________________
પણ એક ઇન્દ્રિયવાળા જીવો શ્વાસોચ્છવાસ પર્યાતિને જયાં સુધી પૂર્ણ નથી કરી લેતા, ત્યાં સુધી તેઓ અપર્યાપ્ત હોય છે અને જે પૂર્ણ કરી લે છે, તેઓ પર્યાપ્ત. દ્વીન્દ્રિયથી લઈને અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવો ભાષા-પર્યાપ્તિને જ્યાં સુધી પૂર્ણ નથી કરતા, ત્યાં સુધી તેઓ અપર્યાપ્ત હોય છે. જે પૂર્ણ કરી લે છે, તે પર્યાપ્ત. સંજ્ઞી પંચેન્દ્રિય જીવ મનઃપયક્તિને જયાં સુધી પૂર્ણ નથી કરતા ત્યાં સુધી તેઓ અપર્યાપ્ત હોય છે અને જેઓ પૂર્ણ કરી લે છે તેઓ પર્યાપ્ત. ૨. અજીવ
અજીવના મુખ્ય ભેદ અને ગૌણ ભેદ ચૌદ છે: ૧. ધર્માસ્તિકાયના ત્રણ ભેદ છે–સ્કંધ, દેશ, પ્રદેશ. ૨. અધર્માસ્તિકાયના ત્રણ ભેદ છે—સ્કંધ, દેશ, પ્રદેશ. ૩. આકાશાસ્તિકાયના ત્રણ ભેદ છે–સ્કંધ, દેશ, પ્રદેશ. ૪. કાળનો એક ભેદ છે –કાળ.
૫. પુદ્ગલાસ્તિકાયના ચાર ભેદ છે–સ્કંધ, દેશ, પ્રદેશ, પરમાણુ. સ્કંધ
જેના ટૂકડા ન હોય, જે સર્વથા અવિભાજ્ય હોય, તેને સ્કંધ કહેવામાં આવે છે. કેટલાય અલગ-અલગ અવયવો એકઠા થઈને જે એક અવયવી અર્થાત્ એક સમૂહ બની જાય છે તેને પણ સ્કંધ કહેવામાં આવે છે. પરંતુ અહીં પહેલી પરિભાષા જ લાગુ પડે છે.
સ્કંધ અનંત છે અને જાત-જાતના છે. જેમ કે બે પરમાણુઓનો સમૂહ દ્વિ-પ્રદેશી સ્કંધ, ત્રણ પરમાણુઓનો સમૂહ ત્રિ-પ્રદેશી ઢંધ, એ રીતે અસંખ્ય, અનંત, અનંતાનંત પરમાણુઓનો સમુદાય ક્રમશઃ અસંખ્ય-પ્રદેશી, અનંત-પ્રદેશી અને અનંતાનંત પ્રદેશી ઢંધ છે.
સ્કંધ બે પ્રકારના હોય છે— ૧. સ્વાભાવિક-સ્કંધ–ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાયતેમના સ્કંધો સ્વાભાવિક છે. તેમનું વિભાજન ક્યારેય થઈ શકતું નથી.
૨. વૈભાવિક-સ્કંધ –પુદ્ગલોના સ્કંધ વૈભાવિક છે. તે સમુદાયરૂપ બને છે અને વિખેરાઈ જાય છે.
= ૩ જીવ-અજીવ ૯૨ દ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org