________________
ખાવું પડે છે, પીવું પડે છે. તેમાં શાકભાજી, દાણા-પાણી, અગ્નિ, હવાના જીવોનો વધ થતો રહે છે. દીન્દ્રિય વગેરે મોટા જીવોની પણ હિંસા થઈ જાય છે. આ તેમની આવશ્યકતા છે–લાચારી છે, એવું કર્યા વિના જીવન-નિર્વાહ થઈ જ નથી શકતો.
મનુષ્યોમાં એક કમજોરી છુપાયેલી હોય છે. તે દરેક જગ્યાએ સચ્ચાઈ તરફ આગળ વધવામાં વિઘ્ન નાખે છે. એટલા માટે તેમણે આ એક સિદ્ધાંત સ્થાપિત કરી લીધો કે જે વસ્તુઓ તેમના જીવનનિર્વાહ માટે તદ્દન જરૂરી છે, તેમાં હિંસા કેવી? આજ આ સિદ્ધાંત એટલો વ્યાપક બની ગયો છે કે સાધારણ માણસની રગ-રગમાં એ વાત ઘુંટાઈ ગઈ છે કે આવશ્યકતાની પૂર્તિ કરવા માટે કોઈ પણ હિંસા હિંસા નથી. પરંતુ અસલી વાત કંઈક જુદી જ છે.
જો કે હિંસા બે ભાગમાં વહેંચી શકાય છે, જેમ કે અર્થ-હિસા અને અનર્થ-હિંસા. જે આવશ્યકતા માટે કરવામાં આવે તે અર્થહિંસા છે અને જે આવશ્યકતા વિના જ કરવામાં આવે તે અનર્થહિંસા છે. અર્થ-હિંસાને ગૃહસ્થ છોડી નથી શકતો તે જુદી જ વાત છે; પરંતુ વસ્તુતઃ તે હિંસા જ છે. મનુષ્યોની આવશ્યકતાઓ પૂરી કરવા માટે જે હિંસા કરવામાં આવે છે, તેમાં અહિંસા કે ધર્મ કંઈ પણ નથી, તે માત્ર સ્વાર્થ-હિંસા છે. હિંસામાં ધર્મ નથી હોતો, ભલે તે પોતાના માટે કરવામાં આવે, કે પછી બીજાને માટે કરવામાં આવે. એટલા માટે મોટાઓને માટે નાનાઓનું ગળું કાપવાનો સિદ્ધાંત અહિંસાની દષ્ટિએ ખોટો છે. સાધુ-જીવનમાં અહિંસા વગેરેનું પૂર્ણ પણે જીવન-પર્યત પાલન કરવાનું હોય છે. તેમને મહાવ્રત કહે છે. તેમનું વિવેચન ત્રેવીસમા બોલમાં કરવામાં આવ્યું છે. સમ્યક્વી ગૃહસ્થ પોતાની અલ્પ શક્તિ અનુસાર શ્રાવકના બાર વ્રતો અંગીકાર કરે છે, તેમનું સંક્ષિપ્ત વર્ણન અહીં કરવામાં આવ્યું છે. વિશેષ જાણકારી માટે શ્રીમદ્ ભિક્ષુસ્વામી રચિત “વાર વ્રત કી પનું અધ્યયન કરવું. અહિંસા-અણુવ્રત
શ્રાવક નાના મોટા બધા જીવોની માનસિક, વાચિક તથા કાયિક હિંસાનો પૂર્ણ પણે ત્યાગ નથી કરતો, પરંતુ તે કેટલાક અંશે સ્થૂળ હિંસાનો ત્યાગ કરી શકે છે. હાલતાં-ચાલતાં નિરપરાધ પ્રાણીઓને જાણીબૂઝીને મારી નાખવાનો ત્યાગ કરવો–સ્થળ હિંસાનો ત્યાગ કરવો, અહિંસા-અણુવ્રત છે.
= જીવ-અજીવ . ૧૬૪ છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org