________________
પેલા પ્રશ્નનો ઉત્તર મંગાવે છે. પૂતળું પ્રશ્નનો ઉત્તર લઈને પાછું ફરે છે. આ રીતે યોગી પ્રશ્નકર્તાને યોગ્ય ઉત્તર આપી દે છે. આ બધી ક્રિયાઓ એટલા ઓછા સમયમાં થઈ જાય છે કે પ્રશ્ન પૂછનારને તો પત્તો જ નથી લાગતો કે પોતાના પ્રશ્નનો ઉત્તર મેળવવામાં સહેજ વિલંબ થયો છે.
જે પુગલ-સમૂહ વડે તૈજસ-શરીર બને છે, તેને તૈજસ-વર્ગણા કહે છે.
જે પુદ્ગલ-સમૂહ વડે કાર્મણ-શરીર બને છે, તેને કાર્મણ-વર્ગણા કહે છે.
જે પુદ્ગલોને શ્વાસોચ્છવાસ-રૂપે ગ્રહણ કરવામાં આવે છે, તેમને શ્વાસોચ્છવાસ-વર્ગણા કહે છે.
આધુનિક વૈજ્ઞાનિકો દ્વારા સંમત સોથી વધુ તત્ત્વોનો પુગલદ્રવ્યોમાં સમાવેશ થઈ જાય છે. વૈજ્ઞાનિકોની પરિભાષા મુજબ તત્ત્વો તે પદાર્થો છે, જે કોઈપણ રાસાયણિક ક્રિયાથી પોતાના સ્વરૂપ અને ધર્મનો ત્યાગ કરતા નથી. સોનું, ચાંદી, લોઢું, ગંધક, પારો— આ બધાં તત્ત્વો છે. તેમને ગરમ કે ઠંડા કરીને તરલ અથવા બાષ્પરૂપી બનાવી શકાય છે, પણ તેમાંથી કોઈ બીજો પદાર્થ નીકળી શકતો નથી. લોઢું લોઢું જ રહેશે અને ગંધક ગંધક જ. બીજો કોઈ પદાર્થ જે તત્ત્વોના મિશ્રણથી બને છે, તેને મિશ્ર-પદાર્થ કહે છે, જેવી રીતે પાણી મિશ્ર છે. પાણીના એક અણુમાં બે પરમાણુ હાઈડ્રોજન અને એક પરમાણુ ઓક્સીજનનો હોય છે. તત્ત્વ અને મિશ્ર(Elements and Compounds)–આ બંને વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ-યુક્ત છે, આથી પુદ્ગલ દ્રવ્યો છે. અન્ય દાર્શનિકો જે મૂર્તિમાન વસ્તુઓ માટે ભૌતિક શબ્દનો પ્રયોગ કરે છે, જૈન-દર્શન તેમના માટે પૌગલિક શબ્દનો પ્રયોગ કરે છે. ૬. જીવાસ્તિકાય
જીવનો અર્થ છે–પ્રાણ ધારણ કરનાર. અસ્તિકાયનો અર્થ છે–પ્રદેશ-સમૂહ.
પ્રશ્ન–પ્રાણ ધારણ કરનારા જ જીવો છે, આ પરિભાષામાં મુક્ત આત્માઓનો સમાવેશ કઈ રીતે થશે?
ઉત્તર–પ્રાણ બે પ્રકારના હોય છે—દ્રવ્ય-પ્રાણ અને ભાવ=
વીસમો બોલ, ૧૫૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org