________________
અન્નપાનાદિ પદાર્થ અને નિર્વતક(ઉત્પાદક)-કારણ છે શુભયોગની પ્રવૃત્તિ અને શુભ-નામકર્મનો ઉદય. અન્ન પુણ્યનું નિમિત્ત-કારણ છે, પાણી પુણ્યનું નિમિત્ત-કારણ છે, તેવી જ રીતે સ્થાન, શૈય્યા, પાટ, બાજોટ, વસ્ત્ર વગેરે બધાં પુણ્યનાં નિમિત્ત-કારણો છે.
પુણ્યના નવ ભેદ મુનિને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે, તેવું અનુમાન કરી શકાય છે. મુનિને અન્ન-પાન વગેરેની આવશ્યકતા હોય છે, સોના-ચાંદી વગેરેની નહિ. આથી આવશ્યકતા અનુસાર મુનિને અન્ન-પાન વગેરેનું દાન દેવું, દાન દેવા સંબંધમાં મન, વચન તથા કાયાની પ્રવૃત્તિ શુદ્ધ રાખવી અને સાધુને નમસ્કાર કરવો આ શ્રાવક-જીવનનું અંગ છે.
પુણ્યની ઉત્પત્તિ ધાર્મિક ક્રિયા વિના થઈ શકતી નથી. એટલા માટે તેને ધર્મ વિના નહિ થઈ શકનારું(ધવિનામવિ પુષ્યમ્) કહેવામાં આવ્યું છે. જીવની માનસિક, વાચિક કે કાયિક જે શુભ પ્રવૃત્તિ હોય છે, તે ધાર્મિક-ક્રિયા છે. તેનાથી આત્મા વિશુદ્ધ બને છે અને તે વિશુદ્ધિની સાથે-સાથે શુભ-કર્મનો સંચય થાય છે. તે શુભકર્મના સંચયને બંધ અથવા દ્રવ્ય-પુણ્ય કહેવામાં આવે છે. પૂર્વસંચિત શુભ-કર્મ જ્યારે ઉદયમાં આવે છે, શુભ ફળ આપે છે ત્યારે તેને પુણ્ય કહેવામાં આવે છે.
સાધારણ રીતે (ઉપચારથી) ક્રિયાને અર્થાત્ શુભ-યોગની પ્રવૃત્તિને પણ પુણ્ય કહી દેવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં ક્રિયા પુણ્યનું કારણ છે, પુણ્ય નહીં. પુણ્ય તો ક્રિયાજનિત ફળ છે. ફળ પણ મુખ્ય નહીં, પરંતુ પ્રાસંગિક. મુખ્ય ફળ તો નિર્જરા(આત્માની ઉવળતા) છે. ખેતીનું મુખ્ય ફળ અનાજ હોય છે, ફોતરાં નહીં. શુભ-યોગની પ્રવૃત્તિ આત્માની ઉજ્વળતા માટે કરવી જોઈએ, પુણ્ય માટે નહીં.
પ્રશ્ન–એક જ શુભ યોગની પ્રવૃત્તિથી જ નિર્જરા અને શુભકર્મનો સંચય–આ બે કામ કઈ રીતે થઈ શકે?
ઉત્તર –એક મુખ્ય ફળની સાથે-સાથે આનુષંગિક ફળ અનેક હોય જ છે. અનાજ માટે કરેલી ખેતીમાં પણ અનાજની સાથે-સાથે અનેક પ્રકારની બીજી વસ્તુઓ પણ મળે છે. મુનિને અન્ન દેવાની જે પ્રવૃત્તિ છે તે શુભ-કાયયોગ છે અને તે પુણ્યનું કારણ છે. તો
= = 8 ચૌદમો બોલ૦૯૫
૩
=
-
--
-
-
-
-
-
-
--
--
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org