________________
પરંતુ વાસ્તવમાં તત્ત્વો બે જ છે. આ છ અને નવ વિભાગો તો એક વિશેષ ઉપયોગિતા અથવા સમજવાની સગવડ માટે કરવામાં આવેલા છે. આપણે આ બંને વિભિન્ન વર્ગોનો જાણ્યા વિના એ કદી નથી જાણી શકતા કે વિશ્વના કાર્યસંચાલનમાં જીવ અને અજીવનો શું-શું ઉપયોગ છે.
ધર્માસ્તિકાય વિશ્વની ગતિશીલતા–સક્રિયતામાં સહાયક છે. દુનિયામાં જે કંઈ હલન-ચલન, કંપન, સૂક્ષ્માતિસૂક્ષ્મ સ્પંદન સુદ્ધાં હોય છે, તે બધું તેની જ સહાયતાથી થાય છે. અધર્માસ્તિકાય બરાબર તેનું જ પ્રતિપક્ષી છે. સ્થિરતામાં તેનો ફાળો છે. બીજા શબ્દોમાં, આપણે આમાંથી પ્રથમને સક્રિયતાનું સહાયક અને બીજાને નિષ્ક્રિયતાનું સહાયક કહી શકીએ છીએ. જો કે સક્રિયતા અને નિષ્ક્રિયતા વસ્તુઓની પોતાની શક્તિનું પરિણામ છે, તો પણ તેમના સહયોગ વિના તે થઈ નથી શકતી. આકાશ આશ્રય દેવાને કારણે ઉપકારી છે. આ ચરાચર જગત તેના જ આધારે ટક્યું છે. કાળ(સમય) વડે સંસારનો બધો કાર્યક્રમ વિધિવત્ સંચાલિત થાય છે. આ તેનો સ્પષ્ટ ઉપકાર છે. પુદ્ગલ વિના દેહધારી પ્રાણી પોતાનો નિર્વાહ જ નથી કરી શકતા. શ્વાસ-નિશ્વાસથી માંડીને ખાવાનું-પીવાનું, પહેરવાનું વગેરે બધાં કાર્યોમાં પૌગલિક વસ્તુઓ જ કામમાં આવે છે. શરીર પોતે જ પૌગલિક છે. મન-વચનની પ્રવૃત્તિ પણ પુદ્ગલોની સહાયતાથી થાય છે. આત્માઓ તેમનો ઉપયોગ કરનાર છે, ચેતનાશીલ છે. આ છ દ્રવ્યોના ઉપકારોને– કાર્યોને એકત્ર કરવાથી આખા ય વિશ્વનું સંસ્થાન આપણી આંખોની સામે આવી જાય છે.
લોક-સ્થિતિની જાણકારીમાં અજીવ અંતર્ગત પદાર્થોનો જેટલો સંબંધ છે, તેટલો જીવની વિભિન્ન દશાઓનો નહીં. તેમની જાણકારી તો આત્મસાધક માટે આવશ્યક છે. જીવ અને અજીવ–આ બે તો મૂળ છે. પુણ્ય-પાપ અને બંધ વડે આત્મા બંધાય છે, તેને ભૌતિક સુખ અને દુઃખ મળે છે. આથી આ ત્રણે ય મુક્તિના બાધક છે. સંવરથી આગામી કર્મોનો નિરોધ થાય છે. નિર્જરાથી પહેલાં બંધાયેલાં કર્મો નાશ પામે છે, આત્મા ઉજ્વળ બને છે. એટલા માટે એ બંને મોક્ષના સાધક છે. મોક્ષ આત્માની કર્મ-મલ-રહિત વિશુદ્ધ અવસ્થા છે.
જ એકવીસમો બોલ, ૧૫૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org