________________
પ્રશ્ન—લો કાકાશના પ્રદેશો અસંખ્ય છે અને પુદ્ગલો અનંતાનંત છે. આ અવસ્થામાં લોક-પ્રમાણ અવગાહ કેવી રીતે ઘટી શકે ?
ઉત્તર–પરિણમનની વિચિત્રતાને કારણે પરિમિત લોકમાં અનંત પુગલો રહી શકે છે. એક પરમાણુ એક આકાશ-પ્રદેશમાં રહી શકે છે, તેવી જ રીતે દ્વિ-પ્રદેશી, સંખ્યાત-પ્રદેશી, અસંખ્યાતપ્રદેશથી લઈ અનંત-પ્રદેશી ઢંધ પણ પરમાણુની જેમ જ સઘન પરિણતિના યોગથી એક આકાશ-પ્રદેશમાં રહી શકે છે અને જ્યારે તેઓ વિકસિત થાય છે ત્યારે દ્વિ-પ્રદેશી બે-આકાશ પ્રદેશમાં તથા અસંખ્ય-પ્રદેશી અને અનંત-પ્રદેશી અસંખ્ય પ્રદેશાત્મક લોકમાં ફેલાઈ શકે છે. પરંતુ તેઓ પોતાના પ્રમાણથી અધિક ક્ષેત્રમાં ફેલાઈ શકતા નથી, જેમ કે –દ્વિ-પ્રદેશી ઢંધ બે પ્રદેશમાં ફેલાઈ શકે છે. ત્રણ પ્રદેશમાં નહીં. અલ્પ અને અધિક પ્રદેશોનું અવગાહન કરવામાં સઘન અને અસઘન પરિણતિ જ કારણ છે. અધિક પરમાણુવાળો સ્કંધ પણ સઘન પરિણતિથી અલ્પ ક્ષેત્રમાં રહી શકે છે અને તેની અપેક્ષાએ અલ્પ પરમાણુવાળો સ્કંધ અસઘન પરિણતિથી તેનાથી અધિક ક્ષેત્રમાં રહે છે. એક રતલ પારો જેટલા ક્ષેત્રને રોકે છે તેનાથી અધિક એક રતલ લો અને તેનાથી અધિક એક રતલ માટી અને તેનાથી અધિક એક રતલ રૂ; જો કે રૂથી માટીનો, માટીથી લોઢાનો અને લોઢાથી પારાનો પુગલ-પ્રચય અધિક છે. રૂથી માટી, માટીથી લોઢું, લોઢાથી પારાની સઘન પરિણતિ છે, આથી કરીને ક્ષેત્રનું રોકાણ પણ ક્રમશઃ અલ્પ, અલ્પતર થાય છે. જેવી રીતે એક અનંતપ્રદેશી સ્કંધ અસંખ્ય પ્રદેશોમાં સમાઈ જાય છે, તેવી જ રીતે અનંતપ્રદેશ સ્કંધ પણ સમાઈ જાય છે. એક ઓરડામાં જ્યાં એક દીપકનો પ્રકાશ વ્યાપી જાય છે, ત્યાં સેંકડો દીપકોનો પ્રકાશ પણ સમાઈ શકે છે. સઘનતમ લોહપિંડમાં પણ ધમણની હવાથી પ્રેરિત અગ્નિકણો ઘુસી જાય છે અને જ્યારે બુઝાવાય છે ત્યારે પાણીના સૂક્ષ્મ કણો તે જ લોહપિંડની અંદર ઘુસી જાય છે. આનાથી એમ સિદ્ધ થાય છે કે પુગલ-પરિણતિની વિચિત્રતા જ અલ્પ અને અધિક ક્ષેત્રના અવગાહનનું કારણ છે.
કાળથી પગલાસ્તિકાય અનાદિ-અનંત છે. ભાવથી તે રૂપી–મૂર્ત છે. =
= ૭ વીસમો બોલ૦૧૫૧ ૦ =
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org