________________
પ્રશ્ન–બંધ અને પુણ્ય-પાપમાં શું તફાવત છે?
ઉત્તર–પુણ્ય-પાપ શુભ-અશુભ કર્મની ઉદયમાન અવસ્થા છે અને બંધ પુણ્ય-પાપની બધ્યમાન અવસ્થા છે.
જયાં સુધી કર્મ-પુદ્ગલ આત્માની સાથે બંધાયેલાં, સત્તા રૂપમાં વિદ્યમાન રહે છે ત્યાં સુધી આત્માને સુખ-દુઃખ નથી થતું. જ્યારે શુભ કર્મ ઉદયમાં આવે છે ત્યારે આત્માને સુખ મળે છે અને કર્મોની આ જ ઉદયાવસ્થા પુણ્ય છે. જયારે અશુભ કર્મ ઉદયમાં આવે છે ત્યારે આત્માને દુઃખ થાય છે અને કમની આ જ ઉદયાવસ્થા પાપ
છે.
જ્યાં સુધી કર્મ બંધાયેલાં રહે છે ત્યાં સુધી તે બંધ છે અને જયારે તે બંધાયેલા કર્મોનો શુભાશુભ ઉદય થાય છે ત્યારે શુભ ઉદયને પુણ્ય અને અશુભ ઉદયને પાપ કહે છે. ૯. મોક્ષ
અપૂર્ણ રૂપમાં કર્મોનો ક્ષય થવો તે નિર્જરા અને પૂર્ણ રૂપમાં કર્મોનો ક્ષય થવો તે મોક્ષ છે. મુક્ત આત્માઓ જયાં રહે છે, તે સ્થાનને ઉપચાર અથવા નિકટતાને કારણે મોક્ષ કહેવામાં આવે છે, પરંતુ તે મોક્ષ તત્ત્વ નથી. મોક્ષ તત્વથી માત્ર મુક્ત આત્માઓનો જ અર્થ ગ્રહણ થાય છે.
મોક્ષ પ્રાપ્ત કરવાના ઉપાયો કે સાધનો ચાર છે: ૧. જ્ઞાન–જે પદાર્થોનું જેવું સ્વરૂપ છે, તેમને તેવા જ જાણવા. ૨. દર્શન–તાત્ત્વિક રુચિ, સમ્યક શ્રદ્ધા. ૩. ચારિત્ર–આશ્રવનો નિરોધ કરવો.
૪. તપસ્યા–એવી તપસ્યા જેમાં કોઈપણ પ્રાણીની હિંસા ન હોય, પરિણામ વિશુદ્ધ હોય.
આ જીવ જ્ઞાનથી પદાર્થોને જાણે છે, દર્શનથી તેમના પર શ્રદ્ધા કરે છે, ચારિત્રથી આવનારા કર્મોને રોકે છે અને તપથી બંધાયેલાં કમને તોડીને આત્મ-વિશુદ્ધિ કરે છે. - સાંસારિક જીવન સંઘર્ષમય છે, કોલાહલમય છે. તે ડગલે ને પગલે દુ:ખ અને વિપત્તિઓથી ભરેલું છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ વડે આપણે એવી સ્થિતિમાં પહોંચી શકીએ છીએ જ્યાં
YOG
.
.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org