________________
પણ કારણનો કાર્યમાં ઉપચાર કરીને તે અન્ન દેવાની ક્રિયાને જ પુણ્ય કહી દેવાય છે. પ્રશ્ન-ધર્મ અને પુણ્યમાં શું તફાવત છે?
ઉત્તર–સાધારણ ભાષામાં ધર્મ અને પુણ્ય–આ બંને શબ્દોનો અર્થ એક જ કરવામાં આવે છે, પરંતુ તાત્વિક દૃષ્ટિએ ધર્મ અને પુણ્યમાં આકાશ-પાતાળનું અંતર છે. મિથ્યાત્વ, અવત, પ્રમાદ, કષાય અને યોગ આશ્રવનો નિરોધ કરવો તે સંવર-ધર્મ છે. મન, વચન અને કાયાની શુભ-પ્રવૃત્તિ કરવી તે નિર્જરા-ધર્મ છે. જે સમયે શુભ-યોગની પ્રવૃત્તિ થતી હોય છે તે સમયે આત્માની સાથે જે શુભ-પુગલોનો સંબંધ થાય છે તે દ્રવ્ય-પુણ્ય અથવા સતુ-કર્મનો બંધ કહેવાય છે અને જે સમયે તે સંબંધિત કમ ઉદયમાં આવીને આત્માને ફળ આપે છે ત્યારે તે શુભ-કર્મની ઉદયમાન અવસ્થાનું નામ પુણ્ય છે. ધર્મ આત્માનું ઉજવળ પરિણામ છે અને પુણ્ય પૌગલિક છે, ભૌતિક સુખનું કારણ છે.
પ્રશ્ન-અધર્મ અને પાપમાં શું તફાવત છે?
ઉત્તર–મિથ્યાત્વ વગેરે ચાર આશ્રવો અને અશુભ-યોગમય જે આત્મ-પરિણામ છે તે અધર્મ છે અને આ આત્મીય-અવસ્થાથી જ જે અશુભ-પુગલ સાથે જોડાય છે, તે અશુભ-કર્મનો બંધ છે અને આ બંધ જ્યારે ઉદીયમાન અવસ્થામાં આવે છે ત્યારે તે પાપ કહેવાય છે. અધર્મ આત્માનું મલિન પરિણામ છે અને પાપ, જ્ઞાન વગેરે આત્મ-ગુણોને આવૃત્ત કરનાર તથા દુઃખ આપનાર પુગલસમૂહ છે.
પ્રશ્ન-પુણ્યની ઉત્પત્તિ સ્વતંત્ર છે કે નહીં? ધર્મ વિના પુણ્યનો બંધ થાય છે કે નહીં?
ઉત્તર–આત્માની જેટલી ક્રિયાઓ હોય છે તેના બે પ્રકાર છે– અશુભ અને શુભ. અશુભ ક્રિયાથી પાપ-કર્મનો બંધ થાય છે અને શુભ-ક્રિયાથી બે કાર્ય થાય છે–એક મુખ્ય, બીજું ગૌણ. શુભયોગની પ્રવૃત્તિથી મુખ્યત્વે કર્મ-નિર્જરા થાય છે અને તેના પ્રાસંગિક ફળના રૂપમાં પુણ્યનો બંધ થાય છે. તે પુણ્ય-બંધનું સ્વરૂપ છે. હવે આ વિષયમાં ધ્યાન દેવાની વાત એ છે કે અશુભ-પ્રવૃત્તિથી તો પુણ્યનો બંધ થતો જ નથી અને જયાં ક્યાંય શુભ-પ્રવૃત્તિ હોય છે
= . જીવ-અજીવ ૦૯૬ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org