________________
પ્રાણ. દ્રવ્ય-પ્રાણ દસ છે, જે છઠ્ઠા બોલમાં કહેવાઈ ગયું છે. ભાવપ્રાણ જ્ઞાન, દર્શન વગેરે છે. સંસારી જીવોમાં બંને ય પ્રકારના પ્રાણ જોવા મળે છે. મુક્ત જીવોમાં માત્ર ભાવ-પ્રાણ હોય છે.
દ્રવ્યથી જીવ અનંત-દ્રવ્ય છે. ક્ષેત્રથી તે લોક-પ્રમાણ છે. કાળથી તે અનાદિ-અનંત છે. ભાવથી તે અરૂપી છે. ગુણથી તે ચેતન-ગુણવાળો છે.
જીવના પ્રદેશો અસંખ્ય છે. આવા અસંખ્ય-પ્રદેશોવાળા જીવો અનંત છે. તેઓ ધર્માસ્તિકાય વગેરેની જેમ અસંખ્ય-પ્રદેશાત્મક એક જ અવિભાજ્ય પિંડ નથી. એટલા માટે જીવાસ્તિકાયને દ્રવ્યરૂપે અનંત-દ્રવ્ય કહેવામાં આવ્યું છે.
જીવાસ્તિકાયને લોક-પ્રમાણ કહેવાનો અર્થ એ નથી કે એક જ જીવ સમગ્ર લોકમાં વ્યાપ્ત છે. આશય એવો છે કે લોકમાં એવું કોઈ પણ સ્થાન નથી જયાં જીવ ન હોય.
આત્મા ન તો ક્યારેય ઉત્પન્ન થયો છે અને ન કોઈ તેને ઉત્પન્ન કરનાર છે, આથી તે અનાદિ છે. જે તત્ત્વની આદિ નથી, તેનો અંત પણ નથી હોતો. એટલા માટે જીવ અનંત પણ છે.
આત્મા અમૂર્ત છે છતાં પણ સ્વ-સંવેદન(પોતાપણાનો અનુભવ) વગેરેથી આત્માનું સ્પષ્ટરૂપે ભાન થાય છે. જો આત્મા ન હોય તો
હું છું” એવું જ્ઞાન કોને થશે? અનુમાનથી પણ આત્માનું અસ્તિત્વ જાણી શકાય છે. જ્યારે આપણને અચેતન-પદાર્થ મળ્યો છે તો તેનું વિરોધી કોઈ ચેતન-દ્રવ્ય જરૂર મળવું જોઈએ. કેમ કે પ્રતિપક્ષપદાર્થ વિના માત્ર એક દ્રવ્યનું અસ્તિત્વ જાણી શકાય છે. જો ચેતન નામનું કોઈ દ્રવ્ય જ નથી તો પછી ન-ચેતન–અચેતન—એ શબ્દની રચના કયા આધાર પર કરવામાં આવી ? અત્યંતભાવ ત્યારે બતાવી શકાય છે જ્યારે કે તેનો કોઈ વિરોધી-પદાર્થ હોય. ચેતન અને અચેતનમાં અત્યંતાભાવ છે. આથી ચેતન-દ્રવ્યનું અસ્તિત્વ પણ અનિવાર્ય છે. જીવનો ગુણ ચૈતન્ય છે. જીવના અસંખ્ય-પ્રદેશો છે. તે બધા ય
= એ જીવ-અજીવ, ૧૫૬ .
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org