________________
(ક) દેવતા અને નારકીમાં ઉત્પન્ન થનારા જીવો આહાર લઈ લે છે, પરંતુ શરીર-પર્યાપ્તિ પૂર્ણ નથી બાંધતાં, તે અવસ્થામાં કાર્મયોગની સાથે વૈક્રિય-મિશ્ર-કાયયોગ હોય છે.
(ખ) ઔદારિક શરીરવાળા મનુષ્યો અને તિર્યંચો પોતાની વિશિષ્ટ શક્તિથી વૈક્રિય રૂપ બનાવે છે અને તેને ફરી સમેટી લે છે, પરંતુ જ્યાં સુધી ઔદારિક-શરીર ફરી પૂર્ણ ન બની જાય ત્યાં સુધી ઔદારિક કાયયોગની સાથે વૈક્રિય-મિશ્ર-કાયયોગ હોય છે.
(૫) આહારક-કાયયોગ–જયારે આહારક શરીર પૂરું બનીને ક્રિયા કરે છે, ત્યારે તેને કહે છે આહારક-કાયયોગ.
(૬) આહારક-મિશ્ર-કાયયોગ–જે સમયે આહારક-શરીર પોતાનું કાર્ય કરીને પાછું આવી ઔદારિક-શરીરમાં પ્રવેશ કરે છે, તે સમયે ઔદારિકની સાથે આહારક-મિશ્ર-કાયયોગ હોય છે.
(૭) કાર્મણ-કાયયોગ–
(ક) જીવ એક ભવમાંથી બીજા ભવમાં જવા માટે ઋજુ ગતિ અથવા વક્ર ગતિ દ્વારા ગમન કરે છે. એક સમયવાળી ઋજુ ગતિમાં જીવ અનાહારક નથી રહેતું, પરંતુ વક્ર ગતિમાં જઘન્યપણે એક સમય અને ઉત્કૃષ્ટપણે બે સમય અનાહારક રહે છે–કોઈ પણ પ્રકારના આહારને ગ્રહણ નથી કરતું. એવા સમયે થનાર યોગનું નામ છે કાશ્મણ-કાયયોગ.
(ખ) જ્યારે કેવલી સમુદ્યાત કરે છે તે સમયે ત્રીજા, ચોથા ૧.કેવલી સમુદ્યાત આયુષ્ય-કર્મની સ્થિતિ અને દલિકોથી જ્યારે વેદનીય કર્મની સ્થિતિ અને દલિક વધારે હોય છે ત્યારે તેમને અંદર-અંદર બરાબર કરવા માટે કેવલી સમુદ્દાત થાય છે. જ્યારે માત્ર અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી રહે છે ત્યારે સમુદ્યાત થાય છે. સમુદ્યાતના આઠસમય લાગે છે. પહેલા સમયમાં આત્મપ્રદેશ શરીરની બહાર નીકળીને દંડાકારે ફેલાઈ જાય છે. તે દંડ લોકપ્રમાણ ઊંચો-નીચો હોય છે, પણ તેની જાડાઈ શરીરના માપે હોય છે. બીજા સમયમાં તે દંડ પૂર્વપશ્ચિમ કે ઉત્તર-દક્ષિણ ફેલાઈને કપાટાકાર (કમાડના આકારનો) બની જાય છે. ત્રીજા સમયમાં કપાટાકાર આત્મપ્રદેશ પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ ફેલાઈને મંથાકાર (મંથણીના આકારનો) બની જાય છે. ચોથા સમયમાં ખાલી જગ્યામાં ફેલાઈને આત્મપ્રદેશ સમસ્ત લોકમાં વ્યાપ્ત થઈ જાય છે. જે રીતે પ્રથમ ચાર સમયોમાં આત્મપ્રદેશ ક્રમશઃ ફેલાય છે તેવી જ રીતે અંતના ચાર સમયોમાં ક્રમશઃ સંકોચાય છે. પાંચમા સમયમાં ફરી મંથાકાર, છઠ્ઠા સમયમાં કપાટાકાર, સાતમા સમયમાં દંડાકાર અને આઠમા સમયમાં પહેલાંની માફક શરીરસ્થ થઈ જાય છે.
= = આઠમો બોલ ૪૩ છે.
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org