________________
રાશિ બે
૧. જીવ રાશિ
૨. અજીવ રાશિ
જ્યારે આપણે દુનિયાભરની વસ્તુઓને પૃથ-પૃથક્ કરવા લાગીએ છીએ, ત્યારે તેમને કેટલાય હજા૨ વિભાગોમાં વહેંચી નાખીએ છીએ, જેમ કે—મનુષ્ય, ગાય, ભેંસ, ઊંટ, મકાન, કોટ, વાસણ વગેરે અને જ્યારે પાછા ફરીએ છીએ—એકીકરણ તરફ ગતિ કરીએ છીએ, ત્યારે આપણને મૂળ રૂપમાં બે જ પદાર્થ-વિભાગો મળે છે—એક ચેતન—જ્ઞાનવાન આત્માઓનો વિભાગ અને બીજો અચેતન—જ્ઞાનરહિત જડ પદાર્થોનો વિભાગ. આપણે એમ નિશ્ચયપૂર્વક કહી શકીએ છીએ કે જગતમાં આ બે વિભાગો સિવાય બીજું કશું નથી અથવા એમ પણ કહી શકાય છે કે જગતનું અસ્તિત્વ આ બેના અસ્તિત્વ પર જ આધારિત છે. ષડ્-દ્રવ્ય અને નવ તત્ત્વ આમનાથી જુદા નથી.
એકવીસમો બોલ
જ્યારે આપણે વિશ્વની સ્થિતિને સમજવા માટે આગળ વધીએ છીએ, ત્યારે આની સંખ્યા બેથી વધી છ થઈ જાય છે.
આત્માની મુક્તિ કેવી રીતે થઈ શકે છે ? જીવ કે અજીવની કઈ-કઈ દશાઓ મુક્તિની બાધક અને સાધક છે ? આ જીજ્ઞાસા તેમને બેમાંથી નવમાં લઈ જાય છે. ત્યાં અજીવના ચાર(અજીવ, પુણ્ય, પાપ અને બંધ) તથા જીવના પાંચ(જીવ, આશ્રવ, સંવ, નિર્જરા અને મોક્ષ) વિભાગો બની જાય છે.
જીવ-અજીવ ૰૧૫૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org