________________
૫. આશ્રવ—કર્મ-ગ્રહણ કરનાર આત્માની અવસ્થા.
૬. સંવરકર્મનિરોધ કરનાર આત્માની અવસ્થા
૭. નિર્જરા-કર્મ તોડનાર આત્માની અવસ્થા.
૮. બંધ—આત્માની સાથે દૂધ-પાણીની જેમ એકીભૂત થઈ જનાર કર્મ પુદ્ગલ-સમૂહ.
૯. મોક્ષ—કોનો આત્યંતિક વિયોગ, આત્મ-સ્વરૂપનું પ્રગટીકરણ.
૧. જીવ
ઇન્દ્રિયોના આધારે જીવ પાંચ પ્રકારના હોય છે. એક ઇન્દ્રિયવાળા જીવ બે પ્રકારના હોય છે ઃ
૧. સૂક્ષ્મ——આંખોથી ન દેખાતા—જેમનું શરીર દૃષ્ટિગોચર ન હોય તે.
૨. બાદર-જેમનું શરીર દૃષ્ટિગોચર હોય તે.
એકેન્દ્રિય સિવાય બીજા કોઈ જીવ સૂક્ષ્મ નથી હોતા. સૂક્ષ્મનો આપણો અર્થ તે જીવો છે, જે સમગ્ર લોકમાં ફેલાયેલા છે અને તે એટલા સૂક્ષ્મ છે કે કોઈ પણ રીતે સ્થૂળ પ્રહાર વડે મારી શકાતા નથી. આથી તેમના વડે કોઈ પણ મનુષ્ય કાયિક-હિંસક નથી બનતો.
બાદર એકેન્દ્રિયનું પણ એક જીવનું એક શરીર આપણી દૃષ્ટિનો વિષય નથી થતું. આપણે જે જોઈએ છીએ તે અસંખ્ય જીવોના અસંખ્ય શરીરોનો એક પિંડ હોય છે. પરંતુ સમુદાયની અવસ્થામાં જોઈ શકાય છે, તેટલા માટે તે બાદર જ છે. એકેન્દ્રિય સિવાય ચાર ભેદ બીજી કોઈ જાતિના હોય તો પંચેન્દ્રિયના હોય છે. જેમ એકેન્દ્રિય જીવની સૂક્ષ્મ અને બાદર- -એ બે શ્રેણીઓ છે, તેમ જ પંચેન્દ્રિય જીવ સંશી (સમનસ્ક) અસંશી(અમનસ્ક)- —આ બે ભાગોમાં વિભાજિત છે.
ચતુરિન્દ્રિય સુધીના જીવોને મન નથી હોતું. એટલા માટે મનના આધારે તેમના વિભાગો કરવામાં આવતા નથી. પંચેન્દ્રિય જીવ જે સમ્મુર્છન-જન્મથી ઉત્પન્ન થાય છે, તેમને મન નથી હોતું, બાકીના પંચેન્દ્રિય જીવોને મન હોય છે.
જીવ અવ૦૯૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org