________________
જે અવયવ કોઈ કારણે એકઠા થાય છે, તે જ પાછા જુદા થઈ શકે છે. જે અવિભાગી અવયવો છે, તે અવયવીથી ક્યારેય છૂટા થઈ શકતા નથી.
વિશ્વની કોઈ પણ વસ્તુ એકાંતરૂપે નિત્ય અને અનિત્ય નથી. પરંતુ નિત્યાનિત્ય છે. આત્મા નિત્ય પણ છે, અનિત્ય પણ છે. આત્માનું ચૈતન્યસ્વરૂપ કદાપિ છૂટતું નથી. આથી તે નિત્ય છે. આત્માના પ્રદેશો ક્યારેક સંકુચિત હોય છે, ક્યારેક વિકસિત હોય છે, ક્યારેક સુખમાં, ક્યારેક દુઃખમાં વગેરે કારણોથી પર્યાયાન્તરથી આત્મા અનિત્ય છે. આથી સ્યાદ્વાદ-દષ્ટિથી સાવયવતા પણ આત્માના શરીર-પરિમાણ હોવામાં બાધક નથી.
વ્યવહારિક રૂપમાં ઓળખાણ માટે જીવનાં આવાં પણ લક્ષણો બતાવવામાં આવ્યાં છે, જેમ કે સજાતીય-જન્મ, સજાતીય-વૃદ્ધિ અને સજાતીય-ઉત્પાદન, વિજાતીય પદાર્થોનું આદાન અને સ્વરૂપમાં પરિણમન અર્થાત્ ગ્રહણ અને ઉત્સર્ગ.
સજાતીય-જન્મ અર્થાત પોતાના જ પ્રકારના કોઈના શરીરમાંથી ઉત્પન્ન થવું. સજાતીય-વૃદ્ધિ અર્થાત ઉત્પન્ન થયા પછી વધવું. સજાતીય-ઉત્પાદન અર્થાત્ પોતાના જ જેવા કોઈને ઉત્પન્ન કરવું. વિજાતીય-પદાર્થનું આદાન અને સ્વરૂપ-પરિણમનનો અર્થ છે વિજાતીય આહારને ગ્રહણ કરવો અને તેને પચાવીને પોતાની ધાતુના રૂપમાં પરિણત કરવો. જડ-પદાર્થોમાં વિજાતીય-દ્રવ્યનો સ્વીકાર અને પરિણમન જોવામાં આવતું નથી. પ્રાણધારીઓમાં વિજાતીય વસ્તુનું જેવી રીતે ગ્રહણ થાય છે, તેવી રીતે ઉત્સર્ગ પણ. ઉપરોક્ત લક્ષણ પ્રાણીઓમાં જ મળે છે, અપ્રાણીઓમાં નહીં. આ લક્ષણો સમસ્ત પ્રાણીમાત્રમાં મળતાં નથી, એટલા માટે ઉપલક્ષણો છે.
કેટલાક લોકો જીવને એક પ્રકારનું શ્રેષ્ઠ યંત્ર સાબિત કરવા ઇચ્છે છે. એવાં અનેક યંત્રો છે જે નિયમિત રૂપે પોતપોતાનું કામ કરે છે. તે જ પ્રકારે મનુષ્ય કે પ્રાણી પણ સહુથી નિપુણ એક યંત્ર છે, જે પોતાનું કામ કરતું રહે છે. આત્મા નામની કોઈ સ્થિર વસ્તુ નથી–આ યુક્તિની દુર્બળતા બતાવવા માટે ઉપરોક્ત લક્ષણો ઉપયોગી છે. યંત્ર ભલેને ગમે તેટલું સારું કેમ ન હોય પરંતુ ન તો તે પોતાના સજાતીય યંત્રોમાંથી ઉત્પન્ન થાય છે અને ન ઉત્પન્ન
= ૭ પંદરમો બોલ૦૧૧૯ =
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org