________________
વિચારે છે કે હું સદાકાળથી છું અને સદાયે રહીશ. મનુષ્યની આ સ્વાભાવિક ધારણાને કોઈ દૂર કરી શકતું નથી.
પ્રશ્ન—આત્મા એક શરીરને છોડીને બીજા શરીરમાં પ્રવેશ કેવી રીતે કરી શકે છે ?
ઉત્તર—સૂક્ષ્મ શરીર—કાર્યણ શરીર વડે.
પ્રશ્ન—આત્મા આપણને દેખાતો કેમ નથી?
ઉત્તર—તે અમૂર્ત છે.
પ્રશ્ન -જોયા વિના જ આપણે આત્માનું અસ્તિત્વ કેવી રીતે માની લઈએ ?
ઉત્તર—ન જોવા માત્રથી કોઈ વસ્તુનો અભાવ નથી સિદ્ધ થતો. પ્રશ્ન—આત્માને રૂપ નથી, આકાર નથી, વજન નથી, તો પછી તે પદાર્થ છે શું?
ઉત્તર—રૂપ, આકાર, વજન એક પદાર્થવિશેષનાં પોતાનાં લક્ષણો છે, બધા પદાર્થોનાં નહીં. પદાર્થનું વ્યાપક લક્ષણ અર્થક્રિયાકારિત્વ છે. પદાર્થ તે જ છે જે પ્રતિક્ષણ પોતાની ક્રિયા કરતો રહે. પદાર્થનું બીજું લક્ષણ છે—સત્. સત્નો અર્થ એ છે કે પદાર્થ પૂર્વ-પૂર્વવર્તી અવસ્થાઓને ત્યજતો-ત્યજતો અને ઉત્તર-ઉત્તરવર્તી અવસ્થાઓને પ્રાપ્ત કરતો-કરતો પોતાના અસ્તિત્વને ન ત્યાગે. આત્મામાં પદાર્થનાં બંને લક્ષણો ઘટે છે. આત્માનો ગુણ ચૈતન્ય છે. તે(આત્મા)માં જાણવાની ક્રિયા નિરંતર થતી રહે છે. તે બાળપણ, જુવાની, વૃદ્ધત્વ વગેરે અવસ્થાઓ તથા પશુ, મનુષ્ય વગેરે શરીરનું અતિક્રમણ કરતો છતો પણ ચૈતન્ય-સ્વરૂપને અક્ષુણ્ણ રાખી શકે છે. આથી આત્મા એક સ્વતંત્ર પદાર્થ છે.
તત્કાળ ઉત્પન્ન કૃમિ વગેરે જીવોમાં પણ જન્મની શરૂઆતમાં શરીરનું મમત્વ જોઈ શકાય છે. આ મમત્વ પૂર્વાભાસ વિના સંભવી શકે નહીં. જો પૂર્વભવમાં શરી૨ની સાથે તેમનો સંબંધ જોડાયેલો જ ન હોય તો પછી તેના બચાવની પ્રેરણા એમને કેમ મળે છે અને કેમ તેને સુરક્ષિત રાખવાનો મોહ થાય છે ? આ મોહ કોઈ કા૨ણવિશેષથી છે, નિષ્કારણ નથી. કારણ પૂર્વ-જન્મનાં કર્મો અને સંસ્કારો છે.
Jain Educationa International
પંદરમો બોલ ૦ ૧૧૭
For Personal and Private Use Only
www.jainelibrary.org