________________
અનંત પરમાણુ મળે છે ત્યારે અનંત-પ્રદેશી અંધ બની જાય છે. કેટલાય અનંત-પ્રદેશી કંધો વડે કોઈ સ્થિર વસ્તુનું નિર્માણ થઈ જાય છે. સૂક્ષ્મતા-સ્થૂળતા:
સૂક્ષ્મતા અને સ્થૂળતા પણ પુગલમાંથી પ્રાપ્ત થાય છે. પુદ્ગલ સિવાયના અન્ય દ્રવ્યો નાના-મોટા, હલકા-ભારે નથી હોતા. પૌગલિક વસ્તુ કોઈ નાની હોય છે, કોઈ મોટી. કોઈ હલકી હોય છે, કોઈ ભારે. જે વસ્તુના પુદ્ગલો અધિક ફેલાયેલા હોય છે, તે મોટી કહેવાય છે અને જે વસ્તુના પુગલો સંકુચિત હોય છે, તે નાની કહેવાય છે. લઘુસ્પર્શવાળી વસ્તુનું વજન ઓછું હોય છે, આથી તે હલકી કહેવાય છે અને ગુરુસ્પર્શવાળી વસ્તુનું વજન અધિક હોય છે, આથી તે ભારે કહેવાય છે. છાયા
છાયા પણ પૌગલિક છે. પૌગલિક પદાર્થોના પુદ્ગલો પ્રતિક્ષણ પરિવર્તિત થતા રહે છે. પૌગલિક વસ્તુઓ ચયઅપચયધર્મવાળી અને કિરણયુક્ત હોય છે. પ્રતિક્ષણ એમાંથી તદાકાર કિરણો નીકળ્યા કરે છે, જે પોતાને અનુકૂળ સામગ્રી પ્રાપ્ત કરીને તે જ રૂપમાં પરિણત થઈ જાય છે. આ પૌદ્ગલિક પરિણતિનું નામ છાયા છે. અસ્વચ્છ પદાર્થમાં થનારી છાયા દિવસે શ્યામ અને રાત્રે કાળી હોય છે તથા સ્વચ્છ પદાર્થમાં છાયા પોતપોતાના આકાર જેવી જ હોય છે. પ્રકાશ-અંધકાર
પ્રકાશ પણ પૌદ્ગલિક છે. અંધકાર પ્રકાશ-પ્રતિરોધક (આચ્છાદક) પુદ્ગલ છે. અંધકાર પ્રકાશનો અભાવ નથી, પરંતુ પ્રકાશનું વિરોધી ભાવાત્મક દ્રવ્ય છે. જેવી રીતે સઘન વરસાદના કારણે અન્ય પદાર્થો છુપાઈ જાય છે અને માત્ર વરસાદ જ દેખાય છે, તેવી જ રીતે સઘન અંધકાર પણ અન્ય પદાર્થોને ઢાંકી દે છે અને તે જ માત્ર નજરે પડે છે. દીવાલ, છત વગેરે જેમ પોતાનાથી જુદી વસ્તુઓને ઢાંકનાર હોવા છતાં પણ ભાવાત્મક છે, તેવી જ રીતે અંધકાર પણ પદાર્થોને ઢાંકનાર ભાવાત્મક-દ્રવ્ય છે. વરસાદ બંધ થઈ જાય ત્યારે અને દીવાલ વગેરે તૂટી જાય ત્યારે પાછળની વસ્તુઓ જેમ દેખાવા લાગે છે, તેવી જ રીતે અંધકારનો નાશ થવાથી સમસ્ત પદાર્થો દૃષ્ટિગોચર થવા લાગે છે.
= = વીસમો બોલ૦ ૧૫ર શ====
-
-
1 11 Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org