________________
૫. ધન-ધાન્ય વગેરે વસ્તુઓનો આવશ્યકતાથી વધુ સંગ્રહ કરવો સાર્વજનિક હિતથી વિરુદ્ધ છે. સમાજવાદીઓ કહે છે કે એક ધનકુબેર હોય અને બીજો તદન દરિદ્ર–આવી વ્યવસ્થા અમે જોવા નથી માગતા. અપરિગ્રહ-વ્રતનું હાર્દ એ છે કે અનાવશ્યક વસ્તુઓનો સંગ્રહ ન કરવો.
૬. દિવ્રત– આ વ્રતથી વિસ્તારવાદી મનોવૃત્તિ ઓછી થાય છે. બધી દિશાઓમાં જવાની મર્યાદા બંધાઈ જાય તો સહજપણે જ શોષણ અને આક્રમણ જેવી પરિસ્થિતિ દૂર થઈ જાય. જેમનામાં વિસ્તારવાદી ભાવનાઓ હોય છે, તેઓ વ્યાપાર કરવા માટે તથા બીજાઓ પર અધિકાર કરવા માટે દૂર દૂર સુધી જાય છે. પરંતુ દિવ્રતી ઘણે દૂર સુધી તો જતો જ નથી અને જો જાય છે તો વ્યાપાર કે આક્રમણને માટે તો જતો જ નથી.
૭. એમ કહેવામાં આવે છે કે પોતાના દેશના ઉદ્યોગોની વૃદ્ધિ માટે વિદેશી વસ્તુઓનો ઉપભોગ ન કરો. ભોગ્ય પદાર્થોનો અધિક સંગ્રહ ન કરો. સાતમા વ્રતને સારી રીતે અપનાવી લેવાથી આ વાત સહજપણે જ સિદ્ધ થઈ જાય છે. જે વ્યક્તિ પ્રતિજ્ઞા કરે છે કે હું પોતાના દેશમાં બનેલી વસ્તુ સિવાયની બીજી કોઈ વસ્તુનો ઉપયોગ, નહીં કરું, આટલીથી અધિક વસ્તુઓનો ઉપયોગ નહીં કરું, ત્યારે આત્મકલ્યાણની સાથે સાથે દેશની ઉન્નતિ પણ સ્વાભાવિક રીતે જ થઈ જાય છે.
૮. ગૃહસ્થ પોતાના સ્વાર્થ માટે હિંસા કરે છે, પણ તેણે ઓછામાં ઓછું નિરર્થક પાપથી તો બચવું જ જોઈએ. પ્રયોજન વિના હાલતાંચાલતાં કોઈ જીવને મારી નાખવો, ગાળ દેવી, ઝઘડો કરવો, ઈર્ષ્યા કરવી, દ્વેષ કરવો, વગર કારણે કોઈના પર પાણી નાખવું, વનસ્પતિને કચડતાં ચાલવું, નિરર્થક આગ લગાડવી, ઘી-તેલ વગેરેનાં વાસણો ખુલ્લાં રાખવાં–વગેરે એવાં અનેક કામો છે જેમાંથી બચવું આત્મકલ્યાણ માટે તો ઉપયોગી છે જ, નાગરિકદૃષ્ટિથી પણ ઉપાદેય છે.
૯. સમતા સૌથી મોટું સુખ છે. વિષમતામાં દુઃખ જ દુઃખ છે. ગૃહસ્થ સમતાની આરાધનાથી વંચિત ન રહે એટલા માટે નવમા વ્રતનું વિધાન છે. એક મુહૂર્ત સુધી આત્મચિંતન વગેરે દ્વારા સમતા(સામાયિક)ની આરાધના કરવાથી વાસ્તવિક શાંતિનો
તે જીવ અજીવ : ૧૬૮ ==
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org