________________
થઈને અટકી જાય છે. કોઈને કોઈ દિવસે તેમના સુખની પણ સમાપ્તિ થઈ જાય છે. આવી દશામાં તો અનંત સુખની કલ્પના પણ જીવને માટે સ્વપ્રવત્ છે. તેનો અર્થ તો એ થયો કે જીવ અનંતકાળ સુધી ભટકતો જ રહેશે, તેનું ભટકવાનું ક્યારેય બંધ થશે નહીં. તેને ક્યારેય પણ અનંત સુખ નહીં મળે.
જૈન-દર્શન અનુસાર અનંત જીવ મુક્ત થઈ ચૂક્યા છે, અનંત જીવો મુક્ત થશે. સંસારમાં અનંત જીવો છે અને અનંત જીવોની મુક્તિ થવા છતાં પણ અનંત જીવો બાકી રહેશે. સંસારનો અંત ક્યારેય નહિ આવે. તે અનાદિ અને અનંત છે. ગણિતના વિદ્યાર્થીને જો પૂછવામાં આવે કે અનંત સંખ્યામાંથી અનંત બાદ કરવામાં આવે તો શેષ શું વધશે ? જવાબ મળશે અનંત જ શેષ વધશે. પછી અનંત જીવોવાળો સંસાર ખાલી કઈ રીતે રહેશે?
અખિલ વિશ્વના જીવોની સંખ્યા સાથે જો મુક્ત થનારા જીવોની સંખ્યાની તુલના કરવામાં આવે તો તે સમુદ્રના જળમાં ટીપાં જેટલી પણ નહીં થાય. એવી હાલતમાં એવી શંકા કરવી કે જીવોનો મુક્ત થવાનો ક્રમ બરાબર ચાલુ રહેશે અને મુક્ત જીવો ફરી સંસારમાં પાછા નહીં ફરે તો સાંસારિક જીવોની સંખ્યા એક દિવસ શૂન્ય થઈ જશે. આ તો બરાબર એવું છે કે એક કીડી સતત પાણી ઉલેચતી રહે તો સમુદ્રનું પાણી એક દિવસ ખલાસ થઈ જશે.
જૈન-સિદ્ધાંત અનુસાર બધા કર્મો સંપૂર્ણ રૂપમાં નાશ પામે ત્યારે જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. જેમના કર્મ સંપૂર્ણ રૂપે નષ્ટ થઈ ચૂક્યાં છે તેવા મુક્ત જીવો કર્મોના અભાવમાં સંસારમાં ફરી આવી જ કેવી રીતે શકે ? જો તેઓ ફરી સંસારમાં આવે તો તો પછી કહેવું પડશે કે તેઓ મુક્ત નથી.
મુખ્યત્વે તત્ત્વ બે છે—જીવ અને અજીવ. પરંતુ મોક્ષ-સાધનાનું રહસ્ય બતાવવા માટે તેમના નવ ભેદ કરવામાં આવ્યા છે. આ નવ ભેદોમાં પ્રથમ ભેદ જીવનો છે, અંતિમ ભેદ મોક્ષનો છે. વચ્ચેના ભેદોમાં મોક્ષની સાધક-બાધક અવસ્થાઓનું વર્ણન છે.
આત્માનું વાસ્તવિક સ્વરૂપ ચૈતન્ય છે. આત્મા પોતાના સ્વરૂપને પ્રગટ કરવા ઇચ્છે છે, પરંતુ બાધક તત્ત્વ તેને પોતાના સ્વરૂપ સુધી પહોંચવામાં વિઘ્ન નાખે છે. આ બાધક તત્ત્વ છે અજીવ, અચેતન.
Jain Educationa International
ચૌદમો બોલ ૦ ૧૧ ૧
For Personal and Private Use Only
www.jainelibrary.org