________________
જૈન-દર્શન અનુસાર આત્મા કમનો કર્યા છે અને કર્મફળનો ભોક્તા છે. સંસારમાં પરિભ્રમણ કરાવનાર અને મુક્તિમાં લઈ જનાર આત્મા જ છે.
આત્મા નથી, તેનું કોઈપણ પ્રમાણ યુક્તિસંગત નથી. આત્મા છે, તેનું સૌથી બળવાન પ્રમાણ અચૈતન્ય-વિરોધી ચૈતન્ય છે. ચૈતન્ય ચેતના પદાર્થનો જ ગુણ છે. અચેતન પદાર્થ તેનું ઉપાદાન-કારણ બની ન શકે.
જૈન-દર્શન અનુસાર આત્મા દેહ-પરિમાણ છે. આત્મા ન તો આકાશની માફક વ્યાપક છે કે ન અણુરૂપ. જયારે આત્માને નાનું શરીર મળે છે ત્યારે તે સૂકાં ચામડાંની જેમ સંકુચિત થઈ જાય છે અને જયારે તેને મોટું શરીર મળે છે ત્યારે તેના પ્રદેશો જળમાં પડેલાં તેલના ટીપાંની માફક ફેલાઈ જાય છે. આત્માના પ્રદેશોનો સંકોચ અને વિસ્તાર બાધિત નથી. દીપકના પ્રકાશ સાથે તેની તુલના કરી શકાય છે. ખુલ્લા આકાશમાં રાખેલા દીવાનો પ્રકાશ અમુક પરિમાણનો હોય છે. તે જ દીપકને જો ઓરડીમાં મુકી દઈએ તો તે જ પ્રકાશ ઓરડીમાં સમાઈ જાય છે. એક ઘડાની નીચે રાખીએ તો ઘડામાં સમાઈ જાય છે. ઢાંકણીની નીચે રાખીએ તો ઢાંકણીમાં સમાઈ જાય છે. તે જ રીતે કાર્મણ-શરીરના આવરણ વડે આત્મ-પ્રદેશોનો પણ સંકોચ અને વિસ્તાર થયા કરે છે.
જે આત્મા બાળક-શરીરમાં રહે છે તે જ આત્મા યુવક-શરીરમાં રહે છે અને તે જ આત્મા વૃદ્ધ-શરીરમાં રહે છે. સ્થળ-શરીરવ્યાપી આત્મા કૃષ-શરીરવ્યાપી બની જાય છે. કુષ-શરીરવ્યાપી સ્થળશરીરવ્યાપી બની જાય છે. આથી શરીરી આત્માનો સંકોચ અને વિકાસનો સ્વભાવ સ્વતઃ સિદ્ધ છે.
આ વિષયમાં એક શંકા પેદા થઈ શકે છે કે આત્માને શરીરપ્રમાણ માનવાથી તે અવયવ-સહિત થઈ જશે અને અવયવ-સહિત થઈ જવાથી તે અનિત્ય થઈ જશે, કારણ કે જે અવયવ-સહિત હોય છે, તે વિશરણશીલ હોય છે–અનિત્ય હોય છે. ઘડો અવયવસહિત છે, આથી અનિત્ય છે. તેનું સમાધાન એ છે કે એવો કોઈ નિયમ નથી કે જે અવયવ-સહિત હોય છે તે વિશરણશીલ હોય છે. ઘડાનો આકાર, પટનું આકાશ, આ રીતે આકાશ સ-અવયવ છે અને નિત્ય છે, તેવી જ રીતે આત્મા પણ સાવયવ અને નિત્ય છે.
= = જીવ-અજીવ ૦ ૧૧૮ છે.
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org