________________
કહે છે. વિચાર કરવામાં સહાયક થનાર સૂક્ષ્મ પરમાણુઓને દ્રવ્ય મન કહે છે. ભાવ મન તો બધા જીવોને હોય છે, પરંતુ અતિ વૃદ્ધ આદમી પગથી ચાલવાની શક્તિ હોવા છતાં પણ લાકડીની સહાય વિના ચાલી નથી શકતો, તેવી રીતે ભાવ મન હોવા છતાં પણ દ્રવ્ય મન વિના “સ્પષ્ટ વિચાર' કરી શકાતો નથી. દ્રવ્ય મનની અપેક્ષાએ જ જીવોના સંજ્ઞી અને અસંજ્ઞી એવા બે ભેદ કરવામાં આવે છે. જ્ઞાન-ક્રમ
આપણને બહારની દુનિયાનું જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા થાય છે. ઇન્દ્રિયો આ જ્ઞાનને મસ્તિષ્ક સુધી પહોંચાડે છે. મસ્તિષ્ક દ્રવ્ય મનને, દ્રવ્ય મન ભાવ મનને અને ભાવ મન આત્માને તે જ્ઞાન . મોકલી આપે છે.
આંખ }
<– કાન } આત્મા– ભાવમન<– દ્રવ્યમન<– મસ્તિષ્ક {<– નાક } <–બહારની દુનિયા
{<– જીભ }
<– સ્પર્શ } જો દ્રવ્યમાન ન હોય તો આત્માને ઇન્દ્રિયજન્ય જ્ઞાન થઈ શકતું નથી. સંસારી સમનસ્ક આત્માને દ્રવ્યમન ચોક્કસ હોય છે. તે મુક્ત આત્માને નથી હોતું. આથી મુક્ત આત્માને ઈન્દ્રિય-જ્ઞાન પણ નથી હોતું. તે તો સંપૂર્ણ જ્ઞાનમય છે. મનનો વ્યાપાર
સ્પર્શ, રસ, ગંધ, રૂપ, શબ્દમાં ઇન્દ્રિયજ્ઞાનની પ્રવૃત્તિ થયા પછી મનની પ્રવૃત્તિ થાય છે. જ્યારે ઇન્દ્રિયો પોતપોતાના વિષયનું જ્ઞાન કરી લે છે ત્યારે તે વિષયો ઉપર મનન કરવાનું મનનું કામ છે, તે સિવાય ચિંતન વગેરેમાં મનની પ્રવૃત્તિ સ્વતંત્ર પણ હોય છે. મનનું પરિમાણ
મનન કરવામાં સહાયતા કરનાર પુદ્ગલોમાંથી નિષ્પક્ષ દ્રવ્યમન અર્થાત્ પૌગલિક મન શરીરવ્યાપી છે અને જે મનન કરનારું ભાવમન અર્થાત્ જીવમન છે તે આત્મ-પ્રદેશવ્યાપી છે. ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરાયેલા બધા વિષયોમાં મનની ગતિ છે અને
= ૭ આઠમો બોલ૦૪૫ ૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org