________________
પંદરમો બોલ
આત્મા આઠ
૧. દ્રવ્ય આત્મા ૫. જ્ઞાન આત્મા ૨. કષાય આત્મા ૬. દર્શન આત્મા ૩. યોગ આત્મા ૭. ચારિત્ર આત્મા ૪. ઉપયોગ આત્મા ૮. વીર્ય આત્મા
જીવની જેટલી પરિણતિઓ છે, જુદા-જુદા પ્રકારની રૂપાંતરિત અવસ્થાઓ છે, એટલા જ આત્માઓ છે. એટલા માટે કે બધા અપ્રતિપાદ્ય છે–તેમનું વર્ણન થઈ શકતું નથી. પ્રસ્તુત બોલમાં મુખ્યપણે આઠ આત્માઓનું જ પ્રતિપાદન કરવામાં આવ્યું છે :
૧. દ્રવ્ય આત્મા–ચૈતન્યમય અસંખ્ય પ્રદેશોનો પિંડ જીવ.
૨. કષાય આત્મા–જીવની ક્રોધ, માન, માયા અને લોભતેમની ચાર ક્લાયમય પરિણતિ.
૩. યોગ આત્મા–જીવની મન, વચન અને કાયા–આ ત્રણની યોગમય પરિણતિ.
૪. ઉપયોગ આત્મા–જીવની જ્ઞાન-દર્શનમય પરિણતિ. ૫. જ્ઞાન આત્મા–જીવની જ્ઞાનમય પરિણતિ. ૬. દર્શન આત્મા–જીવ વગેરે તત્ત્વો પ્રતિ યથાર્થ કે અયથાર્થ શ્રદ્ધા. ૭. ચારિત્ર આત્મા–કર્મોનો વિરોધ કરનાર જીવનું પરિણામ. ૮. વીર્ય આત્મા–જીવનું સામર્થ્ય-વિશેષ.
= પંદરમો બોલ૦ ૧૧૩ =
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org