________________
આત્મા અને જીવ
આત્મા જીવનો પર્યાયવાચી શબ્દ છે. દ્રવ્ય-આત્મા અને જીવનો એક જ અર્થ છે. કષાય જીવનો કર્મ-કૃત દોષ છે. યોગ જીવની પ્રવૃત્તિ છે. ઉપયોગ જીવનું લક્ષણ છે. જ્ઞાન જીવનો ગુણ છે. દર્શન જીવની રુચિ છે. ચારિત્ર જીવની નિવૃત્તિરૂપ અવસ્થા છે. વીર્ય જીવની શક્તિ છે. આનો અર્થ એ થયો કે દ્રવ્ય-આત્મા મૂળ જીવ છે અને શેષ આત્માઓમાંથી કોઈ તેનું લક્ષણ છે, કોઈ ગુણ તો કોઈ દોષ. જે રીતે એક મૂળ આત્માની અહીં સાત મુખ્ય-મુખ્ય પરિણતિઓ બતાવવામાં આવી છે, તે રીતે તેનું જેટલા પ્રકારનું પરિણમન થાય છે, તેટલા જ આત્માઓ અર્થાત્ અવસ્થાઓ છે. સારાંશ એ થયો કે જીવ પરિણામી-નિત્ય છે. તેની અવસ્થાઓ બદલતી રહે છે અને તે અવસ્થાઓ અનંત છે. આત્મા શબ્દ તે-તે શબ્દોનો બોધક છે.
આત્માનું અસ્તિત્વ
આત્મા અમૂર્ત છે. કાળો, પીળો આદિ વર્ણ-રહિત છે, રૂપરહિત છે, આથી ઇન્દ્રિયો વડે તેનું ગ્રહણ કરી શકાતું નથી. ઇન્દ્રિયજ્ઞાનનો વિષય માત્ર મૂર્ત વિષય જ છે અને આ જ કારણે ઇન્દ્રિયજ્ઞાનના પક્ષપાતીઓ આત્માનું અસ્તિત્વ માનતા નથી. તેઓ કહે છે, ઇન્દ્રિય-જ્ઞાનથી જુદી કોઈ વસ્તુ જ નથી. પરંતુ ધ્યાનપૂર્વક જોવાથી આ કથન અસંગત પ્રતીત થશે. જ્ઞાનની અપૂર્ણતા વસ્તુના અભાવમાં કેવી રીતે માની શકાય ? સૂક્ષ્મ યંત્રોની સહાયથી જોઈ શકાતા કીટાણુઓનો, તે યંત્રોની અવિદ્યમાનતામાં અભાવ કેવી રીતે માની લેવો ? ઇન્દ્રિય-જ્ઞાન પૌદ્ગલિક સાધનોની અપેક્ષા રાખે છે. સાધન જેટલાં પ્રબળ હોય છે, જ્ઞાન તેટલું જ સ્પષ્ટ હોય છેપરંતુ માત્ર મૂર્ત દ્રવ્યનું, અમૂર્તનું નહીં. જે પદાર્થોને આપણે સાધારણ રીતે આંખોથી જોઈ નથી શકતા, તેમને યંત્રોની મદદથી જોઈ શકીએ છીએ અને જેમને યંત્રોની મદદથી પણ જોઈ નથી શકતા તેમને આત્મીય-જ્ઞાનનો અધિક વિકાસ થવાથી જોઈ શકીએ છીએ. તેટલા માટે ઇન્દ્રિયગ્રાહ્ય નહીં હોવાના કારણે આત્મા જ નથી એ વાત કોઈ પણ દૃષ્ટિએ સંગત નથી.
‘ઇન્દ્રિયોના પદાર્થોનું બાહ્ય જ્ઞાન જ થઈ શકે છે, આથી આપણે પદાર્થોનું બારીકીથી નિરીક્ષણ ક૨વા માટે યંત્રોનો આવિષ્કાર કરીએ
જીવ-અજીવ ૦ ૧૧૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org