________________
જીવોના ચૌદ ભેદ આ પ્રમાણે છે– ૧-૨. સૂમ-એકેન્દ્રિયના બે ભેદ–પર્યાપ્ત અને અપર્યાપ્ત. ૩-૪. બાદર એકેન્દ્રિયના બે ભેદ–અપર્યાપ્ત અને પર્યાપ્ત. પ-૬. દીન્દ્રિયના બે ભેદ–અપર્યાપ્ત અને પર્યાપ્ત. ૭-૮, ત્રીન્દ્રિયના બે ભેદ–અપર્યાપ્ત અને પર્યાપ્ત. ૯-૧૦. ચતુરિન્દ્રિયના બે ભેદ–અપર્યાપ્ત અને પર્યાપ્ત. ૧૧-૧૨. અસંજ્ઞી પંચેન્દ્રિયના બે ભેદ– અપર્યાપ્ત અને પર્યાપ્ત. ૧૩-૧૪. સંજ્ઞી પંચેન્દ્રિયના બે ભેદ–અપર્યાપ્ત અને પર્યાપ્ત.
ઉપરોક્ત ચૌદ ભેદ શરીર ધારણ કરનારા પ્રાણીઓના છે. જીવ પરિમાણ(સંખ્યા)માં અનંત છે. પ્રદેશ-પરિમાણ અને ચેતનાલક્ષણથી જીવ સમાન છે, છતાં પણ કર્મોની વિવિધતાને લીધે તેમના અનેક ભેદ પડે છે. જેમ કે—કોઈ જીવ સૂક્ષ્મ શરીરવાળો હોય છે, કોઈ સ્થૂળ શરીરવાળો. કોઈ એક ઇન્દ્રિયવાળો, કોઈ બે, ત્રણ, ચાર અને પાંચ ઇન્દ્રિયવાળો. કોઈ સંજ્ઞી(મનસહિત) હોય છે તો કોઈ અસંશી(મનરહિત). એમાં કર્મ-જનિત ભિન્ન-ભિન્ન અવસ્થાઓને કારણે એક જ સ્વરૂપવાળા જીવો અનેક સ્વરૂપવાળા દેખાય છે.
આ પ્રકરણમાં જીવના જે ચૌદ ભેદ કરવામાં આવ્યા છે, તે બધા ઉત્પત્તિસમયે પ્રાપ્ત થતી પૌગલિક રચના(પર્યામિ)ની દૃષ્ટિએ કરવામાં આવ્યા છે. પૌગલિક રચનાની યોગ્યતા બધા જીવોમાં સમાન રૂપે નથી હોતી. એક ઇન્દ્રિયવાળા જીવો આહાર, શરીર, ઇન્દ્રિય અને શ્વાસોચ્છવાસ–આ ચાર પયમિઓના અધિકારી હોય છે. હીન્દ્રિયથી લઈને અસંજ્ઞી પંચેન્દ્રિયના જીવ મનઃપયક્તિને છોડીને બાકીની પાંચે પર્યાપ્તિઓના અધિકારી હોય છે. સંજ્ઞી પંચેન્દ્રિયના જીવો છયે પર્યાપ્તિઓના અધિકારી હોય છે. જે જાતિના જીવોમાં જેટલી પયક્તિઓ થઈ શકે છે. તેટલી પામ્યા વિના જ જે જીવો મરી જાય છે અથવા જ્યાં સુધી પૂરી કરી નથી લેતા ત્યાં સુધી તેમને અપર્યાપ્ત કહે છે અને જે જીવો પોતાને યોગ્ય પર્યાપ્તિઓને પ્રાપ્ત કરી લે છે તેઓ પર્યાપ્ત કહેવાય છે. પહેલી ત્રણ પર્યાપ્તિઓને પૂર્ણ કર્યા વિના કોઈપણ જીવ મરી નથી શકતો. તેમની પૂર્તિ પછી
= 8 ચૌદમો બોલ૦૯૧
=
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org