________________
ગુણથી તે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ ગુણવાળો છે.
આપણે જેમને આંખોથી જોઈએ છીએ, જીભથી ચાખીએ છીએ, નાકથી સૂંઘીએ છીએ, ચામડીથી અડીએ છીએ, તે બધી વસ્તુઓ પૌગલિક છે એટલા માટે પુગલ-દ્રવ્યનું લક્ષણ રૂપ, રસ, ગંધ અને સ્પર્શ બતાવવામાં આવેલ છે.
પુગલ-દ્રવ્ય મૂર્તિ છે. મૂર્તિ તે જ દ્રવ્ય હોઈ શકે છે જેમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ હોય. પુદ્ગલ સિવાય અન્યપાંચેય દ્રવ્યો અમૂર્ત છે, અરૂપી છે. તેમનામાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ નથી હોતાં, એટલા માટે આપણે આત્મા અને ધર્માસ્તિકાય વગેરેને જોઈ નથી શકતા. કેવળજ્ઞાનને છોડીને બાકીના ચાર જ્ઞાનોનો વિષય માત્ર પુદ્ગલ દ્રવ્ય જ છે. અમૂર્ત-દ્રવ્ય માત્ર કેવળજ્ઞાનનો વિષય છે. શબ્દ, ગંધ, સૂક્ષ્મતા, સ્થૂળતા, છાયા, પ્રકાશ, અંધકાર વગેરે બધી પુદ્ગલ-દ્રવ્યની અવસ્થાઓ છે. શબ્દ
શબ્દ પૌગલિક છે. તેમાં સ્પર્શ વગેરે પુદ્ગલના લક્ષણો વિદ્યમાન છે. પથ્થર સ્પર્શ-યુક્ત છે, તેના સંઘર્ષથી શબ્દ નીકળે છે, તે જ રીતે શબ્દના ટકરાવાથી ગુફા વગેરેમાં પડઘા પડે છે. ટેલિફોન, ટેલિગ્રાફ, વાયરલેસ, ફોનોગ્રામ વગેરે વડે શબ્દનું પૌગલિકત્વ સ્પષ્ટ જ છે. યંત્ર માત્ર મૂર્ત-દ્રવ્યને જ ગ્રહણ કરી શકે છે, અમૂર્ત-દ્રવ્યને નહીં. પુદ્ગલ સિવાયના અન્ય બધા દ્રવ્યો અમૂર્ત છે. આથી શબ્દ પૌગલિક છે. બંધ
બંધ પણ પૌગલિક છે. બંધનો અર્થ છે એકત્વ-પરિણામ. આ એકત્વ-પરિણામ અર્થાત્ પારસ્પરિક સંબંધથી જ પૌગલિક સ્કંધ બને છે. એક પરમાણુનો બીજા પરમાણુ સાથે સંબંધ થવામાં સ્નિગ્ધત્વ(ચિકાશ) અને રુક્ષત્વ(ખાપણું)ની અપેક્ષા રહે છે. માત્ર સંયોગમાત્રથી પરમાણુઓના દ્વિ-અણુ વગેરે સ્કંધો બનતા નથી. સ્નિગ્ધત્વ અને રુક્ષત્વ પૂર્વકથિત આઠ સ્પર્શેમાંથી બે સ્પર્શે છે. સ્પર્શ યુગલનો સ્વભાવ છે, એટલા માટે બંધ પણ પુગલની અવસ્થા છે. અમૂર્ત-દ્રવ્યોનો બંધ નથી થતો કારણ કે તેઓ અવિભાજ્ય છે, તેમના કોઈ જુદા ભાગો નથી. માત્ર પુગલ-દ્રવ્ય જ એક એવું દ્રવ્ય છે કે જે એક-બીજા સાથે ભળી જાય છે. જયારે
=== જીવ-અજીવ ૧૫ર છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org