________________
પ્રયત્ન કરીએ તો આપણા પૂર્વ-જન્મના સમસ્ત ઘટનાચક્રનું, સમસ્ત અનુભવોનું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ.’
આત્મા અમર છે
આત્માનો ન તો ક્યારેય જન્મ થયો છે અને ન ક્યારેય તેનું મૃત્યુ થશે. તે અનાદિ છે, અનંત છે. અજન્મા છે, નિત્ય છે, શાશ્વત છે. શરીરનું મૃત્યુ થવા છતાં આત્માનું મૃત્યુ નથી થતું.
આ પ્રકૃતિનો અટલ નિયમ છે કે જે વ્યક્તિ જેવું કામ કરે છે તેનું ફળ પણ તે જ ભોગવે છે. કર્તા એક હોય અને ભોક્તા કોઈ બીજો, એવું થઈ નથી શકતું. આ ન્યાયે આ લોકમાં, આ જન્મમાં જે કર્મોનું ફળ ભોગવવાનું બાકી રહી જાય છે તેને બીજા ભવમાં, બીજા જન્મમાં ભોગવવા માટે તે આત્માએ પુનર્જન્મ ધારણ કરવો જ પડશે.
જીવાત્માની આ દેહમાં જેવી રીતે બાળપણ, જુવાની અને વૃદ્ધાવસ્થા હોય છે, તેવી જ રીતે તેને બીજા જન્મની પણ પ્રાપ્તિ થાય છે. આ શરીરમાં બાળપણથી માંડીને વૃદ્ધાવસ્થા સુધી આપણે વિવિધ પ્રકારના પરિવર્તનો જોઈએ છીએ. શરીર ઘણાં અંશે બદલાઈ જવાં છતાં પણ આત્મા નથી બદલાતો. જે આત્મા બાળપણમાં આપણા શરીરની અંદર હતો તે જ વૃદ્ધાવસ્થામાં પણ રહે છે. જો એવું ન હોય તો તો દસ-વીસ વર્ષ પહેલાંની કોઈ ઘટના આપણને યાદ જ ન રહે. જે રીતે વર્તમાન શરીરમાં આટલું પરિવર્તન થવાં છતાં પણ આત્મા નથી બદલાતો, તે જ રીતે મર્યા પછી બીજું શરીર મળવાં છતાં પણ તે નથી બદલાતો. વાસ્તવમાં શરીરોનું પરિવર્તન થતું રહે છે, આત્મા તેનો તે જ રહે છે.
શરીર-શાસ્ત્ર અનુસાર પ્રત્યેક ક્ષણે આપણું મૃત્યુ થઈ રહ્યું છે. એમ કહેવાય છે કે પ્રત્યેક સાતમા વર્ષે આપણા શરીરના સમસ્ત પદાર્થો સંપૂર્ણ રૂપે બદલાઈ જાય છે, છતાં પણ આપણું અસ્તિત્વ વચમાં જ તૂટી જવાના બદલે ટકી રહે છે. આપણે ચૌદ કે એકવીસ વર્ષ પહેલાંની ઘટનાઓને યાદ રાખી શકીએ છીએ. આનાથી એ જ સિદ્ધ થાય છે કે શરીરથી જુદી પણ કોઈ વસ્તુ એવી જરૂર છે કે જે આપણા અસ્તિત્વને સર્વદા ટકાવી રાખે છે—તે આત્મા જ છે.
કોઈ પણ મનુષ્ય એમ ક્યારેય નથી વિચારતો કે એક દિવસ હું નહીં રહું અથવા હું પહેલાં ન હતો, પરંતુ મનુષ્ય દરેક વખતે એમ
Jain Educationa International
જીવ-અજીવ ૦૧૧૬
For Personal and Private Use Only
www.jainelibrary.org