________________
અધિકારી પ્રાણી-માત્ર છે. ઉદાહરણ સ્વરૂપ અહિંસા ધર્મ છે. ગૃહસ્થ અહિંસાનું પૂરેપૂરું પાલન કરી શકતો નથી, તો પણ અનાવશ્યક હિંસાને છોડી શકે છે. હિંસા વચ્ચે રહેલો ગૃહસ્થ જે અનાવશ્યક હિંસા છોડે છે, તે ધર્મ જ છે. એક ગૃહસ્થ ખાવું-પીવું, પહેરવુંઓઢવું વગેરે કાર્યોમાં થનાર સૂક્ષ્મ જીવોની હિંસા, મોટા અપરાધી જીવોની હિંસા તથા પ્રમાદવશ થનારી હિંસા છોડવામાં અસમર્થ હોય છે. તે ધર્મ નથી પરંતુ નિરપરાધ જીવોને જાણીબૂઝીને મારવાનો ત્યાગ કરે છે, તે ધર્મ છે. એવી જ રીતે મોટું જૂઠાણું, ખોટી સાક્ષી વગેરેથી બચવું, મોટી ચોરીનો ત્યાગ કરવો, પરસ્ત્રીનો ત્યાગ કરવો, પરિગ્રહ(ધન-ધાન્ય આદિ)નો અનાવશ્યક સંગ્રહ ન કરવો અને આવશ્યક હિંસાનો પણ સંકોચ કરવો તે ધર્મ છે. ગૃહસ્થ ગૃહસ્થ-જીવનમાં રહેવા છતાં ક્ષમા કરે છે, મૈત્રીપૂર્ણ વર્તન કરે છે, સરળતાનો આદર કરે છે–વગેરે બધાં કામો ધાર્મિક છે, આત્માને ઊંચે લઈ જનાર છે. ધર્મ એક એવું તત્ત્વ છે, જેનાથી આંતરિક શુદ્ધિ થાય છે અને દરેક જગ્યાએ, દરેક દશામાં, દરેક વ્યક્તિ તે આચરી શકે છે. ધર્મ કોઈ બાહ્ય-વસ્તુ નથી, તે પોતપોતાના આત્માનો ગુણ છે. ધર્મનો અર્થ આત્મ-સાધના અને આત્મ-સંયમ
ધર્મ-શાસ્ત્ર અને ધર્મ-ગુરુ વગેરે સહુ ધર્મના વ્યાવહારિક સાધનો છે. આત્માને ધાર્મિક બનાવવા માટે તેમની અત્યંત આવશ્યકતા છે. પણ અસલમાં તો ધર્મ પોતપોતાના આચરણો પર જ આધારિત છે. કોઈ એક માનવી ધર્મ કરવા નથી ઇચ્છતો તો તેને ધર્મ-શાસ્ત્ર, ધર્મગુરુ કે બીજું કોઈ પણ બળાત્કારે ધર્મ કરાવી શકતું નથી. આથી કરીને ધર્મનું સાધન ઉપદેશ(શિક્ષણ) દર્શાવવામાં આવ્યું છે. સદઉપદેશ વડે મનુષ્ય ધર્મનું સાચું સ્વરૂપ ઓળખી લે છે અને તે પછી તે આત્મ-સંયમ અને શુદ્ધ-આચારનો અભ્યાસ કરે છે.
ઓછા-વત્તા રૂપે પ્રત્યેક વ્યક્તિમાં શુદ્ધ આચારનો અંશ મળે જ છે. જે ગૃહસ્થોનો આત્મ-સાધના તરફ વધુ ઝોક હોય છે, તેઓ અર્થ-હિંસાનો પણ સંકોચ કરવા લાગે છે અને પોતાની વૃત્તિઓને અધિકાધિક સંતુષ્ટ બનાવી લે છે. ક્યાંક-ક્યાંક ગૃહસ્થો સાધુ-વ્રત સ્વીકાર કર્યા વિના પણ સંયમનું ગાઢ આચરણ કરવાના કારણે સાધુ-સમાન બની જાય છે. તેઓ પ્રતિમાધારી-શ્રાવક કહેવાય છે.
જીવ-અજીવ તા ૧૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org