________________
આ બધાને આપણે મૌલિક દૃષ્ટિથી જોઈએ તો પુણ્ય, પાપ અને બંધ–આ અજીવની અવસ્થાઓ છે અને આશ્રવ, સંવર, નિર્જરા અને મોક્ષ–આ જીવની અવસ્થાઓ છે. છ દ્રવ્યોથી આમાં એ વિશેષતા છે કે એમનામાં જીવનો કોઈ પણ વિભાગ નથી અને આમનામાં જીવની ચાર વધુ વિશેષ અવસ્થાઓ પણ બતાવવામાં આવી છે. એમનામાં અજીવ અંતર્ગત પાંચ સ્વતંત્ર દ્રવ્યોનો નિર્દેશ છે અને આમનામાં અજીવ(પુદ્ગલ)ની ત્રણ વધુ વિશેષ અવસ્થાઓ પણ બતાવવામાં આવી છે. ફળસ્વરૂપે છ દ્રવ્યોમાં એક દ્રવ્ય જીવ અને પાંચ દ્રવ્ય અજીવ, નવ તત્ત્વોમાં પાંચ તત્ત્વ જીવ અને ચાર તત્ત્વ અજીવ છે. આથી એમ સિદ્ધ થાય છે કે વિશ્વમાં મૂળ તત્ત્વવિભાગ બે જ છે -એક જીવ-વિભાગ અને બીજો અજીવ-વિભાગ. જીવ-વિભાગમાં બધા જીવો અને અજીવ-વિભાગમાં બધા અજીવો સમાઈ જાય છે. અથવા તો એમ કહેવું જોઈએ કે આમાં સમગ્ર લોક સમાઈ જાય છે.
જીવ-જીવ ૦ ૧૬૦ ૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org