________________
કરવામાં આવે છે. સાધુ સ્ત્રી-જાતિનો સ્પર્શ પણ કરી શકતો નથી, ભલેને તે તેની મા કે બહેન પણ કેમ ન હોય. સાધુ સ્ત્રી સાથે એક આસન ઉપર બેસી શકતો નથી. બ્રહ્મચર્ય-વ્રતના પાલન માટે આચાર્ય ભિક્ષુ-રચિત ‘શૌત ઝી નવ વાડ’નું અધ્યયન કરવું જરૂરી છે.
અપરિગ્રહ-મહાવ્રત
પાંચમા મહાવ્રતમાં પરિગ્રહનો સર્વથા પરિત્યાગ કરવામાં આવે છે. સાધુ આવશ્યક ધર્મોપકરણ સિવાય બીજી કોઈ પણ વસ્તુનો સંચય કરતો નથી. ધર્મોપક૨ણ પર પણ તે મમતા કે મૂર્છા કરતો
નથી.
પ્રશ્ન—સાધુના ધર્મોપકરણો—વસ્ત્રો, પાત્રો અને પુસ્તકો શું પરિગ્રહ નથી ?
ઉત્તર—જે વસ્તુનું ગ્રહણ મમત્વ ભરેલા મન વડે કરવામાં આવે છે તેનું નામ પરિગ્રહ છે. સાધુ માત્ર સંયમ-નિર્વાહ માટે જ આવશ્યક અને મર્યાદિત વસ્ત્રો, પાત્રો વગેરે ગ્રહણ કરે છે. તે ઉપકરણો પરિગ્રહ નથી, ઉલટાં સંયમમાં સહાયક છે. જો તેમને પરિગ્રહ માની લેવામાં આવે તો પછી સાધુનાં શરીરને પણ પરિગ્રહ કેમ ન મનાય ? જેવી રીતે વસ્ત્રો, પાત્રો પરિગ્રહ છે, તેવી જ રીતે શરીર પણ પરિગ્રહ છે. વસ્ત્રો, પાત્રોને આપણે પરિગ્રહ માનીએ અને શરીરને પરિગ્રહ ન માનીએ એવું કેવી રીતે થઈ શકે ? શરીર અનિવાર્ય છે, આથી તે પરિગ્રહ નથી—આ ઉચિત ઉત્તર નથી. જે છોડી શકાય છે, તે જ પરિગ્રહ છે—પરિગ્રહની આ પરિભાષા પણ ઠીક નથી. વાસ્તવમાં જે મૂર્છા(મમત્વ) છે, તે જ પરિગ્રહ છે. મુનિ ન તો લોભના કારણે વસ્ત્રો, પાત્રો ગ્રહણ કરે છે, ન તો તે બધા પર મમતા રાખે છે અને ન તો તેમનો સંગ્રહ કરે છે. આથી કરીને તે ધર્મોપકરણો પરિગ્રહ નથી.
રાત્રિ-ભોજન-વિરતિ
ઉપરોક્ત પાંચ મહાવ્રતો સિવાય એક છઠ્ઠું વ્રત અધિક છે. તેમાં જીવન-પર્યંત રાત્રિ-ભોજનનો ત્યાગ કરવામાં આવે છે. રાત્રિમાં કોઈ પણ ખાવા-પીવાની ચીજ પાસે રાખવી તે સાધુ માટે નિષિદ્ધ છે. સાધુ રાત્રિમાં કંઈ પણ ખાઈ-પી શકતો નથી.
Jain Educationa International
ત્રેવીસમો બોલ ૦ ૧૭૩
For Personal and Private Use Only
www.jainelibrary.org