________________
થયા પછી વધે છે અને ન કોઈ સજાતીય યંત્રનું ઉત્પાદન પણ કરે છે. એટલા માટે આત્મા અને યંત્રની સ્થિતિ એકસરખી નથી. આ ઉપરાંત ખાવું-પીવું વગેરે આત્માનું કોઈ વ્યાપક લક્ષણ નથી. એન્જિન પણ ખાય છે, પીવે છે, છતાં પણ તે જીવ નથી. મુક્ત જીવો નથી ખાતા, નથી પીતા, તો પણ તેઓ જીવ છે. એ રીતે બીજા પણ અનેક લક્ષણો જીવની ઓળખાણ કરાવવા માટે પ્રસ્તુત કરી શકાય છે, પરંતુ તે બધામાં જીવનું વ્યાપક લક્ષણ ચૈતન્ય જ છે. કોઈ પણ જીવ એવો નથી જેમાં ચૈતન્ય ન હોય. એક ઇન્દ્રિયવાળા જીવથી લઈને પંચેન્દ્રિય જીવમાં, મન-સહિત જીવમાં, અતીન્દ્રિય જીવમાં, પ્રત્યક્ષ જ્ઞાનવાળા જીવમાં—બધામાં ન્યૂનાધિક રૂપે ચૈતન્ય કે જ્ઞાનની માત્રા ત્રણે કાળમાં નિશ્ચિત રૂપે મળશે. તેનો અર્થ એમ નથી કે જે બુદ્ધિમાન હોય છે તે જ જીવ છે. બુદ્ધિમાન જ્ઞાનના અધિક વિકાસ વડે કહેવાય છે પણ ચૈતન્યનો અર્થ બુદ્ધિમાન થવું નથી, તેનો અર્થ છે—જાણવા કે અનુભવ કરવાની શક્તિનું હોવું. ઓછામાં ઓછું અનુભવરૂપ જ્ઞાન તો પ્રત્યેક આત્મામાં મળશે જ.
Jain Educationa International
જીવ અજીવ ૧૨૦
For Personal and Private Use Only
www.jainelibrary.org