________________
દેશ
એનો અર્થ છે–સ્કંધનો કલ્પિત ભાગ. પ્રદેશ
એનો અર્થ છે—સ્કંધનો સહુથી સૂકમ અંશ. પરમાણુ
એક વર્ણ, એક ગંધ, એક રસ અને બે સ્પર્શ (શીત અને ઉષ્ણમાંથી એક તથા સ્નિગ્ધ અને રુક્ષમાંથી એક)વાળો પ્રદેશ કે પરમાણુ એક જ છે. પરંતુ જ્યાં સુધી તે સ્કંધની સાથે સંલગ્ન રહે છે ત્યાં સુધી તેને પ્રદેશ અને જયારે અંધથી અલગ થઈ જાય છે ત્યારે તેને પરમાણુ કહે છે. (૧) ધર્માસ્તિકાય
જીવ અને પુગલોની ગતિમાં તથા હલન-ચલન વગેરેમાં જે સહાયક થાય છે તેને ધમસ્તિકાય કહે છે. જેમ કે માછલીની ગતિમાં પાણી સહાયક થાય છે. •
ધમસ્તિકાય સર્વલોકવ્યાપી તથા અસંખ્યાત-પ્રદેશી છે. તે લોકના પ્રત્યેક ભાગમાં વિદ્યમાન છે. - તે ભૂતકાળમાં હતો, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં રહેશે. આથી તે ધ્રુવ છે, નિત્ય છે, શાશ્વત છે અને અક્ષય છે.
તે અરૂપી છે–વર્ણ, ગંધ, રસ, સ્પર્શ-રહિત છે.
તેના ત્રણ ભેદ છે–સ્કંધ, દેશ અને પ્રદેશ. (૨) અર્ધમાસ્તિકાય
જીવ અને પુદ્ગલોને સ્થિર રહેવામાં જે સહાયક થાય છે તેને અધર્માસ્તિકાય કહે છે. તે પણ અસંખ્યાત-પ્રદેશી, સકલ-લોકવ્યાપી, ત્રિકાલ-સ્થાયી અને અરૂપી છે. તેના પણ ત્રણ ભેદ છે– સ્કંધ, દેશ અને પ્રદેશ. (૩) આકાશાસ્તિકાય
જેમાં જીવ અને પુદ્ગલ વગેરે દ્રવ્યોને રહેવા માટે સ્થાન મળે, અવકાશ મળે, આશ્રય મળે તે આકાશાસ્તિકાય છે. તે લોક અને અલોક બંનેમાં વ્યાપ્ત છે. તે અનંત-પ્રદેશી છે, ત્રિકાલ-સ્થાયી છે
= 2 ચૌદમો બોલ ૦૯૩ ૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org