________________
તે અચેતન હોવાને કારણે સ્વયં વિન્ન કરી શકતું નથી, પરંતુ આત્મા જ પોતાની પ્રવૃત્તિ દ્વારા તેને અપનાવે છે. આત્માની આ અવસ્થા આશ્રવ છે. અપનાવાયેલું અજીવ(પુગલ) તત્ત્વ આત્માની સાથે હળી-મળી જઈ તેના સ્વરૂપને દબાવી રાખે છે. તે અવસ્થા બંધ છે. અપનાવાયેલું અજીવ(પુદ્ગલ) તત્ત્વ આત્માની સાથે નિયત કાળ સુધી જ રહી શકે છે, તે પછી તે જીવને સુખ-દુઃખનો અનુભવ કરાવીને આત્માથી દૂર થઈ જાય છે. આ અવસ્થાનું નામ પુણ્ય કે પાપ છે. જ્યારે-જ્યારે આ નિયમિત કાળની અવધિ પૂર્વે જ આત્મા તેને (કર્મ-પુગલ-સમૂહને) પોતાની શુભ પ્રવૃત્તિ વડે અલગ કરી દે છે, તે અવસ્થા નિર્જરા છે. સ્વરૂપ-પ્રકટનની ઉત્કટ અભિલાષાથી જયારે આત્મા કર્મને અપનાવવાની પ્રવૃત્તિને રોકી દે છે, તે અવસ્થા સંવર છે. આત્મા જ્યારે નવા કર્મ-પુગલોને ગ્રહણ નથી કરતો અને પૂર્વ-સંચિત કર્મોને તોડીને કર્મ-બંધનમાંથી મુક્ત થઈ જાય છે તે અવસ્થા મોક્ષ છે.
જીવ મૂળ તત્ત્વ છે. અજીવ તેનું વિરોધી તત્ત્વ છે. બંધ, પુણ્ય અને પાપ–ત્રણે જીવ દ્વારા થનારી અજીવની અવસ્થાઓ છે અને આત્માના સ્વરૂપ-પ્રકટનમાં બાધક છે. આશ્રવ આત્માની બાધક અવસ્થા છે. સંવ૨ અને નિર્જરા આત્માની સાધક અવસ્થાઓ છે. મોક્ષ આત્માનું સ્વરૂપ છે.
છે
જીવ-અજીવ ૦૧ ૧૨ .
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org