________________
અનુભવ થાય છે.
૧૦. દૈનિક ચર્યાની વિશુદ્ધિ માટે દસમું વ્રત છે. ખાવા-પીવાના અને અન્ય ભોગ્ય પદાર્થોની દુનિયામાં કમી નથી. મનુષ્ય લોલુપતાને વશ થઈ તેમનો વધારે ને વધારે ઉપયોગ કરે છે. પરંતુ તેનાથી શારીરિક અને માનસિક બંને પ્રકારની હાનિ થાય છે. દસમું વ્રત શીખવે છે કે ભોગ્ય પદાર્થોની અસારતાને સમજીને આત્મસંયમ કરતાં શીખો. જો ભોગ્ય પદાર્થોનો ત્યાગ એક સાથે ન થઈ શકે તો સમય-મર્યાદાપૂર્વક કરો. જો અધિક મર્યાદા સુધી ન થઈ શકે તો એક એક દિવસ માટે કરો અથવા તેથી પણ ઓછા સમય માટે કરો. તેનાથી આત્મકલ્યાણ થશે. સાથે સાથે જ સ્વાથ્ય પણ સુધરશે, માનસિક શક્તિ પણ દૃઢ થશે, આત્મબળ વધશે.
૧૧. અગિયારમા વ્રતમાં વર્ષમાં ઓછામાં ઓછું એક પૌષધઉપવાસ કરવો જ જોઈએ. તેનાથી આત્મિક આનંદનો અનુભવ થાય છે. સ્વાથ્યનો પણ તેની સાથે ગાઢ સંબંધ છે.
૧૨. બારમા વ્રતમાં સંવિભાગનો ઉપદેશ છે. પોતાના ખાવાપીવાની અને પહેરવાની વસ્તુઓનો કેટલોક અંશ મુનિઓને આપવો તે શ્રાવકનો ધર્મ છે. આ પ્રકારના દાનથી જે કંઈ ઓછું થાય તે પાછું મેળવી લેવા માટે હિંસા વગેરે ન કરતાં આત્મ-સંયમ રાખવો જોઈએ. ગૃહસ્થને માટે ભોજન બનાવી શકાય છે, ખરીદીને પણ લઈ શકાય છે, પરંતુ સાધુઓ એવો આહાર ક્યારેય લેતા નથી. આથી શ્રાવકનું એ ઉત્તમ કર્તવ્ય છે કે તે પોતાને માટે બનાવેલી વસ્તુઓનો થોડો ભાગ સાધુઓને દાન આપે. આ સુપાત્રદાન છે, આત્મ-સંયમ છે.
બાવીસમો બોલ૦ ૧૬૯
=
૧૨ Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org