________________
છીએ અને કંઈક અંશે તેમાં સફળ પણ થઈએ છીએ. પરંતુ તેમનો કેટલાક દિવસો સુધી ઉપયોગ કર્યા પછી તેમાં કોઈ આકર્ષણ બચતું નથી અને આપણે ફરી નવા અધિક શક્તિશાળી યંત્રોનો આવિષ્કાર કરીએ છીએ. આ રીતે નવા-નવા આવિષ્કાર કરવા છતાં પણ આપણે અનુભવીએ છીએ કે વાસ્તવિક રહસ્યનો—પૂર્ણતાનો પત્તો લગાવવામાં આપણે હજુ પણ કેટલા અસહાય છીએ અને અંતમાં આપણે એ પરિણામ પર પહોંચીએ છીએ કે આપણું યંત્ર ભલેને ગમે તેટલું શક્તિશાળી કેમ ન હોય, ઇન્દ્રિય-જ્ઞાનથી ૫૨ વસ્તુને આપણે જાણી જ નથી શકતા. એટલા માટે આપણે ભલેને કેટલોય સમય કે શક્તિ કેમ ન ખર્ચીએ, આપણે તે યંત્રો વડે પદાર્થોના અસલી સ્વરૂપનો પત્તો લગાવી જ નથી શકતા. આ યંત્રો દ્વારા પ્રાપ્ત આજનું જ્ઞાન આવતીકાલે અજ્ઞાનમાં પરિણત થઈ જશે. પાછલા વર્ષનું જ્ઞાન આજ અજ્ઞાન સાબિત થઈ ચૂક્યું છે અને આ શતાબ્દીનું જ્ઞાન પછીની શતાબ્દીમાં અજ્ઞાન પ્રમાણિત થશે.’ અનુમાન દ્વારા આત્માનો બોધ
અનુમાન વડે પણ આત્માનું અસ્તિત્વ જાણી શકાય છે. આપણે હવાને જોઈ નથી શકતા, છતાં પણ સ્પર્શ દ્વારા તેનો બોધ થાય છે. એ જ રીતે આપણે આત્માને જોઈ નથી શકતા, છતાં પણ અનુભવ અને જ્ઞાન પ્રાપ્ત કરવાની શક્તિથી તેને જાણી શકીએ છીએ.
‘એક અંધારા ઓરડામાં પડદા ઉપર સિનેમાની તસવીરો બતાવવામાં આવી રહી છે. આપણે તે તસવીરોને જોઈ રહ્યાં છીએ. કોઈએ તે ઓરડાની બારીઓ અને બારણાં ખોલી દીધાં. પડદા પર હવે સૂર્યનો પ્રકાશ પડવા લાગ્યો અને તસવીરો દેખાતી બંધ થઈ ગઈ. તસવીરો હજુ પણ પડદા પર છે પરંતુ આપણે જોઈ શકતા નથી. આ હાલતમાં શું આપણે પડદા પરની તસવીરોના અસ્તિત્વનો અસ્વીકાર કરી શકીએ છીએ ? ક્યારેય નહીં. એ જ રીતે આપણા પૂર્વ-જન્મની ઘટનાઓ આપણા આત્મા સાથે જોડાયેલી છે, પરંતુ આપણે તે સંબંધમાં જાણી શકતાં નથી, છતાં પણ તેમનું અસ્તિત્વ છે. આપણા વર્તમાન ઇન્દ્રિય-જ્ઞાને તે ઘટનાચક્રનું જ્ઞાન રોકી રાખ્યું છે. આથી કરીને જ્યારે આપણે ઇન્દ્રિય-જ્ઞાનરૂપી બારણાં અને બારીઓ બંધ કરીને માનસિક એકાગ્રતા, આત્મ-ચિંતન અથવા ધ્યાનરૂપી કિરણો વડે જાણવાનો પંદરમો બોલ ૦ ૧૧૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org