________________
દિગ્વિતિ-વ્રત છે. ભોગોપભોગ-પરિમાણ-વ્રત
પંદર પ્રકારના કર્માદાન અને છવ્વીસ પ્રકારના ભોગોપભોગની પ્રવૃત્તિની મર્યાદા કરવી તે ભોગોપભોગપરિમાણ-વ્રત છે. અનર્થ-દંડ-વિરતિ-વ્રત
પોતાના પ્રયોજન માટે મનુષ્ય હિંસા કર્યા વિના રહી નથી શકતો, પરંતુ પ્રયોજન વિના હિંસા કરવી ક્યાં સુધી ઉચિત છે? પ્રયોજન વિના હિંસાની પ્રવૃત્તિ કરવાનો ત્યાગ કરવો તે અનર્થદંડ-વિરતિ-વ્રત છે. સામાયિક-વ્રત
એક મુહૂર્ત(અડતાલીસ મિનિટ) સુધી સાવદ્ય પ્રવૃત્તિનો ત્યાગ કરી સમભાવમાં સ્થિર થવાનો અભ્યાસ કરવો તે સામાયિક-વ્રત છે. દશાવકાશિક-વ્રત
એક નિશ્ચિત સમય માટે હિંસા વગેરેનો ત્યાગ કરવો તે દેશાવકાશિક-વ્રત છે. સાત વ્રતોમાં જે ત્યાગ કરવામાં આવે છે તે સમગ્ર જીવન સુધી કરવામાં આવે છે, જે ત્યાગ બે-ચાર વર્ષ વગેરેની મર્યાદા બાંધી કરવામાં આવે છે, તે બધાં આ દશમા વ્રતમાં સમાય છે. પૌષધ-વ્રત
આઠમ, ચૌદસ, પુનમ, અમાસ તથા બીજી કોઈ તિથિના દિવસે ઉપવાસની સાથે સાથે શારીરિક ટાપટીપ વગેરે છોડીને એક દિવસરાત સુધી સાવદ્ય પ્રવૃત્તિનો ત્યાગ કરવો તે પૌષધ-વ્રત છે. ચૌવિહાર-ઉપવાસ વિના પૌષધ-વ્રત થતું નથી. તિવિહાર-ઉપવાસ કરીને જે ચાર પ્રહરપહોર) કે અધિક સમય સુધી પૌષધની ઉપાસના કરવામાં આવે છે તે દેશાવકાશિક-વ્રત છે, પૌષધ-વ્રત નહીં. પૌષધવ્રત ચૌવિહાર-ઉપવાસની સાથે જ થઈ શકે છે. તેનો સમય ચાર પ્રહર કે આઠ પ્રહરનો હોય છે. ૧. પંદર કર્માદાન અને છવ્વીસ ભોગોપભોગોની જાણકારી માટે સમાજ
ભૂષણ શ્રી છોગમલજી ચોપડા દ્વારા સંપાદિત “શ્રાવક-વ્રત ધારણવિધિ’ પુસ્તક જુઓ.
જીવ-અજી - ૧૬૬ છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org