________________
પરમ શાંતિ છે. તે મેળવીને જીવ કૃતકૃત્ય થઈ જાય છે. આ જ સુખની ૫૨મ સીમા છે. આ જ પરમ ગતિ છે. આ જ મુક્તિ છે, મોક્ષ છે, નિર્વાણ છે.
કેટલાક લોકો સ્વર્ગને જ સુખની અવધિ માની બેસે છે. તેમની દૃષ્ટિમાં સ્વર્ગ-સુખ જ પરમ-સુખ છે, પરંતુ તે સુખનો પણ નાશ થાય છે, આથી જૈન-દર્શન તેને પરમ-સુખ નથી માનતું. દેવતાઓનું આયુષ્ય આપણી અપેક્ષાએ ઘણું લાંબું છે, છતાં પણ એક દિવસ તેનો અંત આવે જ છે. જે પુણ્ય-બંધથી સ્વર્ગલોક મળે છે, તેનો ભોગ દ્વા૨ા ક્ષય થઈ જવાથી જીવ સ્વર્ગલોકમાંથી ચ્યુત થઈને ફરી આપણા જ લોકમાં જન્મ લે છે. આથી પૂર્ણ સુખ ઇચ્છનારા સ્વર્ગસુખને ૫૨મ-સુખ માની ન શકે.
આપણે તો એવું સુખ ઇચ્છીએ છીએ કે જેનો ક્યારેય અંત ન હોય, જેમાં દુ:ખની સહેજ પણ ભેળસેળ ન હોય અને જેનાથી વધીને બીજું કોઈ પણ સુખ ન હોય. એવું અનંત સુખ મુક્તિ સિવાય બીજે ક્યાંય નથી મળી શકતું.
કેટલાક લોકોની માન્યતા એવી છે કે મુક્ત પુરુષ ‘મહાપ્રલય' સુધી સંસારમાં પાછા ફરતા નથી અર્થાત્ તેમની તે સુખમય સ્થિતિ માત્ર મહાપ્રલય સુધી જ ટકી રહે છે. મહાપ્રલય પછી જ્યારે સૃષ્ટિ ફરી ઉત્પન્ન થાય છે ત્યારે મુક્ત જીવ પણ સંસારમાં પાછા ફરે છે. આવી માન્યતાવાળાઓ એવો તર્ક ઉપસ્થિત કરે છે કે મુક્ત ક્યારેય પાછા ન આવે તો એક દિવસ બધા જીવો મુક્ત થઈ જશે અને આ સંસાર જીવોથી ખાલી થઈ જશે. જ્યારે આ સૃષ્ટિ અનાદિકાળથી ચાલી આવી છે તો અત્યાર સુધીમાં બધા જીવો મુક્ત થવા જોઈતા હતા. પરંતુ હજી સુધી સંસારનો અભાવ નથી થયો, તેનાથી એ જ વસ્તુ સમજી શકાય છે કે મહાપ્રલય પછી જ્યારે સૃષ્ટિનું પુનઃનિર્માણ થાય છે ત્યારે તે બધા મુક્ત જીવો ફરી જન્મ લઈ સંસારનો ક્રમ ચાલુ રાખે છે.
આ માન્યતા અનુસાર જો મુક્તિની અવિધ કે હદ માનવામાં આવે તો તો સ્વર્ગ અને મોક્ષમાં કોઈ તફાવત જ નથી રહેતો. આપણા આયુષ્યની અપેક્ષાએ દેવતાઓનું આયુષ્ય ઘણું લાંબું છે અને દેવતાઓના આયુષ્યની અપેક્ષાએ એવા મુક્ત જીવોનું આયુષ્ય ઘણું લાંબું છે. એથી તો મુક્ત જીવોનું સુખ પણ અવિધ સહિત જીવ અજીવ ૰૧૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org