________________
કાચું પાણી ઉકાળવાથી અથવા તેમાં રાખ વગેરે પદાર્થો નાખવાથી તે પાકું બની જાય છે. સાધુને જો આવું ઉકાળેલું પાણી કે રાખ મેળવેલું પાણી મળે તો તે લે છે. પાકું પાણી અચિત્ત—જીવ-રહિત હોય છે. પાકા પાણીનો ઉપયોગ કરવા માટે કેટલોક વૈજ્ઞાનિક આધાર પણ છે. બિમારી ફેલાવનારાં સૂક્ષ્મ કીટાણુઓ અથવા છેવટમાં ઉત્પન્ન થનારા કૃમિ વગેરેનાં ઇંડા પાકા પાણીમાં રહી શકતાં નથી.
સાધુ તેજસ્કાય(અગ્નિ)નો પણ પ્રયોગ કરતો નથી. તે તેનો સ્પર્શ પણ નથી કરતો. તે ભયંકર ઠંડીમાં પણ સળગતા અગ્નિની પાસે જઈ પોતાના શરીરને તપાવતો નથી.
લીલાં શાકભાજી, ફળ વગેરે વનસ્પતિકાયના જીવો છે. સાધુ તેમનો સ્પર્શ પણ નથી કરતો. અગ્નિ અથવા વિરોધી દ્રવ્યોના સંયોગથી વનસ્પતિ અચિત્ત—જીવ-રહિત થઈ જાય છે. ચિત્ત થયા પછી સાધુ તે ગ્રહણ કરી શકે છે.
આ રીતે જીવન-પર્યંત અહિંસાનું પાલન કરવું તે પહેલું મહાવ્રત છે.
સત્ય-મહાવ્રત
બીજા મહાવ્રતમાં અસત્ય બોલવાનો સર્વથા પરિત્યાગ કરવામાં આવે છે. ધર્મ-રક્ષા અથવા પ્રાણ-રક્ષા માટે પણ મુનિ અસત્ય બોલી શકતો નથી. સાધુ એવું સત્ય પણ બોલી શકતો નથી કે જેનાથી કોઈના પણ આત્માને કષ્ટ પહોંચે. મુનિ અદાલતમાં સાક્ષી આપી શકતો નથી. સાચી સાક્ષી આપવાથી પણ બેમાંથી એક વ્યક્તિને અવશ્ય કષ્ટ થાય છે. કોઈ પણ વ્યક્તિને પોતાની અસત્-પ્રવૃત્તિ દ્વારા કષ્ટ આપવું તે હિંસા છે. હિંસાત્મક-વચન અસત્ય છે. હિંસા અને અસત્યનું આચરણ સાધુ માટે વર્ષનીય છે. અચૌર્ય-મહાવ્રત
ત્રીજા મહાવ્રતમાં ચો૨ી ક૨વાનો સંપૂર્ણ ત્યાગ કરવામાં આવે છે. અધિકા૨ીની આજ્ઞા વિના સાધુ કોઈ પણ મકાનમાં રોકાઈ પણ નથી શકતો અને તે સ્વામી અથવા આશ્રિત વ્યક્તિઓની અનુમતિ વિના કોઈને દીક્ષા પણ આપી શકતો નથી. અધિકારીની આજ્ઞા વિના તેનું એક તણખલું પણ સાધુ લઈ શકતો નથી. બ્રહ્મચર્ય-મહાવ્રત
ચોથા મહાવ્રતમાં મૈથુન—અબ્રહ્મચર્યનો સર્વથા પરિત્યાગ
જીવ-અજીવ ૦ ૧૭૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org