________________
પ્રશ્ન—હિંસાથી બચવા માટે સાધુ ભલે જાતે ન પકાવે, ન બીજા પાસે પકાવડાવે અને ભલે પકાવનારને સારો ન સમજે; છતાં પણ હિંસાથી તૈયાર થયેલું ભોજન તે લે છે, ત્યારે તે તે હિંસાના દોષનો ભાગી કેમ ન કરે?
ઉત્તર–હિંસાજનિત વસ્તુને લેનાર તે જ અવસ્થામાં હિંસાનો દોષી બને છે, જ્યારે પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે તે હિંસામાં તેનો કંઈ પણ ફાળો હોય. જે વ્યક્તિ પોતાને માટે બનાવેલા ભોજનને કોઈ પણ અવસ્થામાં લેતી નથી તે તે હિંસાની ભાગીદાર બનતી નથી. ગૃહસ્થ પોતાને માટે હિંસા કરે છે, સાધુ માટે નહીં. કદાચ સાધુ માટે કોઈ ભોજન બનાવે અને સાધુ તે ભોજન લઈ લે તો તે તે હિંસાથી બચી શકતો નથી. જે સમયે ગૃહસ્થના ઘરેથી સાધુ ભોજન લાવે છે, તેનાથી પહેલાં તે વસ્તુઓ ઉપર સાધુનો ન તો કોઈ અધિકાર હોય છે, ન તો કોઈ સંબંધ. જ્યાં સુધી ભોજન બનાવવામાં હિંસા થતી રહે છે, ત્યાં સુધી તે ભોજન સાધુ માટે અકલ્પનીય રહે છે અને તે તૈયાર થઈ ગયા પછી પણ જ્યાં સુધી ગૃહસ્થ પોતાની ઇચ્છાથી નથી આપતો ત્યાં સુધી સાધુ લઈ શકતો નથી. કેમ કે અદત્ત વસ્તુ લેવી તે ચોરી છે અને તે સાધુ માટે સર્વથા ત્યાજ્ય છે. આથી કરીને તે વસ્તુઓની સાથે તેનો સંબંધ ગૃહસ્થ પાસેથી તે વસ્તુઓ લેવાના સમયે જ થાય છે, તેથી પહેલાં નહીં. આ રીતે સાધુ ખાન-પાને સંબંધી હિંસાથી બચે છે.
હિંસા બે પ્રકારની છે—દેશ-હિંસા અને સર્વ-હિંસા. જે અસતુંપ્રયત્નથી કોઈ વ્યક્તિના આત્માને કષ્ટ થાય તે દેશ-હિંસા છે અને જે પ્રયત્નથી પ્રાણનાશ થાય તે સર્વ-હિંસા છે. સાધુ માટે બંને પ્રકારની હિંસા સર્વથા ત્યાજય છે.
રાત્રિમાં મુનિ રજોહરણ વડે જમીનને ચોખ્ખી કરીને ચાલે છે, જેથી હિંસાથી બચાવ થઈ શકે.
પૃથ્વી(માટી)માં જીવો હોય છે. આથી સાધુ તાજી ખોદેલી માટીને જ્યાં સુધી તે કોઈ વિરોધી દ્રવ્યના સંયોગથી અચિત્ત— જીવ-રહિત ન થઈ જાય ત્યાં સુધી અડતો નથી.
કૂવાનું પાણી, નદીનું પાણી, તળાવનું પાણી, વરસાદનું પાણી વગેરે પાણી જીવ-સહિત હોય છે. તેને કાચું પાણી કહેવામાં આવે છે. સાધુ એવું પાણી લેતો નથી.
=
.
ન-
પ
ક ૧૪ 4
=
-
ત્રેવીસમો બીલ મહ૧
-
-
- -
-
=
-
-
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org