________________
અતિથિ-સંવિભાગ-વ્રત - સાધુને શુદ્ધ દાન દેવાની ભાવના રાખવી તે પ્રત્યેક શ્રાવકશ્રાવિકાનું કર્તવ્ય છે. સાધુના નિમિત્તે કોઈ વસ્તુ બનાવવી, પોતાના માટે બનાવેલી વસ્તુમાં સાધુ માટે થોડી વધુ વસ્તુ બનાવી લેવી, તે દોષપૂર્ણ પ્રવૃત્તિ છે. આથી સાધુને અશુદ્ધ દાન દેવાનો ત્યાગ કરવો અને નિર્દોષ દાન દેવું તે અતિથિ-સંવિભાગ-વ્રત છે. વ્રતોની ઉપયોગિતા
શ્રાવકના વ્રતોનું ધાર્મિક દૃષ્ટિએ તો મહત્ત્વ છે જ, પરંતુ સામાજિક અને રાષ્ટ્રીય દૃષ્ટિએ પણ તેમનું મહત્ત્વ ઓછું નથી. જેમ કે –
૧. હિંસાની ભાવનાથી પરસ્પર વૈમનસ્ય વધે છે. તેનાથી વિરોધની ભાવના બળવાન બને છે. તેનાથી માનવતા નાશ પામે છે. આથી કરીને હિંસા ત્યજવાલાયક છે. શ્રાવકના પહેલા વ્રતનો ઉદેશ્ય છે—ખેતી ને સત્ર મૂલ્લુ રંગ સહુ પ્રાણીઓ સાથે મારી મિત્રતા છે. કોઈની ય સાથે વેરભાવના નથી.”
૨. સમાજના સમગ્ર વ્યવહારનો આધાર સત્ય છે. તેના વિના એક દિવસ પણ કામ ચાલી શકતું નથી. લેણ-દેણ વિના કામ ચાલતું નથી અને તે વિશ્વાસ વિના થઈ શકતી નથી અને વિશ્વાસ સત્ય વિના થતો નથી. એટલા માટે સત્ય સદા અપેક્ષિત છે.
૩. બીજાઓ પર અધિકાર જમાવવાથી, લૂંટ-ફાટ કરવાથી, ધાડ પાડવાથી અને સૈનિક આક્રમણ કરવાથી અશાંતિનું વાતાવરણ પેદા થાય છે. જનતા ત્રાસી જાય છે. ચારે તરફ ભય છવાઈ જાય છે. આથી સ્થાયી શાંતિ માટે આ બધા અપરાધોનો ત્યાગ કરવો બધા માટે અનિવાર્ય છે. શ્રાવકના અસ્તેય વ્રતની આ એક મોટી ઉપયોગિતા છે. ચોરી સામાજિક ઝેર છે. સમાજની ઉન્નતિ માટે પણ આ ઝેરના નાશની અપેક્ષા રહે છે.
૪. બ્રહ્મચર્ય જ જીવન છે. તેના વિના મનુષ્ય નિઃસત્ત્વ, બળહીન, રાંક અને સુષુપ્ત બની જાય છે. બ્રહ્મચારીનો આત્મવિશ્વાસ અટલ હોય છે. તેને ન્યાયમાર્ગથી કોઈ વિચલિત કરી શકતું નથી. બ્રહ્મચારીનું આત્મબળ અત્યંત વિશિષ્ટ હોય છે. શક્તિસંપન્ન સમાજના નિર્માણ માટે બ્રહ્મચર્યનો બહુ મોટો ફાળો છે.
બાવીસમો બોલ - ૧૬૭ =
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org