________________
ચેતનાધર્મી છે. જીવ અસંખ્ય જ્ઞાનમય પ્રદેશોનો એક અવિભાજ્ય પિંડ છે, પરંતુ એવું નથી કે અસંખ્ય આત્માઓ મળીને એક આત્મા બને છે. પ્રાણીમાત્રમાં અનંત જ્ઞાન વિદ્યમાન છે. પરંતુ તે કર્મના આવરણથી ઢંકાયેલું રહે છે. કર્મનું આવરણ જેટલું બળવાન હોય છે, જ્ઞાન તેટલું જ અધિક દબાયેલું રહે છે અને આવરણ જેમ-જેમ દુર્બળ થતું જાય છે, તેમ-તેમ જ્ઞાન પ્રકટ થતું જાય છે. જ્યારે આવરણનો સર્વથા અભાવ થઈ જાય છે ત્યારે આત્મા સર્વજ્ઞ બની જાય છે. આવરણ અધિકમાં અધિક હોય ત્યારે પણ જ્ઞાનનો કેટલોક અંશ તો પ્રકટ રહે છે જ. જો જ્ઞાન સર્વથા આચ્છાદિત થઈ જાય તો પછી જીવ અને અજીવમાં તફાવત જ શું રહે ? એક ઇન્દ્રિયવાળા જીવમાં પણ સ્પર્શન ઇન્દ્રિયનું જ્ઞાન હોય છે. આથી કરીને ચેતનાગુણ વડે આત્માને જાણી શકાય છે અને તે ગુણ ત્રિકાળવર્તી છે.
દ્રવ્ય છ એટલા માટે માનવામાં આવ્યા છે કે તેમના એ ગુણો બીજા સાથે મળતાં નથી. જેમનામાં ત્રિકાળ-સહચારી કોઈ પણ વિશેષ ગુણ ન હોય, તે સ્વતંત્ર દ્રવ્ય નથી હોતું. આપણને આ વિશેષ ગુણો સિવાય કોઈ પણ એવો ગુણ નથી મળતો કે જે અનેક દ્રવ્યોમાં ન મળતો હોય અને જે ગુણ અનેક દ્રવ્યોમાં મળે, તેના વડે આપણે કોઈ એક સ્વતંત્ર દ્રવ્યનું અસ્તિત્વ માની શકતા નથી. એટલા માટે દ્રવ્ય છ જ છે. પ્રત્યેક દ્રવ્યના પર્યાયો અનંત હોય છે.
Jain Educationa International
વીસમો બોલ ૦ ૧૫૭
For Personal and Private Use Only
www.jainelibrary.org