________________
અને પાંચમા સમયમાં કાર્મણ-કાયયોગ હોય છે.
પ્રશ્ન–ચાર શરીરની જેમ જ તૈજસ શરીરનો યોગ કેમ નહીં?
ઉત્તર–તૈજસનો કાર્મણયોગમાં સમાવેશ થઈ જાય છે. જે સમયે ઔદારિક, વૈક્રિય અને આહારક હોય છે, તે સમયે તો તેઓ પોતાનું કામ કરે જ છે, પરંતુ જે સમયે એક ભવમાંથી બીજા ભવમાં જવાના સમયે) તેઓ નથી હોતા ત્યારે કાર્મણ શરીર દ્વારા જે વીર્ય (શક્તિ)નો વ્યાપાર થાય છે, તે તૈજસ-શરીર દ્વારા થાય છે, એટલે તૈજસ-કાયયોગનો સમાવેશ કાર્મણ-કાયયોગમાં થઈ જાય છે.
પ્રશ્ન-મન શું છે?
ઉત્તર–જેના દ્વારા મનન કરવામાં આવે, વિચારવામાં આવે, તે મન છે. મન પાંચ ઇન્દ્રિયોના વિષયોનું અને અતિરિક્ત વિષયનું જ્ઞાન કરે છે. માનસ-જ્ઞાન ઇન્દ્રિય-જ્ઞાનની જેમ વર્તમાન સુધી જ સીમિત નથી હોતું, પરંતુ સૈકાલિક હોય છે. મનનું સ્વરૂપ
મન જ્ઞાન છે અને જ્ઞાન આત્માનો ગુણ છે. ગુણ ગુણીથી કોઈ અપેક્ષાએ ભિન્ન હોય છે, જયારે કોઈ અપેક્ષાએ અભિન્ન. જો ગુણ ગુણીથી સંપૂર્ણપણે ભિન્ન માનવામાં આવે તો આ ગુણ આ દ્રવ્યનો છે એવો સંબંધ પણ થઈ શકે નહીં અને જો સર્વથા એક જ માની લેવામાં આવે તો આ ગુણ છે અને આ ગુણી છે એવું કહી શકાય નહીં. આથી કરીને ગુણીથી ગુણ કથંચિત ભિન્ન હોય છે અને કથંચિત અભિન્ન હોય છે. મન આત્માથી કદાપિ પૃથક નથી થઈ શકતું, આ અપેક્ષાએ તે આત્માથી અભિન્ન છે અને તે આત્માનો ગુણ છે એ અપેક્ષાએ તે આત્માથી ભિન્ન છે. મનના વિભાગો
મનના બે વિભાગ છે દ્રવ્ય મન (Objective Mind) અને ભાવ મન (subjective Mind). દ્રવ્ય મનનો સંબંધ મસ્તિષ્ક અને ઇન્દ્રિયો સાથે છે તથા ભાવ મનનો સંબંધ આત્માની સાથે છે. ભાવ મન કે આત્મા અલગ-અલગ નથી, બંને એક છે.
જેના વડે વિચાર કરી શકાય તેવી આત્મિક શક્તિને ભાવ મન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org