________________
સત્ય-અણુવ્રત
શ્રાવક સૂક્ષ્મ સત્ય બોલવાનો ત્યાગ કરવામાં પોતાને અશક્તિમાન માને છે, પરંતુ જો તે સાવધાની રાખે તો મોટું અસત્ય બોલવાનો ત્યાગ કરી શકે છે. જેનાથી કોઈ નિર્દોષ પ્રાણીની હત્યા થાય તેવા અસત્યનો ત્યાગ કરવો તે સત્ય-અણુવ્રત છે. અસ્તેય-અણુવ્રત
ઘર ફોડવું, તાળુ તોડવું, લૂંટ-ફાટ કરવી, મોટી ચોરી કરવી વગેરેનો ત્યાગ કરવો અસ્તેય-ગુણવ્રત છે. જે ચોરીથી રાજય તરફથી સજા મળે અને લોક નિંદા કરે તેવી ચોરી બહુ ધૃણાસ્પદ વસ્તુ છે. તેને છોડવી પ્રત્યેક શ્રાવકની જ નહીં, પ્રત્યેક સભ્ય વ્યક્તિની ફરજ છે. બ્રહ્મચર્ય-અણુવ્રત વિષય-ભોગની મર્યાદા નક્કી કરવી બ્રહ્મચર્ય-અણુવ્રત છે. વેશ્યાગમન અને પરસ્ત્રી-ભોગનો ત્યાગ કરવો તથા પોતાની સ્ત્રી સાથે પણ ભોગની મર્યાદા કરવી તે બ્રહ્મચર્ય-અણુવ્રત છે. એ જ રીતે સ્ત્રી પણ પરપુરુષ-ભોગનો ત્યાગ કરે છે અને પોતાના પતિની સાથેના ભોગની પણ મર્યાદા કરે છે. કામુકતાનો જેટલા અંશે ત્યાગ કરવામાં આવે છે, તે બ્રહ્મચર્ય-અણુવ્રત છે. અપરિગ્રહ-અણુવ્રત
સોનું, ચાંદી, મકાન, ધન વગેરે બધું પરિગ્રહ છે. પરિગ્રહનો સંચય કરવાની મર્યાદા કરવી તે અપરિગ્રહ-અણુવ્રત છે. દુનિયામાં ધન-સંપત્તિની કોઈ સીમા નથી. માનવી જેમ જેમ તેનો સંચય કરતો જાય છે તેમ તેમ તેની લાલચ વધતી જ જાય છે. આ વધતી જતી લાલસાને રોકવા માટે આ અપરિગ્રહ-અણુવ્રતનું વિધાન છે. ક્યાંક ને ક્યાંક તો માનવીએ સંતોષ માનવો જ જોઈએ.
ઉપરોક્ત પાંચ અણુવ્રતોની પુષ્ટિ માટે ક્રમશઃ ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત છે. દિગ્વિરતિ વ્રત
પૂર્વ, પશ્ચિમ વગેરે બધી દિશાઓમાં પરિમાણ નક્કી કરી તેની બહાર પ્રત્યેક પ્રકારનો સાવદ્ય કાર્ય કરવાનો ત્યાગ કરવો તે
= બાવીસમો બોલ, ૧૬૫ =
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org