________________
અમે ઠેર-ઠેર એ બતાવતા આવ્યા છીએ કે જીવ પાંચ જાતના છે, છ જાતના છે, ચાર જાતના છે વગેરે. આ બધા ભેદો જીવોના ઇન્દ્રિય, શરીર વગેરેની અપેક્ષાએ પાડવામાં આવ્યા છે. તેમનું મૂળ-સ્વરૂપ એક સરખું છે. કોઈ પણ જીવ પરિમાણમાં ન તો નાનો છે કે ન મોટો. બધા જીવોના જ્ઞાનમય અસંખ્ય પ્રદેશો હોય છે. તે પ્રદેશોનો સ્વભાવ સંકોચાવાનો અને વિકસવાનો હોય છે. જે રીતે દીપકનો પ્રકાશ ખુલ્લા આકાશમાં વધારે ફેલાઈ જાય છે અને એક ઢાંકણામાં રાખવામાં આવે તો તેની અંદર જ સમાઈ જાય છે, તેવી જ રીતે આત્મા કે જે જ્ઞાનમય પિંડ છે, તે એક મોટા શરીરમાં પણ વ્યાપ્ત હોય છે અને નાનામાં નાના શરીરમાં પણ સમાઈ જાય છે. મોટું નાનું શરીર હોવું પોતપોતાના કર્મો પર આધારિત છે. એટલા માટે મોટા જીવોને મારવાથી અધિક દોષ અને નાના જીવોને મારવાથી ઓછો દોષ લાગે છે એમ કહેવું તે નિશ્ચય-દષ્ટિથી અનુચિત છે.
હિંસા મોટી અને નાની પોતપોતાના વિચારો અનુસાર હોય છે, જીવો અનુસાર નહીં. પરિણામો જેટલાં અધિક મલિન હોય છે, હિંસા પણ તેટલી જ અધિક હોય છે. મોટા જીવોને માટે નાના જીવોને મારી નાખવામાં કોઈ પણ વાંધો નહીં અથવા મોટા જીવોને માટે નાના જીવોને મારી નાખવામાં દોષ થોડો છે અને લાભ વધારે છે, એવો સિદ્ધાંત અહિંસાના સનાતન સિદ્ધાંતથી તદ્દન વિપરીત છે. ભગવાન મહાવીરે કહ્યું છે—
जे केइ खुद्दगा पाणा, अहवा संति महालया। .
सरिसं तेहिं वेरन्ति, असरिसं ति य नो वए ॥ –એકેન્દ્રિય વગેરે ક્ષુદ્ર–ન્નાનકડાં શરીરવાળા પ્રાણીઓ હોય અથવા પંચેન્દ્રિય વગેરે સ્થળ–મોટા શરીરવાળા પ્રાણીઓ હોય, તેમને મારવામાં હિંસા સરખી જ હોય છે કે નથી હોતી, તેવું નહીં કહેવું જોઈએ. કેમ કે હિંસાનો દોષ “વધ કરનારની ભાવના તીવ્ર છે કે મંદ' વગેરે વિવિધ પ્રવૃત્તિઓ પર આધારિત હોય છે.
એક પ્રાચીન ઉક્તિ છે –“ગીવો જીવસ્થ ગૌવનમ્' – “જીવ જ જીવનું જીવન છે.” “મસ્ય-ગલાગલ'નો પણ આવો જ અર્થ છે. જેવી રીતે એક મોટી માછલી નાની માછલીઓને ખાઈ જાય છે, તેવી જ રીતે મોટા જીવો નાના જીવોનો ભક્ષ્ય લેતા રહે છે. મનુષ્યને
=
બાવીસમો બોલ ૧૬૩ હ
=
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org