________________
ત્યાં નિર્જરા અવશ્ય હોય. નિર્જરાથી આત્મા ઉશ્વળ થાય છે, આથી તે ધર્મ છે. તેના સિવાય કોઈપણ એવું સ્થાન બચતું નથી, જ્યાં ધર્મના સાહચર્ય વિના પુણ્યનો બંધ થતો હોય. આ પણ નિશ્ચિત છે કે શુભ અથવા અશુભ-પ્રવૃત્તિ વિના કોઈ કામ થઈ નથી શકતું. આથી ધર્મ વિના પુણ્ય નથી–આ વાત સૈદ્ધાંતિક અને તાર્કિક– ઉભય દષ્ટિએ સંગત છે.
પ્રશ્ન–કેટલાક લોકોની એવી માન્યતા છે કે મિથ્યાત્વી ધર્મ નથી કરી શકતો પરંતુ પુણ્ય બાંધે છે–એનું સમાધાન કઈ રીતે થશે?
ઉત્તર–આત્માનો તે પરિણામ ધર્મ જ છે કે જે આત્માને ઉઠવળ બનાવે છે. મિથ્યાત્વી શુભ-ક્રિયા કરે છે, તેનાથી કર્મ છૂટાં પડે છે. કર્મ છૂટાં થવાથી આત્મા ઉજ્વળ થાય છે, એટલા માટે તેની શુભ-ક્રિયા ધર્મ છે. જો મિથ્યાત્વીના આત્માની ઉવળતા ન માનવામાં આવે તો પછી આત્મા ઉજ્જવળ થયા વિના મિથ્યાત્વી મિથ્યાત્વ છોડીને સમ્મસ્વી કઈ રીતે બની શકે ? ૪. પાપ
પાપ અશુભ કર્મનો ઉદય છે. પહેલાં બંધાયેલું અશુભ-કર્મ ઉદયમાં આવીને જ્યારે અશુભ-ફળ આપે છે ત્યારે તે પાપ કહેવાય છે. પાપ અઢાર પ્રકારનું છે :
૧.પ્રાણાતિપાત પાપ–પ્રાણ-વિયોજનથી આત્મા સાથે ચોંટનાર પુગલ-સમૂહ.
૨. મૃષાવાદ પાપ –અસત્ય બોલવાથી " ૩. અદત્તાદાન પાપ–ચોરી કરવાથી ૪. મૈથુન પાપ–અબ્રહ્મચર્ય-સેવનથી ૫. પરિગ્રહ પાપ-પરિગ્રહ રાખવાથી ૬. ક્રોધ પાપ–ક્રોધ કરવાથી ૭. માન પાપ–અભિમાન કરવાથી ૮. માયા પાપ-માયા-કપટ કરવાથી ૯. લોભ પાપ–લોભ કરવાથી ૧૦. રાગ પાપ–રાગ કરવાથી
,
,,
=
= . ચૌદમો બોલ૦૯૭ ૩ =
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org