કોઈ કાળ-વ્યવહાર કરનાર હોય અને એવો વ્યવહાર કરે તો તે મનુષ્ય-લોકના પ્રસિદ્ધ વ્યવહાર અનુસાર જ કરશે. કાળવ્યવહાર સૂર્ય, ચંદ્રમા આદિ જયોતિષ્કોની ગતિ પર જ આધાર રાખે છે. માત્ર મનુષ્ય-લોકના જયોતિષ્કો જ ગતિક્રિયા કરે છે, અન્ય જયોતિષ્ક ગતિક્રિયા નથી કરતા. કાળનો વિભાગ જ્યોતિષ્કોની વિશિષ્ટ ગતિના આધાર પર જ કરવામાં આવે છે. દિવસ, રાત, પક્ષ વગેરે જે સ્થૂળ કાળ-વિભાગ છે, તે સૂર્ય વગેરેની નિયત ગતિ ઉપર આધારિત હોવાને કારણે તેમનાથી જાણી શકાય છે. સમય, આવલિકા વગેરે સૂક્ષ્મ કાળ-વિભાગ તેમનાથી જાણી શકાતા નથી. કોઈ એક સ્થાનમાં સૂર્યોદયથી લઈને સૂર્યાસ્તની વચ્ચેના સમયને દિવસ કહે છે. એ જ રીતે સૂર્યાસ્તથી સૂર્યોદય સુધીના સમયને રાત કહે છે. દિવસ અને રાતનો ત્રીસમો ભાગ મૂહુર્ત છે. પંદર દિવસ-રાતનો એક પક્ષ(પખવાડિયું) બને છે. બે પક્ષનો એક માસ, બે માસની એક ઋતુ, ત્રણ ઋતુનું એક અયન, બે અયનનું એક વર્ષ, પાંચ વર્ષનો એક યુગ માનવામાં આવે છે. આ બધા કાળ-વિભાગો સૂર્યની ગતિ પર આધાર રાખે છે. જે ક્રિયા ચાલુ છે તે વર્તમાનકાળ, જે થનારી છે તે ભવિષ્યકાળ અને જે થઈ ચૂકી છે તે ભૂતકાળ છે. = ક વીસમો બોલ, ૧૪૭ = Jain Educationa International For Personal and Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ કાળ અસ્તિકાય નથી. તે વાસ્તવિક દ્રવ્ય નથી, કાલ્પનિક છે. अनागतस्यानुत्पत्तेः उत्पन्नस्य च नाशतः । प्रदेशप्रचयाभावात्, काले नैवास्तिकायता । અર્થાત્ –અનાગત-કાળની ઉત્પત્તિ થઈ નથી, ઉત્પન્ન કાળનો નાશ થઈ જાય છે અને પ્રદેશોનો પ્રચય થતો નથી, આથી કાળ અસ્તિકાય નથી. દ્રવ્યથી કાળ અનંત-દ્રવ્ય છે. ક્ષેત્રથી તે મનુષ્ય-ક્ષેત્ર (અઢી દ્વીપ) પ્રમાણ છે. કાળથી તે અનાદિ-અનંત છે. ભાવથી તે અમૂર્ત છે. ગુણથી તે વર્તમાન ગુણવાળો છે. પ્રશ્ન-કાળ જ્યારે વાસ્તવિક દ્રવ્ય જ નથી તો પછી તેની કલ્પના શા માટે છે અને તેના અનંત-દ્રવ્યો કેવી રીતે થયા તથા તે અનાદિ-અનંત કેવી રીતે થઈ શકે ? ઉત્તર–કાળના પરમાણુ અને પ્રદેશ નથી હોતા, આથી તે કાલ્પનિક-દ્રવ્ય કહેવાય છે. કાળની ઉપયોગિતા સ્વયં-સિદ્ધ છે, કેમ કે તેના વિના કોઈપણ કાર્યક્રમ નિર્ધારિત થઈ શકતો નથી. નાનાથી માંડી મોટાં કામ સદ્ધામાં કાળની સહાયતા અપેક્ષિત હોય છે. ભૂત(થયું), વર્તમાન(છે) અને ભવિષ્ય(થશે)–તેમના વિના કોઈનું કામ ચાલી શકતું નથી. આ ઉપયોગિતા પ્રત્યક્ષ-પ્રમાણિત છે. કાળના પરમ સૂક્ષ્મ ભાગનું નામ સમય છે. એવા સમયો ભૂતકાળમાં અનંત વ્યતીત થઈ ગયા. વર્તમાનમાં એવો એક સમય છે. આગામી કાળમાં એવા અનંત સમય થશે. આથી કાળને દ્રવ્યદષ્ટિથી અનંત-વ્યક્તિક માનવામાં આવે છે. કાળ, જીવ અને પુદ્ગલ જે અનંત છે તેના ઉપર વર્તે છે, એટલા માટે પણ તેને અનંત-દ્રવ્ય કહેવામાં આવે છે. કાળનું અનાદિપણુ તથા અનંતપણુ લોક-સ્થિતિ પર આધારિત છે. જ્યારે લોક-સ્થિતિ અનાદિ-અનંત છે, ત્યારે કાળનું અનાદિઅનંત હોવું પણ અનિવાર્ય છે. = ર જીવ-અજીવ . ૧૪૮ = Jain Educationa International For Personal and Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ કાળ-વિભાગ—કાળના વિભાગ દ્વારા જ આયુષ્ય વગેરેનું માપ કરવામાં આવે છે. તે આ પ્રકારે છે— અવિભાજય-કાળનું નામ સમય છે. સમયને સમજવા માટે શાસ્ત્રોમાં અનેક ઉદાહરણો ઉપલબ્ધ છે. એક શક્તિશાળી યુવક એક જીર્ણતાંતણાને જેટલા સમયમાં તોડે છે, તેના અસંખ્યાતમા ભાગનું નામ સમય છે. આંખના પલકારામાં જે કાળ લાગે છે, તેના અસંખ્યાતમા ભાગનું નામ સમય છે. વીજળીનો પ્રવાહ અતિ અલ્પ કાળમાં લાખો માઈલો સુધી પહોંચી જાય છે અને તે અત્યંત સૂક્ષ્મ કાળમાં જેટલા ક્ષેત્રનું અવગાહન કરે છે જો તેમના ભાગ કરવામાં આવે તો અસંખ્ય થાય છે. આ અસંખ્યાતમા ભાગને સમય કહે છે. આ ઉદાહરણોના આધાર પર સમયની સૂક્ષ્મતાનું અનુમાન કરી શકાય છે.૧ જે પરિણમનનો હેતુ છે, વર્તતો રહે છે, તે કાળ લોકમાં પણ હોય છે અને અલોકમાં પણ. તેને નિશ્ચય-કાળ કહે છે અને મૂહુર્ત, દિવસ-રાત વગેરે વિભાગવાળો કાળ માત્ર મનુષ્ય-લોકમાં જ હોય છે, તેની બહાર નહીં. તેનો આધાર સૂર્ય અને ચંદ્રની ગતિ છે. ૧. કાળના વિભાગો— અવિભાજ્ય કાળ અસંખ્ય સમય ૨૫૬ આવલિકા ૨૨૨૩–૧૨ ૨૯/૩૭૭૩ આવલિકા ૪૪૪૬-૨૪૫૮/૩૭૭૩ આવલિકા અથવા સાધિક ૧૭ ક્ષુલ્લક ભવ અથવા એક શ્વાસોચ્છ્વાસ ૭ પ્રાણ ૭ સ્તોક ૩૮ાા લવ Jain Educationa International વીસમો બોલ ૦ ૧૪૯ =એક સમય. =એક આવલિકા =એક ક્ષુલ્લક ભવ (સૌથી અલ્પ આયુ) =એક ઉચ્છ્વાસ-નિશ્વાસ એક પ્રાણ =એક સ્તોક –એક લવ =એક ઘડી (૨૪ મિનિટ) For Personal and Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ જે કાળ જાણીતી સંખ્યા વડે ગણી શકાય છે, તે સંધ્યેય અને જે તે સંખ્યામાં નથી આવી શકતો અને માત્ર ઉપમા વડે જ ગણી શકાય છે તે અસંખ્યેય—જેમ કે પલ્યોપમ, સાગરોપમ વગેરે. અને જે કાળનો અંત જ નથી, તે અનંત કહેવાય છે. ૫. પુદ્ગલાસ્તિકાય પુદ્ગલ—જે વર્ણ, ગંધ, રસ, સ્પર્શયુક્ત હોય અને જેમાં એકઠા મળવા તથા જુદા થવાનો સ્વભાવ વિદ્યમાન હોય, તેને પુદ્ગલ કહેવામાં આવે છે. પરમાણુ પણ પુદ્ગલનો વિભાગ છે, પરંતુ અહીં કાય શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે, આથી અસ્તિનો અર્થ માત્ર પ્રદેશ જ સંગત છે. સમુદિત પરમાણુ જ પ્રદેશ કહેવાય છે, જેમ કે—બે સંયુક્ત પરમાણુઓને દ્વિ-પ્રદેશી સંધ કહેવામાં આવે છે. દ્રવ્યથી પુદ્ગલાસ્તિકાય અનંત-દ્રવ્ય છે. પુદ્ગલ-દ્રવ્ય અન્ય દ્રવ્યોની જેમ અવિભાજ્ય-પિંડ નથી પરંતુ વિભાજ્ય છે. પરમાણુ જુદા-જુદા થઈ જાય છે અને એકત્રિત થઈ ફરી સ્કંધરૂપમાં પરિણત થઈ જાય છે. ક્ષેત્રથી તે લોક-પ્રમાણ છે. ૭૭ લવ ૩૦ મૂહુર્ત ૧૫ દિવસ ૨ પક્ષ ૨ માસ ૩ઋતુ ૨ અયન ૫ વર્ષ ૭૦ ક્રોડાક્રોડ ૫૬ લાખ ક્રોડ વર્ષ અસંખ્ય વર્ષ ૧૦ ક્રોડાક્રોડ પલ્યોપમ ૨૦ ક્રોડાક્રોડ સાગર અનંત કાળ-ચક્ર Jain Educationa International =બે ઘડી અથવા =૬૫૫૩૬ ક્ષુલ્લક ભવ અથવા ૧૬૭૭૭૨૧૬ આવલિકા અથવા =૩૭૭૩ પ્રાણ અથવા =એક મૂહુર્ત (સામાયિક-કાળ) =એક દિવસ-રાત (અહોરાત્ર) –એક પક્ષ =એક માસ =એક ઋતુ =એક અયન =એક વર્ષ =એક યુગ -એક પૂર્વ =એક પલ્યોપમ =એક સાગર =એક કાળ-ચક્ર =એક પુદ્ગલ-પરાવર્તન જીવ-અજીવ ૰૧૫૦ For Personal and Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન—લો કાકાશના પ્રદેશો અસંખ્ય છે અને પુદ્ગલો અનંતાનંત છે. આ અવસ્થામાં લોક-પ્રમાણ અવગાહ કેવી રીતે ઘટી શકે ? ઉત્તર–પરિણમનની વિચિત્રતાને કારણે પરિમિત લોકમાં અનંત પુગલો રહી શકે છે. એક પરમાણુ એક આકાશ-પ્રદેશમાં રહી શકે છે, તેવી જ રીતે દ્વિ-પ્રદેશી, સંખ્યાત-પ્રદેશી, અસંખ્યાતપ્રદેશથી લઈ અનંત-પ્રદેશી ઢંધ પણ પરમાણુની જેમ જ સઘન પરિણતિના યોગથી એક આકાશ-પ્રદેશમાં રહી શકે છે અને જ્યારે તેઓ વિકસિત થાય છે ત્યારે દ્વિ-પ્રદેશી બે-આકાશ પ્રદેશમાં તથા અસંખ્ય-પ્રદેશી અને અનંત-પ્રદેશી અસંખ્ય પ્રદેશાત્મક લોકમાં ફેલાઈ શકે છે. પરંતુ તેઓ પોતાના પ્રમાણથી અધિક ક્ષેત્રમાં ફેલાઈ શકતા નથી, જેમ કે –દ્વિ-પ્રદેશી ઢંધ બે પ્રદેશમાં ફેલાઈ શકે છે. ત્રણ પ્રદેશમાં નહીં. અલ્પ અને અધિક પ્રદેશોનું અવગાહન કરવામાં સઘન અને અસઘન પરિણતિ જ કારણ છે. અધિક પરમાણુવાળો સ્કંધ પણ સઘન પરિણતિથી અલ્પ ક્ષેત્રમાં રહી શકે છે અને તેની અપેક્ષાએ અલ્પ પરમાણુવાળો સ્કંધ અસઘન પરિણતિથી તેનાથી અધિક ક્ષેત્રમાં રહે છે. એક રતલ પારો જેટલા ક્ષેત્રને રોકે છે તેનાથી અધિક એક રતલ લો અને તેનાથી અધિક એક રતલ માટી અને તેનાથી અધિક એક રતલ રૂ; જો કે રૂથી માટીનો, માટીથી લોઢાનો અને લોઢાથી પારાનો પુગલ-પ્રચય અધિક છે. રૂથી માટી, માટીથી લોઢું, લોઢાથી પારાની સઘન પરિણતિ છે, આથી કરીને ક્ષેત્રનું રોકાણ પણ ક્રમશઃ અલ્પ, અલ્પતર થાય છે. જેવી રીતે એક અનંતપ્રદેશી સ્કંધ અસંખ્ય પ્રદેશોમાં સમાઈ જાય છે, તેવી જ રીતે અનંતપ્રદેશ સ્કંધ પણ સમાઈ જાય છે. એક ઓરડામાં જ્યાં એક દીપકનો પ્રકાશ વ્યાપી જાય છે, ત્યાં સેંકડો દીપકોનો પ્રકાશ પણ સમાઈ શકે છે. સઘનતમ લોહપિંડમાં પણ ધમણની હવાથી પ્રેરિત અગ્નિકણો ઘુસી જાય છે અને જ્યારે બુઝાવાય છે ત્યારે પાણીના સૂક્ષ્મ કણો તે જ લોહપિંડની અંદર ઘુસી જાય છે. આનાથી એમ સિદ્ધ થાય છે કે પુગલ-પરિણતિની વિચિત્રતા જ અલ્પ અને અધિક ક્ષેત્રના અવગાહનનું કારણ છે. કાળથી પગલાસ્તિકાય અનાદિ-અનંત છે. ભાવથી તે રૂપી–મૂર્ત છે. = = ૭ વીસમો બોલ૦૧૫૧ ૦ = Jain Educationa International For Personal and Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ગુણથી તે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ ગુણવાળો છે. આપણે જેમને આંખોથી જોઈએ છીએ, જીભથી ચાખીએ છીએ, નાકથી સૂંઘીએ છીએ, ચામડીથી અડીએ છીએ, તે બધી વસ્તુઓ પૌગલિક છે એટલા માટે પુગલ-દ્રવ્યનું લક્ષણ રૂપ, રસ, ગંધ અને સ્પર્શ બતાવવામાં આવેલ છે. પુગલ-દ્રવ્ય મૂર્તિ છે. મૂર્તિ તે જ દ્રવ્ય હોઈ શકે છે જેમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ હોય. પુદ્ગલ સિવાય અન્યપાંચેય દ્રવ્યો અમૂર્ત છે, અરૂપી છે. તેમનામાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ નથી હોતાં, એટલા માટે આપણે આત્મા અને ધર્માસ્તિકાય વગેરેને જોઈ નથી શકતા. કેવળજ્ઞાનને છોડીને બાકીના ચાર જ્ઞાનોનો વિષય માત્ર પુદ્ગલ દ્રવ્ય જ છે. અમૂર્ત-દ્રવ્ય માત્ર કેવળજ્ઞાનનો વિષય છે. શબ્દ, ગંધ, સૂક્ષ્મતા, સ્થૂળતા, છાયા, પ્રકાશ, અંધકાર વગેરે બધી પુદ્ગલ-દ્રવ્યની અવસ્થાઓ છે. શબ્દ શબ્દ પૌગલિક છે. તેમાં સ્પર્શ વગેરે પુદ્ગલના લક્ષણો વિદ્યમાન છે. પથ્થર સ્પર્શ-યુક્ત છે, તેના સંઘર્ષથી શબ્દ નીકળે છે, તે જ રીતે શબ્દના ટકરાવાથી ગુફા વગેરેમાં પડઘા પડે છે. ટેલિફોન, ટેલિગ્રાફ, વાયરલેસ, ફોનોગ્રામ વગેરે વડે શબ્દનું પૌગલિકત્વ સ્પષ્ટ જ છે. યંત્ર માત્ર મૂર્ત-દ્રવ્યને જ ગ્રહણ કરી શકે છે, અમૂર્ત-દ્રવ્યને નહીં. પુદ્ગલ સિવાયના અન્ય બધા દ્રવ્યો અમૂર્ત છે. આથી શબ્દ પૌગલિક છે. બંધ બંધ પણ પૌગલિક છે. બંધનો અર્થ છે એકત્વ-પરિણામ. આ એકત્વ-પરિણામ અર્થાત્ પારસ્પરિક સંબંધથી જ પૌગલિક સ્કંધ બને છે. એક પરમાણુનો બીજા પરમાણુ સાથે સંબંધ થવામાં સ્નિગ્ધત્વ(ચિકાશ) અને રુક્ષત્વ(ખાપણું)ની અપેક્ષા રહે છે. માત્ર સંયોગમાત્રથી પરમાણુઓના દ્વિ-અણુ વગેરે સ્કંધો બનતા નથી. સ્નિગ્ધત્વ અને રુક્ષત્વ પૂર્વકથિત આઠ સ્પર્શેમાંથી બે સ્પર્શે છે. સ્પર્શ યુગલનો સ્વભાવ છે, એટલા માટે બંધ પણ પુગલની અવસ્થા છે. અમૂર્ત-દ્રવ્યોનો બંધ નથી થતો કારણ કે તેઓ અવિભાજ્ય છે, તેમના કોઈ જુદા ભાગો નથી. માત્ર પુગલ-દ્રવ્ય જ એક એવું દ્રવ્ય છે કે જે એક-બીજા સાથે ભળી જાય છે. જયારે === જીવ-અજીવ ૧૫ર છે. Jain Educationa International For Personal and Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ અનંત પરમાણુ મળે છે ત્યારે અનંત-પ્રદેશી અંધ બની જાય છે. કેટલાય અનંત-પ્રદેશી કંધો વડે કોઈ સ્થિર વસ્તુનું નિર્માણ થઈ જાય છે. સૂક્ષ્મતા-સ્થૂળતા: સૂક્ષ્મતા અને સ્થૂળતા પણ પુગલમાંથી પ્રાપ્ત થાય છે. પુદ્ગલ સિવાયના અન્ય દ્રવ્યો નાના-મોટા, હલકા-ભારે નથી હોતા. પૌગલિક વસ્તુ કોઈ નાની હોય છે, કોઈ મોટી. કોઈ હલકી હોય છે, કોઈ ભારે. જે વસ્તુના પુદ્ગલો અધિક ફેલાયેલા હોય છે, તે મોટી કહેવાય છે અને જે વસ્તુના પુગલો સંકુચિત હોય છે, તે નાની કહેવાય છે. લઘુસ્પર્શવાળી વસ્તુનું વજન ઓછું હોય છે, આથી તે હલકી કહેવાય છે અને ગુરુસ્પર્શવાળી વસ્તુનું વજન અધિક હોય છે, આથી તે ભારે કહેવાય છે. છાયા છાયા પણ પૌગલિક છે. પૌગલિક પદાર્થોના પુદ્ગલો પ્રતિક્ષણ પરિવર્તિત થતા રહે છે. પૌગલિક વસ્તુઓ ચયઅપચયધર્મવાળી અને કિરણયુક્ત હોય છે. પ્રતિક્ષણ એમાંથી તદાકાર કિરણો નીકળ્યા કરે છે, જે પોતાને અનુકૂળ સામગ્રી પ્રાપ્ત કરીને તે જ રૂપમાં પરિણત થઈ જાય છે. આ પૌદ્ગલિક પરિણતિનું નામ છાયા છે. અસ્વચ્છ પદાર્થમાં થનારી છાયા દિવસે શ્યામ અને રાત્રે કાળી હોય છે તથા સ્વચ્છ પદાર્થમાં છાયા પોતપોતાના આકાર જેવી જ હોય છે. પ્રકાશ-અંધકાર પ્રકાશ પણ પૌદ્ગલિક છે. અંધકાર પ્રકાશ-પ્રતિરોધક (આચ્છાદક) પુદ્ગલ છે. અંધકાર પ્રકાશનો અભાવ નથી, પરંતુ પ્રકાશનું વિરોધી ભાવાત્મક દ્રવ્ય છે. જેવી રીતે સઘન વરસાદના કારણે અન્ય પદાર્થો છુપાઈ જાય છે અને માત્ર વરસાદ જ દેખાય છે, તેવી જ રીતે સઘન અંધકાર પણ અન્ય પદાર્થોને ઢાંકી દે છે અને તે જ માત્ર નજરે પડે છે. દીવાલ, છત વગેરે જેમ પોતાનાથી જુદી વસ્તુઓને ઢાંકનાર હોવા છતાં પણ ભાવાત્મક છે, તેવી જ રીતે અંધકાર પણ પદાર્થોને ઢાંકનાર ભાવાત્મક-દ્રવ્ય છે. વરસાદ બંધ થઈ જાય ત્યારે અને દીવાલ વગેરે તૂટી જાય ત્યારે પાછળની વસ્તુઓ જેમ દેખાવા લાગે છે, તેવી જ રીતે અંધકારનો નાશ થવાથી સમસ્ત પદાર્થો દૃષ્ટિગોચર થવા લાગે છે. = = વીસમો બોલ૦ ૧૫ર શ==== - - 1 11 Jain Educationa International For Personal and Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ અંધકાર ભાવાત્મક હોઈ જ કઈ રીતે શકે, જ્યારે તેનો કાળો રંગ સ્પષ્ટ નજરે પડે છે ? જેનું અસ્તિત્વ જ નથી તેનો રંગ પણ હોઈ શકે જ નહીં. આથી અંધકાર પૌદ્ગલિક છે. પુદ્ગલનો સંસારી જીવો સાથે ઘનિષ્ટ સંબંધ છે અને તે અનેક પ્રકારે તેમના કામમાં આવે છે. ‘વ્યનિમિત્તે ત્તિ સંસાળિાં વીર્યમુવનાયતે' અર્થાત્ સંસારી જીવોનું જેટલું પણ વીર્ય—પરાક્રમ છે, તે બધું પુદ્ગલોની સહાયતાથી થાય છે. પુદ્ગલો કેવી રીતે સંસારી જીવોના વ્યવહારમાં આવે છે, તે સમજવા માટે ભિન્ન-ભિન્ન પુદ્ગલ-વર્ગણાઓ જાણી લેવી જરૂરી છે. વર્ગણા-સમાન-જાતિવાળા પુદ્ગલ-સ્કંધો—તેમના અનેક ભેદો છે, જેમ કે—મનો-વર્ગણા, ભાષા-વર્ગણા, શ૨ી૨-વર્ગણા, ઔદારિક-વર્ગણા, વૈક્રિય-વર્ગણા, આહારક-વર્ગણા, તૈજસવર્ગણા, કાર્યણ-વર્ગણા, શ્વાસોચ્છ્વાસ-વર્ગણા. જે પુદ્ગલ-સમૂહની સહાયતાથી આત્મા વિચાર કરવામાં પ્રવૃત્ત થાય છે, તેને મનો-વર્ગણા કહે છે. જે પુદ્ગલ-સમૂહની સહાયતાથી આત્મા બોલવામાં પ્રવૃત્ત થાય છે, તેને ભાષા-વર્ગણા કહે છે. જે પુદ્ગલ-સમૂહની સહાયતાથી આત્માને પૌદ્ગલિક સુખદુઃખની અનુભૂતિ અને તેની હલન-ચલનની ક્રિયા થાય છે, તેને શ૨ી૨-વર્ગણા કહે છે. જે પુદ્ગલ-સમૂહ વડે આપણું શરીર બને છે, તેને ઔદારિકવર્ગણા કહે છે. જે પુદ્ગલ-સમૂહ વડે આપણે ઇચ્છાનુસાર આકૃતિઓને બદલી શકીએ—એવું શરીર બને છે, તેને વૈક્રિય-વર્ગણા કહે છે. જે પુદ્ગલ-સમૂહ વડે એક વિચિત્ર શક્તિવાળું પૂતળું બનાવવામાં આવે છે, તેને આહારક-વર્ગણા કહે છે. એક વિશિષ્ટ યોગ-શક્તિવાળા યોગીને જ્યારે કોઈ વ્યક્તિ ગહન વિષયનો પ્રશ્ન પૂછે છે અને તે યોગી તેનો જવાબ દેવામાં અસમર્થ હોય છે, ત્યારે આહા૨ક-વર્ગણા વડે પુદ્ગલોને ગ્રહણ કરીને તે યોગી એક સુંદર આકૃતિવાળું પૂતળું બનાવે છે અને તેને સર્વજ્ઞની પાસે મોકલીને જીવ અજીવ ૦ ૧૫૪ Jain Educationa International For Personal and Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ પેલા પ્રશ્નનો ઉત્તર મંગાવે છે. પૂતળું પ્રશ્નનો ઉત્તર લઈને પાછું ફરે છે. આ રીતે યોગી પ્રશ્નકર્તાને યોગ્ય ઉત્તર આપી દે છે. આ બધી ક્રિયાઓ એટલા ઓછા સમયમાં થઈ જાય છે કે પ્રશ્ન પૂછનારને તો પત્તો જ નથી લાગતો કે પોતાના પ્રશ્નનો ઉત્તર મેળવવામાં સહેજ વિલંબ થયો છે. જે પુગલ-સમૂહ વડે તૈજસ-શરીર બને છે, તેને તૈજસ-વર્ગણા કહે છે. જે પુદ્ગલ-સમૂહ વડે કાર્મણ-શરીર બને છે, તેને કાર્મણ-વર્ગણા કહે છે. જે પુદ્ગલોને શ્વાસોચ્છવાસ-રૂપે ગ્રહણ કરવામાં આવે છે, તેમને શ્વાસોચ્છવાસ-વર્ગણા કહે છે. આધુનિક વૈજ્ઞાનિકો દ્વારા સંમત સોથી વધુ તત્ત્વોનો પુગલદ્રવ્યોમાં સમાવેશ થઈ જાય છે. વૈજ્ઞાનિકોની પરિભાષા મુજબ તત્ત્વો તે પદાર્થો છે, જે કોઈપણ રાસાયણિક ક્રિયાથી પોતાના સ્વરૂપ અને ધર્મનો ત્યાગ કરતા નથી. સોનું, ચાંદી, લોઢું, ગંધક, પારો— આ બધાં તત્ત્વો છે. તેમને ગરમ કે ઠંડા કરીને તરલ અથવા બાષ્પરૂપી બનાવી શકાય છે, પણ તેમાંથી કોઈ બીજો પદાર્થ નીકળી શકતો નથી. લોઢું લોઢું જ રહેશે અને ગંધક ગંધક જ. બીજો કોઈ પદાર્થ જે તત્ત્વોના મિશ્રણથી બને છે, તેને મિશ્ર-પદાર્થ કહે છે, જેવી રીતે પાણી મિશ્ર છે. પાણીના એક અણુમાં બે પરમાણુ હાઈડ્રોજન અને એક પરમાણુ ઓક્સીજનનો હોય છે. તત્ત્વ અને મિશ્ર(Elements and Compounds)–આ બંને વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ-યુક્ત છે, આથી પુદ્ગલ દ્રવ્યો છે. અન્ય દાર્શનિકો જે મૂર્તિમાન વસ્તુઓ માટે ભૌતિક શબ્દનો પ્રયોગ કરે છે, જૈન-દર્શન તેમના માટે પૌગલિક શબ્દનો પ્રયોગ કરે છે. ૬. જીવાસ્તિકાય જીવનો અર્થ છે–પ્રાણ ધારણ કરનાર. અસ્તિકાયનો અર્થ છે–પ્રદેશ-સમૂહ. પ્રશ્ન–પ્રાણ ધારણ કરનારા જ જીવો છે, આ પરિભાષામાં મુક્ત આત્માઓનો સમાવેશ કઈ રીતે થશે? ઉત્તર–પ્રાણ બે પ્રકારના હોય છે—દ્રવ્ય-પ્રાણ અને ભાવ= વીસમો બોલ, ૧૫૫ Jain Educationa International For Personal and Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ પ્રાણ. દ્રવ્ય-પ્રાણ દસ છે, જે છઠ્ઠા બોલમાં કહેવાઈ ગયું છે. ભાવપ્રાણ જ્ઞાન, દર્શન વગેરે છે. સંસારી જીવોમાં બંને ય પ્રકારના પ્રાણ જોવા મળે છે. મુક્ત જીવોમાં માત્ર ભાવ-પ્રાણ હોય છે. દ્રવ્યથી જીવ અનંત-દ્રવ્ય છે. ક્ષેત્રથી તે લોક-પ્રમાણ છે. કાળથી તે અનાદિ-અનંત છે. ભાવથી તે અરૂપી છે. ગુણથી તે ચેતન-ગુણવાળો છે. જીવના પ્રદેશો અસંખ્ય છે. આવા અસંખ્ય-પ્રદેશોવાળા જીવો અનંત છે. તેઓ ધર્માસ્તિકાય વગેરેની જેમ અસંખ્ય-પ્રદેશાત્મક એક જ અવિભાજ્ય પિંડ નથી. એટલા માટે જીવાસ્તિકાયને દ્રવ્યરૂપે અનંત-દ્રવ્ય કહેવામાં આવ્યું છે. જીવાસ્તિકાયને લોક-પ્રમાણ કહેવાનો અર્થ એ નથી કે એક જ જીવ સમગ્ર લોકમાં વ્યાપ્ત છે. આશય એવો છે કે લોકમાં એવું કોઈ પણ સ્થાન નથી જયાં જીવ ન હોય. આત્મા ન તો ક્યારેય ઉત્પન્ન થયો છે અને ન કોઈ તેને ઉત્પન્ન કરનાર છે, આથી તે અનાદિ છે. જે તત્ત્વની આદિ નથી, તેનો અંત પણ નથી હોતો. એટલા માટે જીવ અનંત પણ છે. આત્મા અમૂર્ત છે છતાં પણ સ્વ-સંવેદન(પોતાપણાનો અનુભવ) વગેરેથી આત્માનું સ્પષ્ટરૂપે ભાન થાય છે. જો આત્મા ન હોય તો હું છું” એવું જ્ઞાન કોને થશે? અનુમાનથી પણ આત્માનું અસ્તિત્વ જાણી શકાય છે. જ્યારે આપણને અચેતન-પદાર્થ મળ્યો છે તો તેનું વિરોધી કોઈ ચેતન-દ્રવ્ય જરૂર મળવું જોઈએ. કેમ કે પ્રતિપક્ષપદાર્થ વિના માત્ર એક દ્રવ્યનું અસ્તિત્વ જાણી શકાય છે. જો ચેતન નામનું કોઈ દ્રવ્ય જ નથી તો પછી ન-ચેતન–અચેતન—એ શબ્દની રચના કયા આધાર પર કરવામાં આવી ? અત્યંતભાવ ત્યારે બતાવી શકાય છે જ્યારે કે તેનો કોઈ વિરોધી-પદાર્થ હોય. ચેતન અને અચેતનમાં અત્યંતાભાવ છે. આથી ચેતન-દ્રવ્યનું અસ્તિત્વ પણ અનિવાર્ય છે. જીવનો ગુણ ચૈતન્ય છે. જીવના અસંખ્ય-પ્રદેશો છે. તે બધા ય = એ જીવ-અજીવ, ૧૫૬ . Jain Educationa International For Personal and Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ ચેતનાધર્મી છે. જીવ અસંખ્ય જ્ઞાનમય પ્રદેશોનો એક અવિભાજ્ય પિંડ છે, પરંતુ એવું નથી કે અસંખ્ય આત્માઓ મળીને એક આત્મા બને છે. પ્રાણીમાત્રમાં અનંત જ્ઞાન વિદ્યમાન છે. પરંતુ તે કર્મના આવરણથી ઢંકાયેલું રહે છે. કર્મનું આવરણ જેટલું બળવાન હોય છે, જ્ઞાન તેટલું જ અધિક દબાયેલું રહે છે અને આવરણ જેમ-જેમ દુર્બળ થતું જાય છે, તેમ-તેમ જ્ઞાન પ્રકટ થતું જાય છે. જ્યારે આવરણનો સર્વથા અભાવ થઈ જાય છે ત્યારે આત્મા સર્વજ્ઞ બની જાય છે. આવરણ અધિકમાં અધિક હોય ત્યારે પણ જ્ઞાનનો કેટલોક અંશ તો પ્રકટ રહે છે જ. જો જ્ઞાન સર્વથા આચ્છાદિત થઈ જાય તો પછી જીવ અને અજીવમાં તફાવત જ શું રહે ? એક ઇન્દ્રિયવાળા જીવમાં પણ સ્પર્શન ઇન્દ્રિયનું જ્ઞાન હોય છે. આથી કરીને ચેતનાગુણ વડે આત્માને જાણી શકાય છે અને તે ગુણ ત્રિકાળવર્તી છે. દ્રવ્ય છ એટલા માટે માનવામાં આવ્યા છે કે તેમના એ ગુણો બીજા સાથે મળતાં નથી. જેમનામાં ત્રિકાળ-સહચારી કોઈ પણ વિશેષ ગુણ ન હોય, તે સ્વતંત્ર દ્રવ્ય નથી હોતું. આપણને આ વિશેષ ગુણો સિવાય કોઈ પણ એવો ગુણ નથી મળતો કે જે અનેક દ્રવ્યોમાં ન મળતો હોય અને જે ગુણ અનેક દ્રવ્યોમાં મળે, તેના વડે આપણે કોઈ એક સ્વતંત્ર દ્રવ્યનું અસ્તિત્વ માની શકતા નથી. એટલા માટે દ્રવ્ય છ જ છે. પ્રત્યેક દ્રવ્યના પર્યાયો અનંત હોય છે. Jain Educationa International વીસમો બોલ ૦ ૧૫૭ For Personal and Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ રાશિ બે ૧. જીવ રાશિ ૨. અજીવ રાશિ જ્યારે આપણે દુનિયાભરની વસ્તુઓને પૃથ-પૃથક્ કરવા લાગીએ છીએ, ત્યારે તેમને કેટલાય હજા૨ વિભાગોમાં વહેંચી નાખીએ છીએ, જેમ કે—મનુષ્ય, ગાય, ભેંસ, ઊંટ, મકાન, કોટ, વાસણ વગેરે અને જ્યારે પાછા ફરીએ છીએ—એકીકરણ તરફ ગતિ કરીએ છીએ, ત્યારે આપણને મૂળ રૂપમાં બે જ પદાર્થ-વિભાગો મળે છે—એક ચેતન—જ્ઞાનવાન આત્માઓનો વિભાગ અને બીજો અચેતન—જ્ઞાનરહિત જડ પદાર્થોનો વિભાગ. આપણે એમ નિશ્ચયપૂર્વક કહી શકીએ છીએ કે જગતમાં આ બે વિભાગો સિવાય બીજું કશું નથી અથવા એમ પણ કહી શકાય છે કે જગતનું અસ્તિત્વ આ બેના અસ્તિત્વ પર જ આધારિત છે. ષડ્-દ્રવ્ય અને નવ તત્ત્વ આમનાથી જુદા નથી. એકવીસમો બોલ જ્યારે આપણે વિશ્વની સ્થિતિને સમજવા માટે આગળ વધીએ છીએ, ત્યારે આની સંખ્યા બેથી વધી છ થઈ જાય છે. આત્માની મુક્તિ કેવી રીતે થઈ શકે છે ? જીવ કે અજીવની કઈ-કઈ દશાઓ મુક્તિની બાધક અને સાધક છે ? આ જીજ્ઞાસા તેમને બેમાંથી નવમાં લઈ જાય છે. ત્યાં અજીવના ચાર(અજીવ, પુણ્ય, પાપ અને બંધ) તથા જીવના પાંચ(જીવ, આશ્રવ, સંવ, નિર્જરા અને મોક્ષ) વિભાગો બની જાય છે. જીવ-અજીવ ૰૧૫૮ Jain Educationa International For Personal and Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ પરંતુ વાસ્તવમાં તત્ત્વો બે જ છે. આ છ અને નવ વિભાગો તો એક વિશેષ ઉપયોગિતા અથવા સમજવાની સગવડ માટે કરવામાં આવેલા છે. આપણે આ બંને વિભિન્ન વર્ગોનો જાણ્યા વિના એ કદી નથી જાણી શકતા કે વિશ્વના કાર્યસંચાલનમાં જીવ અને અજીવનો શું-શું ઉપયોગ છે. ધર્માસ્તિકાય વિશ્વની ગતિશીલતા–સક્રિયતામાં સહાયક છે. દુનિયામાં જે કંઈ હલન-ચલન, કંપન, સૂક્ષ્માતિસૂક્ષ્મ સ્પંદન સુદ્ધાં હોય છે, તે બધું તેની જ સહાયતાથી થાય છે. અધર્માસ્તિકાય બરાબર તેનું જ પ્રતિપક્ષી છે. સ્થિરતામાં તેનો ફાળો છે. બીજા શબ્દોમાં, આપણે આમાંથી પ્રથમને સક્રિયતાનું સહાયક અને બીજાને નિષ્ક્રિયતાનું સહાયક કહી શકીએ છીએ. જો કે સક્રિયતા અને નિષ્ક્રિયતા વસ્તુઓની પોતાની શક્તિનું પરિણામ છે, તો પણ તેમના સહયોગ વિના તે થઈ નથી શકતી. આકાશ આશ્રય દેવાને કારણે ઉપકારી છે. આ ચરાચર જગત તેના જ આધારે ટક્યું છે. કાળ(સમય) વડે સંસારનો બધો કાર્યક્રમ વિધિવત્ સંચાલિત થાય છે. આ તેનો સ્પષ્ટ ઉપકાર છે. પુદ્ગલ વિના દેહધારી પ્રાણી પોતાનો નિર્વાહ જ નથી કરી શકતા. શ્વાસ-નિશ્વાસથી માંડીને ખાવાનું-પીવાનું, પહેરવાનું વગેરે બધાં કાર્યોમાં પૌગલિક વસ્તુઓ જ કામમાં આવે છે. શરીર પોતે જ પૌગલિક છે. મન-વચનની પ્રવૃત્તિ પણ પુદ્ગલોની સહાયતાથી થાય છે. આત્માઓ તેમનો ઉપયોગ કરનાર છે, ચેતનાશીલ છે. આ છ દ્રવ્યોના ઉપકારોને– કાર્યોને એકત્ર કરવાથી આખા ય વિશ્વનું સંસ્થાન આપણી આંખોની સામે આવી જાય છે. લોક-સ્થિતિની જાણકારીમાં અજીવ અંતર્ગત પદાર્થોનો જેટલો સંબંધ છે, તેટલો જીવની વિભિન્ન દશાઓનો નહીં. તેમની જાણકારી તો આત્મસાધક માટે આવશ્યક છે. જીવ અને અજીવ–આ બે તો મૂળ છે. પુણ્ય-પાપ અને બંધ વડે આત્મા બંધાય છે, તેને ભૌતિક સુખ અને દુઃખ મળે છે. આથી આ ત્રણે ય મુક્તિના બાધક છે. સંવરથી આગામી કર્મોનો નિરોધ થાય છે. નિર્જરાથી પહેલાં બંધાયેલાં કર્મો નાશ પામે છે, આત્મા ઉજ્વળ બને છે. એટલા માટે એ બંને મોક્ષના સાધક છે. મોક્ષ આત્માની કર્મ-મલ-રહિત વિશુદ્ધ અવસ્થા છે. જ એકવીસમો બોલ, ૧૫૯ Jain Educationa International For Personal and Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ આ બધાને આપણે મૌલિક દૃષ્ટિથી જોઈએ તો પુણ્ય, પાપ અને બંધ–આ અજીવની અવસ્થાઓ છે અને આશ્રવ, સંવર, નિર્જરા અને મોક્ષ–આ જીવની અવસ્થાઓ છે. છ દ્રવ્યોથી આમાં એ વિશેષતા છે કે એમનામાં જીવનો કોઈ પણ વિભાગ નથી અને આમનામાં જીવની ચાર વધુ વિશેષ અવસ્થાઓ પણ બતાવવામાં આવી છે. એમનામાં અજીવ અંતર્ગત પાંચ સ્વતંત્ર દ્રવ્યોનો નિર્દેશ છે અને આમનામાં અજીવ(પુદ્ગલ)ની ત્રણ વધુ વિશેષ અવસ્થાઓ પણ બતાવવામાં આવી છે. ફળસ્વરૂપે છ દ્રવ્યોમાં એક દ્રવ્ય જીવ અને પાંચ દ્રવ્ય અજીવ, નવ તત્ત્વોમાં પાંચ તત્ત્વ જીવ અને ચાર તત્ત્વ અજીવ છે. આથી એમ સિદ્ધ થાય છે કે વિશ્વમાં મૂળ તત્ત્વવિભાગ બે જ છે -એક જીવ-વિભાગ અને બીજો અજીવ-વિભાગ. જીવ-વિભાગમાં બધા જીવો અને અજીવ-વિભાગમાં બધા અજીવો સમાઈ જાય છે. અથવા તો એમ કહેવું જોઈએ કે આમાં સમગ્ર લોક સમાઈ જાય છે. જીવ-જીવ ૦ ૧૬૦ ૪ Jain Educationa International For Personal and Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ બાવીસમો બોલ શ્રાવકનાં બાર વ્રત ૧. અહિંસા અણુવ્રત ૭. ભોગપભોગ-પરિમાણ વ્રત ૨. સત્ય અણુવ્રત ૮. અનર્થદંડ-વિરતિ વ્રત ૩. અસ્તેય અણુવ્રત ૯. સામાયિક વ્રત ૪. બ્રહ્મચર્ય અણુવ્રત ૧૦. દેશાવકાશિક વ્રત પ. અપરિગ્રહ અણુવ્રત ૧૧. પૌષધ વ્રત ૬. દિગૂ-વિરતિ અણુવ્રત ૧૨. અતિથિ-સંવિભાગ વ્રત આચરણની પવિત્રતા જ માનવ-જીવનનું સર્વસ્વ છે. જૈનદર્શનમાં જેવું સમ્યગૂ-જ્ઞાનનું મહત્ત્વ છે, તેવું જ સમ્યફ-ક્રિયા(સદ્આચરણ)નું મહત્ત્વ છે. ફક્ત જ્ઞાનથી કે ફક્ત આચરણથી મોક્ષ નથી મળતો, પરંતુ બંનેના ઉચિત સંયોગથી જ મોક્ષ મળે છે. એક પૈડાથી રથ ચાલી નથી શકતો. જૈન-દર્શન અનુસાર ગૃહસ્થ વ્યાપાર વગેરે વડે ગૃહ-નિર્વાહ કરતો-કરતો પણ ધર્મની આરાધના કરી શકે છે. આમ તો જે-જે શુદ્ધ આચરણો છે, તે બધાં ધર્મ જ છે. તો પણ ધર્મના અધિકારીઓની અપેક્ષાએ તેમનાં બે ભેદ કરવામાં આવ્યા છે–પૂર્ણ-ધર્મ અને અપૂર્ણ-ધર્મ. પૂર્ણ-ધર્મના અધિકારી તે વ્યક્તિઓ થઈ શકે છે કે જેઓ પોતાની સમસ્ત વૃત્તિઓને ત્યાગતપસ્યામાં લગાડી પૂર્ણ-સંયમી બની જાય છે. અપૂર્ણ-ધર્મના = = બાવીસમો બોલ ૧૬૧ = Jain Educationa International For Personal and Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ અધિકારી પ્રાણી-માત્ર છે. ઉદાહરણ સ્વરૂપ અહિંસા ધર્મ છે. ગૃહસ્થ અહિંસાનું પૂરેપૂરું પાલન કરી શકતો નથી, તો પણ અનાવશ્યક હિંસાને છોડી શકે છે. હિંસા વચ્ચે રહેલો ગૃહસ્થ જે અનાવશ્યક હિંસા છોડે છે, તે ધર્મ જ છે. એક ગૃહસ્થ ખાવું-પીવું, પહેરવુંઓઢવું વગેરે કાર્યોમાં થનાર સૂક્ષ્મ જીવોની હિંસા, મોટા અપરાધી જીવોની હિંસા તથા પ્રમાદવશ થનારી હિંસા છોડવામાં અસમર્થ હોય છે. તે ધર્મ નથી પરંતુ નિરપરાધ જીવોને જાણીબૂઝીને મારવાનો ત્યાગ કરે છે, તે ધર્મ છે. એવી જ રીતે મોટું જૂઠાણું, ખોટી સાક્ષી વગેરેથી બચવું, મોટી ચોરીનો ત્યાગ કરવો, પરસ્ત્રીનો ત્યાગ કરવો, પરિગ્રહ(ધન-ધાન્ય આદિ)નો અનાવશ્યક સંગ્રહ ન કરવો અને આવશ્યક હિંસાનો પણ સંકોચ કરવો તે ધર્મ છે. ગૃહસ્થ ગૃહસ્થ-જીવનમાં રહેવા છતાં ક્ષમા કરે છે, મૈત્રીપૂર્ણ વર્તન કરે છે, સરળતાનો આદર કરે છે–વગેરે બધાં કામો ધાર્મિક છે, આત્માને ઊંચે લઈ જનાર છે. ધર્મ એક એવું તત્ત્વ છે, જેનાથી આંતરિક શુદ્ધિ થાય છે અને દરેક જગ્યાએ, દરેક દશામાં, દરેક વ્યક્તિ તે આચરી શકે છે. ધર્મ કોઈ બાહ્ય-વસ્તુ નથી, તે પોતપોતાના આત્માનો ગુણ છે. ધર્મનો અર્થ આત્મ-સાધના અને આત્મ-સંયમ ધર્મ-શાસ્ત્ર અને ધર્મ-ગુરુ વગેરે સહુ ધર્મના વ્યાવહારિક સાધનો છે. આત્માને ધાર્મિક બનાવવા માટે તેમની અત્યંત આવશ્યકતા છે. પણ અસલમાં તો ધર્મ પોતપોતાના આચરણો પર જ આધારિત છે. કોઈ એક માનવી ધર્મ કરવા નથી ઇચ્છતો તો તેને ધર્મ-શાસ્ત્ર, ધર્મગુરુ કે બીજું કોઈ પણ બળાત્કારે ધર્મ કરાવી શકતું નથી. આથી કરીને ધર્મનું સાધન ઉપદેશ(શિક્ષણ) દર્શાવવામાં આવ્યું છે. સદઉપદેશ વડે મનુષ્ય ધર્મનું સાચું સ્વરૂપ ઓળખી લે છે અને તે પછી તે આત્મ-સંયમ અને શુદ્ધ-આચારનો અભ્યાસ કરે છે. ઓછા-વત્તા રૂપે પ્રત્યેક વ્યક્તિમાં શુદ્ધ આચારનો અંશ મળે જ છે. જે ગૃહસ્થોનો આત્મ-સાધના તરફ વધુ ઝોક હોય છે, તેઓ અર્થ-હિંસાનો પણ સંકોચ કરવા લાગે છે અને પોતાની વૃત્તિઓને અધિકાધિક સંતુષ્ટ બનાવી લે છે. ક્યાંક-ક્યાંક ગૃહસ્થો સાધુ-વ્રત સ્વીકાર કર્યા વિના પણ સંયમનું ગાઢ આચરણ કરવાના કારણે સાધુ-સમાન બની જાય છે. તેઓ પ્રતિમાધારી-શ્રાવક કહેવાય છે. જીવ-અજીવ તા ૧૬ Jain Educationa International For Personal and Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ અમે ઠેર-ઠેર એ બતાવતા આવ્યા છીએ કે જીવ પાંચ જાતના છે, છ જાતના છે, ચાર જાતના છે વગેરે. આ બધા ભેદો જીવોના ઇન્દ્રિય, શરીર વગેરેની અપેક્ષાએ પાડવામાં આવ્યા છે. તેમનું મૂળ-સ્વરૂપ એક સરખું છે. કોઈ પણ જીવ પરિમાણમાં ન તો નાનો છે કે ન મોટો. બધા જીવોના જ્ઞાનમય અસંખ્ય પ્રદેશો હોય છે. તે પ્રદેશોનો સ્વભાવ સંકોચાવાનો અને વિકસવાનો હોય છે. જે રીતે દીપકનો પ્રકાશ ખુલ્લા આકાશમાં વધારે ફેલાઈ જાય છે અને એક ઢાંકણામાં રાખવામાં આવે તો તેની અંદર જ સમાઈ જાય છે, તેવી જ રીતે આત્મા કે જે જ્ઞાનમય પિંડ છે, તે એક મોટા શરીરમાં પણ વ્યાપ્ત હોય છે અને નાનામાં નાના શરીરમાં પણ સમાઈ જાય છે. મોટું નાનું શરીર હોવું પોતપોતાના કર્મો પર આધારિત છે. એટલા માટે મોટા જીવોને મારવાથી અધિક દોષ અને નાના જીવોને મારવાથી ઓછો દોષ લાગે છે એમ કહેવું તે નિશ્ચય-દષ્ટિથી અનુચિત છે. હિંસા મોટી અને નાની પોતપોતાના વિચારો અનુસાર હોય છે, જીવો અનુસાર નહીં. પરિણામો જેટલાં અધિક મલિન હોય છે, હિંસા પણ તેટલી જ અધિક હોય છે. મોટા જીવોને માટે નાના જીવોને મારી નાખવામાં કોઈ પણ વાંધો નહીં અથવા મોટા જીવોને માટે નાના જીવોને મારી નાખવામાં દોષ થોડો છે અને લાભ વધારે છે, એવો સિદ્ધાંત અહિંસાના સનાતન સિદ્ધાંતથી તદ્દન વિપરીત છે. ભગવાન મહાવીરે કહ્યું છે— जे केइ खुद्दगा पाणा, अहवा संति महालया। . सरिसं तेहिं वेरन्ति, असरिसं ति य नो वए ॥ –એકેન્દ્રિય વગેરે ક્ષુદ્ર–ન્નાનકડાં શરીરવાળા પ્રાણીઓ હોય અથવા પંચેન્દ્રિય વગેરે સ્થળ–મોટા શરીરવાળા પ્રાણીઓ હોય, તેમને મારવામાં હિંસા સરખી જ હોય છે કે નથી હોતી, તેવું નહીં કહેવું જોઈએ. કેમ કે હિંસાનો દોષ “વધ કરનારની ભાવના તીવ્ર છે કે મંદ' વગેરે વિવિધ પ્રવૃત્તિઓ પર આધારિત હોય છે. એક પ્રાચીન ઉક્તિ છે –“ગીવો જીવસ્થ ગૌવનમ્' – “જીવ જ જીવનું જીવન છે.” “મસ્ય-ગલાગલ'નો પણ આવો જ અર્થ છે. જેવી રીતે એક મોટી માછલી નાની માછલીઓને ખાઈ જાય છે, તેવી જ રીતે મોટા જીવો નાના જીવોનો ભક્ષ્ય લેતા રહે છે. મનુષ્યને = બાવીસમો બોલ ૧૬૩ હ = Jain Educationa International For Personal and Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ખાવું પડે છે, પીવું પડે છે. તેમાં શાકભાજી, દાણા-પાણી, અગ્નિ, હવાના જીવોનો વધ થતો રહે છે. દીન્દ્રિય વગેરે મોટા જીવોની પણ હિંસા થઈ જાય છે. આ તેમની આવશ્યકતા છે–લાચારી છે, એવું કર્યા વિના જીવન-નિર્વાહ થઈ જ નથી શકતો. મનુષ્યોમાં એક કમજોરી છુપાયેલી હોય છે. તે દરેક જગ્યાએ સચ્ચાઈ તરફ આગળ વધવામાં વિઘ્ન નાખે છે. એટલા માટે તેમણે આ એક સિદ્ધાંત સ્થાપિત કરી લીધો કે જે વસ્તુઓ તેમના જીવનનિર્વાહ માટે તદ્દન જરૂરી છે, તેમાં હિંસા કેવી? આજ આ સિદ્ધાંત એટલો વ્યાપક બની ગયો છે કે સાધારણ માણસની રગ-રગમાં એ વાત ઘુંટાઈ ગઈ છે કે આવશ્યકતાની પૂર્તિ કરવા માટે કોઈ પણ હિંસા હિંસા નથી. પરંતુ અસલી વાત કંઈક જુદી જ છે. જો કે હિંસા બે ભાગમાં વહેંચી શકાય છે, જેમ કે અર્થ-હિસા અને અનર્થ-હિંસા. જે આવશ્યકતા માટે કરવામાં આવે તે અર્થહિંસા છે અને જે આવશ્યકતા વિના જ કરવામાં આવે તે અનર્થહિંસા છે. અર્થ-હિંસાને ગૃહસ્થ છોડી નથી શકતો તે જુદી જ વાત છે; પરંતુ વસ્તુતઃ તે હિંસા જ છે. મનુષ્યોની આવશ્યકતાઓ પૂરી કરવા માટે જે હિંસા કરવામાં આવે છે, તેમાં અહિંસા કે ધર્મ કંઈ પણ નથી, તે માત્ર સ્વાર્થ-હિંસા છે. હિંસામાં ધર્મ નથી હોતો, ભલે તે પોતાના માટે કરવામાં આવે, કે પછી બીજાને માટે કરવામાં આવે. એટલા માટે મોટાઓને માટે નાનાઓનું ગળું કાપવાનો સિદ્ધાંત અહિંસાની દષ્ટિએ ખોટો છે. સાધુ-જીવનમાં અહિંસા વગેરેનું પૂર્ણ પણે જીવન-પર્યત પાલન કરવાનું હોય છે. તેમને મહાવ્રત કહે છે. તેમનું વિવેચન ત્રેવીસમા બોલમાં કરવામાં આવ્યું છે. સમ્યક્વી ગૃહસ્થ પોતાની અલ્પ શક્તિ અનુસાર શ્રાવકના બાર વ્રતો અંગીકાર કરે છે, તેમનું સંક્ષિપ્ત વર્ણન અહીં કરવામાં આવ્યું છે. વિશેષ જાણકારી માટે શ્રીમદ્ ભિક્ષુસ્વામી રચિત “વાર વ્રત કી પનું અધ્યયન કરવું. અહિંસા-અણુવ્રત શ્રાવક નાના મોટા બધા જીવોની માનસિક, વાચિક તથા કાયિક હિંસાનો પૂર્ણ પણે ત્યાગ નથી કરતો, પરંતુ તે કેટલાક અંશે સ્થૂળ હિંસાનો ત્યાગ કરી શકે છે. હાલતાં-ચાલતાં નિરપરાધ પ્રાણીઓને જાણીબૂઝીને મારી નાખવાનો ત્યાગ કરવો–સ્થળ હિંસાનો ત્યાગ કરવો, અહિંસા-અણુવ્રત છે. = જીવ-અજીવ . ૧૬૪ છે Jain Educationa International For Personal and Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ સત્ય-અણુવ્રત શ્રાવક સૂક્ષ્મ સત્ય બોલવાનો ત્યાગ કરવામાં પોતાને અશક્તિમાન માને છે, પરંતુ જો તે સાવધાની રાખે તો મોટું અસત્ય બોલવાનો ત્યાગ કરી શકે છે. જેનાથી કોઈ નિર્દોષ પ્રાણીની હત્યા થાય તેવા અસત્યનો ત્યાગ કરવો તે સત્ય-અણુવ્રત છે. અસ્તેય-અણુવ્રત ઘર ફોડવું, તાળુ તોડવું, લૂંટ-ફાટ કરવી, મોટી ચોરી કરવી વગેરેનો ત્યાગ કરવો અસ્તેય-ગુણવ્રત છે. જે ચોરીથી રાજય તરફથી સજા મળે અને લોક નિંદા કરે તેવી ચોરી બહુ ધૃણાસ્પદ વસ્તુ છે. તેને છોડવી પ્રત્યેક શ્રાવકની જ નહીં, પ્રત્યેક સભ્ય વ્યક્તિની ફરજ છે. બ્રહ્મચર્ય-અણુવ્રત વિષય-ભોગની મર્યાદા નક્કી કરવી બ્રહ્મચર્ય-અણુવ્રત છે. વેશ્યાગમન અને પરસ્ત્રી-ભોગનો ત્યાગ કરવો તથા પોતાની સ્ત્રી સાથે પણ ભોગની મર્યાદા કરવી તે બ્રહ્મચર્ય-અણુવ્રત છે. એ જ રીતે સ્ત્રી પણ પરપુરુષ-ભોગનો ત્યાગ કરે છે અને પોતાના પતિની સાથેના ભોગની પણ મર્યાદા કરે છે. કામુકતાનો જેટલા અંશે ત્યાગ કરવામાં આવે છે, તે બ્રહ્મચર્ય-અણુવ્રત છે. અપરિગ્રહ-અણુવ્રત સોનું, ચાંદી, મકાન, ધન વગેરે બધું પરિગ્રહ છે. પરિગ્રહનો સંચય કરવાની મર્યાદા કરવી તે અપરિગ્રહ-અણુવ્રત છે. દુનિયામાં ધન-સંપત્તિની કોઈ સીમા નથી. માનવી જેમ જેમ તેનો સંચય કરતો જાય છે તેમ તેમ તેની લાલચ વધતી જ જાય છે. આ વધતી જતી લાલસાને રોકવા માટે આ અપરિગ્રહ-અણુવ્રતનું વિધાન છે. ક્યાંક ને ક્યાંક તો માનવીએ સંતોષ માનવો જ જોઈએ. ઉપરોક્ત પાંચ અણુવ્રતોની પુષ્ટિ માટે ક્રમશઃ ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત છે. દિગ્વિરતિ વ્રત પૂર્વ, પશ્ચિમ વગેરે બધી દિશાઓમાં પરિમાણ નક્કી કરી તેની બહાર પ્રત્યેક પ્રકારનો સાવદ્ય કાર્ય કરવાનો ત્યાગ કરવો તે = બાવીસમો બોલ, ૧૬૫ = Jain Educationa International For Personal and Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ દિગ્વિતિ-વ્રત છે. ભોગોપભોગ-પરિમાણ-વ્રત પંદર પ્રકારના કર્માદાન અને છવ્વીસ પ્રકારના ભોગોપભોગની પ્રવૃત્તિની મર્યાદા કરવી તે ભોગોપભોગપરિમાણ-વ્રત છે. અનર્થ-દંડ-વિરતિ-વ્રત પોતાના પ્રયોજન માટે મનુષ્ય હિંસા કર્યા વિના રહી નથી શકતો, પરંતુ પ્રયોજન વિના હિંસા કરવી ક્યાં સુધી ઉચિત છે? પ્રયોજન વિના હિંસાની પ્રવૃત્તિ કરવાનો ત્યાગ કરવો તે અનર્થદંડ-વિરતિ-વ્રત છે. સામાયિક-વ્રત એક મુહૂર્ત(અડતાલીસ મિનિટ) સુધી સાવદ્ય પ્રવૃત્તિનો ત્યાગ કરી સમભાવમાં સ્થિર થવાનો અભ્યાસ કરવો તે સામાયિક-વ્રત છે. દશાવકાશિક-વ્રત એક નિશ્ચિત સમય માટે હિંસા વગેરેનો ત્યાગ કરવો તે દેશાવકાશિક-વ્રત છે. સાત વ્રતોમાં જે ત્યાગ કરવામાં આવે છે તે સમગ્ર જીવન સુધી કરવામાં આવે છે, જે ત્યાગ બે-ચાર વર્ષ વગેરેની મર્યાદા બાંધી કરવામાં આવે છે, તે બધાં આ દશમા વ્રતમાં સમાય છે. પૌષધ-વ્રત આઠમ, ચૌદસ, પુનમ, અમાસ તથા બીજી કોઈ તિથિના દિવસે ઉપવાસની સાથે સાથે શારીરિક ટાપટીપ વગેરે છોડીને એક દિવસરાત સુધી સાવદ્ય પ્રવૃત્તિનો ત્યાગ કરવો તે પૌષધ-વ્રત છે. ચૌવિહાર-ઉપવાસ વિના પૌષધ-વ્રત થતું નથી. તિવિહાર-ઉપવાસ કરીને જે ચાર પ્રહરપહોર) કે અધિક સમય સુધી પૌષધની ઉપાસના કરવામાં આવે છે તે દેશાવકાશિક-વ્રત છે, પૌષધ-વ્રત નહીં. પૌષધવ્રત ચૌવિહાર-ઉપવાસની સાથે જ થઈ શકે છે. તેનો સમય ચાર પ્રહર કે આઠ પ્રહરનો હોય છે. ૧. પંદર કર્માદાન અને છવ્વીસ ભોગોપભોગોની જાણકારી માટે સમાજ ભૂષણ શ્રી છોગમલજી ચોપડા દ્વારા સંપાદિત “શ્રાવક-વ્રત ધારણવિધિ’ પુસ્તક જુઓ. જીવ-અજી - ૧૬૬ છે Jain Educationa International For Personal and Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ અતિથિ-સંવિભાગ-વ્રત - સાધુને શુદ્ધ દાન દેવાની ભાવના રાખવી તે પ્રત્યેક શ્રાવકશ્રાવિકાનું કર્તવ્ય છે. સાધુના નિમિત્તે કોઈ વસ્તુ બનાવવી, પોતાના માટે બનાવેલી વસ્તુમાં સાધુ માટે થોડી વધુ વસ્તુ બનાવી લેવી, તે દોષપૂર્ણ પ્રવૃત્તિ છે. આથી સાધુને અશુદ્ધ દાન દેવાનો ત્યાગ કરવો અને નિર્દોષ દાન દેવું તે અતિથિ-સંવિભાગ-વ્રત છે. વ્રતોની ઉપયોગિતા શ્રાવકના વ્રતોનું ધાર્મિક દૃષ્ટિએ તો મહત્ત્વ છે જ, પરંતુ સામાજિક અને રાષ્ટ્રીય દૃષ્ટિએ પણ તેમનું મહત્ત્વ ઓછું નથી. જેમ કે – ૧. હિંસાની ભાવનાથી પરસ્પર વૈમનસ્ય વધે છે. તેનાથી વિરોધની ભાવના બળવાન બને છે. તેનાથી માનવતા નાશ પામે છે. આથી કરીને હિંસા ત્યજવાલાયક છે. શ્રાવકના પહેલા વ્રતનો ઉદેશ્ય છે—ખેતી ને સત્ર મૂલ્લુ રંગ સહુ પ્રાણીઓ સાથે મારી મિત્રતા છે. કોઈની ય સાથે વેરભાવના નથી.” ૨. સમાજના સમગ્ર વ્યવહારનો આધાર સત્ય છે. તેના વિના એક દિવસ પણ કામ ચાલી શકતું નથી. લેણ-દેણ વિના કામ ચાલતું નથી અને તે વિશ્વાસ વિના થઈ શકતી નથી અને વિશ્વાસ સત્ય વિના થતો નથી. એટલા માટે સત્ય સદા અપેક્ષિત છે. ૩. બીજાઓ પર અધિકાર જમાવવાથી, લૂંટ-ફાટ કરવાથી, ધાડ પાડવાથી અને સૈનિક આક્રમણ કરવાથી અશાંતિનું વાતાવરણ પેદા થાય છે. જનતા ત્રાસી જાય છે. ચારે તરફ ભય છવાઈ જાય છે. આથી સ્થાયી શાંતિ માટે આ બધા અપરાધોનો ત્યાગ કરવો બધા માટે અનિવાર્ય છે. શ્રાવકના અસ્તેય વ્રતની આ એક મોટી ઉપયોગિતા છે. ચોરી સામાજિક ઝેર છે. સમાજની ઉન્નતિ માટે પણ આ ઝેરના નાશની અપેક્ષા રહે છે. ૪. બ્રહ્મચર્ય જ જીવન છે. તેના વિના મનુષ્ય નિઃસત્ત્વ, બળહીન, રાંક અને સુષુપ્ત બની જાય છે. બ્રહ્મચારીનો આત્મવિશ્વાસ અટલ હોય છે. તેને ન્યાયમાર્ગથી કોઈ વિચલિત કરી શકતું નથી. બ્રહ્મચારીનું આત્મબળ અત્યંત વિશિષ્ટ હોય છે. શક્તિસંપન્ન સમાજના નિર્માણ માટે બ્રહ્મચર્યનો બહુ મોટો ફાળો છે. બાવીસમો બોલ - ૧૬૭ = Jain Educationa International For Personal and Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૫. ધન-ધાન્ય વગેરે વસ્તુઓનો આવશ્યકતાથી વધુ સંગ્રહ કરવો સાર્વજનિક હિતથી વિરુદ્ધ છે. સમાજવાદીઓ કહે છે કે એક ધનકુબેર હોય અને બીજો તદન દરિદ્ર–આવી વ્યવસ્થા અમે જોવા નથી માગતા. અપરિગ્રહ-વ્રતનું હાર્દ એ છે કે અનાવશ્યક વસ્તુઓનો સંગ્રહ ન કરવો. ૬. દિવ્રત– આ વ્રતથી વિસ્તારવાદી મનોવૃત્તિ ઓછી થાય છે. બધી દિશાઓમાં જવાની મર્યાદા બંધાઈ જાય તો સહજપણે જ શોષણ અને આક્રમણ જેવી પરિસ્થિતિ દૂર થઈ જાય. જેમનામાં વિસ્તારવાદી ભાવનાઓ હોય છે, તેઓ વ્યાપાર કરવા માટે તથા બીજાઓ પર અધિકાર કરવા માટે દૂર દૂર સુધી જાય છે. પરંતુ દિવ્રતી ઘણે દૂર સુધી તો જતો જ નથી અને જો જાય છે તો વ્યાપાર કે આક્રમણને માટે તો જતો જ નથી. ૭. એમ કહેવામાં આવે છે કે પોતાના દેશના ઉદ્યોગોની વૃદ્ધિ માટે વિદેશી વસ્તુઓનો ઉપભોગ ન કરો. ભોગ્ય પદાર્થોનો અધિક સંગ્રહ ન કરો. સાતમા વ્રતને સારી રીતે અપનાવી લેવાથી આ વાત સહજપણે જ સિદ્ધ થઈ જાય છે. જે વ્યક્તિ પ્રતિજ્ઞા કરે છે કે હું પોતાના દેશમાં બનેલી વસ્તુ સિવાયની બીજી કોઈ વસ્તુનો ઉપયોગ, નહીં કરું, આટલીથી અધિક વસ્તુઓનો ઉપયોગ નહીં કરું, ત્યારે આત્મકલ્યાણની સાથે સાથે દેશની ઉન્નતિ પણ સ્વાભાવિક રીતે જ થઈ જાય છે. ૮. ગૃહસ્થ પોતાના સ્વાર્થ માટે હિંસા કરે છે, પણ તેણે ઓછામાં ઓછું નિરર્થક પાપથી તો બચવું જ જોઈએ. પ્રયોજન વિના હાલતાંચાલતાં કોઈ જીવને મારી નાખવો, ગાળ દેવી, ઝઘડો કરવો, ઈર્ષ્યા કરવી, દ્વેષ કરવો, વગર કારણે કોઈના પર પાણી નાખવું, વનસ્પતિને કચડતાં ચાલવું, નિરર્થક આગ લગાડવી, ઘી-તેલ વગેરેનાં વાસણો ખુલ્લાં રાખવાં–વગેરે એવાં અનેક કામો છે જેમાંથી બચવું આત્મકલ્યાણ માટે તો ઉપયોગી છે જ, નાગરિકદૃષ્ટિથી પણ ઉપાદેય છે. ૯. સમતા સૌથી મોટું સુખ છે. વિષમતામાં દુઃખ જ દુઃખ છે. ગૃહસ્થ સમતાની આરાધનાથી વંચિત ન રહે એટલા માટે નવમા વ્રતનું વિધાન છે. એક મુહૂર્ત સુધી આત્મચિંતન વગેરે દ્વારા સમતા(સામાયિક)ની આરાધના કરવાથી વાસ્તવિક શાંતિનો તે જીવ અજીવ : ૧૬૮ == Jain Educationa International For Personal and Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ અનુભવ થાય છે. ૧૦. દૈનિક ચર્યાની વિશુદ્ધિ માટે દસમું વ્રત છે. ખાવા-પીવાના અને અન્ય ભોગ્ય પદાર્થોની દુનિયામાં કમી નથી. મનુષ્ય લોલુપતાને વશ થઈ તેમનો વધારે ને વધારે ઉપયોગ કરે છે. પરંતુ તેનાથી શારીરિક અને માનસિક બંને પ્રકારની હાનિ થાય છે. દસમું વ્રત શીખવે છે કે ભોગ્ય પદાર્થોની અસારતાને સમજીને આત્મસંયમ કરતાં શીખો. જો ભોગ્ય પદાર્થોનો ત્યાગ એક સાથે ન થઈ શકે તો સમય-મર્યાદાપૂર્વક કરો. જો અધિક મર્યાદા સુધી ન થઈ શકે તો એક એક દિવસ માટે કરો અથવા તેથી પણ ઓછા સમય માટે કરો. તેનાથી આત્મકલ્યાણ થશે. સાથે સાથે જ સ્વાથ્ય પણ સુધરશે, માનસિક શક્તિ પણ દૃઢ થશે, આત્મબળ વધશે. ૧૧. અગિયારમા વ્રતમાં વર્ષમાં ઓછામાં ઓછું એક પૌષધઉપવાસ કરવો જ જોઈએ. તેનાથી આત્મિક આનંદનો અનુભવ થાય છે. સ્વાથ્યનો પણ તેની સાથે ગાઢ સંબંધ છે. ૧૨. બારમા વ્રતમાં સંવિભાગનો ઉપદેશ છે. પોતાના ખાવાપીવાની અને પહેરવાની વસ્તુઓનો કેટલોક અંશ મુનિઓને આપવો તે શ્રાવકનો ધર્મ છે. આ પ્રકારના દાનથી જે કંઈ ઓછું થાય તે પાછું મેળવી લેવા માટે હિંસા વગેરે ન કરતાં આત્મ-સંયમ રાખવો જોઈએ. ગૃહસ્થને માટે ભોજન બનાવી શકાય છે, ખરીદીને પણ લઈ શકાય છે, પરંતુ સાધુઓ એવો આહાર ક્યારેય લેતા નથી. આથી શ્રાવકનું એ ઉત્તમ કર્તવ્ય છે કે તે પોતાને માટે બનાવેલી વસ્તુઓનો થોડો ભાગ સાધુઓને દાન આપે. આ સુપાત્રદાન છે, આત્મ-સંયમ છે. બાવીસમો બોલ૦ ૧૬૯ = ૧૨ Jain Educationa International For Personal and Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ત્રેવીસમો બોલ પાંચ મહાવ્રત ૧. અહિંસા મહાવ્રત ૨. સત્ય મહાવ્રત ૩. અસ્તેય મહાવ્રત ૪. બ્રહ્મચર્ય મહાવ્રત ૫. અપરિગ્રહ મહાવ્રત જયારે કોઈ દીક્ષિત થાય છે, તે સમયે તે આજીવન પાંચ મહાવ્રતોનું પાલન કરવાની પ્રતિજ્ઞા કરે છે. તે ત્રણ કરણ, ત્રણ યોગથી પાંચ આશ્રવો (હિંસા, અસત્ય, ચૌર્ય, મૈથુન અને અપરિગ્રહ)નું પ્રત્યાખ્યાન કરે છે. અહિંસા-મહાવ્રત પહેલું મહાવ્રત અહિંસાનું છે. તેમાં જીવ-હિંસાનો સર્વથા ત્યાગ કરવામાં આવે છે. પ્રશ્ન થાય છે–ભોજન જીવનનું સર્વપ્રથમ સાધન છે, તેના વિના જીવન ટકી શકતું નથી અને ભોજન હિંસા વિના થતું નથી, આવી સ્થિતિમાં અહિંસક સાધુ કેવી રીતે જીવે ? સાધુ ન તો ભોજન બનાવે છે, ને બીજા પાસે બનાવડાવે છે અને ન તો ભોજન બનાવનારને સારા સમજે છે. ગૃહસ્થ પોતાને માટે જે ભોજન બનાવે છે, તેનો જ થોડો ભાગ પ્રાપ્ત કરી તે પોતાનો જીવન-નિર્વાહ કરે છે. = જીવ-અજીવ ૧૭૦ . Jain Educationa International For Personal and Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન—હિંસાથી બચવા માટે સાધુ ભલે જાતે ન પકાવે, ન બીજા પાસે પકાવડાવે અને ભલે પકાવનારને સારો ન સમજે; છતાં પણ હિંસાથી તૈયાર થયેલું ભોજન તે લે છે, ત્યારે તે તે હિંસાના દોષનો ભાગી કેમ ન કરે? ઉત્તર–હિંસાજનિત વસ્તુને લેનાર તે જ અવસ્થામાં હિંસાનો દોષી બને છે, જ્યારે પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે તે હિંસામાં તેનો કંઈ પણ ફાળો હોય. જે વ્યક્તિ પોતાને માટે બનાવેલા ભોજનને કોઈ પણ અવસ્થામાં લેતી નથી તે તે હિંસાની ભાગીદાર બનતી નથી. ગૃહસ્થ પોતાને માટે હિંસા કરે છે, સાધુ માટે નહીં. કદાચ સાધુ માટે કોઈ ભોજન બનાવે અને સાધુ તે ભોજન લઈ લે તો તે તે હિંસાથી બચી શકતો નથી. જે સમયે ગૃહસ્થના ઘરેથી સાધુ ભોજન લાવે છે, તેનાથી પહેલાં તે વસ્તુઓ ઉપર સાધુનો ન તો કોઈ અધિકાર હોય છે, ન તો કોઈ સંબંધ. જ્યાં સુધી ભોજન બનાવવામાં હિંસા થતી રહે છે, ત્યાં સુધી તે ભોજન સાધુ માટે અકલ્પનીય રહે છે અને તે તૈયાર થઈ ગયા પછી પણ જ્યાં સુધી ગૃહસ્થ પોતાની ઇચ્છાથી નથી આપતો ત્યાં સુધી સાધુ લઈ શકતો નથી. કેમ કે અદત્ત વસ્તુ લેવી તે ચોરી છે અને તે સાધુ માટે સર્વથા ત્યાજ્ય છે. આથી કરીને તે વસ્તુઓની સાથે તેનો સંબંધ ગૃહસ્થ પાસેથી તે વસ્તુઓ લેવાના સમયે જ થાય છે, તેથી પહેલાં નહીં. આ રીતે સાધુ ખાન-પાને સંબંધી હિંસાથી બચે છે. હિંસા બે પ્રકારની છે—દેશ-હિંસા અને સર્વ-હિંસા. જે અસતુંપ્રયત્નથી કોઈ વ્યક્તિના આત્માને કષ્ટ થાય તે દેશ-હિંસા છે અને જે પ્રયત્નથી પ્રાણનાશ થાય તે સર્વ-હિંસા છે. સાધુ માટે બંને પ્રકારની હિંસા સર્વથા ત્યાજય છે. રાત્રિમાં મુનિ રજોહરણ વડે જમીનને ચોખ્ખી કરીને ચાલે છે, જેથી હિંસાથી બચાવ થઈ શકે. પૃથ્વી(માટી)માં જીવો હોય છે. આથી સાધુ તાજી ખોદેલી માટીને જ્યાં સુધી તે કોઈ વિરોધી દ્રવ્યના સંયોગથી અચિત્ત— જીવ-રહિત ન થઈ જાય ત્યાં સુધી અડતો નથી. કૂવાનું પાણી, નદીનું પાણી, તળાવનું પાણી, વરસાદનું પાણી વગેરે પાણી જીવ-સહિત હોય છે. તેને કાચું પાણી કહેવામાં આવે છે. સાધુ એવું પાણી લેતો નથી. = . ન- પ ક ૧૪ 4 = - ત્રેવીસમો બીલ મહ૧ - - - - - = - - Jain Educationa International For Personal and Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ કાચું પાણી ઉકાળવાથી અથવા તેમાં રાખ વગેરે પદાર્થો નાખવાથી તે પાકું બની જાય છે. સાધુને જો આવું ઉકાળેલું પાણી કે રાખ મેળવેલું પાણી મળે તો તે લે છે. પાકું પાણી અચિત્ત—જીવ-રહિત હોય છે. પાકા પાણીનો ઉપયોગ કરવા માટે કેટલોક વૈજ્ઞાનિક આધાર પણ છે. બિમારી ફેલાવનારાં સૂક્ષ્મ કીટાણુઓ અથવા છેવટમાં ઉત્પન્ન થનારા કૃમિ વગેરેનાં ઇંડા પાકા પાણીમાં રહી શકતાં નથી. સાધુ તેજસ્કાય(અગ્નિ)નો પણ પ્રયોગ કરતો નથી. તે તેનો સ્પર્શ પણ નથી કરતો. તે ભયંકર ઠંડીમાં પણ સળગતા અગ્નિની પાસે જઈ પોતાના શરીરને તપાવતો નથી. લીલાં શાકભાજી, ફળ વગેરે વનસ્પતિકાયના જીવો છે. સાધુ તેમનો સ્પર્શ પણ નથી કરતો. અગ્નિ અથવા વિરોધી દ્રવ્યોના સંયોગથી વનસ્પતિ અચિત્ત—જીવ-રહિત થઈ જાય છે. ચિત્ત થયા પછી સાધુ તે ગ્રહણ કરી શકે છે. આ રીતે જીવન-પર્યંત અહિંસાનું પાલન કરવું તે પહેલું મહાવ્રત છે. સત્ય-મહાવ્રત બીજા મહાવ્રતમાં અસત્ય બોલવાનો સર્વથા પરિત્યાગ કરવામાં આવે છે. ધર્મ-રક્ષા અથવા પ્રાણ-રક્ષા માટે પણ મુનિ અસત્ય બોલી શકતો નથી. સાધુ એવું સત્ય પણ બોલી શકતો નથી કે જેનાથી કોઈના પણ આત્માને કષ્ટ પહોંચે. મુનિ અદાલતમાં સાક્ષી આપી શકતો નથી. સાચી સાક્ષી આપવાથી પણ બેમાંથી એક વ્યક્તિને અવશ્ય કષ્ટ થાય છે. કોઈ પણ વ્યક્તિને પોતાની અસત્-પ્રવૃત્તિ દ્વારા કષ્ટ આપવું તે હિંસા છે. હિંસાત્મક-વચન અસત્ય છે. હિંસા અને અસત્યનું આચરણ સાધુ માટે વર્ષનીય છે. અચૌર્ય-મહાવ્રત ત્રીજા મહાવ્રતમાં ચો૨ી ક૨વાનો સંપૂર્ણ ત્યાગ કરવામાં આવે છે. અધિકા૨ીની આજ્ઞા વિના સાધુ કોઈ પણ મકાનમાં રોકાઈ પણ નથી શકતો અને તે સ્વામી અથવા આશ્રિત વ્યક્તિઓની અનુમતિ વિના કોઈને દીક્ષા પણ આપી શકતો નથી. અધિકારીની આજ્ઞા વિના તેનું એક તણખલું પણ સાધુ લઈ શકતો નથી. બ્રહ્મચર્ય-મહાવ્રત ચોથા મહાવ્રતમાં મૈથુન—અબ્રહ્મચર્યનો સર્વથા પરિત્યાગ જીવ-અજીવ ૦ ૧૭૨ Jain Educationa International For Personal and Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ કરવામાં આવે છે. સાધુ સ્ત્રી-જાતિનો સ્પર્શ પણ કરી શકતો નથી, ભલેને તે તેની મા કે બહેન પણ કેમ ન હોય. સાધુ સ્ત્રી સાથે એક આસન ઉપર બેસી શકતો નથી. બ્રહ્મચર્ય-વ્રતના પાલન માટે આચાર્ય ભિક્ષુ-રચિત ‘શૌત ઝી નવ વાડ’નું અધ્યયન કરવું જરૂરી છે. અપરિગ્રહ-મહાવ્રત પાંચમા મહાવ્રતમાં પરિગ્રહનો સર્વથા પરિત્યાગ કરવામાં આવે છે. સાધુ આવશ્યક ધર્મોપકરણ સિવાય બીજી કોઈ પણ વસ્તુનો સંચય કરતો નથી. ધર્મોપક૨ણ પર પણ તે મમતા કે મૂર્છા કરતો નથી. પ્રશ્ન—સાધુના ધર્મોપકરણો—વસ્ત્રો, પાત્રો અને પુસ્તકો શું પરિગ્રહ નથી ? ઉત્તર—જે વસ્તુનું ગ્રહણ મમત્વ ભરેલા મન વડે કરવામાં આવે છે તેનું નામ પરિગ્રહ છે. સાધુ માત્ર સંયમ-નિર્વાહ માટે જ આવશ્યક અને મર્યાદિત વસ્ત્રો, પાત્રો વગેરે ગ્રહણ કરે છે. તે ઉપકરણો પરિગ્રહ નથી, ઉલટાં સંયમમાં સહાયક છે. જો તેમને પરિગ્રહ માની લેવામાં આવે તો પછી સાધુનાં શરીરને પણ પરિગ્રહ કેમ ન મનાય ? જેવી રીતે વસ્ત્રો, પાત્રો પરિગ્રહ છે, તેવી જ રીતે શરીર પણ પરિગ્રહ છે. વસ્ત્રો, પાત્રોને આપણે પરિગ્રહ માનીએ અને શરીરને પરિગ્રહ ન માનીએ એવું કેવી રીતે થઈ શકે ? શરીર અનિવાર્ય છે, આથી તે પરિગ્રહ નથી—આ ઉચિત ઉત્તર નથી. જે છોડી શકાય છે, તે જ પરિગ્રહ છે—પરિગ્રહની આ પરિભાષા પણ ઠીક નથી. વાસ્તવમાં જે મૂર્છા(મમત્વ) છે, તે જ પરિગ્રહ છે. મુનિ ન તો લોભના કારણે વસ્ત્રો, પાત્રો ગ્રહણ કરે છે, ન તો તે બધા પર મમતા રાખે છે અને ન તો તેમનો સંગ્રહ કરે છે. આથી કરીને તે ધર્મોપકરણો પરિગ્રહ નથી. રાત્રિ-ભોજન-વિરતિ ઉપરોક્ત પાંચ મહાવ્રતો સિવાય એક છઠ્ઠું વ્રત અધિક છે. તેમાં જીવન-પર્યંત રાત્રિ-ભોજનનો ત્યાગ કરવામાં આવે છે. રાત્રિમાં કોઈ પણ ખાવા-પીવાની ચીજ પાસે રાખવી તે સાધુ માટે નિષિદ્ધ છે. સાધુ રાત્રિમાં કંઈ પણ ખાઈ-પી શકતો નથી. Jain Educationa International ત્રેવીસમો બોલ ૦ ૧૭૩ For Personal and Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ચોવીસમો બોલ ભાંગા ૪૯ પ્રજ્ઞા બે પ્રકારની હોય છે – ' નરસા અને પ્રત્યાખ્યાન-મસા. જ્ઞપ્રજ્ઞાથી પદાર્થોનું સ્વરૂપ જાણી શકાય છે, પ્રત્યાખ્યાન-પ્રજ્ઞાથી હેય(ત્યવાયોગ્ય) વસ્તુનો ત્યાગ કરવામાં આવે છે. આ બંને વચ્ચે ગાઢ સંબંધ છે. જ્ઞ-પ્રજ્ઞા વિના હેય અને ઉપાદેય, સારાં કે ખરાબનું જ્ઞાન થઈ શકતું નથી અને પ્રત્યાખ્યાન-પ્રજ્ઞા––ત્યાગ વિના કર્મ આવવાના દ્વારોને બંધ કરી શકાતાં નથી. આ બોલમાં પ્રત્યાખ્યાન– ત્યાગ કરવાનો ક્રમ દર્શાવવામાં આવ્યો છે. મોટા ભાગે ત્યાગનું રૂપ એટલું જ સમજવામાં આવે છે કે હું અમુક ખરાબ કામ નહિ કરું. પરંતુ આ તો ત્યાગનું સ્થળ રૂપ છે. જ્યાં સુધી નવ-કોટિવડે પ્રત્યાખ્યાનત્યાગ કરવામાં આવતો નથી ત્યાં સુધી તે પૂર્ણ થતો નથી. નવ કોટિનું ત્યાગ યંત્ર કોટિનું નામ 'ભાંગા રોકાનાર ભાંગાનું વિવરણ અટકે ૧૧ ૧૨ ૧૩ ૨૧ ૨૨ ૨૩ ૩૧ ૩૨ ૩૩ ૧. એક કોટિ ત્યાગ- ૧ ૧ -------------------- કરું નહીં કાયાથી. ૨.બે કોટિ ત્યાગ– કરું નહીં વચનથી, કાયાથી. ૩ ૨ ૧ ------- ૩.ત્રણ કોટિ ત્યાગ કરું નહીં મનથી, વચનથી, કાયાથી ૭ ૩ ૩ ૧ -------- = ૪ જીવ-અજીવ ૧૭૪ . Jain Educationa International For Personal and Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ કોટિનું નામ ૪.ચાર કોટિ ત્યાગ—— કરું નહીં મનથી, વચનથી, કાયાથી. કરાવું નહીં કાયાથી. ૫.પાંચ કોટિ ત્યાગ— કરું નહીં વચનથી, કાયાથી. કરાવું નહીં મનથી, વચનથી, કાયાથી. ૬.છ કોટિ ત્યાગ—— કરું નહીં મનથી, વચનથી, કાયાથી. કરાવું નહીં મનથી, વચનથી, કાયાથી ૭.સાત કોટિ ત્યાગ— કરું નહીં મનથી, વચનથી, કાયાથી. કરાવું નહીં મનથી, વચનથી, કાયાથી. અનુમોદન કરું નહીં કાયાથી. ૮.આઠ કોટિ ત્યાગ — કરું નહીં મનથી, વચનથી, કાયાથી. કરાવું નહીં મનથી, વચનથી, કાયાથી. અનુમોદન કરું નહીં વચનથી, કાયાથી. ૯.નવ કોટિ ત્યાગ કરું નહીં મનથી, વચનથી, કાયાથી. કરાવું નહીં મનથી, વચનથી, કાયાથી. અનુમોદું નહીં મનથી, વચનથી, કાયાથી. Jain Educationa International ભાંગા અટકે ૯ ૧૩ ૨૧ ૨૫ ૩૩ ૪૯ રોકાનાર ભાંગાનું વિવરણ ૧૧ ૧૨ ૧૩ ૨૧ ૨૨ ૨૩ ૩૧ ૩૨ ૩૩ ૪ ૩ ૧ ૫ ૪ ૧ ૨ ૧ દ ૬ દ ૮ ૭ " ૧ - ૩ の ૩ ૧ ચોવીસમો બોલ ૦ ૧૭૫ ૩ ૧ ૧ ૯ ૯ ૩ ૯ ૯ ૩ ૩ ૩ ૧ ૧ For Personal and Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ -પ્રત્યાખ્યાનના ૪૯ ભાંગાનું વિવરણ અંક ભાગો કરણ યોગ પ્રત્યાખ્યાનના ૪૯ ભાંગાનું વિવરણ થાય ૧૧ ૯ ૧ ૧ (૧) કરું નહીં મનથી (૨) કરું નહીં વચનથી (૩) કરું નહીં કાયાથી (૪) કરાવું નહીં મનથી. (૫) કરાવું નહીં વચનથી (૬) કરાવું નહીં કાયાથી (૭) અનુમોટું નહીં મનથી (૮) અનુમોદું નહીં વચનથી (૯)અનુમોદું નહીં કાયાથી. ૧૨ ૯ ૧ ર (૧૦) કરું નહીં મનથી, વચનથી, (૧૧) કરું. નહીં મનથી, કાયાથી (૧૨) કરું નહીં વચનથી, કાયાથી, (૧૩) કરાવું નહીં મનથી, વચનથી, (૧૪) કરાવું નહીં મનથી, કાયાથી, (૧૫) કરાવું નહીં વચનથી, કાયાથી. (૧૬) અનુમોદું નહીં મનથી, વચનથી, (૧૭) અનુમોદું નહીં મનથી, કાયાથી, (૧૮) અનુમોદું નહીં વચનથી, કાયાથી. ૧૩ ૩ ૧ ૩ (૧૯) કરું નહીં મનથી, વચનથી, કાયાથી (૨૦) કરાવું નહીં મનથી, વચનથી, કાયાથી, (૨૧) અનુમોદુંનહીં મનથી, વચનથી, કાયાથી. ૨૧ ૯ ૨ ૧ (૨૨) કરું નહીં, કરાવું નહીં મનથી (૨૩) કરું નહીં, કરાવું નહીં વચનથી (૨૪) કરું નહીં, કરાવું નહીં કાયાથી (૨૫) કરું નહીં, અનુમોદું નહીં વચનથી (૨૬) કરું નહીં, અનુમોટું નહીં વચનથી (૨૭) કરું નહીં, અનુમોદું નહીં કાયાથી (૨૮) કરાવું નહીં, અનુમોદું નહીં મનથી (૨૯) કરાવું નહીં, અનુમોદું નહીં વચનથી (૩૦) કરાવું નહીં, અનુમોટું નહીં કાયાથી. Jain Educationa International For Personal and Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ અંક ભાગો કરણ યોગ પ્રત્યાખ્યાનના ૪૯ ભાંગાનું વિવરણ થાય (૩૧) કરું નહીં, કરાવું નહીં–મનથી, વચનથી. (૩૨) કરું નહીં, કરાવું નહીં– મનથી, કાયાથી (૩૩) કરું નહીં, કરાવું નહીં– વચનથી, કાયાથી (૩૪) કરું નહીં, અનુમોદું નહીં–મનથી, વચનથી (૩૫) કરું નહીં, અનુમોદું નહીં–મનથી, કાયાથી (૩૬) કરું નહીં, અનુમોદું નહીં–વચનથી, કાયાથી (૩૭) કરાવું નહીં, અનુમોટું નહીં–મનથી, વચનથી (૩૮) કરાવું નહીં, અનુમોદું નહીં–મનથી, કાયાથી (૩૯) કરાવું નહીં, અનુમોદું નહીં–વચનથી, કાયાથી. ૨૩ ૩ ૨ ૩ ૩૧ ૩ ૩ ૧ (૪૦) કરું નહીં, કરાવું નહીં–મનથી,વચનથી, કાયાથી (૪૧) કરું નહી, અનુમોટું નહીં– મનથી, વચનથી, કાયાથી (૪૨) કરાવું નહીં, અનુમોદું નહીં–મનથી, વચનથી, કાયાથી. (૪૩) કરું નહીં, કરાવું નહીં, અનુમોદું નહીંમનથી (૪૪) કરું નહીં, કરાવું નહીં, અનુમોદું નહીં–વચનથી (૪૫) કરું નહીં, કરાવું નહીં, અનુમોદું નહીં–-કાયાથી. (૪૬) કરું નહીં, કરાવું નહીં, અનુમોદું નહીં— મનથી, વચનથી (૪૭) કરું નહીં, કરાવું નહીં, અનુમોદું નહીં–મનથી, કાયાથી (૪૮) કરું નહીં, કરાવું નહીં, અનુમો નહીં–વચનથી, કાયાથી. (૪૯) કરું નહીં, કરાવું નહીં, અનુમોદું નહીં– મનથી, વચનથી, કાયાથી. ૩૨ ૩ ૩. ૨ ૩૩ ૧ ૩ ૩ કુલ યોગ ૪૯ - ચોવીસમો બોલ 199 = Jain Educationa International For Personal and Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ મુનિ હિંસા વગેરે પાપોનો ત્યાગ નવ કોટિથી કરે છે. શ્રાવક ઘણું-ખરું બે કોટિથી લઈ આઠ કોટિ સુધી ત્યાગ કરે છે. કરવું–મનથી, વચનથી, કાયાથી, કરાવવું–મનથી, વચનથી, કાયાથી, અનુમોદન અર્થાત્ સમર્થન કરવું–મનથી, વચનથી, કાયાથી, આ ત્રણે એક જ શ્રેણીમાં આવે છે. હિંસા કરનાર હિંસક છે, હિંસા કરાવનાર પણ હિંસક છે અને હિંસાનું સમર્થન કરનાર–હિંસાને સારી સમજનાર પણ હિંસક છે. આ રીતે મનથી હિંસા કરનાર હિંસક છે, વચનથી હિંસા કરનાર હિંસક છે અને કાયાથી હિંસા કરનાર પણ હિંસક છે. કરનાર, કરાવનાર અને કરવામાં અનુમોદના કરનારનાં મન, વચન અને કાયાનો સંબંધ કરવાથી નવ ભાંગા(વિકલ્પ) બની જાય છે. કર્મ લાગવાના આ નવ માર્ગ છે. ત્યાગ દ્વારા તેમને રોકી શકાય છે. તેમના વિરોધને સંવર કહે છે. = ૩. જીવ-અજીવ ૧૭૮ - Jain Educationa International For Personal and Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ પચીસમો બોલ ચારિત્ર પાંચ ૧. સામાયિક ચારિત્ર ૨. છેદોપસ્થાપ્ય ચારિત્ર ૩. પરિહાર-વિશુદ્ધિ ચારિત્ર ૪. સૂક્ષ્મ-સમ્પરાય ચારિત્ર ૫. યથાખ્યાત ચારિત્ર ચારિત્ર શબ્દના ત્રણ અર્થ છે૧. આત્માની અશુદ્ધ પ્રવૃત્તિઓનો નિરોધ. ૨. આત્માને શુદ્ધ દશામાં સ્થિર રાખવાનો પ્રયત્ન. ૩. જેનાથી કર્મોનો ક્ષય થાય છે, તેવી પ્રવૃત્તિ. સામાયિક ચારિત્ર સમભાવમાં સ્થિર રહેવા માટે સંપૂર્ણ અશુદ્ધ પ્રવૃત્તિઓનો ત્યાગ કરવો તે સામાયિક-ચારિત્ર છે. છેદોવસ્થાપન વગેરે ચાર ચારિત્ર આ(સામાયિક)ના જ વિશિષ્ટ રૂપો છે. આમાં આચાર અને ગુણસંબંધી કેટલીક વિશેષતાઓ છે, આથી તેને જુદી શ્રેણીમાં રાખવામાં આવેલ છે. સામાયિક ચારિત્ર સર્વ સાવદ્ય યોગનો ત્યાગ કરવાથી પ્રાપ્ત ન = પચીસમો બોલ૦ ૧૭૯ - Jain Educationa International For Personal and Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ થાય છે. ત્રણ કરણ—કરવું, કરાવવું, અનુમોદન કરવું અને ત્રણ યોગ–મન, વચન, કાયાથી પાપયુક્ત પ્રવૃત્તિનો ત્યાગ કરવો તે સામાયિક ચારિત્ર છે. આનાથી અવ્રત-આશ્રવનો સંપૂર્ણપણે નિરોધ થઈ જાય છે. છેદોપસ્થાપ્ય ચારિત્ર આનો એક અર્થ છે - વિભાગપૂર્વક મહાવ્રતોની ઉપસ્થાપના કરવી. આનો બીજો અર્થ છે.–પૂર્વ-પર્યાયનો છેદ થવાથી જે ચારિત્ર પ્રાપ્ત થાય છે તે ચારિત્ર. સામાયિક ચારિત્રામાં સાવદ્ય યોગનો ત્યાગ સામાન્ય રૂપે થાય છે. છેદોપસ્થાપ્ય ચારિત્રમાં સાવદ્ય યોગનો ત્યાગ છેદ(વિભાગ અથવા ભેદ)પૂર્વક થાય છે. દીક્ષા ગ્રહણ કરતી વેળાએ સામાયિક ચારિત્ર અંગીકાર કરવામાં આવે છે. આમાં માત્ર “સબં સાવ નો પર્વવામિ સાવદ્ય યોગનો ત્યાગ કરવામાં આવે છે. પરંતુ દીક્ષિત થવાના સાત દિવસ કે છ મહિના પછી સાધકમાં પાંચ મહાવ્રતોનું વિભાગપૂર્વક આરોપણ કરવામાં આવે છે. તેને છેદોપસ્થાપ્ય ચારિત્ર કહેવામાં આવે છે. પ્રથમ લીધેલી દીક્ષામાં દોષાપત્તિ આવવાથી તેનું છેદન કરી ફરીથી નવા સ્વરૂપે જ દીક્ષા લેવી તે પણ છેદોપસ્થાપ્ય ચારિત્ર છે. સામાયિક અને છેદોપસ્થાપ્ય ચારિત્ર છઠ્ઠાથી નવમાં ગુણસ્થાન સુધી હોય છે. પરિહાર-વિશુદ્ધિ ચારિત્ર પરિહારનો અર્થ છે–વિશુદ્ધિની વિશિષ્ટ સાધના. આ વિશુદ્ધિમય ચારિત્રનું નામ પરિહાર-વિશુદ્ધિ છે. આ ચારિત્રમાં પરિવાર નામની તપશ્ચર્યા કરવામાં આવે છે. નવ મુનિ સાથે મળીને આ ચારિત્રની આરાધનામાં અઢાર મહિના સુધી કઠોર તપશ્ચર્યા કરે છે. પ્રથમ છ મહિના ચાર સાધુઓ તપશ્ચર્યા કરે છે, ચાર સાધુઓ તેમની સેવા કરે છે. એક સાધુને આચાર્ય ચૂંટવામાં આવે છે. બીજા છ મહિના જે ચાર સાધુઓ સેવા કરતા હતા, તેઓ તપશ્ચર્યા કરે છે અને જેઓ તપશ્ચર્યા કરતા હતા, તેઓ = ૩ જીવ-અજીવ, ૧૮૦ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ સેવા કરે છે. આચાર્ય તેના તે જ રહે છે. ત્રીજા છ મહિનામાં આચાર્યપદ ધારણ કરનાર તપશ્ચર્યા કરે છે અને બાકીના આઠમાંથી કોઈ એકને આચાર્યપદ પર નિયુક્ત કરવામાં આવે છે તથા બાકીના સાત સેવારત રહે છે. તપસ્યાનું વિધાન ક્રમાંક કાળ જઘન્ય મધ્યમ ઉત્કૃષ્ટ ગ્રીષ્મકાળ ઉપવાસ બેલા તેલા ૨ શિયાળામાં બેલા તેલા ચોલા ૩ વર્ષાકાળમાં તેલા ચોલા પંચોલા* આ ચારિત્ર સાતમા અને છઠ્ઠા ગુણસ્થાનમાં હોય છે. સૂક્ષ્મ-સંપાય ચારિત્ર જે અવસ્થામાં ક્રોધ, માન અને માયાનો ઉપશમ કે ક્ષય થઈ જાય છે, માત્ર સૂક્ષ્મ લોભનો અંશ વિદ્યમાન રહે છે, તે સમુઠ્ઠલ અવસ્થામાં સૂક્ષ્મ-સંપાય નામનું ચારિત્રા પ્રાપ્ત થાય છે. યથાખ્યાત ચારિત્ર જે અવસ્થામાં મોહ સર્વથા ઉપશાંત કે ક્ષીણ થઈ જાય છે તે અવસ્થાને યથાખ્યાત ચારિત્ર કહે છે. તેને વીતરાગ-ચારિત્ર પણ કહી શકાય છે. તેમાં પાપ-કર્મ લાગવાનું સર્વથા બંધ થઈ જાય છે. આ ચારિત્રના અધિકારી બે જાતના મુનિઓ હોય છે–ઉપશાંત મોહવાળા તથા ક્ષીણ મોહવાળા. ઉપશાંત મોહવાળા મુનિઓ તે જ ભવમાં મોક્ષમાં જઈ શકતા નથી. ક્ષીણ મોહવાળા મુનિઓ તે જ ભવમાં મોક્ષ પ્રાપ્ત કરી લે છે. આ ચારિત્ર અગિયારમાથી ચૌદમા ગુણસ્થાન સુધી હોય છે. સામાયિક-ચારિત્રનું આંશિક રૂપે પાલન કરનાર(બાર વ્રતોનું પાલન કરનારા) કે આંશિક રૂપમાં આરંભ-સમારંભથી નિવૃત્ત થનાર દેશવ્રતી-શ્રાવક કહેવાય છે અને પાંચ ચારિત્રોનું યથાવિધિ પાલન કરનાર સાધુ કહેવાય છે. ૧. બેલા– બે દિવસના લગાતાર ઉપવાસ. ૨. તેલા–ત્રણ દિવસના લગાતાર ઉપવાસ. ૩. ચોલા ચાર દિવસના લગાતાર ઉપવાસ. 4. પંચોલા પાંચ દિવસના લગાતાર ઉપવાસ. = પચીસમો બોલ૦ ૧૮૧ - Jain Educationa International For Personal and Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ १. २. 3. ४. ५. ६. ७. ८. ८. गति णामे णं भंते! कतिविहे पण्णत्ते ? गोयमा ! चव्विहे पण्णत्ते, तं जहा — णिरयगति णामे, પરિશિષ્ટ પચ્ચીસ બોલ ઃ સંદર્ભ-સ્થાન तिरियगति णामे, मणुयगति णामे, देवगति णामे । (पण्णवणा पद २३ सू० ३९) एगेंदिया, बेइंदिया, तेइंदिया, चउरिंदिया, पंचिदिया । ( आवस्सयं - इरियावहिय सुत्तं) छज्जीवणिकाया पण्णत्ता, तं जहा— पुढविकाइया, आउकाइया, तेउकाइया, वाउकाइया, वणस्सइकाइया, (ठाणं ६ / ६) तसकाइया । कति णं भंते! इंदिया पण्णत्ता ? गोयमा ! पंच इंदिया पण्णत्ता, तं जहा -- सोइंदिए, चक्खिदिए, घाणिदिए, जिब्भिदिए, फार्सिदिए । (ठाणं ४/३/४४३) इंदियपज्जत्तीए, आणापाणुपज्जत्तीए, (भगवई ३/१/१७) प्राण दश । ( ठाणं १० / ९८ टीका) पंच सरीरयगा पण्णत्ता, तं जहा ओरालिए, वेडव्विए, आहारए, तेयए, (ठाणं ५/२५) आहारपज्जत्तीए, सरीरपज्जत्तीए, भासापज्जत्तीए, मणपज्जत्तीए । कम्मए । कतिविहे णं भंते! जोए पण्णत्ते ? गोयमा ! पण्णरसविहे जोए पण्णत्ते, तं जहा—१. सच्चमण जोए २. मोसमण जोए ३. सच्चामोसमण जोए ४. असच्चामोसमण जोए ५. सच्चवइ जोए ६. मोसवइ जोए ७. सच्चामोसवइ जोए ८. असच्चामोसवइ जोए ९. ओरालियसरीर काय जोए १०. ओरालियमीसासरीर काय जोए ११. वेडव्वियसरीरकाय जोए १२. वेउव्वियमीसासरीर काय जोए १३. आहारगसरीर काय जोए १४. आहारगमीसासरीर काय जोए १५. कम्मासरीर काय जोए । (भगवई २५/६) अण्णाण सागारोवओगे णं भंते ! कतिविहे पण्णत्ते ? गोयमा ! अट्ठविहे पण्णत्ते, तं जहा- १. आभिणिबोहियणाणसागारोवओगे, २. सुयणाण........ ३. ओहिणाण. ४. मणपज्जवणाण ७. सुय ५. केवलणाण........ ६. मति अण्णाण ८. विभंगणाण.. I જીવ-અજીવ ૧૮૨ Jain Educationa International ............... For Personal and Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ अणगारोवओगे णं भंते ! कतिविहे पण्णत्ते ? गोयमा ! चउव्विहे पण्णत्ते, तं जहा-९. चक्खुदंसणअणागारोवओगे १०. अचक्खुदंसण.... ११. ओहिदंसण .... १२. केवलदंसण .... । . _ (पण्णवणा पद २९सू० २-३) १०. कति णं भंते ! कम्म-पगडीओ पण्णत्ताओ? गोयमा! अटु कम्म-पगडीओ पण्णत्ताओ, तं जहा-णाणावरणिज्जं, दंसणावरणिज्जं, वेदणिज्जं, मोहणिज्जं, आउय, णाम, गोयं, अंतराइयं । - (पण्णवणा पद २३ सू० १) ११. कम्मविसोहि मग्गणं पडुच्च चउद्दस जीवाणा पण्णत्ता, तं जहा मिच्छादिट्ठी, सासायणसम्मदिट्ठी, सम्ममिच्छादिट्ठी, अविरयसम्मदिट्ठी, विरयाविरए, पमत्तसंजए, अप्पमत्तसंजए, णियट्टिबायरे, अनियट्टिबायरे, सुहुमसंपराए, उवसमए वा, खवए वा, उवसंतमोहे, खीणमोहे, संजोगी केवली, अजोगी केवली। (समवाओ १४/५) ૧૨. ઇન્દ્રિયોના ૨૩ વિષય. (प० २३/२) १३. दसविहे मिच्छत्ते पण्णत्ते, तं जहा—अधम्मे धम्मसण्णा, धम्मे अधम्मसण्णा, अमग्गे मग्गसण्णा, मग्गे अमग्गसण्णा, अजीवेसु जीवसण्णा, जीवेसुअजीवसण्णा, असाहुसु साहुसण्णा, साहुसु असाहुसण्णा, अमुत्तेसु मुत्तसण्णा, मुत्तेसु अमुत्तसण्णा। .. (ठाणं १०७४) ૧૪. જીવના ૧૪ ભેદ समवायांग १४ सू०१ અજીવના ૧૪ ભેદ पण्णवणा १/३/३६ પુણ્યતત્ત્વના ૯ ભેદ ठा० ९ सू०६७६ પાપના ૧૮ ભેદ भ०१ उ०९ આશ્રવના ભેદ ठा०५/२४ સંવરના ભેદ ठा०५/२५ નિર્જરાના ૧૨ ભેદ भ० २५/७ मोक्षतत्वना यार मे उ० २८/२ १५. कतिविहा णं भंते ! आया पण्णत्ता ? गोयमा ! अट्ठविहा आया पण्णत्ता, तं जहा–दवियाया, कसायाया, जोगाया, उवओगाया, नाणाया, दंसणाया, चरित्ताया, वीरियाया (भगवई १२/१०/२००) . परिशिष्ट..१८३ . Jain Educationa International For Personal and Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ १६. एगा णेरयाणं वग्गणा, एगा असुर कुमाराणं वग्गणा चउवीसदंडओ जाव एगा वेमाणियाणं वग्गणा । ( ठाणं १ सू० १४१ - १६४) गोयमा ! छल्लेसाओ पण्णत्ताओ, तं जहा -- कण्ह लेस्सा णील काउ तेउ पम्ह सुक्क लेस्सा। १७. कति णं भंते! लेस्साओ पण्णत्ताओ ? (पण्णवणा पद १७ सू० ३६) १८. विविहा रइया पण्णत्ता, तं जहा — सम्मादिट्ठी, मिच्छादिट्ठी, सम्मामिच्छादिट्ठी (ठाणं ३/१८४) १८. चत्तारि झाणा पण्णत्ता, तं जहा अट्टे झाणे, रोद्दे झाणे, धम्मे झाणे, सुक्के झाणे (समवाओ ४ / २) २०. धम्मो अहम्मो आगासं कालो पुग्गल जंतवो । एस लोगो ति पन्नत्तो जिणेहि वरदंसिहि ॥ धम्मो अहम्मो आगासं दव्वं इक्किक्कमाहियं । अताणि यदव्वाणि कालो पुग्गल जंतवो ॥ २१. दुवे रासी पण्णत्ता, तं जहा— जीवरासी चेव, अजीवरासी चेव ૨૨. શ્રાવકનાં ૧૨ વ્રતો. २३. पंच महव्वया पण्णत्ता, तं जहासव्वाओ पाणाइवायाओ वेरमणं मुसावायाओ वेरमणं अदिण्णादाणाओ वेरमणं मेहुणाओ वेरमणं परिग्गहाओ वेरमणं 11 11 ?? 11 Jain Educationa International (उवासगदसा २८/७/८) भव-भव १८४. (ठाणं ५/१) २४. भग० ८/५/२३७ २५. पंचविहे संजमे पण्णत्ते, तं जहा — सामाइयसंजमे, छेदोवट्ठावणियसंजमे, परिहारविसुद्धियसंजमे सुहुमसंपरायसंजमे अहक्खायचरित्तसंजमे For Personal and Private Use Only (समवायांग २ / २) (उवासगदसा अ० १) (ठाणं ५/१३९) Page #194 -------------------------------------------------------------------------- ________________ અભિવંદના 'વીસમી સદીના આઠ આઠ દશક સુધી પ્રકાશ પાથરતી આપની વિશ્વ પ્રભાવક પ્રજ્ઞાને | અમારી કોટિ કોટિ વંદના. 'કોઈને આજ આપનામાં વિવેકાનંદના | દર્શન થાય છે, કોઈ આપનામાં કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય સજીવ થતા અનુભવે છે, તો કોઈ આપનો ‘સંબોધિ' ગ્રંથ વાંચી અંતરમાંથી ઉચ્ચરે છે - ‘વંદે મહાપ્રશં જગદ્ગુરુમ.’ પ્રેક્ષાધ્યાન પદ્ધતિ, જીવના 'વિજ્ઞાન પ્રશિક્ષણ અને આગમ અનુસંધાનરૂપી ત્રિવિધ જ્ઞાનગંગા વિહાવી આપે અમારા જીવન ઉદ્યાનને સીંચ્યો છે. અનેકાન્ત ભારતી પ્રકાશનના માધ્યમથી આજે આપના ચરણમાં પાંચ કરોડ ગુજરાતી 'ભાષાભાષી જનો શ્રદ્ધા અને સમર્પણનો. ' અર્ણ અર્પણ કરતાં અત્યંત આનંદ અને ગૌરવની અનુભૂતિ વ્યકત કરે છે. l અનેકાન્ત ભારતી પ્રકાશના Jain Educationa International For Personal and Private Use Only