________________
અંધકાર ભાવાત્મક હોઈ જ કઈ રીતે શકે, જ્યારે તેનો કાળો રંગ સ્પષ્ટ નજરે પડે છે ? જેનું અસ્તિત્વ જ નથી તેનો રંગ પણ હોઈ શકે જ નહીં. આથી અંધકાર પૌદ્ગલિક છે.
પુદ્ગલનો સંસારી જીવો સાથે ઘનિષ્ટ સંબંધ છે અને તે અનેક પ્રકારે તેમના કામમાં આવે છે.
‘વ્યનિમિત્તે ત્તિ સંસાળિાં વીર્યમુવનાયતે' અર્થાત્ સંસારી જીવોનું જેટલું પણ વીર્ય—પરાક્રમ છે, તે બધું પુદ્ગલોની સહાયતાથી થાય છે. પુદ્ગલો કેવી રીતે સંસારી જીવોના વ્યવહારમાં આવે છે, તે સમજવા માટે ભિન્ન-ભિન્ન પુદ્ગલ-વર્ગણાઓ જાણી લેવી જરૂરી છે.
વર્ગણા-સમાન-જાતિવાળા પુદ્ગલ-સ્કંધો—તેમના અનેક ભેદો છે, જેમ કે—મનો-વર્ગણા, ભાષા-વર્ગણા, શ૨ી૨-વર્ગણા, ઔદારિક-વર્ગણા, વૈક્રિય-વર્ગણા, આહારક-વર્ગણા, તૈજસવર્ગણા, કાર્યણ-વર્ગણા, શ્વાસોચ્છ્વાસ-વર્ગણા.
જે પુદ્ગલ-સમૂહની સહાયતાથી આત્મા વિચાર કરવામાં પ્રવૃત્ત થાય છે, તેને મનો-વર્ગણા કહે છે.
જે પુદ્ગલ-સમૂહની સહાયતાથી આત્મા બોલવામાં પ્રવૃત્ત થાય છે, તેને ભાષા-વર્ગણા કહે છે.
જે પુદ્ગલ-સમૂહની સહાયતાથી આત્માને પૌદ્ગલિક સુખદુઃખની અનુભૂતિ અને તેની હલન-ચલનની ક્રિયા થાય છે, તેને શ૨ી૨-વર્ગણા કહે છે.
જે પુદ્ગલ-સમૂહ વડે આપણું શરીર બને છે, તેને ઔદારિકવર્ગણા કહે છે.
જે પુદ્ગલ-સમૂહ વડે આપણે ઇચ્છાનુસાર આકૃતિઓને બદલી શકીએ—એવું શરીર બને છે, તેને વૈક્રિય-વર્ગણા કહે છે.
જે પુદ્ગલ-સમૂહ વડે એક વિચિત્ર શક્તિવાળું પૂતળું બનાવવામાં આવે છે, તેને આહારક-વર્ગણા કહે છે. એક વિશિષ્ટ યોગ-શક્તિવાળા યોગીને જ્યારે કોઈ વ્યક્તિ ગહન વિષયનો પ્રશ્ન પૂછે છે અને તે યોગી તેનો જવાબ દેવામાં અસમર્થ હોય છે, ત્યારે આહા૨ક-વર્ગણા વડે પુદ્ગલોને ગ્રહણ કરીને તે યોગી એક સુંદર આકૃતિવાળું પૂતળું બનાવે છે અને તેને સર્વજ્ઞની પાસે મોકલીને
જીવ અજીવ ૦ ૧૫૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org