________________
અને અરૂપી છે. તેના પણ ત્રણ ભેદ છે—સ્કંધ, દેશ અને પ્રદેશ. (૪) કાલ
કાલ કાલ્પનિક દ્રવ્ય છે. સૂર્ય-ચંદ્રમાની ગતિવિધિના આધારે તેની કલ્પના કરવામાં આવી છે. તેના સ્કંધ, દેશ અને પ્રદેશ—એ વિભાગો નથી હોતા. કાલનો સૌથી સૂક્ષ્મ ભાગ સમય છે. જે સમય ઉત્પન્ન થાય છે, તે ચાલ્યો જાય છે અને જે ઉત્પન્ન થવાનો છે, તે અનુત્પન્ન છે અર્થાત્ ઉત્પન્ન નથી થયો અને જે વર્તમાન છે, તે એ જ છે. સ્કંધ સમુદયથી બને છે, એટલા માટે કાલના સ્કંધ નથી હોતાસ્કંધ વિના દેશ પણ નથી હોતો. કાલનો આવેલો સમય ચાલ્યો જાય છે, નષ્ટ થઈ જાય છે, આથી કાલના પ્રદેશો પણ નથી હોતા. એટલા માટે કાલનો ભેદ માત્ર એક કાલ જ છે. (૫) પુગલાસ્તિકાય
જેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય તેને પુગલાસ્તિકાય કહેવામાં આવે છે. તે મૂર્તિમાન-રૂપી દ્રવ્ય છે, આથી ઇન્દ્રિયોનો વિષય છે. ગળવું અને એકઠા થવું તે તેનો સ્વભાવ છે. તે સમગ્ર લોકમાં વ્યાપ્ત છે. ત્રિકાલવર્તી છે. તેના ચાર ભેદ છે—સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ. ૩. પુણ્ય
પુણ્ય શુભકર્મનો ઉદય છે, પહેલા બંધાયેલા શુભકર્મો જ્યારે શુભ ફળ આપે છે ત્યારે તે પુણ્ય કહેવાય છે. પુણ્યના નવ પ્રકાર
અન્ન પુણ્ય, પાન પુણ્ય, સ્થાન પુણ્ય, શવ્યા પુણ્ય, વસ્ત્ર પુણ્ય, મન પુણ્ય, વચન પુણ્ય, કાય પુણ્ય, નમસ્કાર પુણ્ય.
આ ભેદો વાસ્તવમાં પુણ્યતત્ત્વના નહિ પરંતુ પુણ્યના કારણોના છે. કારણ પણ ઉપાદાન નહીં પરંતુ નિમિત્ત છે.
પ્રત્યેક કાર્યમાં ઉપાદાન, નિમિત્ત અને ક્યાંક ક્યાંક નિર્વક– આ ત્રણ કારણોની આવશ્યકતા હોય છે. ઘડાનું ઉપાદાન-કારણ છે માટી, નિમિત્ત-કારણ છે ચાકડો, પ્રમુખ સામગ્રી અને નિર્વતકકારણ છે કુંભાર. આ જ રીતે પુણ્યનું ઉપાદાન-કારણ છે પુણ્યના રૂપમાં પરિણત થના૨ ૫દૂગલ-સમૂહ, નિમિત્ત-કારણ છે
છે
જીવ-અજીવ ૦૯૪ .
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org